EXPRESSION - 10 in Gujarati Fiction Stories by ADRIL books and stories PDF | અભિવ્યક્તિ.. - 10 - તારી ગેર હાજરી 

અભિવ્યક્તિ.. - 10 - તારી ગેર હાજરી 

આને નફરત છે મારાથી અને એ મને પ્રેમ કરે છે, 

આને યકીન નથી મારા પર અને એ વિશ્વાસ કરે છે 

સબંધ નું શું કહેવું મારે, બન્ને એક્સરખાજ છે પણ 

આ મળવા નથી ઇચ્છતા અને એ ઇન્તજાર કરે છે.   

 

~~ તારી ગેર હાજરી ~~ 

 

એક પણ ક્ષણ ખાલી નથી - ભરી છે તારી યાદ થી, 

હાજર છે ગેર હાજરી તારી,...  બસ તારા અહેસાસથી

 

મારા ઘરનો દરવાજો ખોલતા જ તું અંદર આવ્યો હતો, 

મને અનિમેષ જોતા જોતા જ પગની પાછલી ઠોકરથી દરવાજો બંધ કર્યો હતો, 

જૂતાએ ઉતાર્યા વિના બંધ બારણે મારી પીઠ પાછળ હાથ તારો સરકાવ્યો હતો

 

દીવારને ટેકે સ્થિર થઈ ને હું તને જોઈ રહી હતી  

તારા ડાબા હાથની આંગળીઓ  મારા જમણા હાથ ની આંગળીઓમાં  ફસાઈ હતી 

મારી બન્ને આંખો તારી આંખોને એક સવાલ કરતી હતી   

નજર ઝુકાવ્યાં વિના તારી નજર આપણી સીમાઓ સ્પષ્ટ કરતી હતી

તારી લક્ષમણ રેખા ના વર્તુળથી મારી આંખોને તે પલાળી હતી .. 

ક્ષણ ના પણ વિલંબ વિના તે મને તારી નજરો માં કેદ કરી હતી  

ખુલ્લી બારીમાંથી પ્રચંડ હવા ઘરમાં દાખલ થઈ હતી 

તારા જમણા હાથ થી ચહેરા ઉપર આવી ગયેલી  મારા વાળની લટને તે હટાવી હતી...

       

તારા સ્પર્શથી મારા હાથમાં ફસાયેલી તારી આંગળીઓને મજબૂતીથી મેં દબાવી હતી  

એડી ઉપર ઊંચી થઈને મારા હોઠને હું તારા ચહેરા ની નજીક લાવી હતી  

એક ઉમ્મીદથી મારી આંખોએ હજાર આશાઓ છલકાવી હતી 

 

પણ મારા હોઠ ઉપર થોભવાને બદલે, તું આગળ નીકળી ગયો , 

મારા હોઠ ને પસાર કરી તારા હોઠને મારા કાન સુધી લઇ ગયો 

મારા ખભા પર બે આંસુ સરકાવી મને અડ્યા વિના તું સ્પર્શી ગયો 

અને મોહમ્મદ રફીના ગીત ની જેમ પાંચ શબ્દોમાં તું એમ કહી ગયો  

કે - 

"તારા વિના નહિ જીવી શકૂં "

 

દીવાર ઉપર કપાળ ટેકવી સમજાવેલી વાત થી  

તારા કહેલા એ પાંચ શબ્દોના મધુર એવા રણકારથી, 

એક પણ ક્ષણ ખાલી નથી ભરી છે તારી યાદ થી, 

હાજર છે ગેર હાજરી તારી બસ તારા અહેસાસથી

 

**

 

રોજની જેમ,આજે વર્ષો પછી,

 

તારી સ્ક્રીન ઉપર એક નામ સાથે તે સર્ચ બટન દબાવ્યું હતું  

ભીની આંખે તારી સ્ક્રીન પર એ જ નામ આવ્યું હતું  

કોણ જાણે કેમ મારાથી અજાણતાંજ બફાયું હતું  ..

પણ તારું આપેલું નામ આજે તારે કામ આવ્યું હતું  

બરફની જેમ વર્ષો સુધી જે મુરઝાઈને થીજ્યું હતું

એ આઠ વર્ષે તારા દિલમાં ઉમ્મીદ નું ફૂલ ખીલ્યું હતું  

 

ધડ્કનોની રફ્તાર ઓચિંતી તેજ થઇ હતી  

જાણીતી શૈલી માં મારા ઘરની ડૉરબેલ વર્ષો પછી રણકી હતી  

અચાનક ચોંકીને આંખો જયારે પહોળી થઇ હતી  

ગતિ મારા મારા બન્ને પગની સ્થિર થઈને થંભી હતી  

હથેળીઓની ચૂંદડી મારા અધર પરથી સરકી હતી    

હૈયા ઉપર મારા હાથની સવારી અટકી હતી  

સવાલોની આંધી મનમાં વંટોળ બની વરસી હતી 

વાવાઝોડાની જેમ આખા શરીર માં રક્ત બની ફરતી હતી     

 

સત્ય છે કે ભ્રમ સમજવા દિલ મારુ મજબૂર હતું   

ડરતા ડરતા ઘરનું દ્વાર મેં હળવેથી ખોલ્યું હતું    

એક તારા દીદારથી જાણે સૂર સંગીત સજ્યું હતું  

ચીસો પાડી મૌન આપણું વાર્તાલાપ કરતુ હતું  

કે - 

તારા વિના શરીર મારુ લાશ બની જીવતું હતું  

 

મારા ઘરને દ્વારે તારા હોવાના અહેસાસથી 

પાતાળમાંથી શોધી નાખીશ - તારી કહેલી વાતથી   

એક પણ ક્ષણ ખાલી નહોતી ભરી'તી તારી યાદ થી, 

હાજર હતી ગેર હાજરી તારી બસ તારા અહેસાસથી

 

~~~~~~~ 

 

"સિંગલ છું તું હજી સુધી ?' - મારા એક સવાલ થી 

ફૂલો આપીને રડાઈ ગયું - તારી પણ બે આંખથી

એકલતાની તોડી નાખેલી શોકભરી દીવારથી 

શરુ કર્યું તેં તારા નિબંધ જેવા જવાબથી  

 

ગુલશન ને ફરિયાદ હતી - ફૂલોના વ્યાપારથી

નજર સામે ખોવાઈ ગયેલા - તારા સમાચાર થી   

હવા પણ નારાજ હતી - એક તારી પ્યાસ થી   

ઊર્મિઓ ઉદાસ હતી - છૂટી ગયેલા સાથ થી 

આંસુ દ્વારા વાતો કરતી મારી બન્ને આંખ થી 

વીતી ગયેલી વાતથી તારા હોવાના અહેસાસથી   

  

ધડકનો ના ખુદની સાથે અજનબી વ્યવહારથી  

લેતો હતો હું નામ તારું દરેક મારા શ્વાસ થી 

તન્હાઇ માં નીંદ લઈને ઉડી ગયેલી રાત થી 

પૂનમ ની રાત માં - ચાંદ નીરખતા ચાંદથી

 

મારી પણ ક્ષણ ખાલી નહોતી ભરી'તી તારી યાદ થી, 

હાજર હતી ગેર હાજરી તારી બસ તારા અહેસાસથી

Rate & Review

Be the first to write a Review!