Colors - 3 in Gujarati Fiction Stories by Arti Geriya books and stories PDF | કલર્સ - 3

કલર્સ - 3

અગાઉ આપડે જોયું કે ક્રુઝ પર બધા યાત્રી ખૂબ મજા કર્યા બાદ પીટર ને કોઈ અવાજ સંભળાય છે પણ એ કદાચ એનો વહેમ હતો,એવું સમજી ને એ ફરી ઊંઘી જાય છે અને જાગી ને જોવે છે કે...

પીટર ખૂબ જ ખુશ હતો કે નિયત સમયે અને નિર્વિઘ્ને તે પોતાના ક્રુઝ મેમ્બર સાથે આ નવા આવેલા આઇલેન્ડ પર પહોંચી ગયો હતો.પીટર ની ટિમ દર વર્ષે કોઈ ને કોઈ
નવા આઇલેન્ડ પર જતી,જો ત્યાં નો અનુભવ સારો રહે તો તે વર્ષ મેં ચાર પાંચ વાર ત્યાં બીજી ટ્રીપ કરતા.

આઇલેન્ડ દેખાવ માં ખૂબ જ સુંદર હતો,ચોતરફ હરિયાળી અને ટેકરીઓ દેખાતી હતી,ઉંચા ઉંચા વૃક્ષો જોઈ ને લાગતું હતું અંદર ગીચ જંગલ છે.ચાલો જગ્યા તો સરસ છે લાગે છે આ આઇલેન્ડ ઘણી કમાણી કરાવી દે શે!
ટેલિસ્કોપ થી ટાપુ નું નિરીક્ષણ કરતો પીટર સ્વગત બોલ્યો.

પીટરે એક વ્હીસલ વગાડી તે સાંભળી અને ક્રુઝ પર રહેલા દરેક મેમ્બર બહાર આવ્યા.વહાલા મિત્રો આપડી મંજિલ નજીક મા જ છે આ જુઓ...આમ કહી તેને ટાપુ તરફ આંગળી નિર્દેશ કર્યો.દરેક વ્યક્તિ આ સુંદર આઇલેન્ડ જોઈ ને ખુશ થઈ ગઈ.કેમ કે તેના વૃક્ષોની હરિયાળી ,ટેકરી પાછળ થી નીકળતો સૂર્ય અને તેમાં ચમકતી તેની ટોચ પક્ષીઓ ની ઉપર નીચે થતી રમત અને દરિયા નું ભૂરું પાણી દૂરથી આ બધું કોઈ ચિત્રકારે દોરેલ ચિત્ર સમાન હતું.અને જાણે આપડે કોઈ ચિત્ર મા જ સમાઈ જવાના હોઈ..

બધા હવે ફટાફટ ટાપુ પર ઉતારવાની તૈયારી કરવા લાગ્યા,બાળકો તો ખૂબ જ આનંદિત હતા,કેમ કે પીટર ના મતે બીચ ની નજીક છીછરું પાણી હોઈ એટલે તેમણે તો સીધો નહાવાનો આનંદ જ મેળવવો હતો.અને જેટલા કપલ હતા તેમને પણ બીચ નો રોમાંચ માણવો હતો.

જેમ જેમ ટાપુ નજીક આવતો ગયો તેમ તેમ બધા ની આનંદ ની ચિચયારી વધતી ગઈ.અને ટાપુ આવતા જ બધા એ પીટર નું તાળીઓ વગાડી ને અભિવાદન કર્યું.પીટરે બધા નો આભાર માન્યો અને બધા ને સાવધાનીપૂર્વક જહાજ માંથી બહાર નીકળવાનું કહ્યું,અને તેની ટિમ ને બધો જ સમાન કેવી રીતે ક્યાં રાખવો એની સૂચના આપી.

અહીં ક્રુઝ પર આવેલી લગભગ દરેક વ્યક્તિ પોતાના અને પોતાના પરિવાર માટે સમય ફાળવવા આવી હતી, દરેક ખુશ હતું કે હવે થી થોડો સમય એકબીજા માટે મળશે.એટલે આઇલેન્ડ પર ઉતરતા જ બધા પોતપોતાનો મોબાઈલ લઈ ને ત્યાં ના અને પોતાના ફોટા લેવા લાગ્યા.

પીટર અને તેની ટિમ ખૂબ જ હોશિયાર અને ચપળ હતી, એટલે થોડી જ વાર માં ત્યાં અલગ અલગ ટેન્ટ બંધાય ગયા,આ ટાપુ પર તેઓ પહેલી વાર આવ્યા હતા,પણ પીટર માટે આ કોઈ નવો અનુભવ નહતો એટલે તેની તૈયારી માં કોઈ કચાસ નહતી,જેમ કે સૌથી પહેલી જમવાની વ્યવસ્થા તો તે માટે સાથે સારા કૂક અને હેલ્પર હતા,એક ડોક્ટર તેના હેલ્પર સાથે,સાથે જ બધી રહેવાની અને ઇલેક્ટ્રિસીટી માટે જનરેટર અને તેનું ફુયુલ બધું જ હતું,લગભગ આઠ દિવસ નું રોકાણ હતું પણ પીટર પાસે દરેક વસ્તુ પંદર દિવસ ચાલે તેટલી હતી.

