The aroma of experience books and stories free download online pdf in Gujarati

અનુભવની મહેક

હા હું એ જ માણસ છું , જે સારો હતો,
ભુલો મારી બહાર નીકળી માટે 'ખરાબ' છું......

આ વાત એક મિત્ર દ્વારા જાણવા મળી ,મારા જેવા યુવાનોએ સમજવા જેવી વાત છે. એક વિદ્યાર્થી ની વાત છે. એ મિત્ર આમ તો કહીએ તો બધી રીતે શ્રેષ્ઠ હતો. એની ગણના એક સારી વ્યક્તિ ની જેમ થતી હતી. પણ બન્યું એવું એ ભાઈ યુુુુવાની ના રંગ માં રંગાઈ છોકરી ના ચક્કર માં પડ્યો . છોકરી પર વિશ્વાસ હતો એટલે સમય પસાર થતો ગયો એમ સંબંધ ગાઢ થયો.

એકદિવસ એવું થયું કે સંબંંધ એટલો આગળ વધી ગયો કે શારીરિક રીતે સંબંધ થવાની કુંપળો પણ ફુટવા લાગી હતી.એક દિવસ અચાનક એક વિડીયો આવે છે સક્રિન
રેકોર્ડિંગ હોય છે. અને એ પહેલી છોકરી એ જ મોકલ્યું હતું.
વિડીયો જોતા જ બધુું બદલાઈ ગયું. વિડીયો મા શું જોયું
એનો અને એ છોકરી ના અર્ધનગ્ન- નગ્ન અવસ્થામાં થયેેલ વિડીયો કોલ નું રેકોર્ડિંગ હોય છે.

થોડીવાર પછી એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને એ જ છોકરી નો ફોન હતો ,' વિડીયો વાયરલ ના થાય તો આટલા પૈસા મળવા જોઈએ મને, ફરિયાદ પણ નહીં કરી શકે મારી બધી વીગતો ખોટી છે અને આ બંને નંબર પણ બંધ થઈ જશે,..... એટલે હોશિયારી કર્યા વગર પૈસા મળવા જોઈએ.
હવે વિચારો આગળ શું થયું હશે ... બે દિવસ બાદ એ મિત્ર ડરી ને હાર માની આત્મહત્યા કરી લે છે.

આ વાત ને લઈ ને અમુક બાબતો ....

૧) ચાલો માન્યું કે એ મિત્ર થી ભુુલ થઈ ગઈ પણ આ વાત જો સમાજ મા બહાર નીકળી હોય તો કેટલા લોકો એમ વિચારે કે છોકરો હતો સારો પણ હવે આ ભુલ નો એને પણ અફસોસ હશે .

૨) કોઈ આવું નહીં વિચારે તો શું વિચારશે.....?

- એ હતો જ એવો .. દેખાવમાં ભોળો હતો પણ અંદરથી ..

- અમુક એમ કહે વળી વિડીયો જોતા લાગે તો નહીં કે ભુલ હશે એમાં તો મસ્ત મજા લે છે.

૩) ખરેખર જોવા જઈએ તો આ મિત્ર નું નામ તો નાના લેવલે ખરાબ થાય. પણ જો કોઈ સમાજ ના મોટા અને સારા વ્યક્તિ નું આવું કાંઈક બહાર આવે એટલે એ વ્યક્તિ ગમે તેટલો સારો હશે પણ તરત એ ખરાબ બની જાશે.

૪)અંગત જીવન બધા નું હોય એવું જરુરી નથી કે તમે

બધું છોડી દો એટલે સારા વ્યક્તિ બની જાવ. કોઈ જો જાણીજોઈને કરે તો કહી શકાય કે એવું ના કરવું જોઈએ.

૫) સમાજ ના ડરથી કેટલા એવા લોકો હશે જેને પોતાની આવી ભુલ થી અંદર ને અંદર મરતા હશે પણ એનો વિશ્વાસ ન કરી શકે કે હું મારી ભુલ પ્રામાણિક રીતે જાહેર માં સ્વિકાર કરું તો બધા મારી આ ભુલ સ્વિકારી મને નવી હિમ્મત આપી માફ કરશે.

