Sudhaarvu ke Sudharvu books and stories free download online pdf in Gujarati

સુધારવું કે સુધરવું

સારું સંસ્કારી પાત્ર બધી રીતે તપાસ કરીને, સારા સારા દસ પ્લસ પોઈન્ટ દેખાયા, તેના આધારે પરણ્યા. ને પરણ્યા પછી નેવું માઈનસ પોઈન્ટ ભૂલ સ્વરૂપે દેખાવા માંડ્યા, સામસામે બન્નેને. તો લગ્ન જીવનમાં પછી શું થાય? એકબીજાને સુધારવા માટે તૈયારી કરે. એટલે ઘણાં માણસો તો શું કરે છે કે વાઈફને સુધારવા માટે એટલા બધા જ્ક્ક્કે ચઢે  છે કે તે પ્રેમની દોર તૂટી જાય પછી !! એ શું જાણે કે ‘ મારે એને સુધારવી છે, એ તો  આવી આવી રોજ ભૂલો કરે છે.’ જયારે પેલી શું મનમાં માનતી હોય કે, ‘આવા છે, એમને મારે સુધારવા પડશે ?’ અને જીવન પછી વિષમય બનતું જાય છે. ત્યાં આવા પ્રસંગોમાં જ્ઞાની પુરૂષ ‘દાદા ભગવાન’  જીવન જીવવા માટે અદભૂત જડીબુટ્ટી  દેખાડી દે છે કે ‘અલ્યા ભઈ , તું  સુધરને ! જો આપણે સુધરીએ ને એટલે બીજું સુધરે જ. પોતે જ બગડેલો હોય તો એની જોડે બીજા શી રીતે સુધરે ?’

 એટલે પોતે સુધારવાની જરૂર છે. લોકોને સુધારવાની જરૂર નથી. કારણ કે આ જગતમાં રીલેટિવ સગાઈઓ છે. ઓલ ધીસ રીલેટિવ્સ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એન્ડ યુ આર પરમેનન્ટ. બોલો, પરમેનન્ટ જોડે ટેમ્પરરી રકમનો ગુણાકાર હોય તો શું થાય ?

 એક સી.એ. થયેલા ભાઈ આવેલા. સારો એવો પગાર મળે છે અને વાતચીત કરતા ખબર પડી કે આ પગારમાંથી અડધી રકમ તો વાઈફને, બીજે રેહવા ગઈ છે, તેને મોકલવી પડે છે. વાઈફ જુદાં રહે અને સી.એ. સાહેબ જુદાં રહે ! લો, બીજાના એકાઉન્ટ ક્લીયર કરી આપે છે પણ પોતાના જ એકાઉન્ટ સેટ કરતા ના આવડ્યા  ! ચાર્ટર્ડ એકાઉન્ટ એટલે ભયંકર ગણતરીબાજ, પણ એની વાઈફનું સમાધાન ન કરાવી શક્યો ! એ શું કહે, આ બૈરી બહુ જ ખરાબ છે.હવે વાઈફને પુછીએ તો ઘણી માટે શો ઓપનીઓન આપશે ? વાઈફ ધણીને ‘બગડેલો’ કહેશે. સામસામે આક્ષેપ આપ્યા કરશે.

 શાથી વહુ જતી રહે ? આ ભાઈ છે તે વાઈફને સુધરવા ગયા ! ખરેખર તો એ પ્રકૃતી બદલાય નહી. એમાં તો જેને શાંતિ જોઈતી હોય,, તેણે  એડજસ્ટ થવાનું છે. આ તો રીલેટિવ સંબંધો છે, એટલે આપણે જેવો સંબંધ રાખીએ તેવું સામો રાખશે. રીલેટિવ એટલે સામાને ખુશ કરો તો આપણને આનંદ થાય અને સામાને દુઃખ આપો તો આપણને દુઃખ થાય. પોલીસવાળો ચીઢાતો હોય તો આપણે એને ખુશ રાખીએ, ત્યારે આ તો ઘરવાળા. એમને ખુશ ના રાખવા જોઇએ ? અને જો રિયલ સગાઇ હોય તો આપણે જક્કે ચઢેલા કામના કે સુધરે નહી ત્યાં સુધી જક્કે ચઢીશું. પણ આ તો રીલેટિવ, એટલે તકલાદી સંબંધ . એક કલાક બાઈસાહેબ સાથે જામી જાય તો બેઉને ડિવોર્સનો વિચાર આવે ને એ વિચારરૂપી બીજમાંથી ઝાડ થાય.