દરેક ને પોતપોતાના ટેન્ટ સોંપી દેવામાં આવ્યા હતા, યાત્રીઓ તો ટેન્ટ જોઈ ને આશ્ચર્યચકિત થઈ ગયા.અંદર ચાર લોકો સુઈ શકે તેવી વ્યવસ્થા હતી,અને સાથે હિટર અને કુલર ની પણ વ્યવસ્થા.જો કે કોઈ ને ટેન્ટ માં ના સૂવું હોઈ તો ક્રુઝ તો ત્યાં હતું જ.પણ લગભગ યાત્રીઓ એક નવા અનુભવ માટે ટેન્ટ મા જ રહેવાના હતા.

જેમ જેમ દિવસ ચડતો હતો તેમ તેમ ટાપુ ની ખુબસરતી વધુ નજરે આવતી હતી,આ ટાપુ નો છેડો જોઈ ના શકાય એટલો મોટો તો હતો જ સાથે જ ત્યાં ની ટેકરીઓ પર ટ્રેકિંગ થઈ શકે તેવું હતું.અને જંગલ તો જાણે કેટલુંય ઊંડું હશે.

ટેન્ટ ગોઠવાઈ ગયા બાદ એક વહીસલ વગડી જે પીટરે બધા ને ભેગા થવા માટે વગાડી હતી.તે એક ઉંચા પથ્થર પર ઉભો હતો.

પ્લીઝ ડિયર લેડીઝ જેન્ટ્સ એન્ડ કિડ્સ અહીં આવો અને મને સાંભળો,કેમ કે આ ટાપુ ઘણો વિશાળ લાગે છે તો મારી આપ સહુ ને પ્રાર્થના છે કે આપ એકલા ક્યાય જશો નહિ,કોઈ પણ અજાણી વસ્તુ ને અડકવું નહિ,અને ક્યાંય કાંઈ પણ અજુગતું જણાય મને જાણ કરશો.બને ત્યાં સુધી દરેકે પોતાના ગ્રૂપ મા જ રહેવું જેઓ એકલા હોઈ તેમને કોઈ પણ ગ્રૂપ માં મિક્સ થઈ જવું.આજ નો દિવસ બધા તમારી રીતે આનંદ કરો કાલ નો પ્રોગ્રામ આજે રાતે નક્કી કરી લેવા માં આવશે.અને દરેકે પોતાનો ફોન ચાર્જ કરી રાખવા ખાસ વિનંતી.

આટલું કહી પીટર ત્યાંથી નીચે ઉતરી પોતાના કામે વળગ્યો,અને બધા યાત્રીઓ પણ પીટર ની વાત ને ધ્યાન માં રાખી ને પોતપોતાના ગ્રૂપ માં ભળ્યા.બધા સહુથી પહેલા
કિનારે નાહવાના હતા,ત્યારબાદ બ્રેકફાસ્ટ અને પછી થોડી વાર ગેમ્સ રમવાનું નક્કી કર્યું હતું.

રાઘવ વાહીદ અને નિલ નો પરિવાર એક બીજા સાથે ભળી ગયા હતા,અને એટલે તેમનું એક ગ્રૂપ બની ગયું હતું, એક જે અમેરિકન કપલ હતું તે પણ ક્યારેક આ ગ્રૂપ માં તો ક્યારેક બીજા ગ્રૂપ માં એમ ફર્યા કરતું.

એ ઉપરાંત એક ડાન્સ ગ્રૂપ પણ એમાં હતું જેઓ પોતાના ડાન્સ નો બેસ્ટ વિડીઓ બનાવવા અલગ અલગ જગ્યા શોધ્યા કરતા,અને એક ઓલ્ડ એજ લોકો નું ગ્રૂપ હતું .આમ અલગ અલગ લોકો સાથે મળી ને ઘણા ગ્રૂપ બની ગયા હતા.પીટર બધા ગ્રૂપ ના લોકો ને મળ્યા કરતો અને તેમના પાસેથી આ ટ્રીપ વિશે જાણવાની કોશિશ કરતો.

બધા પોતાની મંઝીલે પહોંચી તો ગયા છે,પણ હવે આગળ આ સફર માં તેમની સાથે શું શું થવાનું છે,એ બાબત થી તદ્દન અજાણ છે,શું આ ટાપુ દેખાઈ છે તેટલો જ સુંદર હશે?જાણવા માટે વાંચતા રહો...

✍️ આરતી ગેરીયા...Rate & Review

Priti Patel

Priti Patel 3 months ago

Darshana Jambusaria
Vijay

Vijay 9 months ago

Parash Dhulia

Parash Dhulia 10 months ago

Sonal Gandhi

Sonal Gandhi 10 months ago