૬) યુવાનોને માટે આ આધુનિક સમયમાં અનેક ભુલો થાય છે પણ એનાથી ડરવું નહીં , ભુલો બધાથી થતી હોય છે એમાંથી નવું શિખવાનું અને સમાજ નું સાંભળ્યા સિવાય આગળ વધવું.

ખરેખર સારા અને ખરાબ એમ અલગ વર્ગ બનાવવા વાળા આપણે જ છીએ. બાકી એક રીતે જોઈએ તો બધા માણસ માં બે વ્યક્તિ હોય જ છે:- એક સારો અને બીજો ખરાબ.

જાણીજોઈને ભુલ કરે કે ખરાબ વ્યક્તિ બને એવા કીસ્સા બે- પાંચ ટકા જ હોય છે પણ એવું છે કે કોઈ નું કાઈ પણ ભુલ થઈ ને એ બહાર આવે એટલે તરત જ કાંઈ સમજ્યા વગર એ વ્યક્તિ નો પેલા બે- પાંચ ટકા વાળા વર્ગ માં સમાવેશ કરી લેવામાં આવે છે.

" જીવન 'ભુલો ની ભુલભુલામણી' છે,

એ સારું હોય કે ખરાબ,

એ 'ભુલો ની ભુલભુલામણી' જ છે,

જે નક્કી કરશે બરાબર....."

- એટલે બધા એ ખાસ કરીને યુવાનો એ સૌ એ એ જ ધ્યાન રાખવાનું કે ' ભુલો ની ભુલભુલામણી' માં હિમ્મત થી પસાર થઇ જીત હાંસલ કરવી .

જીવનમાં ક્યારે શું પડકાર આવે એ કોઈને ખબર નથી. દરેક પડકાર ના ઘા નો સામનો કરવા હંમેશા તૈયાર રહેવું જોઈએ. મરવું એ કાંઈ સમસ્યા નો હલ નથી. તમે જે કંઈ પણ કરો એમાં પહેલા સાથે રહેલી વ્યક્તિ વીશે જાણવું જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે દગો આપી શકે છે. વિશ્વાસ કરવો એની ના નહીં પણ આંધળો વિશ્વાસ કરવામાં સમજદારી થી કામ લેવું.

આ લેખ ની શિર્ષક પંક્તિ એ જ કહે છે જ્યાં સુધી તમારી ભુલ છુપાવો ત્યાં સુધી જ તમે સારા વ્યક્તિ છો , જેવા તમે પ્રામાણિક રીતે એ ભુલ સ્વિકારી માંફી માંગશો એટલે તરત જ સમાજ તમારા પર ખરાબ વ્યક્તિ નું લેબલ લગાવી દેશે.


--> અંત નો અવાજ...

અરે ..... યાર આજે તો હું ભુલ કરવાનું ભૂલી જ ગયો , આજ તો ભુલ ના કરી એ જ મોટી ભુલ થઈ ગઈ,

ચાલ તો હવે હું સમાજ માં કેટલો ખરાબ છું,

એ જોઈ તો લઉ કે કોન મારાથી આગળ છે.....

છોકરો: પપ્પા, મારાથી એક ભુલ થઈ ગઈ, હવે સમાજ માં આપણે ખરાબ ને હવે?

પપ્પા : પહેલાં તો ભુલ સ્વિકારવી એ મોટી વાત છે ,

બાકી સમાજ ખરાબ સમજે એ તો એની ભૂલ છે.

( મન ની 'મહેક' ---૧૨/૭/૨૦૨૦

-- મિ. જોજો ............)

(ઉપરોક્ત મિત્ર ની જે વાત છે એના પર વાચકમિત્રો ને કઈ કહેવા યોગ્ય લાગે એ અભિપ્રાય કમેન્ટ માં જરૂર જણાવશો

.......આભાર સૌ વાચક મિત્રોનો)

4 )
સંબંધ સાચવવા માટે જ સૌને હસીને સહુ છું ,
સંબંધની કિંમત સમજુ છું, એટલે જ ચુપ રહું છું...

સંબંધ એ દરેક વ્યક્તિને જીવનમાં હોય જ છે.

5)
મનની 'મહેક'
(આ લેખ મારા માતા-પિતા ને અર્પણ.........)

તુમ તો ચલ રહે હો, લેકિન વક્ત હી ઠહર ગયા હૈ....

