AABHA - 5 books and stories free download online pdf in Gujarati

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 5

હેય.... જલ્દી આવ
એક સેલ્ફી તો બને જ આના પર....
ને બધા સેલ્ફી લેવા ગોઠવાઈ ગયા...
આકાશ મારી પાસે બેસી ગયો...
બધા ખુશ દેખાતા હતા..પણ.. આકાશ....
શું હતું એના મનમાં?
એને જોઈને કંઈ કળી શકાતું નહોતું....

*......*........*.........*........*.........*

સ્માઈલ.....
સુંદર.......
હજુ એક....
બસ હવે પપ્પા.....
હવે તો હું થાકી ગઈ...
બહુ થયું ફોટો સેશન...
પપ્પા- મમ્મીને મારા ફોટા પાડવા ખૂબ ગમતાં.
નાના- મોટા દરેક પ્રસંગે ફોટોગ્રાફી વિડિયોગ્રાફી ખૂટે જ નહીં...
મારી દરેક નાની- મોટી યાદો એમનાં સ્મરણો એમની પાસે રાખવા ઈચ્છતા..સદાને માટે.

એ ફોટોઝ અને વિડિયો દ્વારા મારા જન્મ લઈ ને અત્યાર સુધી ની યાદો સચવાયેલી હતી...
*.........*.........*.........*..........*

બસ રાહુલ.....

" આભા હજુ સંપૂર્ણ સ્વસ્થ નથી. એને આરામ કરવા દો.. ચાલો બધા" કાકી માં આદેશ આપતાં હોય એમ બોલ્યાં.
બધા ગયા પછી હું અને આકાશ રૂમમાં એકલા પડ્યા...પણ અમારા વચ્ચે કોઈ સંવાદ ન્હોતો. આકાશ પણ પોતાના મન ને છૂટું મૂકવા ઈચ્છતો હશે પણ કોઈ અજાણ્યો ડર એને રોકી લેતો હોય એવું લાગતું હતું. એવું જ કંઈક મને પણ થતું. એટલે જ અમારી વચ્ચે મૌન પ્રસરેલું રહેતું.
" તું સૂઈ જા, મારે થોડું ઓફિસ વર્ક છે તો હું સ્ટડી રૂમ માં છું. કંઈ જરૂર હોય તો બૂમ મારજે. " આકાશ એટલું કહી તરત અમારાં બેડરૂમ ની બાજુનાં સ્ટડી રૂમમાં જતો રહ્યો. હું એને જતા જોઈ રહી. " શું એને મારા માટે કોઈ લાગણી નહીં હોય...? " ઘરમાં બાકીના બધા જ મારા પોતાના છે એ અનુભવેલું પણ આકાશનું રૂખુસુખુ વર્તન મને સમજાતું ન હતું. વિચારો નાં ઘમાસાણ વચ્ચે હું ક્યારે ઊંઘી ગઈ એ ખબર જ ન પડી.....

*...........*...........*............*


" આભાા...... આભા...... ઊઠ હવે કેટલું ઊંઘવું છે...? નવ વાગ્યા હવે, નિશાળે જવાનું મોડું થશે પછી...... ઊઠ તો....." મમ્મીએ રોજ ની જેમ જ બૂમો પાડી રહી હતી.....
" મમ્મી.. નવ વાગી ગયા....? વહેલાં કેમ ના ઉઠાડી....? આજ મારે વહેલાં જવાનું છે."હું લગભગ ભાગતી હોઉં તેમ બોલી....

" હું તો ક્યારની જગાડું છું તારે જાગવું જોઈએ ને??" મમ્મી ખીજાય ને બોલી....

જલ્દી જલ્દી તૈયાર થઈ હું ઉતાવળે સ્કૂલ જવા નીકળી..
શિવાની ( મારી ફ્રેન્ડ, જે મારી પડોશ માં જ રહે છે) નૈના, અને કિર્તી મારી રાહ જોઈ ને ઊભા હતાં.

અમે એક જ સોસાયટીમાં આગળ પાછળ જ રહેતા. અને એક જ સ્કૂલમાં હોવાથી સાથે જ જતા. પણ અમારા ક્લાસ અલગ હતા. એ લોકોએ ધોરણ ૧૦ માં હિન્દી પસંદ કરેલું એન્ડ મી ઈંગ્લીશ.......
પણ અમારી દોસ્તી ગાઢ હતી.... આજ એક એક્ઝામ માટે એક્સ્ટ્રા ક્લાસ હતાં....

