Colors - 14 in Gujarati Fiction Stories by Arti Geriya books and stories PDF | કલર્સ - 14

કલર્સ - 14

રાઘવ ને થયેલો વિચિત્ર અનુભવ બધા ના મન માં અહીંથી નીકળવાની એક આશા જગાડે છે,પીટર ને યાત્રીઓ ની સલામતી ની ચિંતા ને લીધે ઊંઘ નથી આવતી અને નાયરા સાથે તે સમુદ્ર કિનારે બેસે છે...હવે આગળ...

આટલા યાત્રીઓ ની સલામતી નો સવાલ છે ઊંઘ કેમ આવે!પીટર ના ચેહરા પર સ્પષ્ટ નિરાશા હતી.

ઉદાસ નહિ થાવ કેપ્ટન કેમ કે આમાં તમારો કોઈ જ વાંક નથી,અમારી કિસ્મત જ અમને અહીં લઈ આવી છે,
અને અમારી કિસ્મત માં હશે તો અમે અહીંથી પાછા પણ જઈશું.

નાયરા ના હકારાત્મક વિચાર સાંભળી ને પીટર નું મન થોડું શાંત થયું.પણ હજી આગળ શું કરવું એ પ્રશ્ન તો ઉભો જ હતો.થોડીવાર પછી બંને થોડી વાત કરી ને પોતપોતાના ટેન્ટ તરફ વળ્યા.હવે બીજી ટિમ નો વારો હતો...

નવ માસ સુધી ઉભરાતા ઉદર ને જોઈ ને એનું સ્વરૂપ કળી ના શકાય,એ જ રીતે સમય ન ગર્ભ માં શું છુપાયું છે એ જાણી ના શકાય.ક્યારે શુ થવાનું છે એ ફક્ત અને ફક્ત
તમારી નિયતિ જ નક્કી કરે છે.અને એટલે જ આટલું સમર્થ વિજ્ઞાન હોવા છતાં મનુષ્ય પ્રકૃતિ પાસે પાંગળો છે.

પીટરે દરેક પાસા જોઈ તપાસી ને આયોજન કરેલું,આજ સુધી ના બધા જ અનુભવ નો નિચોડ,છતાં આટલું અચરજ એને આજ સુધી ક્યારેય ના જોયું ના અનુભવ્યું.
એનું મન સતત વિચારો ના વમળ માં ફસાયેલું હતું,માંડ માંડ મળસ્કે એની આંખ મીંચાણી.


અચાનક બહાર થી આવતા અવાજ થી પીટર ની આંખ ઉઘડી ગઈ,જો કે શરીર કે આંખ બંને માંથી કોઈ તેને સાથ આપતું નહતું,કેમ કે કાલ આખા દિવસ ની દોડધામ અને મોડે સુધી નો ઉજાગરો.છતાં પણ તે એક જ ઝાટકે શરીર માંથી આળસ ખંખેરી ને ઉભો થયો.

બહાર લગભગ બધા જ યાત્રીઓ જાગી ચુક્યા હતા, બાળકો તેની ધૂન માં મસ્ત હતા,વડીલો ના ચેહરા થોડા ઉદાસ હતા,વાહીદ નાયરા ને લિઝા કોઈ કામ કરતા હતા, પરંતુ નિલ જાનવી અને રાઘવ ક્યાં?પીટરે પોતાને જ પ્રશ્ન કર્યો.એ તરત જ નિલ ના ટેન્ટ તરફ ગયો,ટેન્ટ ખાલી હતો.

હેલ્લો કેપ્ટન!પીટરે પાછળ ફરી ને જોયુ તે રાઘવ નો અવાજ હતો.

ઓ હેલ્લો રાઘવ હું તમને જ શોધતો હતો.

મને! કેમ?રાઘવે આશ્ચર્યસહ પૂછ્યું.

અરે બધા જ યાત્રીઓ અહીં છે અને તમે દેખાયા નહિ એ માટે.પીટરે હસી ને જવાબ વાળ્યો.

હા હું નિલ અને જાનવી સાથે કાલે વાહીદ ને મળેલા કલરફુલ પથ્થર અને મેં જોયેલા વૃક્ષ વિશે ચર્ચા કરતો હતો
આ આઇલેન્ડ પર ઘણી વસ્તુ અજીબ છે અને ઘણી નવીન પણ.

પરંતુ મને એ સમજાતું નથી કે આવડા મોટા જંગલ માં ફક્ત બે જગ્યા રંગવિહીન કેમ?અને કોઈ કોઈ ફળ પર હાથ લગાવવાથી એ કલર કેમ બદલે છે?રાઘવે પીટર ને પોતાની મન મૂંઝવણ કહી.

