Colors - 11 books and stories free download online pdf in Gujarati

કલર્સ - 11

અગાઉ આપડે જોયું કે પીટર ધોધ વળી જગ્યા એ ફરી જાય છે,અને ત્યાં ના બંધારણ વિશે નવું જાણવા મળે છે. વાહિદ જે ટેકરી પર ગયો ત્યાં પણ બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્ર હોઈ એવું જ બંધારણ છે.હવે આગળ...

આ તરફ વાહીદ અને રોન તે નાની ટેકરી પરથી નીચે ઉતરવા લાગ્યા,નીચે રોઝે અને બીજા મેમ્બરે તેમને હેમખેમ ફરેલા જોઈ શાંતિ અનુભવી.બધા ઉપર શુ હતું એ પૂછવા
લાગ્યા.

પણ જ્યારે તેમને વાહીદ અને રોન ની વાત સાંભળી તે તેઓ બધા મુંજાઈ ગયા,અને બધા ને એવું લાગ્યું કે કોઈ પ્રશ્ન નો જવાબ તો ના મળ્યો પણ એક નવો પ્રશ્ન ઉદભવી ગયો!હવે કરવું શું?પણ ત્યારે વાહીદે બધા ને સાંજ પડવા આવી હોય અત્યારે પાછા ફરવુ યોગ્ય છે તેમ કહ્યું.અને બધા એ તેની વાત અનુસરી.

અલગ અલગ દિશા માં ગયેલી બધી ટીમે સાંજ પડતા જ પરત ફરવાનું નક્કી કર્યું હતું,કોઈ પણ જરૂરી કડી હાથ લાગે તો એકબીજા સાથે વાત કરી ને પછી જ આગળ વધવાનો પીટર નો નિર્ણય બધા એ વધાવ્યો હતો.

અહીં ટેન્ટ માં નાયરા,લિઝા અને બાકી ના લોકો સાંજ પડવાની અને બધા ના પરત ફરવાની રાહ જોતા હતા,સૂર્ય ડૂબવાની તૈયારી માં હતો,અત્યાર સુધી એક સરખા લાગતા આકાશ માં હવે લાલ કેસરી અને ગુલાબી રંગ ની આભા વર્તાઈ રહી હતી,કાળા વાદળો તેમાં કોઈ પચરંગી સાડી ની ભાત જેવા શોભતા હતા,એક નજરે જોતા આકાશ માં નારંગી રંગ નો ગોળો ધીમે ધીમે જમીનદોસ્ત થતો લાગતો હતો,જેવો એ અર્ધો જમીન માં ચાલ્યો ગયો,આકાશે પાછું પોતાનું રૂપ બદલ્યું,આકાશ માં કાળી અને સોનેરી ભાત દેખાવા લાગી.

નાયરા બેઠી બેઠી કુદરત ના આ નિત્યક્રમ ની મજા માણી રહી હતી,અને અચાનક જ ...

હેલ્પ....હેલ્પ...

નાયરા એ અવાઝ તરફ જોયું તો મિસ્ટર જોર્જ નો નાનો પુત્ર સમુદ્ર કિનારે રમતો રમતો આગળ ચાલ્યો ગયો હતો,તે
સમુદ્ર ના પાણી માં ગરકાવ થવા લાગ્યો હતો,અને બહાર ઉભા બીજા બાળકો ચીસો પાડી રહ્યા હતા.

નાયરા એ એક ક્ષણ પણ ગુમાવ્યા વિના સીધું પાણી માં ઝંપલાવ્યું,લિઝા અને બીજા બધા તરત જ આ અવાઝ સાંભળી ત્યાં આવ્યા,અને નાયરા તે બાળક ને બચાવી ને બહાર લાવી.

બધા એ નાયરા ની બહાદુરી ને તાળીઓ થી બિરદાવી.
સમુદ્ર નું પાણી વધુ તોફાની નહતું,પણ આ સમયે થોડું જોખમકારક ખરું.જો કે લિઝા તો જાણતી જ હતી કે નાયરા એક સારી સ્વિમર છે,અને આજે બધા એ જોયું પણ.જો નાયરા સમયસર ના પહોંચી હોત તો શું થઈ જાત એ કલ્પના કરવી પણ અઘરી છે.લિઝા એ તે બાળક ના કપડાં બદલ્યા અને બીજી વાર ત્યાં ના જવા સૂચના આપી.

