AABHA - 9 books and stories free download online pdf in Gujarati

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 9



*.........*............*.............*............*
( દરિયા કિનારે ભીડ થી થોડે દૂર એક નવુંસવુ પ્રેમી યુગલ , ચહેરાઓ સ્પષ્ટ નહોતાં. પણ એમની વચ્ચેનો સંવાદ, તેમની ચેષ્ટાઓ સ્પષ્ટ વર્તાતી હતી.)


"શું જુએ છે તું???"
" તારી આંખો....."
"બસ હવે, મને ઘૂરવાનું બંધ કર..."
" કેમ?? તને જોવા પર ટેક્સ લાગે છે શું??"
" છોકરી થઈને એક છોકરાને આવી રીતે જોઈશ તો લોકો શું વિચારશે???"
" લોકો સાથે શું લેવાદેવા?? હું આમ જ તને જોઈશ. સમજ્યો??"
"તો એમ નહીં માને તું?"
" ના."
" ઓકે, તો હવે પરિણામ ભોગવ."

કહી તેણે ખિસ્સામાંથી રુમાલ કાઢ્યો અને એ નાજુક સી છોકરી ના મોં ને આખો જ બાંધી દીધો.

" આ શું કરે છે?? છોડ મને "
" મારી કસમ છે રુમાલ છોડ્યો તો."

અને રુમાલ છોડવા ઉઠાવેલા હાથ એણે પાછા લઈ લીધાં..
એને નજીક ખેંચી એની બાંહોમાં ભીંસતા પ્રેમી એ કહ્યું,
" હવે જો મને."
" તને શું લાગે છે? તને જોવા મારે આંખો ખુલ્લી રાખવી પડે??. હું બંધ આંખે પણ તને જોઈ શકું છું સમજ્યો.."
" અચ્છા...."
" બસ હવે મુંજાઈ જઈશ હું."
" અરે, એમ થોડી મુંજાઈ જવા દઈશ તને?"

કહી તેણે પોતાની બાંહો વધુ ભીંસી.. એને નજીક ખેંચી રુમાલ સહેજ ઉંચો કરી તેણે એની ગરદન પર એક હળવું ચુંબન કર્યું. ને લજામણીના છોડની જેમ સંકોરાઈ જવાની હોય એમ પોતાના બંને હાથ પોતાના શરીર આસપાસ લપેટી લીધાં. પછી રુમાલ ધીરે ધીરે ઉપર તરફ ખસતો ગયો ને સાથે હળવા ચુંબન પણ... પહેલા તો એણે આનાકાની કરી, એને રોકવા પ્રયત્ન પણ કર્યો ને પછી એ પણ એ પ્રેમ નાં પ્રવાહ માં વહી ગઈ. નિકટતાા નાં એ પ્રથમ અનુભવમાં બંને ખોવાઈ ગયા હતા.

કિનારે બેઠાં ત્યારે દરિયાનાં મોજાં ખાસ્સા દૂર રહેતા હતા. પણ એ મોજાં ક્યારે એમની પાસે પહોંચી ગયા એની તરફ એકેય નું ધ્યાન ન રહ્યું.. દરિયાની ભરતી સાથે તેમના પ્રેમની પણ ભરતી થઈ હતી. એકબીજાનાં હોઠના સ્વાદ સાથે દરિયાની ખારાશ ભળી ત્યારે એ બંને ને પરિસ્થિતિનું ભાન થયું. પણ ત્યાં સુધીમાં એ બંને એકબીજાના સ્નેહ અને દરિયાનાં પાણીથી ભીંજાય ચુક્યા હતાં.

*.......*.........*.........*..........*..........*........*

આકાશ આમ તો રોજ મારા પહેલા ઊઠી ઓફિસ માટે નીકળી જતો. પણ આજે સન્ડે હતો, ને રાત્રે લેઈટ સૂતો હોવાથી એ હજી ઊંઘતો હતો..અને હું માંડ થોડી વાર ઊંઘી શકી...
સૂર્યના કિરણો ખુલ્લી બાલ્કની માંથી સીધા જ બેડ પર પડ્યા.... આકાશનો ચહેરો ઝળહળી ઊઠ્યો.
તેની ગોરી ચામડી તગતગી ઊઠી.... હું તેને એકીટશે જોઈ રહી..... આજે જે જોયું એ સપનું હતું કે હકીકત એ સ્પષ્ટ નહોતું.... પણ એ પ્રેમી યુગલ માં મેં પોતાની જાતને અને આકાશ ને ગોઠવી જોઈ લીધાં હતાં..એ સાથે જ મારા ચહેરા પર શરમની લાલી તરી ઊઠી.... કદાચ દરિયા કિનારે હું અને આકાશ જ હોઈશું....
દરિયા કિનારો....?
પણ અમદાવાદ તો સાબરમતીનાં કાંઠે છે તો પછી સુરત, કે પછી કોઈ બીજું સ્થળ???
અને ક્યારે....?
આકાશ અમારા સંબંધ વિશે વાત પણ નહોતો કરતો... પણ કાલ જે થયું તે પછી હવે કદાચ વાત કરે.... હું અમારી પ્રેમ કહાની જાણવા આતુર હતી...