મને આજે ત્રણ- ચાર દિવસ પછી મારો એક મિત્ર મળ્યો .
એટલે પહેલા તો એમજ હાલચાલ પુછ્યા પછી મને હસતા હસતા કહે કે યાર મારૂ બ્રેકઅપ થઈ ગયુ. પછી બીજા દિવસે મને મળ્યો ત્યારે મને કહે કે તારો ભાઈ ફરિવાર ગોઠવાઈ ગયો , એટલે મે સહજ પુછી લીધુ કે બ્રેકઅપ પુરૂ ભાભી જોડે ,તો મને કહે ના એવુ નઇ તારા ભાભી જ બદલાવી નાખ્યા.

આ વાત યાદ એટલા માટે આવી કે અત્યાર ના યુવાન કે યુથ ના વિચાર કઇ દિશા મા છે એ બીજાને તો નઇ પણ પોતાને પણ ખબર નથી.આ મિત્ર ની વાત મા જોયુ કેવુ હસતા હસતા કહી દે કે બ્રેકઅપ થઇ ગયુ છે . નઇતર આવા લોકો નૂ નકકી ના કેવાય કેમ કે એને બ્રેકઅપ પછી દેવદાસ બાબા, તેરે નામ વાળા બાપુ અને બાકી રહી ગયુ હતુ તો હમણા જ માર્કેટ મા આ બધાના લવગુરૂ એવા બાબા કબીર સિહ એ એન્ટ્રી મારી એટલે યુથ(youth) મા બીજા બધા બાબા કરતા કબીર બાબા ટોપ ઉપર છે.

પણ ખરેખર અત્યાર નુ યુથ પોતાના જીવન મા આગળ વધવાને બદલે જલસા કરવા, પ્રેમ, મિત્રતા, સોશિયલ મિડિયા, પબજી ....... વગેરે ....વગેરે વસ્તુઓમા આગળ વધે છે અને અમુલ્ય સમય વેડફી નાખે છે. અરે મુદા ની વાત તો એ છે કે ભલે જે કરવુ હોય કરે પણ એ બધુ બાપ ના પૈસે કરે , નો ડાઉટ મા-બાપ પરિવાર માટે કમાય છે , આપણને એના પૈસા વાપરવાનો હક છે પણ એનો મતલબ એ કે આડેધડ પૈસા વાપરવા , મોજ- મસ્તી કરવી .

એ બધુ કરવુ પણ સાથે સાથે એ પણ વિચારવુ પડે કે મારા ભવિષ્ય ના સપના કેમ પુરા કરીશ , ભવિષ્ય મા મા-બાપ નુ યાન કેમ રાખીશ, હુ પણ સંતાન ના મા-બાપ તરિકે ફરજ સારી રીતે આપી શકિશ કે નઇ ? આ બધુ સાથે વિચારીને , અને આપણે કેટલા પાણી મા છીએ કે ખાલી મોટા સપના અને મોટી વાતુ કરતા જ આવડતી હોય તો અત્યાર થી જલસા ને મોજ મસ્તી ને બાપા ના પૈસા ઉડાડવા એ બધુ થોડુ લિમિટ મા એક સીમારેખા સુધી જ કરવુ.

ઉપર જે શિર્ષક મા પંક્તિ છે કે ,
તુમ તો ચલ રહે હો, લેકિન વક્ત હી ઠહર ગયા હૈ....

આ એટલે જ લખેલ છે કે આજના યુથ મા મોસ્ટ ઓફ ને એવુ જ લાગતુ હોય કે પોતે એના જીવન મા આગળ ચાલી રહ્યા છે પણ એ એનો ભ્રમ હોય છે એ જીવન કે લાઈફ કરિયર મા આગળ ચાલ્યા જ નથી , એ એવા જ ભ્રમ મા હોય કે તે આગળ વધી રહ્યા છે . ખરેખર જો કોઈ ને જીવન માસઆગળ વધવુ હોય તો એના માટે એક જ માર્ગ છે ' મહેનત' અને એ પણ માત્ર હાર્ડ વર્ક નહી એની સાથે સ્માર્ટ વર્ક જરૂરી છે.

