College campus - 31 books and stories free download online pdf in Gujarati

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 31

" કૉલેજ કેમ્પસ "ભાગ-3

વેદાંશ ક્રીશાને કહે છે, " એક વાત કહું કીશુ, એક સ્ત્રી પુરુષ માટે પોતાના ઘર માટે, કેટલું બધું કરે છે પોતાના આખાય જીવનનો ભોગ આપી દે છે. પોતાના પરિવારને, એક વારસદાર આપે છે અને તેનો વંશ આગળ વધારે છે અને બદલામાં તે કોઈજ આશા નથી રાખતી તો પછી તે જ્યારે માતૃત્વ મેળવવાની નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હોય ત્યારે તેની પૂરેપૂરી કાળજી લેવી જ જોઈએ તો તે એક તંદુરસ્ત, સ્વસ્થ અને સુંદર બાળકને જન્મ આપી શકે.
ક્રીશા વેદાંશની સમજણભરી વાતો સાંભળીને તેની ઉપર પ્રભાવિત થઈ ગઈ અને પોતાને આવો સમજણભર્યો પતિ મળ્યો છે તેથી ખૂબજ ખુશ થઈ ગઈ અને પોતાને ખુશનસીબ સમજવા લાગી અને પછી તેની સાથે મસ્તી કરવાના ઈરાદાથી તેને પૂછવા લાગી કે... "બાય ધ વે, તારે દિકરો જોઇએ છે કે દીકરી ?"
વેદાંશ: દિકરો આવે કે દીકરી નો પ્રોબ્લેમ... પણ એ જે આવશે તેનું નામ તો હું જ રાખીશ..

ક્રીશા: ના હોં, પરી નું નામ તે જ પાડ્યું હતું હવે મારો ટર્ન ઓકે...

વેદાંશ: એવું કંઈ ક્યાં તને આવડે જ છે ?

ક્રીશા: વેદ, માર ખાઈશ હોં....

વેદાંશ: હસતાં હસતાં, ઓકે ખાઈ લઈશ પણ નામ તો હું જ રાખીશ...

બસ, આ વેદાંશ અને ક્રીશાનો મીઠો ઝઘડો ચાલી રહ્યો હતો અને અમદાવાદથી પ્રતિમા બેનનો ફોન આવ્યો.

પ્રતિમા બેન પણ ક્રીશાના પ્રેગ્નન્સીના સમાચાર સાંભળીને ખૂબ ખુશ થાય છે અને પોતાની મદદની જરૂર હોય તો અહીં ક્રીશાની સાથે થોડો સમય માટે રહેવા આવવા પણ તૈયારી બતાવે છે.
વેદાંશ માધુરીની તબિયત વિશે પ્રતિમા બેનને પૂછે છે તો પ્રતિમા બેન જણાવે છે કે, ડૉ. અપૂર્વ પટેલના જણાવ્યા પ્રમાણે હાલની પરિસ્થિતિમાં તેની તબિયતમાં કોઈ સુધારો દેખાતો નથી. આવા કેસમાં તો કોઈ ચમત્કાર થાય અને તો જ આપણી દવા પણ કામ કરી જાય તેવું બની શકે માટે દવા અને દુઆ બંનેની જરૂર છે તેમ જણાવે છે અને આમ, વેદાંશ એક નિસાસા સાથે ફોન મૂકે છે.

વેદાંશ ક્રીશાની ખૂબજ કાળજી રાખી રહ્યો છે પરંતુ ક્રીશાને વોમિટીગ બંધ થતું નથી તેથી તે થોડી નર્વસ થઈ ગઈ છે અને સાથે સાથે નાની પરીને પણ સાચવવાની થોડું મુશ્કેલ કામ થઈ ગયું છે.

વળી પરી ક્રીશાને છોડીને ક્યાંય જવા પણ તૈયાર નથી તેથી વેદાંશ પ્રતિમા બેનને ફોન કરીને થોડા દિવસ ક્રીશાની તબિયત સારી ન થાય ત્યાં સુધી પોતાના ઘરે આવવા માટે જણાવે છે અને પ્રતિમા બેન તરતજ તૈયાર થઈ જાય છે.

પ્રતિમા બેન વર્ષો પછી પોતાનું ઘર, અમદાવાદ અને માધુરીને છોડીને ક્યાંક બીજે અને તે પણ આટલે બધે દૂર જઈ રહ્યા છે પણ વિચારે છે કે, ક્રીશા પણ મારી જ દીકરી છે તેની તકલીફમાં હું તેની સાથે ન રહું તો હું માં કહેવાને લાયક નથી.

વેદાંશ પ્રતિમા બેનને અમદાવાદ આવીને લઈ જાય છે અને બેંગ્લોર પોતાના અને ક્રીશાના ઘરે લઈને આવી જાય છે.

ક્રીશા પ્રતિમા બેનનું પોતાના ઘરમાં વ્હાલભર્યુ સ્વાગત કરે છે અને તેમને પ્રેમથી ભેટી પડે છે.

પ્રતિમા બેન પણ ક્રીશાને ભેટી પડે છે તેમને પોતાની માધુરી યાદ આવી જાય છે અને તેમની આંખમાં આંસું આવી જાય છે પોતાના આંસુને છૂપાવીને તે પોતાની ક્રીશાને કોઈની નજર ન લાગે માટે તેના ઓવારણાં લે છે અને સુખરૂપ ક્રીશા એક સુંદર બાળકને જન્મ આપે તેવા આશિર્વાદ આપે છે.

