Colors - 6 in Gujarati Fiction Stories by Arti Geriya books and stories PDF | કલર્સ - 6

કલર્સ - 6

અગાઉ આપડે જોયું કે પીટર એક ખૂબ સારો કેપ્ટન છે,
તે બધી સાવચેતી સાથે બધા યાત્રીઓ ને લઈ ને જંગલ માં જાય છે,ત્યાં તેઓ એક એવી જગ્યા એ જાય છે,જ્યાં ની ખૂબસૂરતી જોઈ ને બધા ખુશ થવા કરતા વધુ ડરી જાય છે.હવે આગળ...

પીટર અને રાઘવ ની વાત સાંભળી હવે વાહીદ નું ધ્યાન આ બાબત પર ગયું,તે લોકો સિવાય એક બીજી પણ વ્યક્તિ હતી જેનું ધ્યાન આ બાબત પર હતું અને તે હતો નિલ.તે પણ આ બાબતો થી મુંજાયેલો લાગતો હતો,અને તેની પત્ની જાનવી સાથે આ બાબતે ચર્ચા કરતો હતો.કેમ કે જાનવી પુરાતત્વ વિભાગ માં હતી કયો પથ્થર કેટલો જૂનો છે!કઇ જમીન કેવી છે! એ જાણવું તેના માટે સહેલું હતું.

પણ જો એકાએક આ બધા યાત્રીઓ ને આ વાત જણાવવામાં આવે તો તેમની માનસિક સ્થિતી કેવી થાય એ વિચારી ને પીટરે હાલ ચૂપ રહેવાનું જ નક્કી કર્યું.પણ સાથે તેને એ વાત પણ પરેશાન કરી ગઈ કે બીજા લોકો આ બદલાવ કેમ નથી જોઈ શકતા??

પીટર હજી આ વાત વિચારતો જ હતો કે લિઝા અને નાયરા તેની નજીક આવી ને કાન માં કાંઈક બોલ્યા,શું?પીટર ની આંખો પહોળી થઇ ગઇ અને તે દોડી ને એ વૃક્ષ પાસે આવ્યો જ્યાં નાયરા અને લિઝા થોડીવાર પહેલા હતા.

નાયરા લિઝા અને પીટર ને દોડતા જોઈ વાહીદ અને રાઘવ પણ ત્યાં પહોંચ્યા,તેઓ પણ ત્યાં જઈ ને આશ્ચર્ય માં ગરકાવ થઈ ગયા.

લિઝા અને નાયરા ના હાથ માં એક ફળ હતું જેમાં ફળ નો રંગ નારંગી હતો અને તેમાં એક પાન હતું જેનો રંગ લીલો!!આમ કેમ આટલા બધા વૃક્ષ અને ફળ એ બધા જ બ્લેક એન્ડ વ્હાઇટ કલર માં જ્યારે આ રંગીન આમ કેમ?
તેઓ ના ચેહરા નો ભાવ સમજી ગયા હોય તેમ નાયરા અને લિઝા એ બીજી એક ક્રિયા કરી જે જોઈ ને તો બધા એક ડગલું પાછળ ખસી ગયા.

નાયરા અને લિઝા ના હાથ માં જે ફળ હતું તે પહેલાં નાયરા એ લિઝા ના હાથ માં મૂક્યું તો તે ફળ નો રંગ સામાન્ય બીજા ફળ જેવો કાળો થઈ ગયો અને જેવું લિઝા એ તે નીચે મૂક્યું તો તેના પાન નો રંગ સફેદ!!

પીટર એવું સમજતો હતો કે બીજા યાત્રીઓ ના ધ્યાન માં આ આવ્યું નથી,પણ એવા પણ બીજા લોકો હતા જેના ધ્યાન માં આ રંગફેર ની વાત હતી,પણ દરેક પોતાની અને પોતાની ફેમિલી ની સેફટી ને લઈ ને ચિંતિત હોઈ કોઈ કશું બોલતું નહતું.પણ તેઓ જ્યારે પાછા વળતા હતા ત્યારે રાઘવ ને આ બાબત નો અંદાજ આવી ગયો,કેમ કે તેમાંથી ઘણા ની ચાલ ઝડપી થઈ ગઈ હતી,અને થોડો ગણગણાટ પણ વધી ગયો હતો.

અંતે તેઓ બધા ટેન્ટ પાસે આવી ગયા,અને જ્યારે તેઓ પોતાના ટેન્ટ પાસે આવ્યા ત્યારે..