હું વિચારોમાં મગ્ન હતી એ સમયે આકાશ જાગી ગયો હતો.. તેની સૂર્ય પ્રકાશ માં ભૂરી લાગતી આંખો મને નિહાળી રહી હતી....અમારી આંખો મળતા જ કાલની રાત યાદ આવી ગઇ... હું એકદમ થી ઊઠી, " તું ફ્રેશ થઈ નીચે આવ હું બ્રેકફાસ્ટ તૈયાર કરવામાં મદદરૂપ થવા જાઉં." મારી ફૂલ સ્પીડની ધડકનો એ સાંભળી જવાનો હોય એમ એ છુપાવવા હું બહાર નીકળી ગઈ.
" આ શું કરું છું હું???"
" હું તો એની સાથે વાત કરવાની હતી.?"
" કંઈ નહીં પછી વાત"
ખુદની સાથે વાત કરતી હું કિચનમાં ગઈ..
" હવે કેમ છે તબિયત??" મમ્મી એ પરોઠાં પ્લેટમાં મૂકતાં પૂછ્યું.
કાકીમાં પણ ચિંતિત સ્વરે બોલ્યા, " એમ અચાનક શું થઈ ગયું તને?? આકાશ ને તું બેવ ફિલ્મ જોતા હતા.... તો અચાનક...?"
" તમે બંને ચિંતા ના કરો. હું બિલકુલ ઠીક છું." મારો જવાબ સાંભળી એમ ને હાશ થઈ...
" ગુડ મોર્નિંગ ભાભી...આર યુ ઓલ રાઈટ નાઉ??" રાહુલ ઊછળતો કૂદતો આવી ને બોલ્યો...
" હા, બિલકુલ ઠીક છું હવે." કહી હું નાસ્તાની પ્લેટ તૈયાર કરવા લાગી.
આજે સન્ડે છે તો બધા જોડે જ નાસ્તો કરવાનાં હતાં. થોડી વારમાં પપ્પાજી અને કાકાજી પણ આવી ગયા. બધા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયા.

" આજનો શું પ્લાન છે?" રાહુલે પૂછ્યું..
બધા એકબીજાના સામે જોઈ રહ્યા.....
" સાથે બેસીને મારા લગ્ન નો આલ્બમ જોઈએ અથવા એલ.ઈ.ડી.પર મારી મેરેજ ફોટોઝ???" મેં પ્રસ્તાવ મૂક્યો...
મને આશા હતી કે મેરેજ ફોટોઝ જોવાથી મારા ભૂતકાળનાં અમુક અંશો મને જરૂર યાદ આવશે....

પણ કંઈક અઘટિત બન્યું હોય એમ બધા ચોંકી ગયા... તેમના કોળિયો મોં માં મૂકતાં હાથ અટકી ગયા..ને ખુલ્લાં મોં એ એકબીજા સામે જોવા લાગ્યા.... ત્યાં જ આકાશ નાં ફોનમાં રીંગ વાગી.
" હું હમણાં આવું." કહી ને એ ઉપર સીડીઓ ચડી ગયો..

મમ્મી અને કાકીમાં શોપિંગ માટે જવા ઈચ્છતા હતા. રાહુલે કહ્યું કે બહાર ફિલ્મ જોવા જઈએ. પપ્પાજી અને કાકાજી ઘરે જ આરામ કરવા ઈચ્છતા હતા. બધા પોતપોતાના વિચારો મૂકી રહ્યા હતા. મારા પ્રસ્તાવ માટે હાલ પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું.
નિર્ણય લેવાઈ ચૂક્યો હતો. પપ્પાજી અને કાકાજી ઘરે આરામ કરશે. બાકીનાં બધાં પહેલાં શોપિંગ કરશે. પછી એક ફિલ્મ અને ત્યારબાદ કોઈ હોટેલમાં ડિનર..... પપ્પાજી અને કાકાજી માટે કાશી રસોઈ તૈયાર કરી દેશે.. આકાશ હજુ ઉપર જ હતો. હું તેની પાછળ પાછળ ઉપર ગઇ. રૂમનો દરવાજો ખોલવા જતાં કંઈક આવું સંભળાયું........

" મેં ના કહી હતી ને અમદાવાદ આવવા માટે??"
" તું કેમ સમજતી નથી.??"
" આજ કયા બહાને બહાર નીકળું?"
" તું હમણાં પાછી જતી રે, થોડા દિવસ પછી મળીએ."
" તું સમજ ને??"
"ઓકે, હું કંઈક વિચારું છું..."
"ત્યાં સુધી તું તારી ફ્રેન્ડ નાં ઘરે જઈશ કે કોઈ બીજી વ્યવસ્થા કરું...?"
"ઓકે.... હું નીકળું એટલે કૉલ કરું."

મારા પગ બહાર જ થંભી ગયા.... આકાશ ફોન પર વાત કરી રહ્યો હતો..

"કોણ હશે??"

"હજુ થોડી વાર પહેલાં જેની સાથે હું પ્રેમ નાં સપના જોતી રહી હતી એ કોઈ બીજાને પ્રેમ કરે છે???"


"એ કોઈ ને ચોરીછૂપીથી મળવા જવાની વાત કરી રહ્યો હતો.??"

" એની ગર્લફ્રેન્ડ??"

"બટ વ્હાય??"

" કદાચ, મારા એક્સિડન્ટ પછી આ બન્યું હોય...?"

મારી આંખમાં આંસુ આવી ગયાં.... હું ત્યાંથી પાછી વળી ગઈ....આગળ વધવાનો કોઈ ફાયદો પણ તો ન હતો. બની શકે કે હું જે વિચારું છું એ ખોટું પણ હોય?? કદાચ મને અણસમજ થઈ હોય એવું પણ બને??? મેં જે સાંભળ્યું એ માનવા માટે મારું મન તૈયાર નહોતું.. જે હોય તે જોયું જશે....એમ વિચારી મેં મન હળવું કરી લીધું....