Premno Ahesaas - 10 in Gujarati Fiction Stories by Bhavna Chauhan books and stories PDF | પ્રેમનો અહેસાસ - 10

પ્રેમનો અહેસાસ - 10

આપણે અગાઉ જોયું કે માનસીબેને હેમંતભાઈને શરદ અને કાવ્યાની વાત કરી તો હેમંતભાઈ એકદમ કામ કરતાં અટકી ગયાં અને માનસીબેન સામે જોવાં લાગ્યાં...હવે આગળ.....

"માનસી શું કહે છે તું આ ?"

"હા શરદનાં પપ્પા હું સાચું કહું છું. શરદે મને વાત કરી હતી પણ મેં એને કહયું કે બેટા તું પહેલાં કાવ્યા સાથે વાત કર.એનાં મનની વાત પણ જાણવી જરૂરી છે. "

"માનસી અહીંયા આવી બેસ સોફા પર મારી સાથે.આપણે શાંતિથી વાત કરીએ."

"જો માનસી બંને હજી નાના છે.અને આ ઉંમર જ એવી હોય. બે યુવાનો હૈયાં છે.આકર્ષિત થાય."

"પણ શરદનાં પપ્પા એ બંને કહે છે કે હમણાં એ ફકત સ્ટડી પર જ ફોકસ કરશે."

"તો વાંધો નહિ ત્યાં સુધી બંને એકબીજાથી પરિચિત થશે.એક બીજાની પસંદ નાપસંદથી વાકેફ થશે.હું વસંતભાઈને વાત કરીશ.મને વિશ્વાસ છે એમને પણ કોઈ વાંધો નહી આવે આ સબંધથી."

"હા,મને પણ એવું જ લાગે છે. "

હેમંતભાઈએ બીજા જ દિવસે વસંતભાઈને આ વિશે વાત કરી અને એમનો વિશ્વાસ સાચો ઠર્યો. વસંતભાઈએ પણ આ સંબંધ હસીને સ્વીકાર્યો.થોડાં સમય બાદ બંનેની સગાઈ કરવામાં આવી.બંને કયારેક સાથે મુવી જોવાં જતાં. સાથે ફરવા જતાં પણ સાથે સાથે ભણવામાં પણ ધ્યાન આપતાં.બંનેને પોતાની કેરિયર બનાવવી હતી.આમ બંનેએ કોલેજ પૂરી કરી.

પાંચ વર્ષ બાદ...

કાવ્યા અને શરદ આજે મળ્યા હતાં ખાસ વાત કરવાં. બંને ખૂબ સમજદાર બની ગયાં હતા.

" કાવ્યા આપણાં આ રિલેશનશીપ ને પાંચ વર્ષ થયાં. આપણું ભણવાનું પણ પુરું થઈ ગયું. હવે આપણે મેરેજ કરી લઈએ."

"ઓકે શરદ.મને કોઈ વાંધો નથી. આપણે ઘરે વાત કરી લઈશું."

"ચાલ હવે બોર ના કર એક સરસ મજાની કવિતા સંભળાવી દે મને."

શહેર બહાર આવેલ એક બહું ઉંચી નહી એવી હીલ પર બંને મળ્યાં હતાં. અને ખુલ્લાં આકાશની નીચે સાંજના સમયે એક બીજાને અડોઅડ બેઠાં હતાં. શરદના ખભા પર કાવ્યા માથું ટેકવી બેઠી હતી. ધીમો ધીમો ઠંડો પવન ચારે બાજુથી આવી રહયો હતો. આજુબાજુથી કોક કોક પંખીઓનો કલરવ સંભળાઈ રહ્યો હતો.કાવ્યાની વાળની લટો હવામાં લહેરાઈ રહી હતી. નીરવ શાંતિ અને એમાં યુવાનીમાં થનગનતા બે યુવાન હૈયાં..

"તારે કવિતા સાંભળવી છે ને?તારો ચહેરો મારી બાજુ રાખીને બેસી જા."

"જી! કવિરાજ"

એમ કરતાં કાવ્યા હસી પડી અને શરદની એક દમ નજીક બેસી ગઈ.

"લે,બસ હવે બોલ જલ્દી મારે સાંભળવી છે.એક સિક્રેટ વાત કહું શરદ કોઈને કહેવાની નહી હો.."

