Zankhna - 2 books and stories free download online pdf in Gujarati

ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-2

ગતાંકથી......
એક્ટિવા ની સીટ પર બેસતા ની સાથે જ હેલી વરસી પડી:
"વાયડી,નકામી, આ તારૂં રોજ નું થયું કાયમ એક્ટિવા ભગાવવાનું !!!
"મેડમ ,અઠવાડિયા ના ત્રણ દિવસ તો મોડું જ હોય?ને પછી એક્ટિવા હવા માં ઉડતું હોય, એ તો હું છું કે બેસું તારી પાછળ બાકી તો વિમો હોય તો જ રિસ્ક લેવાય‌."
હેલી એક શ્વાસે બોલી ગઈ ;
"હા હવે આજ નો દિવસ હો"નિત્યા બેધ્યાનપણે બોલી;
"શું ? શું ? કે તો ફરી"
"કંઈ નહીં"એક્ટિવા ને લીવર દેતા નિત્યા ધીમે થી બોલી.
ઓ મેડમ લાગણી હવે જો આજે ટ્રેન ગઈ ને તો તારૂં આવી બન્યું સમજ."
હેલી ;
ખાટી મીઠી ગપસપ માં સ્ટેશન આવી ગયું હેલી ને ઉતારી નિત્યા પાર્કિંગ તરફ ગઈ.ટ્રેન આવી ચુકી છે એવો અણસાર લાગતા બંને એ દોટ મુકી.
કેમકે ,અહી પાંચ મીનીટ નો જ હોલ્ટ હોવાથી ઝડપ થી ટ્રેન ઉપડી જતી. બંને દોડી ને ઝડપ થી ટ્રેન માં ચડી કે તરત જ ટ્રેન ઉપડી.શ્વાસ ચડી ગયો હતો.
હાશ!!! માંડ પહોંચ્યા ."
બંને રોજ ની તેની જગ્યા પર પહોંચી ને સીટ પર બેસતા બોલી;
"તમારે તો આ રોજનું જ છે .કેટલીવાર ટ્રેન ચુકાય ગઈ હશે પણ સુધરશે નહી કાયમ માટે મોડી જ હોય." રાહ જોઈ રહેલ બીના બહેને હસતા હસતા કહ્યું;
બીના બેન આ હેલી જ મોડું કરાવે મહારાની ઉઠે નહીં ટાઈમે ને ,મારે પણ દોડવું પડે."
નિત્યા નો કટાક્ષ સાંભળી ને
હેલી એ એનો ગાલ ખેંચતા કહ્યુ ;
"બસ હો
એકદમ ખોટાડી , વાયડી ,
કેટલું ખોટું બોલે જો તો.""એક તો રોજે મારો શ્વાસ અધ્ધર કરી દે એટલું એક્ટિવા ચલાવે ને પછી પાછું અહીં આવીને દોડાવે ને મને કે હું મોડી ઉઠું" ."

બીનાબેન સમજાવો આ તમારી લાડલી ને એને તો પ્રથમ મળી ગયો છે પણ મારા હાથ પગ ભાંગ્યા તો કોણ મળશે પછી મને??
એટલું ફાસ્ટ ચલાવે જાણે હવા માં ઉડતા હોય." મોં ફુલાવતા હેલી એ ફરિયાદ કરી;
"જાને હવે જુઠું ન બોલ હો!! આમ ભી તને કોણ લઈ જવાનું બિચારા ના નસીબ ફૂટયા હશે!!! એ આવશે... બિચારો..... !!"એટલું બોલી નિત્યા સડસડાટ ઉપર ની સીટ માં જતી રહી.
"તુ જો ...હમણાં હાથ આવ એટલી વાર છે?, બીના બેન સમજાવો ને તમારી આ લાગણી ને રોજે મારૂ લોહી પીવે છે."હેલી એ મીઠો છણકો કયોૅ;
"લાગણી .....બસ હો બિચારી ને શું ?હેરાન કરતી હોઈશ.બીના બેન જે ગ્રુપ માં વડીલ હતા નિત્યા ને એ મીઠો ઠપકો આપતાં બોલ્યા. ગ્રુપ ના બધા હસી પડ્યા .