અમે અમારી મસ્તી માં ચાલ્યા જતાં હતાં ને રસ્તા માં રોજ ની માફક શિવાની ની ફરિયાદ........
" એ... જોને પેલો છોકરો કંઈક ઈશારો કરે છે..."
" એ તો રોજ જ હોય છે.. લગભગ બે વર્ષ થી તો દેખાય છે." નૈના આંખો ઉલાળતી બોલી...
" હા, પણ એ કોઈ દિવસ કંઈ કહેતો નથી. કોનાં માટે ઊભો હોય છે એય નથી ખબર પડતી..." કિર્તી અફસોસ કરતી હોય એમ બોલી....
" હા પણ આજ એ કંઈક ઈશારો કરે છે...જો ને આભા," શિવાની એ કહ્યું...
" તને જ ઈશારો કર્યો હશે... આપણા ચાર માં તું સૌથી વધુ બ્યુટીફુલ છે.." નૈના એ પોતાનો મત રજૂ કર્યો.....
" ના ના... એ તો બાજુ વાળી ને બોલાવે છે જો ને" શિવાની એ હસતાં હસતાં નૈના ને કોણી મારી....
" અરે બાજુ વાળી નહીં આગળ વાળી..." નૈના એ કિર્તી ને કહ્યું.....
" એ આ તો આજ માર ખાવાનો....
એ ઈશારો આભા માટે છે..... ". કંઈક અફસોસ સાથે કિર્તી એ કહ્યું....
" આભા જો ને યાર..."
" કેટલો હેન્ડસમ છે.!!!...."
" હા, અને બે વર્ષ ઉપર થયાં રોજ હોય છે આપણી આગળ- પાછળ હોય છે..."
" પહેલા તો ખબર નહોતી કોનાં માટે આવે છે..પણ આજ એણે હિંમત કરી જ લીધી""
એ બધા ની વાતો થી કંટાળી મેં પાછળ ફરીને જોયું..... એક નિર્દોષ ચહેરો.... બરાબર દેખાય એ પહેલાં જ અમે વળાંક લીધો....
" આહ... બિચારો.... એ ઈશારો મારા માટે હોત તો આજે રજા રાખી ને એને જવાબ આપી દેત..." શિવાની એ હેન્ડસમ પર ફિદા થતાં બોલી...
" હાશ, બચી ગયો આજે... આભાને કોઈ આ રીતે ઈશારો કરે ને બચી જાય એ તો નસીબ જ કહેવાય..." કિર્તી ની વાત સાંભળી અમે બધા હસી પડ્યા...


વાતો માં ને વાતો માં સ્કૂલ આવી ગઈ.
એ હેન્ડસમ રોજ દેખાતો પણ એનાં માં હિંમત નહોતી મારી સાથે વાત કરવાની...
અને હું એ બિચારા ને મારા ગુસ્સા નો ભોગ ન બને માટે એનાં પર ધ્યાન જ ન આપતી.. પણ મારા મિત્રો મને કહેતા રહેતા, " આજ આવો શર્ટ પહેર્યો છે,...
આજ સાઈકલ પર આવ્યો છે...
આજ ક્યારનો તને ઘૂરી રહ્યો છે..."
અને હું એટલું જ કહેતી કે આપણે એ બધું ધ્યાનમાં નહીં લેવાનું ભણવામાં આટલું ધ્યાન રાખો તો કંઈક ફાયદો થશે.....
પણ એનું આમ ઘૂરી ને જોયા કરવું ક્યારેક મને અકળાવી દેતું હતું......
કેમકે એ હોય એટલે મારા મિત્રોનું બોલવાનું શરૂ થઈ જતું
" જો ને આભા..."
" જો ને આભા..."
" કેવી છે તું.....?"
" એ બિચારો રોજ તારી રાહ જોવે છે"
" તને દયા નથી આવતી....?"
" તારા માં દિલ જ નથી...."
હું ચીસ પાડી ઉઠતી...." બસ....."


*...........*..............*............*
"બસ......." હું ચીસ પાડી ઉઠી....
" હેય.... શું થયું...? રિલેક્ષ..... " ‌‌‌‌‌‌‌આકાશ મને પાણી આપતા બોલ્યો....
એ મારી ફિકર કરી રહ્યો હતો.... એને જોઈ ને સારું લાગ્યું...
પણ ઘડિયાળ માં ધ્યાન ગયું નવ વાગી ચુક્યા હતાં. સાસરિયામાં આટલું મોડું એવું વિચારીને એના હાથમાં પાણીનો ગ્લાસ છે એણે મને કંઈક કહ્યું છે એ બધું વિસરી ને હું ઉતાવળે ઉભી થઇ બાથરૂમ તરફ દોડી ગઈ.
"હું ઓફિસ માટે નીકળું છું.... ટેક કેર....બાય"
બાથરૂમ તરફ જતા જતા આકાશ નો અવાજ કાને પડ્યો.....