એક મિનિટ! અચાનક પીટર ઉભો થઇ ને તેના ટેન્ટ તરફ દોડ્યો,તે પાછો આવ્યો ત્યારે તેના હાથ માં એક બેગ હતી,તેને દૂર ઉભેલા વાહીદ ને પણ કંઇક ઈશારો કર્યો અને તે પણ પોતાના ટેન્ટ માં ગયો.પીટરે બધા ને વહીસલ મારી એક જગ્યા એ બોલાવ્યા.

પીટર ની વહીસલ સાંભળી બધા જ એક સર્કલ માં ગોઠવાઈ ગયા,પીટર વચ્ચે ઉભો રહી ગયો,તેને પોતાની પાસે રહેલી બેગ માં હાથ નાખી તેમાંથી કશુંક કાઢ્યું.તે થોડા કાળા રંગ ના ફળ હતા,જે ધોધ પાસે ની જગ્યા એ થી તે લઈ આવ્યો હતો.એ સાથે જ વાહીદ પણ એક નાની બેગ લઇ આવ્યો હતો,અને તેમાં પણ તેમને ટેકરી પર મળેલા ફ્રુટ હતા.

હવે વાહીદ અને પીટરે એક એક કરી ને બધા ના હાથ માં તે ફ્રુટ લેવાનું કહ્યું,બધા એ તેમ કર્યું પણ કોઈ જ ફેરફાર દેખાયો નહિ,ત્યારબાદ નિલ અને જાનવી એ તે ફળ હાથ માં લીધું,અને તરત જ કલર બદલ્યો.બધા આ જોઈ ને આશ્ચર્ય પામ્યા.

પીટરે હવે બધા ને આજ રીતે બે બે લોકો ને ફળ હાથ માં લેવાનું કહ્યું.અને બધા એ વાત માં હામી ભરી.અને એ રીતે બધા એ કર્યું,પણ કોઈ જ ફરક થયો નહિ,પરંતુ નિલ અને જાનવી ના હાથ માં આવતા જ તરત જ ફરક દેખાયો.આ જોઈ નાયરા અને લિઝા એ પણ એ ફળ હાથ માં લઇ ને જોયું,પરંતુ આ વખતે કશો ફરક ના થયો.

વાહીદ જે ટેકરી પરથી ફળ લાવ્યો હતો તે પણ બધા એ આમ જ ચકાસ્યા,પરંતુ ખાસ કોઈ પરિણામ આવ્યું નહિ.

હવે બધા આગળ શું કરવું એની ચર્ચા કરવા લાગ્યા.

આપડે એવું કરીએ તો કે કાલે જે તરફ ગયા હતા,એનાથી અલગ દિશા માં આજે જઈએ?વિલી બોલ્યો

પરંતુ આપડે આપડી રીતે આ ચાર ટિમ થી લગભગ બધી દિશા તપાસી લીધી છે!પીટરે ઉત્તર વાળ્યો.

પણ એક વાત વિચારવા જેવી છે કે જંગલ ના અમુક અમુક ભાગ મા જ કોઈ ચોક્કસ જગ્યાઓ મા જ આ જાદુ કે અચરજ છે.એટલે નક્કી અહીંથી નીકળવાનો રસ્તો પણ તેમાં જ ક્યાંક છુપાયેલો હશે.નિલે કહ્યું.

બધા એ તેની વાત માં હામી ભરી.પણ કયો રસ્તો એ હજી ગૂઢ રહસ્ય હતું.અંતે એવું નક્કી થયું કે જે જગ્યા એ વાહીદ અને રાઘવ કાલે ગયા હતા,એ જગ્યા એ ફરી જાવું
અને આ વખતે ત્યાં વાહીદ ની સાથે પીટર અને રાઘવ ની સાથે નિલ,એમ ચાર ટિમ બે માં પરિવર્તિત થઈ ને જશે.

બંને ટિમો તૈયાર થઈ ને પોતાના રસ્તે રવાના થઈ, જાનવી આ વખતે કોઈ સાથે ગઈ નહતી.તે પણ નાયરા અને લિઝા સાથે ટેન્ટ પાસે રોકાઈ હતી.

શું રંગ લાવશે એ બેરંગ જગ્યાઓ જ્યારે બધા ત્યાં જશે?શુ ખરેખર કોઈ રસ્તો નીકળશે કે પછી નવી જ પહેલી લઈ ને આવશે આ રસ્તાઓ...


✍️ આરતી ગેરીયા....

Rate & Review

Darshana Jambusaria
Parash Dhulia

Parash Dhulia 9 months ago

Sonal Gandhi

Sonal Gandhi 9 months ago

Vidhya Cahuhan

Vidhya Cahuhan 9 months ago

Niyati Pandya

Niyati Pandya 9 months ago