Scam - 3 books and stories free download online pdf in Gujarati

સ્કેમ....3

સ્કેમ….3

(ડૉકટર રામ સાગર પાસેથી માહિતી મેળવવા પ્રયત્ન કરે છે, પણ તે મેળવી શકતા નથી. હવે આગળ...)

"હું મારી હોસ્પિટલમાં જાઉં છું. કાલે ફરીથી ઈન્ફર્મેશન મેળવવા પ્રયત્ન કરીશું."

"ઓકે... પણ મને કોઈપણ હિસાબે જોઈએ જ, સમજયો."

"ઓકે..."

કહીને ડૉકટર પોતાની ઓપીડી જવા નીકળ્યા. નઝીર થોડો ગુસ્સામાં અને થોડો નિરાશ થઈને બેસી રહ્યો, પછી સલીમ ઉસ્તાદ અને માણસને ધ્યાન રાખવાનું કહીને તે પણ જતો રહ્યો. પેલા બંને માણસો તીન પત્તી રમવામાં વ્યસ્ત થઈ ગયા.

હોસ્પિટલમાં પહોંચીને ડૉક્ટર પોતાના પેશન્ટ ચેક કરવા લાગ્યા, પણ તેમનું મન હજી પેલા આંતકી, સાગર અને એ અંધારી રૂમમાં જ અટકેલું હતું. દરેકને દવા આપવાની સાથે સાથે તેમની વિચારયાત્રા ચાલી જ રહી.

છેલ્લા પેશન્ટનો વારો આવ્યો. ડૉક્ટર થાકી ગયા હતા, એકવાર તો તેમને થયું કે પેશન્ટને ના પાડી દે. પણ તેમને ધક્કો ખવડાવો એ લોયલ્ટી નહોતી માટે તેમને એ પેશન્ટને અંદર બોલાવ્યા.

પેશન્ટ એક નાનું બાળક હતું, જોડે તેના મા બાપ હતા. 8-9 વર્ષનું બાળક ડરી ગયેલું હતું. તે દરેક વસ્તુને અડતાં પહેલાં ડરી જતો હતો કે પડી જશે તો. તેને શું કરવું કે શું ના કરવું તે સમજી નહોતી શકી રહ્યું. તેના પપ્પા ચિરાગભાઈએ કહ્યું કે,

"મારું નામ ચિરાગ, આ મારી વાઈફ સ્મિતા અને આ મારો દિકરો સાહિલ છે. તેને શું થયું છે, તે જ ખબર નથી પડી રહી. ઘણીવાર તે અંધારાથી ડરે છે તો ઘણીવાર તે અજવાળાથી. ઘણીવાર કોઈ પડી જશે કહીને બૂમો પાડે છે, રડે છે તો ઘણીવાર પડી જાય તો હસવા લાગે છે."

"ઓકે પણ આવું કયારથી બની રહ્યું છે. કોઈ ખાસ ઈન્સિડન્સ?"

"હા ડૉકટર, આની દાદી મહિના પહેલાં જ મૃત્યુ પામેલી. તેની અંતિમવિધિ સમયે, રોકકળ ચાલી રહી હતી. તે વખતે ત્યાં આવી ગયો, તેને સૂઈ ગયા છે સમજી તેમને હલાવીને ઉઠાડવા લાગ્યો, હાથ પકડીને ખેંચવા લાગ્યો. પણ હાથ પડી ગયો અને તે ડઘાઈને જોઈ જ રહ્યો. અને તે સમયે મેં તેને ત્યાંથી ખસેડી પાછો પાડોશીને ઘરે મોકલ્યો."

"તો તે સમયે કેમ ત્યાં હતો?"

જરાક ઠપકાના સૂરમાં ડૉકટરે કહ્યું.

"ના સર, એ હતો તો પાડોશીના ઘરે, પણ નજર ચૂક થઈ કે શું થયું તે ખબર નથી અને તે ત્યાં આવી ગયો."

"હમમમ...."

"શું લાગે છે ડૉકટર કે તેને શું થયું છે?"

"મને શું લાગી રહ્યું છે તે પછી વાત કરીએ. પણ એ કહો કે તે તેની દાદીની નજીક વધારે પડતો હતો?"

"હા સર, તે રમતો, ખાતો પીતો, ભણતો અને સૂઈ જતો પણ દાદી જોડે જ."

"ઓકે... મને એવું તો લાગી રહ્યું છે કે દાદીને આવી રીતે સૂઈ ગયેલા જોઈ, બાળક ઉઠાડવા ગયો તેમની હિલચાલ બંધ જોઈ, પડી ગયેલો હાથ જોઈને તે ડરી ગયો. એમાં પણ તમે તેને એકદમ જ ખસેડી લીધો એટલે વધારે ગભરાઈ ગયો."

"તો પછી આગળ શું કરીએ?"

"તમે નહીં હું કરીશ, એ બાળકનું કાઉન્સલીંગ."

"ઓકે, સર..."