"જોજે એમ ના કહેતી કે મારે મેરેજ નથી કરવાં નહિ તો હું તો......"

"એય.શરદ!ચૂપ એવું ના બોલ પ્લીઝ. "

કાવ્યાએ શરદને બોલતો અટકાવવાં એનાં હોંઠ પર એની આંગળી મુકી દીધી.

"ઓકે ઓકે સોરી નારાજ ના થા. હવે નહિ બોલું બસ."

"શરદ હું છે ને.....તારાં કરતાં તારી કવિતાની વધારે દિવાની છું."

"કંઈ વાંધો નહિ એ કવિતા નીકળે છે તો મારાં દિલમાંથી ને."

શરદ કાવ્યાની ઉડતી લટો,એનાં ચહેરાં,એની આંખો,એનાં સ્મિતને ક્યારનોય નિહાળી રહ્યો હતો.

" તારી ઉડતી આ લટોને સંભાળ જરા,
કયાંક મારું કતલ કરી ના દે.

તારી કાજલ આંજેલી કામણગારી આંખોને સંભાળ જરા,
કયાંક મારાં તનની આરપાર ઉતરી ના જાય.

તારાં જાદુભર્યા સ્મિતને સંભાળ જરા,
કયાંક મારાં પર કોઈ જાદુગરી કરી ના દે.

તારાં મદહોંશ યૌવનને સંભાળ જરા,
કયાંક મને પણ બેસુધ બનાવી ના દે."

શરદ કવિતા બોલી રહયો પણ કાવ્યા હજી શરદને જોઈ રહી હતી.અને શરદ કાવ્યાને.આજે બંનેને કોઈ ટેન્શન નહતું. આજ સુધી બંનેએ ભણવામાં જ વધારે ધ્યાન આપ્યું હતું. પણ આજે જાણે એક બીજાની લાગણીનાં પૂરમાં તણાઈ રહયાં હોય એવું લાગી રહ્યું હતું. કાવ્યાનો હાથ શરદનાં હાથમાં હતો.બંનેની ધડકનો તેજ થઈ રહી હતી. ધીરે ધીરે બંને નજીક આવી રહયાં હતા.એટલાં નજીક આવી ગયાં કે બંનેનાં શ્વાસ પણ હવે અથડાઈ રહયાં હતાં. એટલામાં કાવ્યાના ફોનમાં રીંગ વાગી.બંને એકદમ ચોંકી ગયા.કાવ્યાએ ફોન રીસીવ કર્યો.

"હા મમ્મી!બસ આવીએ છીએ.હા મમ્મી શરદ મારી પાસે જ છે. બસ આવી ગયા.તું ચિંતા ના કરતી."

"ચાલ શરદ ! મમ્મીનો કોલ પણ આવી ગયો.બહું મોડું થયું છે. હવે ઘેર જઈએ."

એમ કહી કાવ્યા ચાલવા ગઈ ત્યાં શરદે કાવ્યાનો હાથ પકડ્યો,

"કાવ્યા પાંચ વર્ષ મેં તપ કર્યું કઠોળ.હવે તો ફળ મળવું જ જોઈએ ને?"

"કેમ નહિ શરદ. જરૂર મળવું જોઈએ. અને તપ મેં પણ તો કર્યું છે. બસ થોડાં દિવસ વધારે પછી....."કાવ્યા શરમાઈ ગઈ.કાવ્યાને ઘરે મુકી શરદ આવી ગયો એનાં ઘરે.
થોડાં દિવસમાં બંનેનું રિઝલ્ટ પણ આવી ગયું. બંનેની મહેનત રંગ લાવી. બંનેનાં પરિવારોએ ભેગાં મળી બંનેનાં લગ્નની તારીખ પણ નકકી કરી દીધી.

શું શરદ અને કાવ્યા લગ્નનાં બંધનમાં બંધાશે?
કેવી રીતે થશે કાવ્યા શરદનાં આ વિવાહ?

જાણવાં માટે બન્યાં રહો મારી સાથે...જોડાયેલાં રહો મારી સાથે આ શાનદાર સફરમાં...

મને વાંચવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પ્રતિભાવ જરૂર આપજો.

Rate & Review

Reshma Patel

Reshma Patel 8 months ago

Harendra Lalpuria

Harendra Lalpuria 10 months ago

Nikita Patel

Nikita Patel 12 months ago

Falguni Patel

Falguni Patel 1 year ago