EXPRESSION - 3 books and stories free download online pdf in Gujarati

અભિવ્યક્તિ.. - 3

અહેસાસ,..


પ્રેમ થવાની કોઈ ઉંમર હોતી નથી  .. સોળ વર્ષે પણ થઇ શકે ચાલીસે પણ થઇ શકે  ...

કોઈ સમય નથી હોતો..  પરણ્યા પહેલા પણ થઇ શકે  .. પરણ્યા પછી પણ થઇ શકે ...

કોઈ ક્લાસ નથી હોતો,.. દોલતમંદ ને પણ થઇ શકે,.. ગરીબને પણ થઇ શકે,.. 

કોઈ પાત્ર નથી હોતું,.. આમિર સાથે પણ થઇ શકે,.. ફકીર સાથે પણ થઇ શકે 

 
ખબર કેમની પડે કે એ થયો ? ? થાય ત્યારની ફીલિંગ્સ શું હોય,.. ??? 

 
તો બસ,

કોઈ પણ ઉમર માં ટીન-એજર  જેવી ફીલિંગ્સ 


ખબર ના પડે - આ સાચો સમય ગણાય કે નહિ 

ખબર ના પડે - આ સાચી ઉંમર ગણાય કે નહિ 

ખબર ના પડે કે પ્રેમની સાચી રીત કઈ કહેવાય 

 
કોઈ વાત ની ખબર ના પડે - 

ખુશી મળશે કે તકલીફ,..

શોભશે કે નહિ 

ઇમેજ નું શું થશે


આ પ્રેમ કઈ દિશામાં લઇ જશે 

જેને પ્રેમ કરીએ એને કહી શકાશે કે નહિ 

કઈ જ ખબર ના પડે,.. પહેલી વાર કન્ફ્યુઝન ના મોડ ઉપરથી દિલ પાછું ના ફરે 

 જેની સાથે થાય એની લાયકાત પણ દેખાય નહિ

દિલ કેમ બેકાબુ અને મજબુર બને - એ પણ સમજાય નહિ 

 

કઈ પરિસ્થિતિમાં આ ઈમોશન વહી રહ્યા છે  

આ પ્રેમ થી જીવનમાં શું શું ફરક આવશે

આ પ્રેમ ની કદર થશે કે નહિ

જવાબો હોય કે ના હોય - સવાલ જ સમજાય નહિ  


પ્રેમ સિવાય કોઈ બીજી વાતનો અહેસાસ જ થાય નહિ 

પ્રેમ સિવાય કોઈ બીજી વાત દિલથી દોહરાવાય  નહિ  

રોમ રોમ માં ફરતા રક્તમાંથી એ યાદ અવગણાય નહિ 

મન માત્ર એટલું જ બોલે કે - 

એને હોય કે ના હોય,  હવે મને પ્રેમ બીજે ક્યાંય થાય નહિ. 

 
બસ,સ્પષ્ટ સમજાવા લાગે કે - 

નિર્દોષ અને સુંદર હોય છે પ્રેમ 

પામવાની આશા વિનાનો પ્રેમ  

આપવાની ઝંખના સાથેનો પ્રેમ...


અચાનક થઇ ગયેલો પ્રેમ 

અજાણતા થઇ ગયેલો પ્રેમ 

કોઈ પણ પ્લાન વગરનો પ્રેમ

શતરંજમાં જીતથી મળતી ખુશી જેવો પ્રેમ 

ગરીબની લૉટરી જેવો પ્રેમ 

 
શું નથી હોતું ઇન્સાન પાસે ? બધું જ તો હોય છે  .. 

જે ઇચ્છયું કે વિચાર્યું નહોય, -  ઈશ્વર નું આપેલું એ પણ હોય છે 


પૂર્ણ અને સ્વસ્થ પરિવાર હોય છે 

જરૂર જેટલી દોલત હોય છે 

સારી job હોય છે 

સમાજ માં પ્રતિષ્ઠા હોય છે 

સોસાયટી માં નામ હોય છે 

હંમેશા સાથે હોય એવા સાચા મિત્રો પણ હોય છે

તોયે 

શરીરની અંદરથી ઊંડી ગહેરાઈમાંથી 

દરિયાના મોજાની જેમ ઉછાળા મારીને 

કિનારેથી બધું જ પોતાની અંદર ખેંચીને લઇ આવવા જેટલો તીવ્ર આ પ્રેમ     

કોઈપણ ઉંમરમાં  ટીન-એજર જેવી ફીલિંગ્સ વારેવારે લાવતો પ્રેમ   

 
લગ્ન કરવાના હોય તો જીવન ના પ્લાન થાય છે 

નોર્મલ કરતા હોય એવા  કેલ્કયુલેશન થાય છે - 

પોતે કેટલા સૅટલ છે ને પરિવાર માં કોણ છે   

જવાબદારી કેટલી છે એવાત ને જોવાય છે  

કોઈ ખરાબ આદતો તો નથી ને - એની વિગતો લેવાય છે 

પણ પ્રેમ થાય જો ક્યાંય અગર તો બધી જ સુઝબુઝ ભુલાઈ જાય છે...


પ્રેમમાં એનીમેળે બધું જ આપોઆપ થાય છે  ...  

પહેલી વાર આવા અનુભવ પ્રેમ થતા થાય છે  

પ્રેમમાં આંધળા જ નહિ - બહેરા, મૂંગા પણ થઇ જવાય છે 

બસ, એ સમજાતું નથી કે - કેમનું કૉમા માં જતું રહેવાય છે  ...


