AABHA - 4 in Gujarati Fiction Stories by Chapara Bhavna books and stories PDF | આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 4

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 4



કેટલું ઊંઘી હોઈશ ખબર નથી. જ્યારે જાગી ત્યારે આકાશ બૅડ પાસે જ એક ખુરશી પર બેઠો હતો. હાથમાં એક બીઝનેસ મેનેજમેન્ટ નું પુસ્તક હતું. પણ લાગતું નહોતું કે તેનું ધ્યાન પુસ્તકમાં હોય.

" કેમ છે હવે તને??" પુસ્તકમાં ધ્યાન પરોવ્યું હોય એમ પુસ્તકમાં જોતાં જોતાં જ બોલ્યો.
" બૅટર છે. " બૅડ પર ટેકો દઈને બેસતા મેં જવાબ વાળ્યો.
"નીચે જમવા માટે બધા તારી રાહ જુએ છે. રેડી થઈ જા પછી જોડે જ જઈએ." હજુ પણ એ પુસ્તકમાં જોઈને જ બોલતો હતો.

હકારમાં માથું હલાવી મેં બાથરૂમ તરફ પ્રયાણ કર્યું. મનમાં અનેક પ્રશ્નો નું ઘમાસાણ મચી ગયું હતું.
" એ મારો પતિ જ છે ને?? અમારા મેરેજ?? કે એણે મારી સાથે પરાણે લગ્ન કર્યા હશે? કે પછી એને બીજા કોઈ સાથે પ્રેમ થઈ ગયો હશે?? મારૂં એક્સિડન્ટ કઈ રીતે થયું હતું?? હું બધું ભૂલી ચૂકી છું એટલે એના મનમાં કોઈ ડર હશે?? એ મને વ્હાલ કેમ નથી કરતો?? આવું રૂખૂસૂખુ વર્તન કેમ કરે છે?? "
પ્રશ્નોના મારા થી માથું ભમવા લાગ્યું હતું. બાથરૂમ માં અરીસા સામેના વૉશબૅઝીન માં નળમાંથી પાણીની છાલક મોઢા પર મારતી રહી. થોડી હળવાશ પછી બહાર આવી. આકાશ ને જોતા જ લાગ્યું કે અત્યારે જ એની પાસે બધા પ્રશ્નોના જવાબ માંગું. પણ મેં ધીરજ રાખવાનું નક્કી કર્યું. અસ્તવ્યસ્ત વાળને સરખા કરી આકાશ સાથે નીચે ગઈ. ત્યાં બધા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયા હતાં. અમે પણ જોડાઈ ગયા. અમારા આવ્યાં પહેલાં કોઈ ચર્ચા ચાલતી હશે જે મારા આવવા થી અટકી હશે એવું જણાઈ રહ્યું હતું. પણ આવું તો લગભગ હું એક્સિડન્ટ પછી ભાનમાં આવી ત્યારનું શરૂ જ છે. મારાથી દૂર મને કંઈ સંભળાય નહીં એ રીતે ચર્ચાઓ ચાલ્યા કરતી. અત્યારે પણ એવું જ થયું. બધા ચુપચાપ જમવા લાગ્યાં.
થોડી વાર પછી મમ્મીએ ચુપકીદી તોડતાં કહ્યું, " બેટા, હવે તારી તબિયત ઠીક લાગે છે. અને અહીંયા તારૂં ધ્યાન રાખવાવાળા ઘણાં છે. એટલે હવે અમે રજા લેશું. આજ રાતનું બુકિંગ કરાવી લીધું છે. "
" મમ્મી બુકિંગ કેમ? હું મૂકવા આવીશ." મમ્મીની વાત પૂરી થતાં પહેલાં જ આકાશ બોલી પડ્યો.

"ના ના, તમે બધાં મારી દિકરીનું ધ્યાન રાખજો. " આટલું બોલતાં મમ્મીની આંખોમાં ઝળઝળીયાં આવી ગયા.
"આભા ફક્ત તમારી જ દિકરી નથી. અમારી પણ દિકરી જ છે." આકાશ નાં પપ્પા બોલી પડ્યા.
"તમે એની જરાય ચિંતા ન કરો. અમે બધા છીએ ને!" આકાશ નાં કાકીનાં શબ્દો એ મમ્મી-પપ્પાને દિલાસો આપ્યો.
ત્યાં બેસેલા દરેક લોકો મારા માટે જ વિચારી રહ્યા હતા તે જણાઈ આવતું હતું. મમ્મીની પાછાં ફરવાની વાતથી મારા મનમાં જે થોડો ડર લાગ્યો હતો એ બધાંનાં શબ્દો સાંભળી દૂર થયો હતો.
સાંજનું જમવાનું પતાવીને મમ્મી-પપ્પા નીકળવાના હતાં. ત્યાં સુધીમાં મમ્મી- પપ્પા એ આ ઘરનાં દરેક લોકો વિશે આછેરી ઝલક આપી દીધી હતી.
ઘરમાં મોભી આકાશનાં પિતા હેમંતભાઈ પટેલ, જે પ્રાઈવેટ બિઝનેસ સંભાળતા હતા. તેમના પત્ની જીજ્ઞાબેન, જેમને ઘર પરિવાર જ સર્વસ્વ છે. હર્ષદભાઈ પટેલ, આકાશનાં કાકા જે મોટા ભાઈ સાથે જ બિઝનેસમાં જોડાયેલા છે. તેમના પત્ની વનિતાબેન, જે તેમના જેઠાણી ને સગી બહેન માની ઘરમાં સાથ આપે છે. તેમનો દીકરો રાહુલ, કૉલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરે છે. આકાશ પણ પોતાના ફેમિલી બિઝનેસમાં જ જોડાયેલો છે. આખો પરિવાર આટલાં વર્ષોથી હળીમળીને સાથે જ રહે છે.
આજના આ યુગમાં સંયુક્ત કુટુંબનું ઉત્તમ ઉદાહરણ આ પરિવાર છે.

