Colors - 16 books and stories free download online pdf in Gujarati

કલર્સ - 16

અગાઉ આપડે જોયું કે પીટર અને વાહીદ ટેકરી પરથી એક ઇમારત જોવે છે અને ત્યાં આગળ વધે છે,આ તરફ નાયરા જાનવી ને સ્વિમિંગ શીખવતી હોઈ છે અને અચાનક જ તે બંને ક્યાંક ગાયબ થઈ જાય છે.હવે આગળ...

જોર્જ પ્લીઝ કિપ કામ!!!મિસિસ જોર્જે તેને સમજાવતા કહ્યું.જો અત્યારે અહીં આપડે જ એમને શોધવાના છે,કેમ કે ઓલ્ડએજ ગ્રૂપ ને આ વાત ની ખબર પડશે તો નાહક વાત વધશે.એક કામ કરો તમે અહીં બધા ને સાંભળજો હું અને લિઝા નજીક માં શોધવા જઈએ છીએ.

મિસ્ટર જોર્જ ને હવે પરિસ્થિતિ નું ભાન થયું,કેમ કે કાલ તેમના બાળક સાથે બનેલા બનાવ બાદ તેઓ બંને આજે અહીં જ રહ્યા હતા,અને તેમની સાથે ની બાકી ટિમ અને બીજી ત્રણ ટિમ બધા જંગલ માં ગયા હતા,હવે અહીં ફક્ત બાળકો અને વૃધ્ધો સાથે પોતે અને નાયરા લિઝા અને જાનવી એટલા જ હતા.પીટર ની ટિમ ના પણ ફક્ત બે કૂક જ અહીંયા હતા.

મિસ્ટર જોર્જ મન માં મુંજાતા એક ટેન્ટ પાસે બેસી ગયા,નાયરા અને જાનવી છેલ્લા ચાર કલાક થી ગાયબ છે એ વાત અત્યારે તો કોઈ ને જણાવવાની નહતી,પણ જો તેઓ ના મળ્યા તો???અને આ વિચારતા જ જોર્જ ના કપાળે પરસેવો વળી ગયો.ધીમે ધીમે આકાશ માં અંધકાર વ્યાપી રહ્યો હતો,અને આસપાસ માં સુનકાર વધી રહ્યો હતો,મિસ્ટર જોર્જ ટેન્ટ ની બહાર બેઠા હતા,આસપાસ જોતા તેમને વિચાર આવ્યો કે જે જગ્યા દિવસે રળિયામણી લાગે એ સાંજ ઢળતા જ કેમ આવી બિહામણી થઈ જતી હશે!કે પછી એ જગ્યા કરતા આપડે રાત ના અંધકાર થી ડરીએ છીએ!! એટલે વાસ્તવ મા તો આપણુ મન પહેલેથી જ કોઈ અઘટિત ઘટના મન માં આકાર આપી ચુકે છે,અને એ જ કારણ છે કે આપણને રાતે બીક લાગે છે.જોર્જ ના મન માં આ વિચાર ચાલતા જ હોઈ છે,અને અચાનક કોઈ એ આવી ને તેમના ખભા પર હાથ રાખ્યો.

ઘોસ્ટ...ઘોસ્ટ...હેલ્પ...હેલ્પ...જોર્જે કંઈપણ જોયા વગર બુમાબુમ કરી,બંધ આંખે તે આમતેમ દોડવા લાગ્યા.

મિસ્ટર જોર્જ ઇટ્સ મી!રાઘવ...

રાઘવ નું નામ સાંભળી જોર્જ ના જીવ માં જીવ આવ્યો, અને તે બોલી ઉઠ્યા...નાયરા અને જાનવી મળ્યા?

શું?નાયરા અને જાનવી શું થયું છે તેમને?ક્યાં છે તે બંને?રાઘવ ની સાથે ઉભેલા નિલે એકાએક જોર્જ ના પ્રશ્ન થી મુંજાઈ ને પૂછ્યું.

જોર્જ ને પોતાની ભૂલ સમજાઈ હોઈ તેમ તેના ચેહરા પર ના ભાવ બદલાવા લાગ્યા,તેમના હોઠ ફફડવા લાગ્યા.નિલે તેમને ખભે થી પકડી હચમચાવી ને ઢંઢોળયા,અને જોરથી પૂછ્યું ક્યાં છે?જાનવી કયા છે?

રાઘવે નિલ ના હાથ માંથી જોર્જ ને છોડાવ્યા,અને પછી શાંતિ થી પૂછ્યું,

મિસ્ટર જોર્જ પ્લીઝ ટેલ મી શું થયું? નાયરા અને..અને.. જાનવી ક્યાં છે.રાઘવ કોશિશ તો કરતો હતો કે તે સ્વસ્થ રહે પણ જોર્જ નો પ્રશ્ન સાંભળ્યા બાદ તેની જીભ તેનો સાથ આપતી નહતી.