***************************

રાજકોટ થી જતી સવાર ની "અમદાવાદ મેઇલ" ટ્રેન માં એક વરસ થી બધા જોડે જ રાજકોટ થી વાંકાનેર અપડાઉન કરતા હતા. બધા વચ્ચે ખુબ ગાઢ સંબંધો ને આત્મીયતા બંધાય ગઈ હતી. એક વષૅ પહેલા નિત્યા રાજકોટ થી ૬૫ કિ.મી .દુર ના છેક છેવાડા ના ગામ માં પ્રાથમિક શિક્ષિકા તરીકે નોકરી એ લાગેલ. વાંકાનેર થી ૩૦ કિ.મી. દુર આવેલું ખુબ જ અંતરિયાળ ને ખોબા જેવડું ગામ એટલે - વાદી પરા .વાદી એટલે કે મદારી.ગામ માં મદારી ના વ્યવસાય સાથે જોડાયેલા લોકો ની જ વસ્તી. એક દમ અંતરિયાળ ને નાનકડુ ગામ સુવિધા ના નામે ગામ માં માત્ર બે પાકા ઓરડા ની નિશાળ.ગામ ની આસપાસ ખુબ જ લીલી વનરાજી જાણે એમ થાય કે જંગલ માં આવી ગયા‌. સો -એક જેટલા પરિવાર ગામ માં રહે. કાચા મકાનો ,તંબુ ને ઝુંપડા જ જોવા મળે. નિશાળ બે પાકા ઓરડા ને એક પંચાયત નો ઓરડો એ પણ કાચો આ સિવાય એક પણ મકાન જોવા ન મળે.
વાહન વ્યવહાર માં સાયકલ ને છકડો રિક્ષા જ મળે.ગામના મોટા ભાગના લોકો ખરીદી માટે વાંકાનેર ટ્રેન માં જ જતા વાદી પરા થી એક દોઢ કિ.મી. દુર જ સમખેરવા રેલ્વે સ્ટેશન. મોટાભાગની ટ્રેન ત્યાં ઉભી રહે .લોકલ ટ્રેન તો દિવસ માં બેવાર મળે એટલે બધા એમાં જ સફર કરે.
નિત્યા પોતાની કાર માં પહેલીવાર અહી હાજર થવા આવી આવી ત્યારે તેને મનોમન તો નોકરી ન કરવાનું જ વિચારી લીધુ હતું કેમકે ,રાજકોટ થી આટલું દુર ને અંતરિયાળ .કેમ થશે નોકરી ??
રસ્તા માં જ તેને તો તેને નોકરી થશે એવી કોઈ જ આશા બચી નહીં.કારણ કે રાજકોટ થી આટલે દુર ને પાછુ આવું ગામ કે જ્યાં રહેવું પણ શક્ય ન હતું, છતાં પણ પેપર વકૅ ની પ્રોસેસ માટે તે રોકાયા ‌.શાળા માં આચાયૅ ઉપરાંત એક શિક્ષક ભાઈ જ હતા આ શાળા માં જે પણ આજુ બાજુ ના જ ગ્રામ્ય વિસ્તાર માંથી આવતા હતા.શાળા ના આચાયૅ એ નિત્યા ને રાજકોટ થી અપડાઉન કરતા શિક્ષકો ની માહીતી આપી ને એના જીવ માં જીવ આવ્યો. તેણે તરત જ એમના નંબર મેળવી લીધા ને ફોન લગાવ્યો.
હેલી એ નિત્યા સાથે ત્યારે જ પહેલીવાર વાત કરી.
તેને નિત્યા ને કહ્યું ચિંતા ન કરો જો નોકરી કરવી જ હોય તો ઓ કાલે સવારે રાજકોટ જંકશન પર ૬:૦૦ વાગ્યે આવી ને મને ફોન કરજો.બીજુ બધું ગોઠવાય જશે.
અચાનક મૃતપ્રાય થવાની અણી પર આવેલ ને કોઈ પાણી છાંટી ને જીવનદાન બક્ષે એવો અનુભવ નિત્યા ને થયો ને એ મનોમન ખુશ થઈ ભગવાન નો આભાર માન્યો.
બીજા દિવસે હેલી અને નિત્યા રાજકોટ જંકશન પર મળ્યા ને ત્યાર થી બંને ની દોસ્તી શરૂ થઈ .હેલી ઉંમર માં નિત્યા કરતા નાની હતી ને હજુ તેમના લગ્ન પણ થયા નહોતા.તે નોકરી ની સાથે સાથે આગળ અભ્યાસ કરી રહી હતી એટલે દરરોજ તે ટ્રેન માં વાંચતી .ટ્રેન માં બેસતા જ એણે નિત્યા ને બધા નો પરિચય કરાવ્યો.નવ જણા નું એમનુ ગૃપ હતુ બધા જ વાંકાનેર ની આસપાસ ના અલગ અલગ ગામ માં નોકરી કરતા હતા. બધા ની ઉંમર અલગ અલગ હતી.પણ બધા વચ્ચે ગાઢ મિત્રતા હતી.બધુ જ ભુલી ને બધા ટ્રેન માં સાથે મળતા ત્યારે ખીલી ઉઠતા ક્યારેક અંતાક્ષરી ક્યારેક ટ્રેન ની તીખી દાળ ને ગુલ્ફી ની મહેફિલ થતી.બધા એક બીજા માટે ઘરે થી નાસ્તો બનાવી ને પણ લાવતા. ટ્રેન જ એમનું ઘર હોય એમ બધા મસ્તી મજાક કરતા .
બધા ના હાથ માં કંઈ ને કંઈ કામ હોય ને વાતો ચાલતી હોય ત્યારે ઉંમર નો ભેદ ભુલી ને બધા બાળક બની ખીલી ઉઠતા.કાયમ માટે તે પાસના અનામત કોચ માં જ સાથે જ બેસતા. કોઈ સ્વેટર ગુંથવાનુ લાવે તો કોઈ લસણ ફોલવાનું કામ જોડે લાવે કોઈ ભરતકામ પણ કરે . વાતો કરતા ક્યારે પંથ કપાય જાય એ ખબર જ ન પડે. એકબીજા જોડે સુખ દુ:ખ ની વાતો શેર કરે .મોજ મસ્તી કરે ને વાંકાનેર આવતા બધા પોતપોતાની જગ્યા એ જતા રહે .સાંજે ફરી બધા મળે.
નિત્યા અંતમુખીૅ ને શાંત સ્વભાવ ની શરૂઆત માં એ બધા સાથે બહુ ઓછું બોલતી પણ જ્યારે એ ટ્રેન માં બધા સાથે હોય ખીલી ઉઠતી. નિત્યા ને લખવાનો શોખ નાનપણ થી હતો .પરંતુ ક્યારેય મોકો ને સમય સાથે મળ્યા નહોતા.પરતુ નોકરી શરૂ થતાં તેણે લખવાનુ શરૂ કયુૅ ‌
તે દરરોજ ટ્રેન માં ઉપર ની સીટ પર બેસી લખતી રહેતી.ઘણીવાર તેમની રચેલી કવિતા ને શાયરી બધા ને સંભળાવતી.ગૃપ ના બધા તેને લખવા માટે પ્રોત્સાહન આપતા "નિત્યા તારે લખવાના આ શોખ ને આગળ વધારી વધુ ને વધુ લખવુ જોઈએ ".બધા એવું કહેતા; નિત્યા પોતાની બેગ માં હમેશા એક સુંદર ડાયરી રાખતી.એ ડાયરી એની સખી સમાન હતી .રોજે જોડે ને
જોડે જ હોય.
નિત્યા આ ડાયરી માં જ વાતાૅ, કવિતા કે પોતાના વિચારો બધું જ લખતી. એક દિવસ હેલી એ ડાયરી જોઈ ને ખોલી ને વાંચી ને બધાને આ છુપી રૂસ્તમ નિત્યા ના લેખન ના શોખ વિશે બધાને કહ્યું. બસ ત્યાર થી નિત્યા વધુ ને વધુ લખતી ને બધાને જોડે એનું લખાણ શેર પણ કરતી.
નિત્યા તેની બધી જ રચના ઓ "લાગણી" ના ઉપનામ થી જ લખતી . હેલી એ ડાયરી માં આ નામ જોયુ બસ ત્યાર થી તે ગૃપ માટે લાગણી બની ગ ઈ ..ને બધા ટ્રેન માં તેને લાગણી નામ થી જ બોલાવવા લાગ્યા..નિત્યા ને પણ લાગણી નામ નાનપણ થી જ ખુબ ગમતું એટલે એણે પોતાની ડાયરી માં એનું નામ લાગણી જ રાખેલું એ લાગણી નામ થી જ બધું લખતી.

