College campus - 34 books and stories free download online pdf in Gujarati

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 34

" કૉલેજ કેમ્પસ "ભાગ-34
વેદાંશ પણ ક્રીશાના હાથ ઉપર પોતાનો હાથ મૂકે છે અને તેને વિશ્વાસ આપે છે કે, બસ હવે બહુ થયું હવે તને મારાથી દૂર કોઈ નહીં લઈ જાય મૃત્યુ પણ નહીં..!!

વેદાંશ અને ક્રીશાનો પ્રેમાલાપ ચાલી રહ્યો હતો અને ક્રીશાના મમ્મી-પપ્પા ક્રીશાને મળવા માટે હોસ્પિટલમાં આવે છે અને વેદાંશને રીક્વેસ્ટ કરે છે કે, અહીંથી ક્રીશાને ડૉક્ટર સાહેબ રજા આપે એટલે અમે ક્રીશાને અમારા ઘરે લઈ જવા ઈચ્છીએ છીએ જેથી ક્રીશાને બરાબર આરામ પણ મળે અને નાની બાળકીની પણ બરાબર માવજત થાય.

મમ્મી-પપ્પાની આ વાત સાંભળતાં જ ક્રીશા તેમજ વેદાંશ બંને એકબીજાની સામે જૂએ છે.

પોતાના મમ્મી-પપ્પાના પ્રેમસભર આગ્રહને વશ થઇને ક્રીશા હોસ્પિટલમાંથી પોતાના ઘરે ન જતાં પોતાના મમ્મી-પપ્પાને ત્યાં એટલે કે આરામ કરવા માટે પોતાના પિયરમાં જાય છે જ્યાં તેની તેમજ નાની ફુલ જેવી ગુડીયાની સંપૂર્ણ કાળજી લેવામાં આવે છે.

એક મહિના બાદ આરામ કરીને તાજીમાજી થઈને ક્રીશા પોતાના ઘરે આવે છે હાથમાં એક લોટો પાણીનો ભરીને પ્રતિમા બેન તૈયાર ઉભા હોય છે અને ક્રીશાની તેમજ નાની લાડલીની રાહ જોતાં હોય છે એટલામાં વેદાંશ તેમજ પરી, ક્રીશા અને નાની બાળકી સાથે હાજર થઈ જાય છે.

પ્રતિમા બેન માં દીકરી બંનેની નજર ઉતારે છે તેમજ બંનેના ઓવારણાં લે છે અને નાની દીકરીને ક્રીશાના હાથમાંથી પોતાના અનુભવી હાથમાં ઉંચકી લે છે અને તેને જોતાંવેંત બોલી ઉઠે છે કે, " આ બેન તો તોફાની થવાના છે આખુંય ઘર માથે કરશે...! "

***********************
આફ્ટર સેવન્ટીન ઈયર્સ....

" મોમ, મારી બ્લેક નવી ટી-શર્ટ જે હમણાં આલ્ફાવન મોલમાંથી લીધેલી તે ક્યાં ગઈ ? મોમ, કોઈ સાંભળતું કેમ નથી ? મારી નવી ટી-શર્ટ ક્યાં છે પ્લીઝ કોઈ મને કહેશે ? " કવિશા, ક્રીશા તેમજ વેદાંશની લાડલી સવાર સવારમાં જ કૉલેજ જવાનું મોડું થતાં બૂમો પાડી રહી છે. બાય ધ વે આજે તેનો કોલેજનો પહેલો દિવસ છે તેથી તે થોડી વધારે પડતી જ એક્સાઈટેડ દેખાઈ રહી છે. (ક્રીશાનો 'ક' અને વેદાંશનો 'શ' બંનેના નામ ઉપરથી દીકરીનું નામ 'કવિશા' પાડવામાં આવ્યું છે.) જે સ્વભાવે થોડી ગરમ, નટખટ તોફાની દેખાવમાં ખૂબજ રૂપાળી દેખાય છે અને હિરોઈનને પણ શરમાવે તેવી તેની પર્સનાલિટી છે અને તે હંમેશા ટી-શર્ટ, શોર્ટ્સ અને જીન્સમાં સજ્જ દેખાય છે... તેણે શહેરની ટોપ વન એન્જીનિયરીંગ કોલેજમાં એડમિશન લીધું છે. તે પોતાના મમ્મી-પપ્પાની જેમ આઈ. ટી. એન્જીનિયર બનવા માંગે છે.

