Premno Ahesaas - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો અહેસાસ - 2










શરદ બોલતાં બોલતાં અટકી ગયો..

"ભાસે છે આજ તું પૂનમનાં ચાંદ જેવી,
અણિયારી આ આંખો તારી લાગે છે મીઠી કટાર જેવી,
દીપે છે તારાં આ કેશ કલાપ અંધારી રાત જેવાં,
ગોળ મટોળ ચહેરો ને ગુલાબી આ ગાલ,
છમ્મ છમ્મ આ ઝાંઝરીનો અવાજ,
કરે છે મારાં હ્દયમાં ઝંઝાવાત,
પી રહ્યો છું તારાં રૂપને હું આજ
ખેંચાઈ રહ્યો છું તારી તરફ હું આજ,
શબ્દો આવીને અટકી ગયાં છે ગળે,
કંઈક કહેવું છે..તું સાંભળી લે ને આજ."

શરદ તો કાવ્યાને જોતો જ રહી ગયો.અને એ આ કવિતા બોલી ગયો એની એને ખુદને ખબર ન પડી.કાવ્યાએ એક દમ વચ્ચમાં શરદની આંખો સામે ચપટી વગાડી અને બોલી,

"એય,શરદ શું બોલતો હતો આ તું?

"આ પૂનમ..આંખો..કટાર...મને મને તો કંઈ સમજાતું નથી!"

શરદ જાણે સ્વપ્નમાં હોય એમ ચમકીને બોલ્યો,
"કંઈ નહિ, બસ બોલાય ગયું મારાથી.પણ કાવ્યા સાચું કહું તું આજે ખૂબ જ સુંદર લાગી રહી છે. કોઈ પરી જેવી. અને કદાચ એટલે જ મારાં મોં પર તારાં માટે આ કવિતા આવી ગઈ."
કાવ્યા શરમાય ગઈ.અને એની આ શરમાવાની અદા પર તો શરદ આફરિન થઈ ગયો.
થોડાં સમય પછી ગરબા રાસની રમઝટ ચાલું થઈ. શરદ અને કાવ્યા પણ જોડાયાં રમઝટમાં.આજે રાસ અને ગરબા સાથે બે હૈયાં પણ ઝૂમી રહયાં હતાં. બંનેની ધડકનો જોર જોરથી ધડકતી હતી.આમને આમ સમય કયાં જતો રહ્યો એની પણ બંનેને ખબર ન પડી.બંને માંથી એક પણને એકબીજાથી દુર થવાનું મન નહતું.બંને છુટાં પડીને પોતપોતાનાં ઘરે આવી ગયાં.

શરદ તો આખાં રસ્તા પર બસ કાવ્યાના જ વિચારો કરતો ઘેર આવ્યો.બંનેને આજે એક અલગ અહેસાસ થઈ રહ્યો હતો. ઘરે આવીને બંનેએ સૂવાનો પ્રયત્ન કર્યો પણ એકેયને ઊંઘ આવી નહિ.એમ જ સવાર પડી ગઈ.આજે રાત બહું લાંબી લાગી બંનેને..

સવાર થતાં માનસીબેન શરદનાં રુમમાં શરદને ઉઠાડવાં આવ્યાં. પણ જોયું તો શરદ તો નાહી ધોઈ તૈયાર થઈ બેડ પર હાથમાં ફોન જોતો બેઠો હતો. અને રુમમાં હળવા અવાજમાં ગીત વાગી રહયું હતું.

પલભર ઠહર જાઓ
દિલ યે સંભલ જાયે
કૈસે તુમ્હે રોકા કરું
તેરી તરફ આતા હર
ઘમ ફિસલ જાયે
આંખોમેં તુમકો ભરું
બિન બોલે બાતે તુમસે કરું
અગર તુમ સાથ હો...

"ઓહો.. શરદ આજે તો વગર ઉઠાડે તું ઊઠી ગયો.તારી તબિયત તો સારી છે ને બેટા?"

"હા મમ્મી હું ઠીક જ છું.કંઈ નથી થયું મને બસ રાત્રે ઊંઘ ના આવી તો નાહી લીધું. "

આખરે મા નું દિલ હતું. એમ થોડાં એ માને એ આગળ આવ્યાં ને શરદનાં કપાળે હાથ રાખી જોવાં લાગ્યાં. શરદ પણ માનસીબેનનાં ગળે વળગી પડ્યો.અને એ થોડો વિચાર કરી બોલ્યો,

"મમ્મી!મારે તમને એક વાત કરવી છે. પપ્પાને હું નહીં કહી શકુ પણ તમને તો કહુ."

માનસીબેન બેડ પર બેઠાં. શરદ એમનાં ખોળામાં સૂઈ ગયો. માનસીબેન શરદનાં વાળમાં હાથ ફેરવતા બોલ્યા,

"શું વાત છે શરદ બેટા?"

"મમ્મી..કેવી રીતે કહું તમને?"

"અરે બોલને બેટા!શું વાત છે?"

"મમ્મી મને કાવ્યા બહું ગમી ગઈ છે. કાલે એને જોયાં પછી હું સૂઈ શકયો પણ નહીં. ખબર નહી એ મને લાઈક કરે છે કે કેમ પણ મને એ બહું ગમી ગઈ છે."

માનસીબેનને તો વિશ્વાસ નહતો આવતો કે આ શરદ બોલે છે. એમને પણ અનહદ ખુશી મહેસુસ થઈ રહી હતી. કેમ કે એમને પણ કાવ્યા પસંદ હતી.અને હવે તો શરદે પણ કાવ્યા પર પસંદગીનો કળશ ઢોળ્યો.માનસીબેને શરદને કહયું,
"જો શરદ સાચું કહું તો મને પણ કાવ્યા ગમે છે. અને મને પણ આ વિચાર આવેલો.પણ બેટા...એનાં મનની વાત પણ જાણવી જરુરી છે. તું પહેલાં એ જાણી લે કે શું તું પણ એને પસંદ છે?જો તે માની જશે તો તારાં પપ્પાને મનાવવાની જવાબદારી મારી બસ."
"મા...મા...તું કેટલી સારી છે...તારાં જેવી મા આખી દુનિયામાં કયાંય નહિ હોય"
આમ કહેતાં શરદ પછી માનસીબેનને ગળે વળગી પડયો.
"ચાલ હવે નાસ્તો કરી લે,પછી સ્કુલ જવાનો પણ સમય થઈ જશે."
"હા મમ્મી. "
આજે શરદ કાવ્યાને પોતાનાં દિલની વાત કહેવાં બેબાકળો બની રહયો હતો.એક એક મિનિટ એને એક કલાક જેવી લાગતી હતી. કયારે સમય થાય અને સ્કુલમાં જઈ કાવ્યાને મળી વાત કરે..એમ વિચારતો વિચારતો પોતાની રૂમમાં આમ તેમ આંટા મારવાં લાગ્યો.



કેવી રીતે કરશે શરદ કાવ્યાને પોતાનાં દિલની વાત?
શું કાવ્યા સમજશે શરદને?શું એ પણ
શરદને લાઈક કરતી હશે?જાણવાં માટે બન્યાં રહો મારી સાથે...