Kidnaper Koun - 40 in Gujarati Fiction Stories by Arti Geriya books and stories PDF | કિડનેપર કોણ? - 40

કિડનેપર કોણ? - 40

(અગાઉ આપડે જોયું કે શિવ ની ઓફીસ માંથી મળેલા એનવલ્પ સોના રાજ ને આપે છે,જે અનુક્રમે મોક્ષા ના કિડનેપ થયા ના દર બે બે દિવસ ની તારીખ ના છે.પણ હજી કોઈ ખાસ કડી રાજ ને મળતી નથી,જે બાબતે તે ખૂબ પરેશાન છે હવે આગળ...)

શિવ જ્યારે ઘરે આવે છે ત્યારે સોના તેના વ્યવહાર ને સમજવાની કોશિશ કરે છે.દેખીતા શિવ બિલકુલ નોર્મલ લાગતો હોય છે.પણ અંદર થી તે એકદમ બેચેન છે,જે તેની આંખો માં સ્પષ્ટ દેખાય છે.એટલે તે ખૂબ જ ધીમેથી પૂછે છે.

ભાઈ ક્યાં ચાલ્યો ગયો હતો?હું તો તારી રાહ જોતી હતી!

હે...હા એક કામ હતું એટલે બહાર ગયો હતો.શિવ કોઈ ઊંડા વિચાર માં હતો.

સોના એને વારે વારે બોલાવવાની કોશિશ કરતી હતી, પણ તેનું ધ્યાન જ નહતું.જમીને પણ તે પોતાના રૂમ માં પુરાઈ ગયો.સોના અને ઉમા ની ધ્યાન બહાર તે ના રહ્યું.

બીજા દિવસે શિવ તેની ઓફીસ માં બેઠો હતો,ત્યાં જ અલી ત્યાં આવી ચડ્યો,

સોરી દોસ્ત પેલા દિવસે મારે જવું પડ્યું હતું,એટલે વિચાર્યું આજ આરામથી બંને દોસ્ત ગપ્પા મારીશું,બોલ છે ને મંજુર.અલી એ પોતાનો હાથ આગળ કરતા કહ્યું.

શિવે કોઈ અસમંજસ માં હાથ માં તાળી આપી,અને ચેહરા પર પરાણે સ્માઈલ આવ્યું.અલી તેની હરકતો પર ચોક્કસ ધ્યાન આપતો હતો.

બંને અલક મલક ની વાતો કરવા લાગ્યા,પેલા નાનપણ ની પછી સ્કૂલ ની અને ધીમે ધીમે અલી એ અભી અને તેની મિત્રતા ની વાત કરવા માંડી.અલી ને એવું લાગ્યું કે અભી ની વાત કરતા જ શિવ થોડો ભાવુક થઈ ગયો હતો,અને તેને અલી ને અભી ની માનસિક હાલત વિશે સાંભળી ને દુઃખ થયું એવું પણ જણાવ્યું. ત્યારબાદ તેને જાણી જોઈ ને મોક્ષા ની વાત કરી ત્યારે પણ શિવ થોડો ઉદાસ અને મુંજાયેલો જણાયો.

શિવે અલી માટે ચા નો ઓર્ડર કર્યો,એ દરમિયાન અલી એ શિવ વર્તન નું પૂરું નિરીક્ષણ કરી લીધું,વચ્ચે કોઈ નો ફોન આવતા શિવ થોડો ગભરાય ગયો હોય તેવું પણ લાગ્યું.

અલી ત્યાંથી નીકળી સીધો રાજ ને મળવા ગયો,અને શિવ સાથે થયેલી બધી જ વાત કહી.રાજ ને સોના પર ખૂબ ગુસ્સો આવ્યો એટલે તેને સોના ને ફોન કર્યો,

હેલ્લો સોના!રાજ થોડો ગુસ્સા માં બોલ્યો.

હાય રાજ,અલી કેમ શિવ ને મળવા આવ્યો હતો,બધું બરાબર તો છે ને?સોના ચિંતિત સ્વરે બોલી.

હા બધું બરાબર છે,પણ તે આ ખોટું કર્યું,મેં તારા પર વિશ્વાસ કરી ને અભી ની માનસિક હાલત વિશે વાત કરી હતી,અને તે...તે એ વાત બધે ફેલાવી..

કોને કહ્યું?સોના એ વચ્ચે જ વાત ને કાપતા પૂછ્યું.મેં કોઈ ને કશું જ નથી કહ્યું.રાજ મને એટલી તો ખબર છે જ કે આ કેટલો અઘરો કેસ છે!

તો શિવ ને આ બાબત ની જાણ કેમ થઈ?રાજે સામે સવાલ કર્યો.

મને શી ખબર,મેં આ બાબત કોઈ ને નથી કહી.આમ કહી સોના એ ગુસ્સા માં ફોન કટ કરી નાખ્યો.

રાજ વિચાર માં પડી ગયો,કે જો ખરેખર સોના એ શિવ ને આ વાત નથી કહી તો શિવ ને આ બાબત ની જાણ કેમ થઈ?અલી પણ આ બાબત સમજી ગયો.

નક્કી હજી કોઈ છે જે આપડા પર વૉચ રાખે છે પણ કોણ?અને શું કામ ?

રાજે આસપાસ નજર દોડાવી પણ તેને કોઈ શકમંદ વ્યક્તિ ના ચડ્યું.એટલે રાજે એક ફોન લગાવ્યો.અને શિવ ના મોબાઈલ ને ટ્રેસ કરવાનું કામ તેને સોપ્યું.

થોડી જ વાર માં રાજ ના મોબાઈલ પર મેસેજ આવ્યો જેમાં શિવ નું લોકેશન બતાવ્યું હતું,જે તેની ઓફીસ નું જ હતું.અને સાથે જ શિવે કરેલા કોલ નંબર પણ હતા.રાજે તરત જ એ નંબરો ની જાણકારી મેળવવાની ચાલુ કરી દીધી.જેમાંથી બે નંબર શિવ ના રેગ્યુલર કલાઇન્ટ ના હતા, એક કોઈ કંપની માટે પૂછપરછ નો હતો,અને એક નંબર કોઈ મનહરલાલ નો બતાવતો હતો.

રાજે છેલ્લા નંબર ની માહિતી મેળવવા માટે કાર્યવાહી કરવા માંડી,પણ શિવે વાત કર્યા ના લગભગ અર્ધા કલાક મા એ નંબર સ્વિચ ઓફ આવવા લાગ્યો.રાજે તેની ટીમ ને ધીરજ રાખી એ નંબર પર વૉચ રાખવાનું કહ્યું.અને સાથે જ એનું લોકેશન પણ ટ્રેસ કર્યું.અને લોકેશન જોતા જ રાજ અને અલી ના ચેહરા પર એક વિજયી સ્મિત આવી ગયું.

(કોનો હશે એ નંબર?અને શું હશે એ નંબર પાછળ નું રહસ્ય?મનહારલાલ કોણ છે?જાણીશું બધા જ જવાબ આવતા અંક માં...)

✍️ આરતી ગેરીયા...

Rate & Review

Balramgar Gusai

Balramgar Gusai 4 months ago

Bhimji

Bhimji 5 months ago

Navin

Navin 6 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago

Nitesh Shah

Nitesh Shah 6 months ago