The Scorpion - 25 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન - પ્રકરણ – 25

ધ સ્કોર્પીયન

પ્રકરણ – 25

 

સિદ્ધાર્થ સોફીયાને જ્યાં એડમીટ કરી હતી એ કલીંગપોંગની સીટી હોસ્પીટલમાં એનાં તાલિમ પામેલાં સ્ટાફ સાથે ડ્યુટી પર હતો એની બધે નજર હતી. એ એનાં સ્ટાફ સાથે ચર્ચા કરી રહેલો અને તોશિક લામા અવારનવાર દેખા દઈ રહ્યો છે એનાં અંગે એલર્ટ કરી રહેલો... એ વાત કરતાં કરતાં ગ્રાઉન્ડફ્લોર પર આવેલી સોફીયાની રૂમ તરફ નજર કરી લેતો. હોસ્પીટલનાં કમ્પાઉન્ડમાં અંદર અને બહાર બધે સિદ્ધાર્થનાં સિપાઈઓ ગોઠવાયેલાં હતાં તોશિક બીજે દેખા દેતો હતો પણ હજી હોસ્પીટલની નજીક ફરક્યો સુધ્ધાં નહોતો. સિદ્ધાર્થ સૂચના આપીને સોફીયાનાં રૂમ તરફ આવી રહેલો ત્યાં દેવનો ફોન આવ્યો.

     સિદ્ધાર્થે કહ્યું હાં બોલ દેવ... શું થયું ? બધું બરાબર છે ને ? દેવે કહ્યું સિદ્ધાર્થ હું બાથ લેવાં બાથરૂમમાં આવ્યો ત્યાં બારીમાંથી મારી નજર બગીચા તરફ પડી ત્યાં જે બગીચાનો ખૂણો છે એની પાછળ ઊંડી ખાઈ જેવો ભાગ છે ત્યાં અત્યારે તોશીક લામા જેવાં માણસને જોયો હું જો ભૂલ ના કરતો હોઉં તો કદાચ એજ છે મને લાગે ખીણ બાજુથી કોઈ રોક પર ચઢીને આવ્યો હોવો જોઈએ.

    અહીં બહાદુરનાં માણસો બધાં ડયૂટી પર છે પણ ત્યાં કોઈની નજર ગઈ લાગતી નથી હમણાંજ એલોકોને સૂચના આપો સર...

     સિદ્ધાર્થે કહ્યું એજ હોઈ શકે અને ખીણ બાજુથી ઉપર ચઢીને અવાય એવો રસ્તો છે ભલે વિકટ છે પણ આ લોકો પાવરધા હોય છે હું બહાદુરને તરતજ સૂચના આપું છું અને અહીં પવન અરોરાને બંદોબસ્ત સોંપીને નીકળુંજ છું અને અને સિદ્ધાર્થે ફોન મુક્યો. દેવ તોશિક પકડાઈ જાય તો બધી જાણ થાય અને થોડો ભય ઓછો થાય એમ વિચારતો બાથ લેવા લાગ્યો.

                ************

      સવારથી ખુશનુમાં વાતાવરણ હતું... વાદળોની આવન જાવન ચાલુ હતી વચ્ચે વચ્ચે ઝરમર ઝરમર વરસાદ વરસી જતો હતો. કલીંગપોંગનાં પહાડો ખીણ બધેજ લીલોતરી એકદમ તાજી તાજી લાગી રહી હતી... તૌશિક ખીણ ભાગેથી ધીમે ધીમે ખડકો પકડીને ચઢીને ઉપર આવી ગયો હતો એનાં કદરૂપા અને ઘાતકી ચહેરા પર આછું સ્માઈલ આવી ગયું એને થયું આજેતો એને હાથ કરીને જ રહું... સિદ્ધાર્થની ટીમ મારાં પ્લાનીંગ સામે પાણી ભરે છે. એણે પીઠ પાછળ પેન્ટમાં દબાવેલી પિસ્તોલ, કુફરી બધું ચેક કર્યું ખિસામાં થેલીમાં રાખેલા બ્લેક સ્કોર્પીયન બધું ચેક કર્યું... ઉપરનાં શર્ટનાં ખિસામાં રાખેલી કાગળની પુડીયો જોઈ લીધી... અને મનમાં સમયની ગણત્રી કરતો એ હોટેલનાં બગીચાની પાછળના ભાગમાં આવી ગયો. એણે એક નજર બગીચામાં અને હોટલ બિલ્ડીંગ તરફ મારી લીધી.