આ બધી બાબત પછી પણ ઘણા એવા પિતા હોય કે તેને પોતાના સંતાન જે કરે એ પોસાઈ જતુ હોય, પણ એજ સંતાનો પાછાં સ્ટેટસ મા એવુ રાખે કે ' Attitude is everything' અને એવા નામ રાખે ' Dream boy/girl' આવુ જેણે જેણે રાખ્યુ હોય, એને એકવાર જો એના મા-બાપ જે છત્રછાયા મા રાખે છે અને એ જરસા કરી શકે છે.જો એના મા-બાપ આ છત્રછાયા એકવાર હટાવે તો એને ખરેખર ખબર પડે 'એટિટ્યુડ' કે ' ઓકાત' કોને કહેવાય અને એના જીવન ના 'Dream' વીશે એને ખબર પડે .

અત્યાર નુ યુથ એનો વધારે પડતો સમય અન્ય પ્રવ્રુતિ મા વેડફી નાખે છે . એમા પણ મોટા ભાગના નો સમય એકલાપણુ દુર કરવા જે પ્રેમ ને એ બધામા જ સમય વેડફાય છે, અને મને તો એ ખબર નથી પડતી કે યુવાની મા એને શુ એટલો મોટો બોજ કે જીમ્મેદારી હોય કે એને એકલાપણુ લાગતુ હોય છે. ખોટો એમા સમય બગાડે અરે તુ ગમે એટલી ખુબસુરત છોકરી કે છોકરો શોધી ને એને ગમે એટલો સાચ્ચો પ્રેમ કરતો હોઈશ પણ અંત મા તો ઉપરવાળા એ જે મોડલ તારા માટે પસંદ કરેલ છે એ જ મળવાનુ છે . અત્યારે એમા ખોટો સમય બગાડવાનો કોઈ ફાયદો નથી.

આ વાત પરથી એક પંક્તિ મને યાદ આવી,

અભી તેરે પાસ ઉમ્ર હૈ,અભી તેરે પાસ વક્ત ભી હૈ,
તો ફીર લગા દે પુરી તાકત ,કરલે પુરી મહેનત,
બના લૈ નામ, ઔર જી લે શાન સે પુરા જીવન ,
મત બરબાદ કર ઈસે પ્યાર કૈ પીછે, ક્યોકી..
પ્યાર કા મિલના તો ખુદા કે બસ મે હૈ, વો તો ખુદા દે દૈંગા....

આ પંક્તિ જયારે મારા મિત્ર ને સંભળાવી કે જો મે એક પંક્તિ લખી છે સાંભળ , એ સાંભળ્યા બાદ મને કે પૈસા ને પ્રેમ બંને ભગવાન ના હાથ મા છે આ પંક્તિ મા તે ખાલી પ્રેમ જ ભગવાન ના હાથ મા છે એમ કહ્યુ છે. મે એને સમજાવ્યુ કે પંક્તિ સાચી જ છે તુ એવુ કરજે કે ઘરે જ બેસજે કાઈપણ કામ કે મહેનત ના કરતો , તારા માતા-પિતા ના પૈસા કે મહેનત નુ ખાવાનુ પણ નઈ તો તને શુ કાઇ મહેનત કર્યા વગર કાઈ ભગવાન ખાવાનુ નઈ આપે એણે તને દેહ આપ્યો છે પેટ ભરવા ,પૈસા મેળવવા તારે મહેનય તો જાતેજ કરવી પડશ.

જ્યારે પ્રેમ મળવો અને ક્યુ પાત્ર મળશે એ ભગવાને જ જે નક્કી કરેલ એજ મળશે. તને પત્નિ પ્રેમ કેવો મળે કે પછી ના પણ મળે એ ભગવાન ના હાથ મા જ છે અને એવુ જરૂરી નથી કે પ્રેમ એ પત્નિપ્રેમ ના રૂપ મા જ મળે . પ્રેમ તો પરિવાર,મિત્રો પાસેથી પણ મળી શકે ,
એટલે કે પ્રેમ જેમ કે પત્નિપ્રેમ ,પરિવાર નો પ્રેમ કે મિત્રોનો પ્રેમ એ કેવો મળે એ ભગવાન ના હાથ મા છે. આ પછી મારા મિત્રને આ પંક્તિ સાચી સમજાય ગઈ.

