Colors - 4 books and stories free download online pdf in Gujarati

કલર્સ - 4

અગાઉ આપડે જોયું કે આઇલેન્ડ ની ખુબસુરતી દૂરથી જોઈ ને બધા ખૂબ જ ઉત્સાહ માં હતા.પીટર અને તેની ટીમે ખૂબ જ ઝડપ અને ચપળતા થી ત્યાં બધા ના રહેવા ની વ્યવસ્થા કરી દીધી છે.પીટર બધા ને આ અજાણ્યા આઇલેન્ડ પર ગ્રૂપ માં રહેવા અને દૂર સુધી ના જવા ની વિનંતી કરે છે.હવે આગળ...

જો કે બધા માં રાઘવ નું ગ્રૂપ તેનું ફેવરિટ બની ગયું હતું.
કેમ કે તેમાં બધા જ લોકો ખુશમિજાજ હતા.બપોરે જમ્યા બાદ પીટર તેના અમુક લોકો ને સાથે લઈ ને જંગલ તરફ જવાનો હતો,જેથી બીજા દિવસે કઈ તરફ જવું એ નક્કી થઈ શકે.

એ દિવસ તો બધાનો મજાક મસ્તી અને આમેતેમ ફરવા મા ચાલ્યો ગયો,રાત્રે બધા એ કેમ્પ ફાયર નો આનંદ લીધો,
અને બીજા દિવસે ફરવાની રૂપરેખા બનાવી,જે ઓલ્ડ એજ લોકો નું ગ્રૂપ હતું તે બધા ક્રુઝ પર સુવા ગયા,અને બાકી ના બધા ટેન્ટ માં સુતા હતા.

આમ તો બહાર નું વાતાવરણ ખુશનુમા હતું,પરંતુ બાળકો ની ચિંતા ને લીધે રાઘવ નિલ અને વાહીદે તેમના પરિવાર ને ટેન્ટ માં સુવડાવી થોડી વાર બહાર બેસવાનો નિર્ણય કર્યો.આ ત્રણ દોસ્તો ને સાથે જોઈ પીટર પણ તેમાં ભળ્યો.

વાહિદ આ ટ્રીપ માટે હું હમેશા તારો આભારી રહીશ, અને પીટર તમારો પણ...રાઘવે વાહીદ અને પીટર ને આભરવશ કહ્યું.

વાહીદે તેને વાંસા માં ધબ્બો મારતા કહ્યું,ભૂલી ગયો આપડે જ્યારે પહેલી વખત ન્યુયોર્ક માં મળ્યા ત્યારે જ મેં તને કહ્યું હતું મારી દોસ્તી અનમોલ છે,તો થેંકયું કહી એને સસ્તી નહિ બનાવતો.

હા...રાઘવે હસી ને વળતો જવાબ આપ્યો.

નિલ તમે મૂળ ક્યાંથી છો? વાહીદે નિલ ને પૂછ્યું.

વેલ હું પણ તમારી જેમ ભારત થી જ છું,એક ખગોળશાસ્ત્રી ને અમેરિકા માં વધુ વેતન અને અવસર મળે એ આશા એ અહીં આવેલો,પણ અહીં આવી ને પોતાને ખોઈ બેઠો અને ફક્ત કામ કામ અને કામ માં જ ડૂબેલો રહેતો.નીરજા ના જન્મ પછી જાનવી એ પોતાનું કામ છોડી દીધું તે તો ઘર અને નીરજા સાથે મને પણ સમય આપતી પરંતુ હું...એક નિઃસાસો નાખી નિલ ફરી બોલ્યો,હું તેમના તરફ બિલકુલ ધ્યાન આપી શકતો નહતો અને એટલે જ આ ટ્રીપ જાનવી અને નીરજા માટે છે.

વાહ દોસ્ત આપડા બધા ની કહાની કઈક એક સરખી જ છે,અહીં બધા પોતાના પરિવાર માટે જ આવ્યા છે,તો ચાલો આપડે નક્કી કરીએ કે અહીં અને અહીંથી ગયાં પછી પણ આપડે આપડા પરિવાર માટે કામ માંથી થોડો સમય ફાળવીશું.આમ કહી રાઘવે તેનો હાથ લંબાવ્યો, નિલ અને વાહીદે પણ તેના પર પોતાનો હાથ મુક્યો.