હવે બધા એક સાથે બેસી બધી ટિમ ના આવવાની રાહ જોવા લાગ્યા.સહુથી પહેલા મિસ્ટર જોર્જ ની ટિમ પરત ફરી,બીજી ટિમ ને ના જોતા તેઓ થોડા ચિંતા કરવા લાગ્યા,પણ થોડી જ વાર માં પિટર અને નિલ તેની ટિમ સાથે પરત ફર્યા,બે ટિમ ને આવેલા જોઈ બધા ને બીજી બે ટિમ પાછી આવે એની વધુ ઉતાવળ થવા લાગી,કેમ કે પીટર ને છોડી ને બાકી ની ત્રણેય ટિમ નવા અને અજાણ્યા રસ્તા પર ગઈ હતી.જો કે એક ટિમ તો પરત આવી ગઈ પણ બીજી બે...

પીટર પણ વાહીદ અને રાઘવ ની ટિમ ની રાહ માં ચિંતા માં સરી ગયો,તે મન માં વિચારતો હતો કે મારા બંને મિત્રો
કોઈ મુસીબત માં તો નહીં હોય ને!!જો કે નિલ તેને હિંમત આપતો રહેતો,કેમ કે સાંજ સુધી માં બધા પાછા આવી જ જવાના હતા તો પણ...પીટર નું મન અનેક ગણુ ઝડપે ભાગતું હતું.લગભગ કલાક પછી વાહીદ અને રોન તેની ટિમ સાથે દેખાયા,પીટરે દોડી ને તેમનું સ્વાગત કર્યું.તે વાહીદ અને તેની ટિમ ને જોઈ ને જરા ભાવુક પણ થઈ ગયો,છતાં પોતાના મન પર કાબુ મેળવી અને બધા ની સલામતી વિશે પૂછ્યું.

ત્રણેય ટિમ ના સભ્યો એ એકબીજા ની સલામતી વિશે પૂછ્યું,ત્યાં હાજર રહેલા બીજા યાત્રીઓ પણ તેમને હેમખેમ પરત ફરેલા જોઈ આનંદિત થઈ ગયા,પરંતુ હજી રાઘવ ની ટિમ બાકી હતી.અંધકાર વધવા લાગ્યો હતો,જંગલ આમ પણ રાતે ડરામણું જ લાગતું ,હવે તો વાતાવરણ માં ખૂબ જ શાંતિ હોઈ,તમારા અને ટીડળા ના અવાજ વધવા લાગ્યા હતા,દૂર ક્યાંક અને આ પરિસ્થિતિ માં વાતાવરણ વધુ ડરામણું બનતું જતું હતું. રાઘવ ની ટિમ ની ગેરહાજરી બધા ના મન માં શંકા ઉત્તપન્ન કરતા હતા.

નાયરા અને તેના બાળકો રાઘવ ની ચિંતા કરતા હતા, અને બાળકો તો રડવા પણ લાગ્યા હતા.લિઝા અને બાકી ના બધા તેમને હિંમત આપતા હતા,વાહીદ બંને બાળકો ને તથા બીજા બધા બાળકો ને પ્રેમથી સમજાવી ને રમાડતો હતો,જો કે અંદરથી પોતાના મિત્ર ની યાદ તેને દુઃખી કરતી હતી.કાંઈક અશુભ થવાની શંકા વારેવારે તેના મન ને ઘેરી વળતી.

બધા એ પોતાના સફર માં થયેલા સારા ખરાબ અનુભવો
યાદ આવી જતા,અને રાઘવ ની ટિમ ની સલામતી માટે બધા પ્રાર્થના કરતા હતા.રહી રહી ને પીટર પણ મૂંઝાવા લાગ્યો કે હવે શું થશે?જો રાઘવ પરત નહિ ફરે તો??
જો કાઈ અનહોની થઈ ગઈ તો??

બધા આવી ચિંતા માં જ હતા,ત્યાં જ અચાનક દૂરથી કોઈ સળવળાટ સંભળાયો.બધા ના કાન સરવા થયાં,બધા એકબીજા ની નજીક આવી ગયા,ત્યાં કોઈ તેજ પ્રકાશ દેખાયો,તેની પાછળ કોઈ આવતું હોય તેવું લાગ્યું,જે જગ્યા એ ટેન્ટ બાંધેલા હતા ત્યાં તો ખૂબ જ લાઈટ હતી,એટલે બધા ને આ અજ્વાળા પાછળ ના ચેહરા દેખાતા નહતા.ધીમે ધીમે તે નજીક આવતા ગયા...

શું પીટર ની ચિંતા રાઘવ માટે વ્યાજબી છે?શુ રાઘવ ખરેખર કોઈ મુસીબત મા ફસાઈ ગયો છે?આવનાર આગંતુક કોણ હશે?જોઈશું આવતા અંક માં....


✍️ આરતી ગેરીયા....