એટલે યુથ, યુવાન છે જે એ બધા જીવન મા મોજ-મસ્તી સાથે ભવિષ્ય નુ પણ થોડુ વિચારી લેવુ ,ગૌણ વસ્તુ મા વધારે પડતો સમય ના બગાડવો. કાઈ પણ કરો એમા કેન્દ્ર મા જે બે વ્યક્તિ કે એના લીધે જ તમે જીવન મા જે કાઇ કાર્ય, મોજ, જલસા કરો છો. એ બે વ્યક્તિ ને ક્યારે પણ તમારા લીધે નીચે ના જોવુ પડે કોઈ ની સામે કે દુઃખી ના થવુ પડે એટલે તમે જીવન મા સફળ જ કહેવાય.

-->by- મિ.જોજો

5)પ્રેમ અત્યારે થઈ ગયો વાસના અને શરીર થી ,

માટે જ છે ઘણાં યુવાન દેવદાસ અને કબીર ...

આ વાત કરવાની એટલા માટે જરૂરી લાગી કે અત્યારે આ આગળ વધતા સ્માર્ટ જમાના માં પ્રેમ માં પણ ઘણા અપડેટ આવી ગયાં છે. કોઈ પણ જગ્યા એ હાલતા ને ચાલતા શાળા - કોલેજ માં અનેક દેવદાસ અને કબીર સિંઘ નજરે ચડી જાય, અને એને જોઈ ને એમ થઈ કે ઓહો હો સાચો પ્રેમી તો આ ભાઈ જ છે.

અમારે જોજો ભાઈ અમદાવાદ માં હતા . બપોર ની ગરમી બોવ હતી માટે ગળું ઠંડુ કરવા એ એક ગલ્લા વાળા ને ત્યાં સોડા પીવા ઊભો રહ્યો. ત્યાં એક મસ્ત મજાની બાઇક ને જિન્સ - શર્ટ ને ફેશનેબલ ચશ્મા પહેરેલ એક વીસેક વર્ષ ની યુવાન ત્યાં આવ્યો. જોજો ભાઈ એ જોયું એ શું કરે છે.

ત્યાં જ પેલો આવી ને દુકાનદાર ને કહે ", લ્યા કાકા શું સામું જૂઓ છો ખબર નઈ આપડું રોજનું ફિક્સ જ હોય , આલી દયો દસેક માવા , પાંચેક વિમલ ને તંબાકુ ને એક દેસી બીડી નું પેકેટ...."

પેલા કાકા એ હસી ને કહ્યું ", લ્યાં તું તો પણ જબરો દેવદાસ હો બકા....."

હવે જોજો આ બધું સંભાળી ને તરત પેલા દુકાનદાર કાકા ને પૂછ્યું " કેમ કાકા એવો બધો ઘાયલ પ્રેમી છે કે શું વાળી....?"

કાકા એ હસતાં હસતાં આંખ વડે ઈશારા કરી જોજોને કહ્યું " પેલા ને જવા દે પછી વાત કરુ...."

પેલો જતો રહ્યો પછી કાકા એ જોજો ને વાત કરી", શું બકા આ તમારી ઉમર ના તો પ્રેમ ને બગાડે છે, હોય કઈ નહી ને દેવદાસ બની ફર્યા કરે."

જોજો હસતાં હસતાં કહે ",કાકા સરખી વાત કરો તો કઈક મજા પડે."

કાકા હસતાં હસતા કહે ", આ હમણાં જે ગયો એને જોઈ ને દેવદાસ ને પ્રેમ પરથી ભરોસો ઊડી જાઈ બકા , આ મારો વર્ષોથી રોજ નો ગ્રાહક છે, પુરે પૂરો ઓળખું એને આને તો મહિને મહિને બ્રેક અપ થાઈ ને આવી ને એવો દેવદાસ ની જેમ વાતો કરે કે જાણે આને બધી છોકરીઓ જોડે સાચો પ્રેમ થઈ જતો હસે ને આવી ને માવા ને તંબાકુ ને લઇ જતો રહે .શું થશે પ્રેમ નું આનું તો જે થવું હોય એ થઈ ." અને કાકા હસવા લાગ્યા ને જોજો ભાઈ ને હસવા નું રૂક્યું નહી.