અને પરી, માધુરીની દીકરી માધુરી જેવી જ રૂપાળી, ડાહી, ઠરેલી અને બોલવામાં શાંત કોઈને પણ ગમી જાય તેવી છે, તેને પહેરવેશમાં ગમે તે ચાલે બસ તે વ્યવસ્થિત દેખાવી જોઈએ... તે મેડિકલના સેકન્ડ ઈયરમાં છે એટલે કે ડૉક્ટર બનવા જઈ રહી છે અને પોતાના પપ્પા વેદાંશનું સ્વપ્ન સાકાર કરવા માટેની તેની તીવ્ર ઈચ્છા અને પૂરેપૂરી તૈયારી છે.

પરી અને કવિશા બંને એક જ બેડરૂમ અને એક જ બેડ શેર કરી રહ્યા છે. બંનેનું વોર્ડ્રોબ પણ બાજુ બાજુમાં છે એટલે કોઈ વાર પોતાનું ગમતું કપડું ન મળે તો પરીનું ઉઠાવી લેવાની કવિશાની ખૂબજ ખરાબ આદત છે અને જો પોતાનું એક કપડું ન મળે અને આઘુંપાછું થાય તો આખાય ઘરમાં બૂમાબૂમ કરવાની પણ કવિશાની ખૂબજ ખરાબ આદત છે... જે વાતથી ઘરમાં બધા વાકેફ છે.

ક્રીશા: દીકરીઓના બેડરૂમમાં પ્રવેશ કરે છે અને કવિશાનું વોર્ડ્રોબ ફંફોસે છે અને જરા અકળાઈને બોલે છે. આ નથી દેખાતી બ્લેક ટી-શર્ટ.. આ રહી લે..અને કવિશાના હાથમાં થમાવે છે.

એટલામાં પરી સાવર બાથ લઈને પોતાના લાંબા કાળા વાળની મીઠી વાછ્રોટ કવિશા ઉપર ઉડાડતી ઉડાડતી વોશરૂમમાંથી બહાર આવે છે અને હસતાં હસતાં બોલે છે, " મોમ, આનું કંઈ થવાનું નથી. આને એનું કંઈ નહીં મળે, પહેલા તો સરખું મૂકવાનું નહીં અને પછી જોઈએ ત્યારે તેની શોધખોળ કરવાની અને ન મળે એટલે આખાય ઘરમાં બૂમાબૂમ કરવાની..!! "

ક્રીશા: સાચી વાત છે તારી બેટા.. એણે આંખે પાટા બાંધ્યા છે અને તેની બૂમો પાડવાની આદત થઈ ગઈ છે. હવે આપણે કોઈએ તેની બૂમો સાંભળવાની જ નહીં અને ક્રીશા તેમજ પરી બંને એકબીજાની સામે જોઈને હસે છે.

ક્રીશા સાથે કવિશાને એમ પણ કહે છે કે, હવેથી બધું બરાબર મૂકજે રોજ રોજ કોઈ નહીં શોધી આપે..!!

પરી: મોમ, " શેઠની શીખામણ ઝાંપા સુધીની..." એવી વાત છે. આ કાલે પાછી હતી તે ની તે જ થઈ જશે.

" હા હા હવે ખબર છે તમે બહુ પરફેક્ટ છો તે વળી...." કવિશા બબડતી જાય છે અને જોરથી ડોર બંધ કરીને નવી ટી-શર્ટ લપેટવા ક્રીશાના રૂમમાં ઘુસી જાય છે.

હવે કવિશાનો કોલેજમાં પહેલો દિવસ કેવો રહે છે જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
7/7/22
8/11/2021


Share

NEW REALESED