બેંગ્લોરનુ ઠંડુ ખુશનુમા વાતાવરણ અને ક્રીશા વેદાંશનો પ્રેમ પ્રતિમાબેનના હ્રદયને લાગણીસભર પ્રેમથી તરબતર કરી દે છે અને તેમાં પણ પોતાની લાડકી પૌત્રી પરીના અવનવા પ્રશ્નો, આ બધું જાણે પ્રતિમા બેનને જીવનનો એક અલગ જ અનુભવ કરાવે છે તેમણે કદીપણ આવું વિચાર્યું જ ન હતું કે મારે લાગણીના સંબંધથી ક્રીશા જેવી ડાહી અને સમજુ બીજી કોઈ દીકરી પણ હશે જેને હું મારી પોતાની દીકરી જેટલો જ પ્રેમ અને અધિકાર આપીશ.. જીવનનો કયો મોડ ક્યાં લઈ જાય છે તેની ક્યાં કોઈને ખબર પડે છે..!! પણ હા એટલું ચોક્કસ છે કે, ઈશ્વર તમારી પાસેથી થોડું લઈ લે છે તો સામે તમને ખોબલો ભરીને આપી પણ દે છે બસ તમને તે ઝીલતાં આવડવું જોઈએ અને આમ જીવનના છેલ્લા પડાવમાં નાનીમા પ્રતિમાબેનને જીવનની મીઠાસના કંઈક અલગ જ અનુભવ થાય છે.

ક્રીશા, વેદાંશ અને પરીના ત્રિકોણીય પ્રેમમાં ઘેરાયેલા પ્રતિમા બેન આ ત્રણેયની સાથે ખૂબજ ખુશી ખુશી રહે છે અને પોતાનો સમય પસાર કરે છે અને પોતાની ફરજ પૂરી કરે છે.

તેમને લાગતું હતું કે ભગવાને મારી પાસેથી એક દીકરી તો લઈ લીધી પણ સાથે સાથે મને બીજી બે ખૂબજ ડાહી અને પ્રેમાળ દીકરીઓ તેમજ એક વફાદાર દીકરો પણ આપ્યો છે અને આમ તે મનોમન ભગવાનનો પાડ માને છે અને બસ આજ રીતે પોતાની જોલીમાં તે પોતાની માધુરીનું સુખ માંગે છે કે તેને જલ્દીથી સારું થઈ જાય અને તે પોતાની લાડલી પરીને જોઈ શકે અને તેને સારીરીતે ઉછેરીને મોટી કરી શકે..બસ આમજ પ્રભુને પ્રાર્થના કરે છે.

પ્રતિમા બેન ક્રીશાની સંપૂર્ણ કાળજી રાખતાં અને તેમણે ક્રીશાને માટે તેમજ તેના આવનાર બાળકની હેલ્થ માટે મેથીના લાડુ પણ બનાવ્યા જે ક્રીશાને ભાવે કે ન ભાવે તેને કમ્પલ્સરી ખાવા પડતા. પ્રતિમા બેને ક્રીશાને માટે એક આખુંય ડાયેટ સિડ્યુલ પણ તૈયાર કરી દીધું હતું. સમયસર દૂધ પીવું, બદામ ખાવી, ફ્રુટ ખાવું આ બધુંજ ધ્યાન પ્રતિમા બેન રાખતાં હતાં તેમજ તેને ઈચ્છા થાય તો તે નીતનવુ જમવાનું પણ તેને બનાવી આપતાં આમ તેમનાં આવવાથી ક્રીશા અને પરી પણ ખૂબ ખુશ રહેવા લાગ્યા અને ક્રીશા પરીને સાચવવાની ચિંતામાંથી પણ મુક્ત થઈ શકી.

પ્રતિમા બેને ક્રીશાને ધર્મના પુસ્તકો વાંચવા માટે પણ સમજાવી અને દરરોજ સવારે કાનાની પૂજા આરતી, થાળ આ બધુંજ પ્રતિમા બેન ક્રીશાને હાથે કરાવતાં જેથી આવનાર બાળક ઉપર ધર્મના સંસ્કાર પડે.

ક્રીશાની તબિયત હવે સારી રહેતી હતી. સમય તો જાણે કઈરીતે ઝડપથી પસાર થયે જતો હતો તેની ન તો ક્રીશાને ખબર પડી ન તો વેદાંશને.... સુખનાં દિવસો ક્યાં પસાર થઈ જાય છે તેની કોઈને પણ ખબર પડતી નથી અને ક્રીશાને હવે સાતમો મહિનો બેસી ગયો હતો તેથી તેના ખોળા ભરતની વિધિ પૂરી કરવાની હતી.

ક્રીશાની મમ્મી ક્રીશાને ડીલીવરી માટે પોતાના ઘરે લઈ જવા માટે કહે છે પરંતુ ક્રીશા પોતાના વેદાંશને તેમજ વ્હાલી પરીને છોડીને પોતાની મમ્મીને ઘરે જવા માટે તૈયાર નથી. હવે ક્રીશા પોતાનો નિર્ણય બદલે છે કે તેનો તે જ રાખે છે તે આપણે આગળના ભાગમાં જોઈશું.... વાંચતા રહો "કૉલેજ કેમ્પસ"ભાગ-32 તેમજ આપના અમુલ્ય પ્રતિભાવ મને આગળ વધુ ને વધુ લખવાની પ્રેરણા આપતા રહે છે માટે આપનાં અમુલ્ય પ્રતિભાવ આપવાના ચૂકતાં નહીં આભાર 🙏.

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
19/6/2022