Scam - 5 books and stories free download online pdf in Gujarati

સ્કેમ....5

સ્કેમ….5

(જોએ રામને સીમાને પ્રપોઝ કરવા કહ્યું. હવે આગળ...)

"એમ નહીં... હું તો તમારા મેરેજની પાર્ટીની વાત કરી રહ્યો છું."

અમે બંને તેને જોતા જ રહ્યા અને શું બોલવું તે સમજ ના પડતા સીમા જતી રહી. સીમાને ચૂપચાપ જતી જોઈને મને ગમ્યું નહીં, પણ તે ગુસ્સામાં ગઈ કે શરમાઈને તે મને સમજ ના પડી. એટલે મેં ગુસ્સો કાઢયો જો પર...

"જોલી શું તું પણ સમજયા વગર બોલ બોલ કરે છે. જો તે જતી રહી."

"સાચે જ તે ગુસ્સામાં ગઈ, મને એમ કે તે શરમાઈ ગઈ?"

"એ તો મને પણ ખબર નથી."

"તો પછી આમ ગુસ્સે ના થા. આમ પણ મેં તને પહેલાં જ કહ્યું હતું ને કે તમારા બંને સિવાય બધાને તમારી આંખોમાં એકબીજા માટેની ફિલિંગ્સ દેખાય છે. અને તે પણ કહ્યું હતું ને કે મને જોબ મળી જશે પછી પ્રપોઝ કરીશ. હવે શેની રાહ જોવે છે."

"પણ એ જોબ કયાં સ્ટેબલ છે. એના જેટલો રીચ પણ હું નથી, પછી..."

"જો રામ એમ તો તું હજાર બહાના બનાવી શકીશ અને સીમા પણ આગળ વધી જશે. પછી તું શું કરીશ? માટે જ યાર... પ્રપોઝ ફર્સ્ટ આફટર ફિનિશ યૉર ડ્રીમ."

જો પણ જતો રહ્યો અને હું શું કરવું તે અવઢવમાં?'

ડૉ.રામના ચહેરા પર એક સ્માઈલ આવી ગઈ. કેવી સુંદર અવઢવ, મૂંઝવણ મારા મનમાં પાળી હતી નહીં. લાંબા વિચાર બાદ મેં જયારે સીમાને પ્રપોઝ કરવાનું નક્કી કર્યું ત્યારે તો...

'એક દિવસે તેને ફોન કરીને સાંજે હોટલમાં મળવા કહ્યું. અમારા માટે હોટેલમાં એક સ્પેશ્યલ રૂમ બુક કર્યો. તેને શણગારવા માટે જોબ પરથી લીવ લીધી. એમાં એ કામ માટે મેં જોની મદદ પણ ના લીધી.

આખા રૂમમાં બલૂન જમીન પર પડેલા. દીવાલો પર હાર્ટવાળા બલૂન લગાવ્યા. એક ગિટારીસ્ટ ધીમું ધીમું મ્યુઝિક વગાડવા માટે હાયર કર્યા હતા. આખી રૂમમાં અંધારું રાખ્યું અને ફકતને ફક્ત કેન્ડલનું અજવાળું જ હતું. ટેબલ પર ફલાવરથી હાર્ટ બનાવેલું એના પર શેમ્પેઈનની બોટલ અને બાજુમાં બે વાઈન ગ્લાસ મૂકેલા.

સાંજે સાત વાગ્યે સૂટ પહેરીને તૈયાર થઈ ગયો. સીમા આવી તો હું તેને જોતો જ રહી ગયો.

સીમાએ પીંક કલરનું ગાઉન પહેર્યું હતું. પીંક કલરની લાઈટ લિપસ્ટિક, હાથમાં ડાયમંડનું બ્રેસલેટ, કાનમાં ડાયમંડ એરિંગ્સ અને ગળામાં નાનકડા ડાયમંડ પેન્ડલ સાથે પ્લેટેનિયમની ચેન. સીમા એકદમ જ સુંદર લાગી રહી હતી, જાણે એ મિસ યુનિર્વસ ના હોય. આમ પણ તે મારા માટે મિસ યુનિર્વસ અને મિસ વર્લ્ડ જે કહો તે ફકત તેને તે જ હતી. બસ તેને જોયા કરું.. તેની આંખોમાં, તેના સુંદર ખુલ્લા વાળોમાં ખોવાઈ ગયો હતો.

ત્યાં જ સીમા મારું ધ્યાનભંગ કરતાં કહ્યું કે,

"રામ... શું વાત છે? આજે તું સૂટમાં... કંઈ સ્પેશ્યલ છે?"