"અને હા, યાદ રાખજો કે તે કદાચ ઓવર રિએકટ ઘરમાં કરે તો પણ હાલ કંઈ ના કહેતા. અને હા, આ એક નોટ રાખો. તેની આગળનું રૂટિન અને અત્યારની રૂટિન લખજો. અત્યારનું રૂટિન ઓબ્ઝર્વ કરીને ખાસ લખજો."

"જી સર..."

"સાહિલ હાલ ગભરાઈ ગયો છે. માટે આવતા વીકે હું તેનું કાઉન્સલીંગ કરીશ. પણ એ પહેલાં મેં કહેલી તે નોટમાં ખાસ લખી રાખજો. તે શેનાથી વધારે ડરે છે, શેનાથી ઓછો રિએકટ કરે છે, તે પણ ખાસ લખજો. તેની દાદીને સાથે કેવી વાતો કરતો, તે યાદ હોય તો પણ લખજો."

"ઓકે સર..."

"હું આવતા સોમવારે 4 વાગ્યાની એપોઇન્ટમેન્ટ આપું છું."

"ઓકે..."

કહીને તેઓ ફી આપીને વિદાય થયા. ડૉકટરે આંખો બંધ કરીને ખુરશીમાં બેસી રહ્યા.

"કયાં હું ફેમસ સાયક્રાટીસ! કયાં મને મળવા માટે લોકોની વેઈટિંગ! કયાં સુંદર સીમા જેવી પત્ની અને એક સુંદર શી નાની પરી જેવી છ વર્ષની શના અને એક દીકરો ત્રણ વર્ષનો યશ જેવો હસતો રમતો પરિવાર અને કયાં હું પેલા આંતકીઓ સાથે જોડાયો! કયાં પેલા ઈમાનદાર ઓફિસરને હિપ્નોટાઈઝ કરીને મારે દેશની આર્મી માહિતી મેળવવી... કેવાં સંજોગો છે, આ બધું મારા નસીબમાં લખાયું છે."

એટલામાં કમ્પાઉન્ડર આવીને થાળી પીરસવા લાગ્યો. પણ ડૉકટરે કહ્યું કે,

"રહેવા દે, મને ભૂખ નથી. તમે લોકો લંચ કરી લો."

"જી સર..."

કહીને તે જતો રહ્યો અને ડૉકટર પોતાની ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયા. જયારે મારે સાયક્રાટીસનું ભણવા કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જવું હતું. મારા પિતા મિડીયમ વર્ગના એટલે આટલો બધો સ્ટડીની ફી ભરી શકે અને હું એજયુકેશન લોન લઈને ત્યાં પહોંચી ગયો. મારું ધ્યાન ફકતને ફક્ત ભણવામાં જ હતું. હું દુનિયાનો બેસ્ટ સાયક્રાટીસ બનવા માંગતો હતો. આ જ ટાર્ગેટ સાથે મેં મારી દુનિયા પુસ્તકમાં જ સીમિત કરી દીધી અને પૂરેપૂરો મારા લક્ષ્યને સમર્પિત થઈ ગયો.

ફક્ત એક ફ્રેન્ડ જોલી, જે મારો રૂમ પાર્ટનર પણ હતો. અમે બંને બકિંગહામ રેન્ટ પર રહેતા. જોલી પણ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં હોસ્પિટલ મેનેજમેન્ટનું સ્ટડી કરતો હતો.

અમારા ફોર સેમ પૂરા થઈ ગયા હતા. એ દિવસે અમે લાયબ્રેરીમાં સ્ટડી કરી રહ્યા હતા, અચાનક જ જોલીએ મને કહ્યું કે,

"રામ હું આજે રૂમ પર વહેલા જઈશ."

"જોલી કેમ? આજે તારે નવું શું આવ્યો?"

"એ જોલી નહીં કહેવાનું, ઓન્લી જો બોલ... જો..."

"ઓકે, જો હવે જવાબ આપીશ."

"હા યાર, કાલે સિસ્ટરનો બર્થ ડે છે. એટલે રૂમ પર જઈને તેની જોડે વાત કરવા માટે... ઓકે."

"ઓકે બ્રો, ટેક કેર એન્ડ વિશ ઓલ્સો માય સાઈડ..."

"શ્યોર... જલ્દી આવી જજે."

જોલી જતો રહ્યો અને લાયબ્રેરીમાં થી નીકળતા મોડું થઈ ગયું. વધારે મોડું થઈ જવાથી બસ ચૂકી ગયો, લીફટ લેવી પણ જરૂરી હતી અને તે મળી નહોતી રહી એટલે હું અટવાઈ ગયો. બકિંગહામ પહોંચવા શું કરવું તે સમજ નહોતી પડી રહી.

ત્યારે મને એક છોકરીએ લિફટ ઓફર કરી.

(આ છોકરી કોણ હશે? નઝીર ડૉ.રામને પોતાનીવાત ન માનવા માટે હેરાન કરશે કે પછી છોડી દેશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ... સ્કેમ.... 4)