જોર્જ તે બંને સામે મૂંગા ઉભા હતા,ત્યાં જ ત્યાં લિઝા અને મિસિસ જોર્જ આવ્યા.લિઝા એ પરિસ્થિતિ પારખી ને રાઘવ ને શાંત પાડતા બધી હકીકત કહી.

જાનવી ને સ્વિમિંગ શીખવું હતું એટલે તે બન્ને અહીં જ સ્વિમિંગ કરતા હતા,થોડીવાર હું પણ તેમની સાથે જોડાઈ હતી,પરંતુ પછી હું ચેન્જ કરવા જતી રહી અને બહાર આવી તો તેઓ અહીં નહતા,મને થયું કે કદાચ અહીં નજીક મા જ ક્યાંક હશે!પણ ચાર કલાક થયા તો પણ એ લોકો દેખાયા નહિ,એટલે હું અને મિસિસ જોર્જ તેમને શોધવા ગયા હતા,પરંતુ....આટલું બોલી લિઝા માથું નમાવી ને ચૂપ થઈ ગઈ.

પરંતુ શું?લિઝા...રાઘવે પૂછ્યું

તેઓ અમને ક્યાંય મળ્યા નહિ,અમે આસપાસ માં બધે જોયું...હવે લિઝા પણ મૂંઝાઈ ગઈ હતી.

રાઘવ ના ચેહરા પર ચિંતા ના વાદળ ઉભરાઈ આવ્યા,આખરે આ બને ગયા ક્યાં?ક્યાંક...કોઈ...ના ના..
રાઘવ પોતે જ પોતાના મન સાથે લડાઈ કરતો હતો,આ તરફ નિલ ની હાલત પણ ખરાબ હતી,તે તો એટલો હતપ્રભ હતો કે કઈ જ બોલતો નહતો..

જંગલ માં વાહીદ અને પીટર કંપાસ ના આધારે એ ઇમારત તરફ આગળ વધતા જતા હતા,અંધારા ને લીધે બધા થોડા ધીમે ચાલતા હતા,આકાશ માં ચંદ્ર માં નું અજવાળું જંગલ માં ઝાખવાની કોશિશ કરતું હતું અને વૃક્ષો ની ટોચે અથડાઈ ને પાછું ફરી જતું.પીટર ની ધીરજ નો હવે અંત આવતો જતો હતો,પગ સાથ ના આપતા હોવા છતાં તે ચાલતો જતો હતો,અચાનક તેના માથા સાથે કોઈ વસ્તુ અથડાઈ અને તે ધડામ કરતો નીચે પડ્યો..

આહ...પીટર ના મોં માંથી દર્દનાક ચીસ નીકળી ગઈ..

તેની ચીસ સાંભળી વાહીદ અને રોન તરત જ તેની પાસે પહોંચી ગયા.તેમને ટોર્ચ નો પ્રકાશ પીટર જે તરફ પડ્યો ત્યાં નાખ્યો તો સામે એક મોટું ઘેઘુર ઝાડ હતું,જેની ડાળીઓ ચોતરફ ફેલાયેલી હતી,એમાની એક ડાળી સાથે જ પીટર અંધારા માં અથડાય ગયો.

વાહીદે જોયું તેને વધુ લાગ્યું નહતું,તો પણ કપાળ માં એક તરફ નાનો એવો કાપો પડી ગયો હોવાથી તેમાંથી લોહી વહેતુ હતું.વાહીદ પાસે પોતાની ફર્સ્ટ એડ કીટ હતી જ ,તેને તરત જ તે કાઢી પીટર ના કપાળ પર દવા લગાવી ને સ્ટીચ કરી દીધા.

પીટર ને હવે થોડી રાહત લાગી,પણ આખા દિવસ ના થાક અને ભૂખ ને લીધે તે અને બીજા બધા પણ હવે થાક્યા હોવાથી થોડીવાર ત્યાંજ વિરામ લેવાનું નક્કી કર્યું.પીટર પણ હવે થાક્યો હોઈ એટલે બધા ત્યાં જ રોકાઈ ગયા.

જાનવી અને નાયરા ક્યાં હશે?પીટર જે ઇમારત પાસે પહોંચવા ઈચ્છે છે તે ઇમારત હવે શું નવી પહેલી લઈ ને આવશે?શુ તે ખરેખર કોઈ ઇમારત જ છે કે પછી....

✍️ આરતી ગેરીયા....