Life is like a Train Ride books and stories free download online pdf in Gujarati

Life is like a Train Ride

4 મિત્રોના જીવનની સ્ટોરી ચોક્કસ વાંચજો, આમાં ઘણી અગત્યની વાત રહેલી છે... ન જાણયું જાનકી નાથે સવારે શું થવાનું છે...... આપણું જીવન પણ કંઈક એવું જ છે.....


ચાર મિત્રોએ નિર્ણય લીધો કે 40 વર્ષ પછી મળીશું, આ દરમિયાન જે થયું તે જાણીને આંખો ભીની થઈ જશે.

સ્કૂલના ચાર નજીકના મિત્રોની આંખો ભીની કરવાવાળી સ્ટોરી છે, જેમણે એક જ સ્કૂલમાં 12 માં ધોરણ સુધી અભ્યાસ કર્યો.

એ સમયે શહેરમાં એકમાત્ર લક્ઝરીયસ હોટલ હતી. ધોરણ 12 ની પરીક્ષા પછી તેમણે નક્કી કર્યું કે આપણે તે હોટલમાં જઈને ચા-નાસ્તો કરવો જોઈએ.

એ ચારે જણે મહામહેનતે ચાલીસ રૂપિયા જમા કર્યા. રવિવારનો દિવસ હતો, અને સાડા દશ વાગે તે ચારે સાઇકલ લઈને હોટલ પહોંચ્યા. સીતારામ, જયરામ, રામચંદ્વ અને રવિશરણ ચા નાસ્તો કરતા કરતા વાતો કરવા લાગ્યા.

તે ચારેય જણાએ મળીને સર્વસંમતિથી નિર્ણય કર્યો કે 40 વર્ષ પછી આપણે પહેલી એપ્રિલે આ જ હોટલમાં ફરી મળશું. ત્યાં સુધી આપણે બધાએ ઘણી મહેનત કરવી જોઈએ. અને એ જોવું ઘણું રસપ્રદ હશે કે કોની કેટલી પ્રગતિ થઈ?

જે મિત્ર તે દિવસે છેલ્લે હોટલમાં આવશે તેણે તે સમયનું હોટલનું બિલ આપવું પડશે.

ચા નાસ્તો પીરસવાવાળો વેટર કાલુ આ બધું સાંભળી રહ્યો હતો. તેણે કહ્યું કે જો હું અહીં રહ્યો, તો હું આ હોટલમાં તમારા બધાની રાહ જોઇશ. એ પછી આગળના અભ્યાસ માટે ચારેય જણ અલગ અલગ થઈ ગયા.

સીતારામ શહેર છોડીને આગળના અભ્યાસ માટે તેના ફુવા પાસે ગયો, જયરામ આગળના અભ્યાસ માટે તેના કાકા પાસે ગયો, રામચંદ્ર અને રવિશરણને શહેરની જુદી જુદી કોલેજોમાં પ્રવેશ મળ્યો. છેલ્લે રામચંદ્ર પણ શહેર છોડી ચાલ્યો ગયો.

દિવસો, મહિનાઓ, વર્ષો વીતી ગયા. 40 વર્ષમાં તે શહેરમાં આમૂલ પરિવર્તન આવ્યું, શહેરની વસ્તી વધી, રસ્તાઓ, ફ્લાયઓવરોએ મહાનગરનો દેખાવ બદલી નાખ્યો.

હવે એ હોટેલ ફાઈવ સ્ટાર હોટેલ બની ગઈ હતી. પેલો વેઈટર કાલુ હવે કાલુ શેઠ બની ગયો હતો અને આ હોટેલનો માલિક બની ગયો. 40 વર્ષ પછી, નક્કી કરેલી તારીખ, 01 એપ્રિલના રોજ બપોરના સમયે, એક લક્ઝરી કાર હોટલના દરવાજે આવી. સીતારામ કારમાંથી ઉતરીને અંદર જવા લાગ્યો. સીતારામ પાસે હવે ત્રણ જ્વેલરી શોરૂમ છે.

સીતારામ હોટલના માલિક કાલુ શેઠ પાસે પહોંચ્યો, બંને એકબીજાને જોતા જ રહ્યા. કાલુ શેઠે કહ્યું કે રવિશરણ સાહેબે તમારા માટે એક મહિના પહેલા એક ટેબલ બુક કરાવ્યું હતું.

સીતારામ મનમાં ને મનમાં ખુશ થતો કે એ સૌથી પહેલો આવ્યો છે, તેથી તેણે આજનું બિલ આપવું નહી પડે, અને તે સૌથી પહેલા આવવાને કારણે પોતાના મિત્રોની મજાક ઉડાડશે.