રોજ ની માફક એ ઉપરની સીટ પર ગઈ પણ આજે એને લખવાનુ કંઈ સુઝ્યું નહીં એટલે એ ડાયરી ત્યાં રાખી થોડીવાર માટે નીચે ની સીટ પર બધા સાથે બેસી ગઈ. તેનું મન તો હતું કે બધાને સાચી વાત કહી દઉ કે કાલ થી આ લાગણી તમારી જોડે નહીં હોય પરંતુ તેની હિંમત ન થઈ.મન મનાવી એ બધા જોડે વાતો એ વળગી...
વાંકાનેર સ્ટેશન આવતાં બધા ટ્રેન માંથી ઉતરી પોત પોતાની શાળા તરફ રવાના થયા.
નિત્યા ટ્રેન માંથી નીચે ઉતરી ને ફરી તેનું મન વિચારે ચડી ગયું વિચારો માં એ એમ જ ડાયરી ઉપર ની સીટ પર ભુલી ને જતી રહી.શાળા એ પહોંચી તો પણ ડાયરી એને યાદ જ ન આવી.

( શું થશે આગળ??કેમ નિત્યા જઈ રહી છે?ડાયરી નું શું થશે?
ટ્રેન ગ્રુપ ને આ વાત ની જાણ થશે? હેલી કેવું રિએક્ટ કરશે?)જાણવા માટે વાંચતા રહો......
ઝંખના - એક સાચા પ્રેમ ની...

ક્રમશ........