 એટલે જો ‘વાઈફની’ આપણને જરૂર હોય તો એ ફાડફાડ કરે તો આપણે સાંધસાંધ કરવું. નહી તો આ સંબંધ ટકે નહીં ને તૂટી જાય. રીલેટિવનો અર્થ શો ? સાંધો. એક ફાડે તો બીજાએ સાંધવું. પેલી વિચાર કરતી હોય કે ‘આ બહુ ખરાબ છે, બહુ ખરાબ છે.’ તો આપણે એને માટે એમ કહેવું કે એ બહુ સારી છે, બહુ સારી છે, આ તો મારી ભૂલ થાય છે. બાકી એ તો સારી જ છે.  એટલે સવારમાં સંધાઈ જશે. એં ખરાબ કહે આપણે ય ખરાબ કહિએ તો ફાટી જાય. માટે આપણે સાંધ સાંધ કરીએ તો મેળ પડે.

 આ જગત તો રીલેટિવ સગાઇ છે.એટલે પુર્વેનો હિસાબ પતાવવા માટેની આ સગાઈઓ છે. હિસાબ ચૂકતે થઇ જાય એટલે જુદું પડી જાય. ફરી ભેગા થાય જ નહીં. માટે સંસાર બગડતો અટકાવો. ‘જે બને એ કરેક્ટ’ કરીને આગળ ચાલો.

 પેલા સી.એ. તો સમજદાર માણસ હતા. એ કહે છે, આ રીલેટિવ સંબંધ છે તે હું જાણું નહી, હવે એને સુધારવું શી રીતે ? તો એવા વખતે વાઈફને ત્યાં જઈને કહેવું  કે ‘મારું મગજ પહેલા બહુ ખરાબ રહેતું હતું, હવે જરા ટાઢું પડયું, તું ઘેર ચાલ. તારો દોષ નથી.  દોષ બધો મારો,  મારા દોષ મને દેખાયા.’

આ તો અણસમજણથી આંટી પડે છે. આ તો જુદી જુદી પ્રકૃતિ એડજસ્ટમેન્ટ ના થાય તો માર ખાઈ ખાઈને દમ નીકળી જાય. માટે આ તો એડજસ્ટ એવરીવ્હેર થવાનું છે.

બહુ સત્યની જક પકડીએ તો તૂટી જાય. આ તો પોતાની જ પ્રકૃતિ સુધરતી જ નથી, ત્યાં બીજાની શું સુધારવાની ?! ટૈડકાવવાની જગ્યાએ તમે ના ટૈડકાવો એ એનાથી સામા વધારે સીધા રહે. જે ગુસ્સો કરતો નથી, એનો તાપ બહુ સખત હોય. એટલે સુધારી તો ક્યારે કહેવાય કે ગમે તેવી વાઈફ અકળામણ કરતી  હોય પણ આપણે આપણી ઠંડક ન ગુમાવીએ ત્યાં, એં સુધારી કહેવાય !! નહી તો છેવટે આપણે સુધરી ગયેલા હોઇએ તો ય બહુ થઇ ગયું ને !

લોકો કહેશે, ‘ બહુ બગડી ગઈ છે, એને સીધી કરો.’ અરે, એને સીધી કરવા જઈશ તો તું વાંકો થઇ જઈશ. માટે વાઈફને સીધી કરવા જશો નહી. જેવી હોય તેને ‘કરેક્ટ છે’  કહેવું. એની જોડે કાયમનું સાંધુ-સહિયારું હોય તો વાત જુદી છે. આ તો એક અવતાર પછી ક્યાંય વિખરાઈ જવાનાં, બન્નેના મરણ કાલ જુદા, બન્નેના કર્મો જુદા ! કશું લેવાય નહી ને દેવાય નહી. આ તો એક અવતાર હિસાબ ચુકવવા ભેગા થયા છીએ. આવતે ભવ અહીંથી તે કોને ત્યાં જશે,તેની શી ખબર ? આપણે ખુબ મહેનત કરીએ અને એને સીધી કરીએ, સુધારીએ ને આવતે ભવ સુધારેલી આવૃતિ કો’ક બીજાને ભાગે જતા રહે ! એના કરતા આપણે જ સુધરી જવું, તો આવતે ભવ પોતાનો સુધરેલો માલ પોતાને કામ તો લાગે.

પરણીને આવ્યા ત્યારથી એમની પ્રકૃતિ બદલવાની નથી. લીમડો, પીપળો થાય નહીં; પીપળો લીમડો થાય નહીં. માટે જે પ્રકૃતિ આપણે પસંદ કરીને લાવ્યા, જોઇને લાવ્યા, તે પ્રકૃતિ ઠેઠ સુધી જોવાની, નભાવવાની ! અને કચકચ કરવાથી સંસારમાં કશો ફાયદો થતો નથી. નુકસાન જ થાય છે !

પોતાની જાત માટે જ નક્કી કરવું કે આપણે જ સુધારવું છે. કોઈ કંઈ અવળું બોલે તો ય આપણે ઉપકાર માનવો કે આપણને સુધારે છે ! માટે ઉપકાર તારો. તો જીવનમાં સુખી થઈશું. સમજણ ગોઠવતા નથી આવડતી તેથી દુઃખી થઇ જાય છે. માત્ર સમજણ જ બદલવાની છે, તો જીવનમાં સુખ સુખ એ સુખ જ છે.