મમ્મીની વાતો હું ધ્યાનથી સાંભળી રહી હતી. આજ મારો પરિવાર છે એ મનમાં નક્કી થઈ ગયું હતું. આરામ અને મમ્મી-પપ્પાની વાતો માં દિવસ ક્યારે પસાર થઈ ગયો ખબર જ ન રહી. રાતનું જમવાનું પૂરું કરીને મમ્મી-પપ્પા નીકળી ગયા. આકાશ એમને બસ સ્ટેશન ડ્રોપ કરવા ગયો હતો. હું રૂમમાં આવી. બેડરૂમની બાલ્કની માં જવાનું મન થયું. હજુ આખું ઘર મેં જોયું ક્યાં હતું? જોયું હશે પણ મને યાદ ક્યાં હતું?
બાલ્કની માં ખાસ્સી એવી જગ્યા હતી. સુંદર ફૂલોનાં છોડનાં કૂંડાઓ.. અને નીચે તરફનું દ્રશ્ય તો....અહા.....!
સુંદર નાનકડું વન જ જોઈ લો..! વચ્ચે એક તળાવ, એનાં ઉપર નાનકડો વાંસનો બનેલો પુલ...મન પ્રફુલ્લિત થઈ જાય એવો ચંદ્ર...
આ દ્રશ્ય માં ખાસ્સી વાર સુધી ખોવાયેલી રહી... ત્યાં જ.......
"બેટા, બહાર ઠંડી લાગી જશે. અંદર આવી જા." આકાશ નાં મમ્મીનાં અવાજ થી હું ઝબકી ગઈ. અંદર આવી પણ એમને શું કહીને સંબોધું એ વિચારમાં જ હતી ત્યાં એમનો મધુરો સ્વર ફરી સંભળાયો, "તારા માટે કેસર બદામ નું દૂધ લાવી છું ચાલ, પીય લે.. "
તેમનાં હાથમાંથી ગ્લાસ લઈ સોફા પર બેઠી. આકાશનાં મમ્મી મારી બાજુમાં જ બેસી ગયાં. થોડી વારની શાંતિ પછી એમણે જ વાતનો દોર શરૂ કર્યો, " જો બેટા, તું હમણાં જ એક મોટી મુસીબતમાંથી બહાર આવી છે. અને બધું ભૂલી ચૂકી હોવાથી મનમાં મુંઝાતી પણ હશે. પણ વિશ્વાસ રાખજે ધીમે-ધીમે બધું ઠીક થઈ જશે. અને આ તારી મમ્મી અને તારી કાકી માં હંમેશા તારી સાથે જ છે. અમે બધા તારી સાથે જ છીએ."
ત્યાં જ દરવાજા તરફથી બીજો અવાજ સંભળાયો, "હા, આ ઘર અને ઘરનાં બધાં જ લોકો તારાં જ છે. એટલે બિલકુલ ચિંતા ન કર." કાકી માં બોલતાં બોલતાં મારી પાસે આવીને બેઠા જ હતાં કે અંદર આવતાં રાહુલ બોલ્યો, "પણ એક ચિંતા રહેશે ભાભી,, મારી હેરાનગતિ ની. જે હું બિલકુલ છોડવાનો નથી." ને એ વાક્ય થી અમે બધાં જ હસી પડ્યા. દરવાજા પાસે ઉભેલા આકાશ નાં પપ્પા ને કાકા જે ખરેખર જ મારા પપ્પા ને કાકા બની ચુક્યા હતા તે પણ બોલી ઉઠ્યા, " બસ, આમ જ સાથે હસતાં રહીએ, બીજું શું જોઈએ?"
"આકાશ ભૈયા બી અત્યારે આવી જાય તો આપણી ફૂલ ફૅમિલી અહીંયા છે તો મજા પડી જાય." રાહુલે ઈચ્છા વ્યક્ત કરી. "મેરે ભાઈ કી કોઇ ઇચ્છા અધૂરી રહે યે કૈસે હો સકતા હૈ??" અંતે આકાશ પણ હાજર થઈ જ ગયો......

Rate & Review

Heena Dawda

Heena Dawda 5 months ago

Hema Patel

Hema Patel 6 months ago

Khyati

Khyati 6 months ago

Darshana Jambusaria
bhavna

bhavna 8 months ago