(અરે અરે ક્યાં જવું છે તમારે ,હજુ આતો ગુજરાતી દેવદાસની વાત હતી હજુ ગુજરાતી કબીર ભાઈ બાકી છે.)

આ કોરોના માં લોકડાઉન પત્યું એટલે ઘણા દિવસ પછી જોજો ને એનો મિત્ર ફોફો મળવા આવ્યો.

બધી વાત થઈ પછી ફૉફો જોજો ને કહે ", તને વાત કરું ,તું કોઈ ને કહેતો નહી .

જોજો કહે, " કહે ને શું વાત છે ફોફા."

ફૉફા એ વાત કરતા કહ્યું", હું અલ્યા કબીર સિંઘ ને દેવદાસ થઈ ગયો હતો લોકડાઉનમાં ,મને ઓનલાઇન ઈન્સ્ટાગ્રામ માં એક છોકરી ના મેસેજ આવ્યા ને વાતો કરતા કરતા પ્રેમ થઈ ગયો, પણ દસ દિવસ થયા ત્યાં તો એ છોકરી ગાયબ થઈ ગઈ.અને હું પ્રેમ માં પાગલ હતો."

જોજો હસતાં હસતાં ," તું તો બોવ ઝડપી પ્રેમી છો ભાઈ ,શું સ્ટોરી છે સુપરહિટ લાગે મને .."

આટલું સાંભળતા તો ફોફા ભાઈ હાથ માં થોડા રહે. તરત ફૉફો કહે ," સ્ટોરી તો જબરી થાય બકા , વિચાર મારી સ્ટોરી પર ગુજરાતી મૂવી બને તો હિટ જાઈ કે નહી."

જોજો કહે ,"હા ગુજરાતી માં કબીર સિંઘ કે દેવદાસ બનેલાં મૂવી ની જરૂર છે , ગુજરાતી મૂવી 'રીક્ષા તારી ને ડ્રાઇવર મારો ', ' રાધા રણ માં ને કાનો વન માં',(આવા મૂવી કોઈ છે નહી શોધવા નહી ) ની જેમ તારા મૂવી નું મસ્ત નામ રાખીશું ,"ગુજરાતી દેવલો થયો પ્રેમ માં વેવલો", કેવું નામ મળ્યું , છે ને જોરદાર બાકી ..'

મૂવી નું નામ સાંભળી તો ફોફો મૂવી માં શું શું આવે એ કહેવા લાગ્યો," જોજો ભાઈ , જો હું મારી છકડો રીક્ષા માં પહેલી વાર વેવલી ને જોવ ને પ્રેમ થઈ જાય પછી એ ગામમાં પાણી ભરવા જતી જોઈ નદી એ ને હું ત્યાં મારી રીક્ષા ને સાફ કરતો હોવ. બને એકબીજા સામું જોઈ હસીએ ને પહેલું આપણું ગુજરાતી ગીત "ઓઢણી ઓઢી ને ઉડી ઉડી જાઈ .." ની જેમ મુવી માં નદી કિનારે ગીત વાગે .....

"વેવલી તો સામું જોઈ ને હસતી જાઈ(૨),

વેવલા ની રીક્ષા ભાગે, વેવલી નું પાણી ઢોળાઇ,

વેવલા ના હૈયા માં કઈક કઈક થાય...

વેવલી સામું જોઈ ને હસતી જાઈ....."(૨)

અને જોજો ભાઈ કબીર સિંઘમાં કેમ પ્રેમમાં છૂટા થયા પછી કબીર ભાઈ નશામાં ઓપરેશન કરે એમ આ મુવી માં વેવલો પણ વેવલી ની યાદ માં માવો ને તંબાકુ ખાતો ખાતો , દેસી બીડી પીતો હોય ને દુઃખ માં રીક્ષા ભરી ને ભાડું કરવા જાતો હોય ને વચ્ચે અકસ્માત થાય અને વેવલા ને બધા સમજાવતા હોય ભૂલી જા વેવલી ને એના લીધે જો તારું રીક્ષા નું લાઇસન્સ બે વર્ષ માટે સસ્પેન્ડ થઈ ગયું."