પીટર આ બધા ની દોસ્તી જોઈ ને રાજી થતો હતો. થોડીવાર પછી બધા પોતાના ટેન્ટ માં સુવા ચાલ્યા ગયા, અને પીટર ક્રુઝ પર આવેલી તેની કેબિન માં, સુતા પહેલા એકવાર પીટરે આખા ક્રુઝ પર અને કિનારે કે જ્યાં ટેન્ટ બાંધ્યા હતા ત્યાં એક નજર ફેરવી.ત્યારબાદ દૂરબીન થી ટાપુ પર નજર ફેરવી,દિવસે મોહક લાગતો ટાપુ અંધારા માં થોડો બિહામણો લાગતો હતો,અને દરિયો પણ તોફાની...

આમ તો પીટર આ પહેલા કેટલાય આઇલેન્ડ પર ગયો હતો, અને આ રીતે રાતે મોડે થી જાગવું કે સવારે વહેલા ઉઠવું એ તેના માટે નવું નહતું,પણ ખબર નહિ કેમ એકાએક જ કોઈ વિચિત્ર લાગણી અત્યારે તેને થતી હતી,
નવી જગ્યા નો ડર તો એને ક્યારેય પણ નહતો છતાં અત્યારે એનું મન અજીબ લાગણી થી ઘેરાઈ ગયું તો પણ તે એ બાબત અવગણી ને સુઈ ગયો.

સવારે રાઘવ વહેલો જાગી ગયો તે પોતાના ટેન્ટ માંથી બહાર આવ્યો,ત્યાંની સવાર ખૂબ જ સુંદર હતી,પુર્વમાંથી નીકળતો સૂર્ય તેની લાલીમાં ચારેકોર ફેલાવી રહ્યો હતો, પક્ષીઓ નો કલરવ વાતાવરણ માં રહેલી શાંતિ નો ભંગ કરતો હતો,દૂર રહેલા ડુંગરા મનોરમ્ય લાગતા હતા.કોણ જાણે કેટલા સમયે આ કુદરત ના ખોળે જીવવાનું મળ્યું !રાઘવ સ્વગત બોલ્યો,ત્યાંજ તેનું ધ્યાન ડેક પર રહેલા પીટર પર ગયું બંને એ એકબીજા ને સ્મિત આપ્યું,રાઘવ ક્રુઝ તરફ આગળ વધ્યો પીટર પણ નીચે ઉતર્યો.

થેંકયું સો મચ પીટર આ જગ્યા ખરેખર ખૂબ જ સુંદર છે
આટલું સ્વચ્છ વાતાવરણ અને મોહક દ્રશ્યો બસ એવું થાય કે અહીં જ રહી જાય.રાઘવે પીટર નો આભાર માનતા કહ્યું.

નો નો મિસ્ટર રાઘવ કોઈ પણ જગ્યા ઘર કરતા વધુ સમય સારી ના લાગે,મને પૂછો મારુ તો ઘર આ ક્રુઝ જ છે, તો પણ ક્યારેક પોતાના જ દરિયા કિનારે આ ક્રુઝ ને લાંધી ને બેસવાનું મન થયા કરે છે.અને પીટરે રાઘવ ને કોફી ધરી.

અરે અહીં તો આપડે બે જ છીએ તો આ ત્રીજો કપ?
રાઘવે પીટર ના હાથ માં કોફી ના ત્રણ કપ જોઈ ને પૂછ્યું.

ઇટ્સ ફોર મી ડિયર ફ્રેન્ડ!!રાઘવે જોયું તેની પાછળ નિલ આવી ને ઉભો હતો.

ઓ..હો તો તું પણ જાગી ગયો ને!

આટલી સુંદર સવાર કેમ ચુકી જવાય?

હા એ તો છે જ!રાઘવે પણ ચોતરફ નજર કરી ને કહ્યું.

પીટર ને પણ આ બંને ભારતીય મીત્રો સાથે મજા આવતી

થોડીવાર માં બધા જાગવા લાગ્યા,બધા એ સવારના નાસ્તા ને ન્યાય આપ્યો અને ફરી એક વહીસલ સંભળાય.

પ્લીઝ દોસ્તો અહીં આવો અને મારી વાત સાંભળો!

પીટરે બધા ને બોલાવ્યા તે કાલ વાળા ઉંચા પથ્થર પર જ
ઉભો હતો.ત્યાંથી તે આજે કઇ તરફ અને કેવી રીતે જવાનું છે તેના સૂચનો આપવાનો હતો.

અત્યાર સુધી ખુબસુરત જણાતો આ ટાપુ હવે શું નવા રંગ બતાવશે?યાત્રીઓ પર એની શું અસર થશે જોઇશું આવતા પ્રકરણ માં....

✍️ આરતી ગેરીયા....