એનો જ ચહેરો હર ચહેરામાં વારંવાર દેખાય છે 

જે એની તરફ ખેંચ્યા કરે એવું આકર્ષણ થાય છે 

એની વાતોથી એની યાદોથી - મનમાં એવું થાય છે 

ક્યુ બહાનું શોધી નાખું - હવે ના રહેવાય છે 

બસ, એ સમજાતું નથી હોતું કે - એવું કેમ થાય છે ...

 

કદાચ એની સમજણ અને સમજાવવાની કળા ગમી જાય છે ... 

કદાચ એની બોલતી આંખો દિલમાં ઉતરી જાય છે  

કદાચ એની કાર્યક્ષમતા અને સુઝબુઝ ગમી જાય છે 

વાત કરવાનો પ્રેમાળ અંદાજ, દિલમાં ઉતરી જાય છે 

દરેક ઉપર હાવી થતો પ્રભાવ ગમી જાય છે  

કે પછી એની ડ્રેસિંગ સેન્સ ઉપર દિલ આવી જાય છે 

કોઈ એક વાત આપણા મનમાં એવી ટ્રીગર કરી જાય છે અને આકર્ષણ સર્જાય છે 

બીજી બધી જ વાતો આપોઆપ ગમવા લાગતી જાય છે 

એ જે કરે એ જ કામ, કરવાનું મન થાય છે 

જેમની આસપાસ એ રહે ત્યાં રહેવાનું મન થાય છે,.. 

કદાચ એનું પરફ્યુમ, એની મહેંક આંજી જાય છે,..

ઈન શોર્ટ, એના સુધી પહોંચવું એ જ ટાર્ગેટ બની જાય છે,.. 

 

બસ, એ સમજાતું નથી હોતું કે - એવું કેમ થાય છે ...

 

કોઈ મીઠું એવું રિલેશન બંધાય છે  ... 

હર એક સબંધ માત્ર એનામાં જ દેખાય છે 

પિતા ની જેમ માથે હાથ મૂકે એવી ઈચ્છા જાગી જાય છે 

માં ની  જેમ વાત સમજાવે એ આશા બંધાય છે ..

ભાઈ ની જેમ ગુસ્સો કરે, એવી ઈચ્છા થાય છે  

બહેન જેવા હક જતાવે એવું મનમાં થાય છે  

દીકરી ની જેમ સવાલ કરશે - મન ક્યારેક મૂંઝાય છે 

દીકરા ની જેમ જીદ પણ કરશે - થોડું સાંત્વન પણ અપાય છે  .. 

મિત્રો જેવા સાથ આપે - એવું મનમાં થાય છે 

પણ જે કરે તે એ જ કરે , દિલમાં લાલચ બંધાય છે 

 

બસ, એ સમજાતું નથી હોતું કે - એવું કેમ થાય છે ...


અરે,.. એટલું જ નહિ, 

એક ગુરુ ની જેમ જ્ઞાન આપે - એવું પણ થાય છે 

અને એના દિલમાં સ્થાન આપે - એવું પણ થાય છે 

એ એક માત્ર વ્યક્તિ છે  આંખ બંધ કરી કહેવાય છે 

ગલત હોઈશ કે સાચી હોઈશ એના સાથ ની આશા થાય છે 

 

ખાતરી થી એમ કહી શકાય કે 

એના માટેની ફીલિંગ્સ બધી હળવેથી વધતી જાય છે 

પ્રેમનો એ ગ્રાફ સદાયે ઉપર ચઢતો જાય છે 

એના પ્રત્યે આકર્ષણ દિનરાત વધતું જાય છે 

અજાણતાંજ દિલમાં એનો સ્નેહ સ્થાપિત થાય છે 

 

પસંદ નાપસંદ બન્નેની વચમાં રોજ રોજ વહેંચાય છે 

પરિચય પરિવારનો અને લાગણીઓ શેર થાય છે  

કામ-કાજની ડીટેલ સાથે દિનચર્યા ચર્ચાય છે -

જોક મ્યુઝિક ભૂતકાળ ભાવિની ઈચ્છાઓ થાય છે  

જિંદગી ના સેવેલા સપના સાથે સલાહ-સૂચન અપાય છે 

ડેઇલી આવતી અડચણો અને ખુશી ની આપ-લે થાય છે 

તકલીફ વહેંચો તો હર શબ્દ સાથે ફીલિંગ્સ વધતી જાય છે 

 

બસ, એ સમજાતું નથી હોતું કે - એવું કેમ થાય છે ... 

 

મન હવે કાબુમાં નથી 

દિલ પર દબાણ નથી

તમન્ના અકારણ નથી 

તરસ બેવજહ નથી 

 

એકસરખા અહેસાસ બેયને એકસાથે જ થાય છે

પ્રેમની હૂંફ આવી જ હોય એવો અહેસાસ થાય છે 

સૂરજનો ધખધખતો તાપ ચાંદની જણાય છે 

બગીચાની બેન્ચ પણ AC સમી વર્તાય છે 

છત ઉપર જઈ ચિલ્લાવાની આરઝૂ ઉભરાય છે 

પ્રેમનો પ્રચાર કરવા દિલ જ્વાળામુખી થાય છે 

 

એનું જિંદગીમાં હોવું સર્વસ્વ થઇ જાય છે 

કોઈના શીખવાડ્યાં વિના પણ પ્રેમ આવડી જાય છે ..