જોજો આ સાંભળી હસી હસી ને થકી જાઈ પણ ફોફો આગળ સ્ટોરી કરતા કહે," કબીર ભાઈ પાસે કૂતરો હોય એમ આ મુવી માં વેવલા પાસે બકરી હોય જેનું નામ વેવલી રાખે અને એની જોડે વાતો કરતો હોય, અને દેવદાસ મુવી ને પેલો ફેમસ ડાયલોગ આ ગુજરાતી દેવદાસ કેમ બોલે સાંભળ જોજો ...

"બાપુ એ કહ્યું ગામ મૂકી ને હાલતો થા, બીજા બધા કીધું બીજો મોકો આપે એ વેવલી નહી ભૂલી જા એને, વેવલી એ કીધું રીક્ષા લઈને હાલતીનો થા ,માં તે કીધું ઘરેથી બહાર નીકળ જા , એક દિવસ આવશે જ્યારે ઉપર વાળો કહેશે વેવલા અહી આવતો રે બોવ જગ્યા ખાલી પડી છે ઘણાં સમયથી કોઈ તાજો દેવદાસ નથી આવ્યો ."

જોજો હસી હસી ને લોથપોથ થઈ ગયો ને ફૉફાને કહે ",ભાઈ બસ કર હવે હસવાની પણ હદ હોય કઈક, હવે આગળ નઈ બોલતો કંઈ પણ ,પેટ માં દુખવા લાગ્યું ભાઈ ......તારું આ મુવી સુપરહિટ જ જાશે બસ ...."

--> અંત નો અવાજ.....

ફોફો: સાવ નવરો છું,પ્રેમ કરું તો કોઈ છોકરી શોધીને....

જોજો: તને સમય પસાર કરવા પ્રેમ જ મળ્યો દુનિયામાં બીજું ઘણું છે હો ભૂરા.....

( આ લેખ માત્ર હાસ્ય- મનોરંજન ના હેતુ થી લખ્યો છે ,બધી વાત કાલ્પનિક છે.)

- મી.જોજો ' મન'(12 Oct.2020)

(6)-------- ---------
(16-12-20)

સબંધમા અમે પ્રેમ અને ઝઘડો બંને રાખીએ,
પણ ,માફી માંગવામાં બહૂ રાહ ના જોઈએ....

હમણાં જ મેગેઝીન મા ડો.નિમીત ઓઝાસરનો એક લેખ વાચ્યો. લેખ નું શીર્ષક એવું હતું કે' માફી: ક્યાંકથી માંગી લ્યો, ક્યાંક આપી દયો ' વાત એમ હતી કે કોરોનાકાળ માં ઘણા લોકોના મૃત્યુ થયા અને ઘણા એકલતા માં કંટાળી ગયા. છતાં કેટલા લોકો હશે કે જેણે ખરેખર માફી માંગી હશે?

માફી શબ્દ ભલે બે અક્ષરનો છે, અને ઘણા એવું પણ કહશે કે વાત ક્યાં છેક પહોંચી જાય ને અંતમા માત્ર બે જ શબ્દથી સુલેહ થોડી થઈ જાય? સુલેહ થાય કે નહીં પણ વાત એ મહત્વની કે માફી માંગવી પડે એવી પરિસ્થિતી જ કેમ બને કે માણસ માણસ વચ્ચે એવા મતભેદ પેદા થાય?

બધાને એકબીજા સાથે પારીવારીક અથવા મિત્રતા કે વ્યવસાયીક સંબંધ હોય પણ એ વિચારે કે મારે કોની સાથે, ક્યારે ,કઈ બાબત પર મતભેદ થયો? અને કોની ભુલ હતી ? આટલું શાંતિથી વિચાર કરી તમને બધું સમજાશે . પણ હવે જ્યારે હૃદયપુર્વક માફી માંગવાનુ નક્કી કરશો એટલે તરત જ તમારૂં મન કુદકો મારશે. તરત મન માં સવાલો નો વંટોળ ઉઠશે કે હુ કેમ માફી માગુ વળી? કોઈને ખબર પડશે તો એ શું વિચારશે મારા વિશે? માફી માંગવાથી સામેવાળા મને નબળા સમજી લેશે તો? આવું મોટાભાગે ક્યાંક ને ક્યાંક બધા સાથે થયું હોય અથવા સમાજમાં ક્યાંક સૌએ જોયેલું હશે.