     હોટેલમાં દરેક રૂમની બહાર બાલ્કનીઓ, એનાં બાથરૂમ રૂમની વીન્ડો બધું ચોકસાઈથી જોઈ રહેલો હોટલની સાવ સટીક અડીને ઊંચા ઊંચા શરૂનાં અને સિલ્વરઑકનાં ઝાડ હતાં એમાં અમુક ભાગ સ્પષ્ટ દેખાતો હતો અમુક ઢંકાઈ જતો હતો. તૌશિકે અંદાજ લગાવ્યો...સવારનો સમય છે પણ રૂમમાં કે બાથરૂમમાં લાઈટ તો ચાલુજ હોય...અમુક ભાગમાં દેખાય છે અમુક નથી જોવાઈ રહ્યો.

   એ ઝાડનાં થડની આડશ લઈને ધીમે ધીમે અંદર બિલ્ડીંગ તરફ આવી રહેલો અને ત્યાં રાઉન્ડ મારતાં સિપાહીઓનું પણ ધ્યાન રાખતો ચોક્સાઈથી આગળ વધી રહેલો.

     તૌશિકે જોયું કે બિલ્ડિંગની ફરતે બધેજ પાકો પોલીસ બંદોબસ્ત છે ચાલીને બિલ્ડીંગ સુધી જવું ખુબ ખતરનાક છે પકડાઈ જવાની દહેશત છે એ થોડો અંદર આવી સોલ્જરની નજર ચૂકવીને એક ઝાડ પર ચઢી ગયો અને એને જંગલની તાલિમ હતીજ એક ઝાડ ડાળીથી બીજી ઝાડની ડાળી પકડતો છેક બિલ્ડીંગની નજીક આવી ગયો અને એણે ચારે તરફ જોયું પછી નીચે તરફ જોયું... નીચેથી એક સિપાહી રાઉન્ડ લઇ રહેલો... એણે એને પસાર થવા દીધો પછી સમય સુચકતા વાપરી ઝાડ પરથી ત્રીજા માળની એક બાલ્કનીમાં કૂદી ગયો...

     બાલ્કનીમાં કૂદીને એ થોડીવાર છુપાઈ રહ્યો એણે બારીકાઈથી જોઈ લીધું કે કોઈની નજર કે ધ્યાન નથી ગયુંને ?પછી ધીમે રહીને ઉભો થયો અને બાલ્કનીમાંથી બારીનાં કાચથી અંદરની તરફ જોયું અને ખુશ થઇ ગયો. એણે જોયું કે એનોજ શિકાર આ રૂમમાં છે.

       તૌશિક થોડીવાર બારીનાં કાચમાંથી અંદર જોઈ રહ્યો અને બારીમાં બેસી અંદરથી કંઈ હીલચાલ થાય છે એની રાહ જોઈ રહેલો ત્યાં એ વ્યક્તિ બાલ્કનીનાં દરવાજા પાસે આવી અને તૌશિક બાલ્કનીમાં મૂકેલાં કુંડા પાછળ બેસી ગયો. એણે જોયું બાલ્કનીનો દરવાજો ખુલ્યો છે એમાંથી વાળ લૂછતી લૂછતી ઝેબા આવી અને એ ટોવેલથી વાળ કોરાં કરતી હતી એની નજર દૂર પહાડો જોવામાં વ્યસ્ત હતી અને મોઢેથી કોઈ આફ્રીકન ગીત ગણગણાવી રહી હતી... તૌશિકે મોકાનો લાભ ઉઠાવ્યો એ હળવેથી ઉભો થયો અને ધીમેથી ઝેબાની પાછળ જઈ જોરથી એનો ટોવેલ એનાં આખા ચહેરાં મોંઢા પર ઢાંકીને રૂમની અંદર ઘસડી ગયો.

     ઝેબાનાં ગભરામણથી બે હાથ જોડાઈ ગયાં હતાં એ હમણાંજ નાહીને બહાર નીકળી હતી એને આખી રાતનો નશો એનું હેન્ગ ઓવર હતું એ એની નશીલી આંખોમાં સ્પષ્ટ જણાઈ આવતું હતું એનાં વાળ ખુલ્લાં હતાં. શરીર પર કપડાં પણ નામ પૂરતાં હતાં એની જુવાની સ્પષ્ટ દેખાઈ રહી હતી તૌશિકે એની સામે રિવોલ્વર તાંકી રાખી હતી.

   ઝેબાએ હવે મગજ દોડાવ્યું એ થોડી સ્વસ્થ થઇ હતી એણે વિચાર્યું મારે કંઈક કરવું પડશે અને આ બાંડીયો ક્યાંક ગોળી ના ચલાવી દે એનો ચહેરો તંગ હતો એ સ્વસ્થ કર્યો અને હોઠ પર સ્માઈલ લાવવાનો પ્રયત્ન કરીને બોલી... યુ આર તૌશિક રાઈટ ?તારું નામ સાંભળેલું પણ જોયો આજેજ એમ કહીને વ્યંગમાં હસી પડી અને... તૌશિક નવાઈ પામ્યો એણે કીધું આપણે મળી ચુક્યા છીએ કેમ ભૂલે છે??...અને…

 

વધુ આવતા અંકે પ્રકરણ - 26