એક કલાકમાં જયરામ આવ્યો, જયરામ શહેરનો મોટો રાજકારણી અને બિઝનેસમેન બની ગયો હતો. હવે બંને જણા વાતો કરી રહ્યા હતા અને બીજા મિત્રોની રાહ જોઈ રહ્યા હતા, ત્રીજો મિત્ર રામચંદ્ર અડધા કલાકમાં આવી ગયો. તેની સાથે વાત કરતાં બંનેને ખબર પડી કે રામચંદ્ર બિઝનેસમેન બની ગયો છે.

ત્રણેય મિત્રોની નજર વારંવાર દરવાજા તરફ જતી હતી કે રવિશરણ ક્યારે આવશે? આ પછી કાલુ શેઠે કહ્યું કે – રવિશરણ સાહેબનો મેસેજ આવ્યો છે, તમે લોકો ચા-નાસ્તો શરૂ કરો, હું આવું છું.

ત્રણેય જણા 40 વર્ષ પછી એકબીજાને મળીને ખુશ હતા. કલાકો સુધી મજાક ચાલી, પણ રવિશરણ આવ્યો નહિ. કાલુ શેઠે કહ્યું કે ફરી રવિશરણ સરનો મેસેજ આવ્યો છે, તમે ત્રણેય તમારું મનપસંદ મેનુ પસંદ કરીને ખાવાનું શરૂ કરો.

જમ્યા પછી પણ રવિશરણ દેખાયો નહીં. બિલ માગતાં જ ત્રણેયને જવાબ મળ્યો કે ઓનલાઈન બિલ ચૂકવાઈ ગયું છે.

સાંજના આઠ વાગે એક યુવક કારમાંથી નીચે ઉતર્યો અને ભારે હૈયે જવાની તૈયારી કરતા ત્રણેય મિત્રો પાસે પહોંચ્યો. ત્રણેય તે માણસને જોતા જ રહ્યા.

યુવક બોલવા લાગ્યો, હું તારા મિત્રનો દીકરો યશવર્ધન છું, મારા પિતાનું નામ રવિશરણ છે. પપ્પાએ મને આજે તમારા આવવા વિશે કહ્યું હતું, તેઓ આ દિવસની રાહ જોતા હતા, પરંતુ ગયા મહિને એક ગંભીર બીમારીને કારણે તેમનું અ-વ-સા-ન થઈ ગયું.

તેઓએ મને તમને લોકોને મોડેથી મળવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો તું વહેલો નીકળીશ, તો તેઓ ઉદાસ થશે, કારણ કે મારા મિત્રો જ્યારે જાણશે કે હું આ દુનિયામાં નથી રહ્યો તો તેઓ મસ્તી નહીં કરે, અને તેઓ એકબીજાને મળવાનો આનંદ ખોઈ બેસસે. તેથી તેમણે મને મોડા આવવાનો આદેશ આપ્યો હતો. તેમણે મને તેમના વતી તમને ગળે મળવાનું પણ કહ્યું.

એ પછી યશવર્ધને તેના બંને હાથ ફેલાવ્યા. આજુબાજુના લોકો ઉત્સુકતાથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. તેમને લાગ્યું કે તેઓએ આ યુવકને ક્યાંક જોયો છે. પછી યશવર્ધને કહ્યું કે, મારા પિતા શિક્ષક બન્યા અને ભણાવીને મને કલેક્ટર બનાવ્યો. આજે હું આ શહેરનો કલેક્ટર છું.

બધા આશ્ચર્યચકિત થઈ ગયા. કાલુ શેઠે કહ્યું કે હવે 40 વર્ષ પછી નહીં, પરંતુ દર 40 દિવસે આપણે આપણી હોટેલમાં વારંવાર મળીશું, અને દરેક વખતે મારી તરફથી એક ભવ્ય પાર્ટી હશે.

તમારા મિત્રો, સ્નેહીજનો અને સંબંધીઓને મળતા રહો. તમારા પ્રિયજનોને મળવા માટે વર્ષો સુધી રાહ ન જુઓ. કોણ જાણે ક્યારે કોઈનાથી અલગ થવાનો સમય આવી જાય અને આપણને ખબર પણ ન પડે.

કદાચ આપણું પણ એવું જ છે. આપણે આપણા કેટલાક મિત્રોને ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ વગેરે સંદેશાઓ મોકલીને જીવતા હોવાનો પુરાવો આપીએ છીએ. જીવન પણ એક ટ્રેન જેવું છે, જ્યારે સ્ટેશન આવશે ત્યારે ઉતરી જવું પડશે. અને રહી જશે તો માત્ર ઝાંખી યાદો.

તો પરિવાર સાથે રહો, અને જીવતા હોવાનો આનંદ અનુભવો. માત્ર હોળી કે દિવાળીના દિવસે જ નહીં, પરંતુ અન્ય તમામ પ્રસંગોએ અથવા દરરોજ મળો ત્યારે એકબીજાને ભેટો તો તમારી મિત્રતા વધુ મજબૂત થશે....

ધન્યવાદ🙏🙏🙏