ત્યારે તેમને જોયું કે જાણે કોઈ તોફાન આવ્યું હોય એમ
સંપૂર્ણ ટેન્ટ ધ્વસ્ત થઈ ગયા હતા,અને ત્યાં રહેલા ક્રુઝ ના મેમ્બર પણ દેખાતા નહતા,પીટર આ જોઈ ને વધુ સતર્ક થઈ ગયો,તેને પોતાની પાસે રહેલા ધારદાર હથિયારો કાઢ્યા.તેને તરત જ રાઘવ તરફ જોયું રાઘવ પણ જાણે એનો ઈશારો સમજી ગયો હોય એમ તરત બધા ને એક સાથે ઉભા રહેવા નું કહ્યું,નિલ અને વાહીદ પણ તેની મદદે આવ્યા.એ બધા એ આસપાસ નજર દોડાવી પણ કોઈ દેખાયું નહિ.એટલે બે ટિમ માં ક્રુઝ મેમ્બર ને શોધવા જાવા નું નક્કી કર્યું.
પીટર અને વાહીદ તથા નિલ અને રાઘવ આમ બે ટિમ માં તેઓ આસપાસ માં ખોવાયેલા ટિમ મેમ્બર ને શોધવા નીકળ્યા,અને અમુક અમેરિકન યાત્રી બીજી તરફ નજીક માં ગયું,નાયરા અને બાકી લેડીઝ ત્યાં બાળકો અને ઓલ્ડ એજ ગ્રૂપ નું ધ્યાન રાખતા હતા અને જે ગ્રૂપ ડાન્સ આલ્બમ માટે આવ્યું હતું તેઓ ટેન્ટ સરખા કરવા રહ્યા.

થોડીવાર પછી પીટર અને રાઘવ ની ટિમ નિરાશા સાથે પાછી ફરી,આ તરફ અમેરિકન ગ્રૂપ ને પણ કશું હાથ ના લાગ્યું,બધા નિરાશા સાથે ત્યાં બેઠા હતા,અને અચાનક એક અવાજ આવ્યો...

બધા એ અવાજ ની દિશા માં જોયું તો એ અવાજ ક્રુઝ પરથી આવતો હતો.જે ટિમ ને અહીં મૂકી ને ગયા હતા એ બધા ત્યાં હતા.પીટર અને રાઘવ દોડી ને તેમને બચાવવા ગયા.

રોન રોન શું થયું?તમે લોકો અહીં!! આ રીતે શું કામ?પીટરે એક શ્વાસે તેમા રહેલા એક ને પૂછ્યું.

રોન લગભગ ત્રીસ વર્ષ નો જુવાન ખલાસી હતો,તે ક્રુઝ ની મુખ્ય કેબિન માં એક ખૂણે લપાઈ ને બેઠો હતો,તેનો ચહેરો પીળો પડી ગયો હતો,ડર ના લીધે તે ધ્રૂજતો હતો,જાણે તેને ભૂત જોઈ લીધું હોય.

પીટરે તેને સવાલ પૂછ્યો એટલે તે પીટર સામે બાધા ની જેમ જોવા લાગ્યો.જેવો પીટરે તેને ખભે થી પકડી હલબલાવ્યો એટલે તે જાણે ભાન માં આવ્યો હોય એમ ત્યાંથી દોટ મૂકી ને ભાગ્યો અને બહાર એક ટેન્ટ માં બેસી ગયો.તેની આવી દશા થી બધા ડરી ગયા.રાઘવે પીટર ને ઈશારો કર્યો એટલે પીટર રોન પાસે ગયો અને રાઘવે બીજા લોકો ને ધીમે ધીમે બહાર કાઢ્યા.બધા ખૂબ જ ડરેલા હતા બીક ના લીધે તેમના ચહેરા સફેદ થઈ ગયા હતા.

જ્યાં સુધી રાઘવ બધા ને બહાર લાવ્યો,ત્યાં સુધી પીટરે રોન ને પાણી આપ્યું અને તેને સાંત્વના આપી,તેને શાંત કર્યો અને ત્યારબાદ પૂછ્યું કે થયું હતું શુ?બધા ની નજર પીટર અને રોન તરફ હતી.

એક જગ્યા ને છોડી ને આખા જંગલ માં હરિયાળી આવું કેમ?શું તે કોઈ ખતરા ની નિશાની છે?રોન અને ક્રુઝ પર રહેલા બીજા ટિમ મેમ્બરે શું જોયું હશે?શુ થશે હવે પીટર અને બધા યાત્રીઓ નું?શું તેઓ સહી સલામત ઘરે
પહોંચી શકશે?કે પછી....જોઈશું આવતા અંક માં...

✍️ આરતી ગેરીયા...

Rate & Review

Darshana Jambusaria
Parash Dhulia

Parash Dhulia 9 months ago

Sonal Gandhi

Sonal Gandhi 10 months ago

Jaydeep R Shah

Jaydeep R Shah 10 months ago

yogesh dubal

yogesh dubal 10 months ago