મતભેદ થાય એ સુધારી શકાઈ પણ મનભેદ જો થઈ
જાય એ સુધારવું અઘરું પડી શકે પણ અસંભવ નથી. સંબંધ મા કોઈ પણ ખચકાટ હોય મોટાભાગના કિસ્સામા એ પાછળનું કારણ મન જ હશે. જો ખચકાટની કોઈ પણ સ્થિતિમા મનને શાંત રાખી, ધીરજથી , અભિમાન, ઘમંડ કે બીજા શુ વીચરશે એ બાજુમાં રાખવાથી આપમેળે જ અમુક ખચકાટ નું સમાધાન ત્યારે જ થઈ જાશે. મહાન ધર્મગુરૂ દલાઈ લામા જી એ કહે છે કે", ધીરજતા આપણને કોઈ પણ સ્થિતિ માં તમારૂ પ્રેઝેન્સ ઓફ માઇન્ડ ગુમાવવા સામે રક્ષણ આપશે , ધીરજતાથી ચીત શાંત રહેશે અને મન પર કાબુ રહેશે જેનાથી યોગ્ય અને સમતોલ પ્રતિસાદ આપી શકીએ છીએ.'

માફી જરૂર માંગવી પણ એ પહેલાં એ વિચારીએ કે પહેલા ખચકાટ કે મતભેદ થાય ત્યારે માફી માંગવાની પરિસ્થિતિ ઉભી થશે. એક પતિ- પત્નિ ની વાત છે. બંને એકબીજાને ખુબ પ્રેમ કરતા હતા અને ખુશીથી રહેતા હતા. પણ અચાનક એવું બન્યુ બંને વચ્ચે કોઈ બાબતને લઈ તકરાર થાય છે અને ધીમે ધીમે મોટો ઝઘડો થાય છે. હવે આ ઘટનાને લીધે બંને વાતચીત બંધ કરી દે છે. દીવસો પસાર થવા લાગે છે. પતિને આ વાત માનસિક રીતે અસર કરે છે. એક દીવસ પતિ માફી માંગે છે પણ પત્નિનો જવાબ ના મળ્યો. પતિ ઘરેથી કામ છે કહી નીકળી જાઈ છે. થોડીવાર પછી પતિ એના જ ફોટો પર ઓમ શાંતિ લખીને ફુલમાળા લગાવેલ ફોટો પત્નિને મોબાઈલ માં મોકલી આત્મહત્યા કરી લે છે. એ પછી પત્નિ ને પોતાની ભુલ સમજાય છે અને પછતાવો વ્યક્ત કરે છે ,પણ હવે શું .....

ઘણા વાચનાર એમ વીચારશે કે પતિ પણ ખરો છે જીવન થોડું જતું કરાઈ પત્નિ બીજી મળી શકે જીવન નહીં. પણ કોઈ પણ મજબુત મનનો માનવ હોય એના મન માં શું ચાલે છે, એની લાગણી કે વિચારધારા કેઈ સ્થિતિમાં કેવી હશે એ કોઈ ના જાણી શકે. વાંચનાર સૌ બધી વાતને થોડી ઘણી અમલમાં મુકશે તો કાંઈક ફાયદો થઈ શકે. સૌએ સમય આપી પોતાના જીવનમા જરાક ડોકયુ કરી લેવું. કેમ કે આ બધું લખવુ ને કહેવું સરળ છે પણ અમલ કરવુ અઘરું છે. મારાથી પણ ક્યારેક ભુલ થાય , મતભેદ થાય પણ અમલ કરવાનો પ્રયત્ન કરવો એ જરૂરી છે.

<- અંત નો અવાજ ->

હૃદય: મારે ઝઘડો કરવો છે જેથી કોઈક મારી માફી માંગે.

મન: રહેવા દે ને ભાઈ , એ મારૂ કામ છે તને ના ફાવે.

(કોઈ પણ આવી પ્રેરણાદાયી બીજાને મદદરૂપ થઈ એવો કોઈને અનુભવ હોય તો મને જણાવી શકે... કહેનાર વ્યક્તિ વિશે કોઈને પણ જાણ કરવામાં નહિ આવે.)