હું તો બોલી જ ના શકયો અને તેનો હાથ પકડીને તે રૂમમાં લાવ્યો. રૂમને તે જોઈ જ રહી, મેં તેને ચેર પર બેસાડીને થોડી વાતચીત કરવા લાગ્યો. વાતચીત ચાલી રહી એમાં જ મેં તેને શેમ્પેઈન ઓફર કરી. શેમ્પેઈન પીતાં પીતાં તેના હાથમાં રીંગ આવી એટલે મેં તરતજ ઘૂંટણ પર બેસીને કહ્યું કે,

"સીમા, આ રીંગ ડાયમંડની તો નથી જ પણ મારા હ્ર્દયની નજીક જરૂર છે. આ રીંગની જેમ તને પણ જીવથી વધારે સાચવવા માંગું છું. સો વીલ યુ મેરી મી?"

સીમા ડઘાયેલા જ અવાજે પૂછ્યું કે,

"આ કેવું પ્રપોઝ છે, રામ? ના તો આઈ લવ યુ કે ના આઈ લાઈક યુ, આની જગ્યાએ સીધું વીલ યુ મેરી મી..."

હું ઊભો થઈ ગયો અને કહ્યું કે,

"હા, કારણ કે આઈ લવ યુ કહીને ડેટ પર જવાનું, તારી રાહ જોવાનું અને એ બધા માટે મારે વધારે રાહ જોવી પડે હું તો તને સીધી મારી લાઈફપાર્ટનર બનાવીને જ આ બધું જ જીવન જીવવા માંગું છું. આમ પણ મેં બહુવાર કરી છે તને મારા દિલની વાત કહેવા માટે, તો પછી હવે વધારે નથી જોવી રાહ...."

થોડી વારે ફરીથી મેં તેને કહ્યું કે,

"આમ પણ સીમા, માય લવ હું શ્યોર છું કે મને તારા જેવી લાઈફ પાર્ટનર નહીં મળે. પછી મારે બીજું વિચારવાની જરૂર નથી. સો ટેલ મી વીલ યુ બી મેરી મી?"

સીમાની આંખોમાં ખુશી છલકાઈ ઊઠી,

"યસ... યસ... યસ..."

અને તેને તેના હોઠ મારા હોઠ મૂકી દીધા અને મેં તેને કીસ કરીને મારામાં સમાવી દીધા. એકબીજાને પ્રેમ કીસ દ્રારા વ્યક્ત કર્યો. સીમાએ મારાથી અળગી થતા બોલી પણ ખરી કે,

"મને આજ સવારથી લાગી રહ્યું હતું કે કંઈક મારા જીવનમાં બદલાવ આવશે અને એમાં તારા ફોન પછી તો શ્યોર થઈ ગઈ કે મારી આ જીવનની યાદગાર ક્ષણો હશે, પણ આટલી સુખદ હશે તેની કલ્પના નહોતી."

"કેમ મારા પર વિશ્વાસ નહોતો?"

"વિશ્વાસ તો હતો જ ને એટલે જ તો તારી સાથે અહીં આવી."

ત્યાં જ એ રૂમમાં અચાનક જોલી આવ્યો અને કહેવા લાગ્યો કે,

"બસ હવે, થોડીક અમારી શરમ કરો."

સીમા શરમાઈને અળગી થવા ગઈ તો તેને પકડી રાખીને કહ્યું કે,

"કેમ ભાઈ, શું કામ શરમ અને શેની?"

જોલી હસતાં હસતાં અંદર આવી ગયો,

"ફાઈનલી  આઈ એમ હેપી આફટર માય ઈન્સ્ટ્રકશન બોથ ઓફ યુ એકસેપ્ટ યૉર ફીલિંગ્સ."

"એ જો બીજી ચોઈસ હતી અમારી પાસે."

"હા, એ પણ છે..."

કહીને તે હસવા લાગ્યો. મારે તેને કહેવું પડ્યું કે,

"તને જો એમ થતું હોય ને કે અમે તારા કહેવાથી તારી વાત માની લીધી તો હવે અમને થોડી પ્રાઈવસી આપવાની મારી વાત માની શકીશ."

"યાહ શ્યોર...."

કહીને જોલી જતો રહ્યો.

બસ અમે એકબીજાના હોઠ પર હોઠ મૂકીને પ્રેમ દર્શાવતા રહ્યા. એ યાદગાર ક્ષણો આજે પણ મારા મનને તરોતાજા કરી દે છે. સીમાએ અને મેં નક્કી કર્યા પ્રમાણે ઘરમાં જ બધી વાત કરીને વહેલામાં વહેલી તકે મેરેજ કરી લેવાનું નક્કી કર્યું.

(સીમા અને રામના મમ્મી પપ્પા બંનેને સ્વીકારશે ખરા?

જાણવા માટે વાંચો આગળનો ભાગ... સ્કેમ.... 6)