Zankhna - 8 books and stories free download online pdf in Gujarati

ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-8


ગતાંકથી.....

સાંજ ના છ વાગ્યા આસપાસ બન્ને બરોડા ની નજીક પહોચવા આવ્યા હતા.
સુયૅ ના ઢળતા કિરણો સૃષ્ટિ માં લાલાશ ફેલાવી રહ્યા હતા .સંધ્યા ઢળતા જ વાતાવરણ એકદમ આહલાદક લાગી રહ્યું હતું .પંખી ઓ નીજ સ્થાને પાછા ફરી રહ્યા હતા ને પ્રથમ ને નિત્યા પણ એના બરોડા ના નવા નિવાસ સ્થાન પર પહોંચવા માં હતા .રસ્તા પર ગાડી પૂરપાટ દોડી રહી હતી .નવા જુના ગીતો નો સંગમ ગાડી ને જીવંત કરી રહ્યો હતો.
"યે હસીન વાદિયા,યે ખુલ્લા આસમાન
આ ગયે હમ કહાં....."ગીત વાગી રહ્યું હતું પ્રથમ પણ સાથે સાથે ગીત ગુનગુનાવી રહ્યો હતો.

નિત્યા વિચારો માં ખોવાયેલી હતી.મન ક્યાંક બીજે જ અટકી ગયું હતું .પ્રથમ સાથે ઔપચારિક રીતે વાતો થી જોડાયેલ હતી પરંતુ મન માં અનેક સવાલો હતા.
કેટલું બધું બદલાય ગયુ!!!!
ખુદ ની ઇચ્છા ઓને સપના ઓનું કોઈ જ મહત્વ ન રહ્યું ને હવે તો મનગમતું શહેર ને પોતાનું વતન પણ છુટી ગયું. આખરે આ જિંદગી ઇચ્છે છે શું???
શું આવું જ હોય જીવન???
એકદમ નિરથૅક ને દિશાવિહીન જેમાં ખુદ ને મારી ને જીવવું પડે .
પોતે તો સમેટાય ને જ રહી ગઈ હતી.કોઈ નહોતું એની પરવાહ કરનાર એના સપનાઓ ને ઇચ્છા ઓને જાણનાર ,એના અંતર ના ઉજાસ ને માણનાર ,એની ઇચ્છા ને સપનાઓને પુરી કરનાર, એના આત્મા ને સ્પશીૅ જાય ને એને જાણી ને પ્રેમ કરનાર પાત્ર આખરે એને કેમ ન મળ્યું ???
શું બધા જોડે આવું જ થતુ હશે ??
શું એમના જ નસીબ માં આ પ્રેમ નામનો શબ્દ જ ઈશ્વરે લખિયો નહીં??
ખુદ ને કોસતી એ વિચારો ના વંટોળ માં ગુમરાહ થઈ રહી હતી.
લગ્ન પહેલા કેટલા સપના સજાવેલા કે અનહદ પ્રેમ એ એક વ્યકિત માટે જ હશે જે એનો હમસફર બની ને આવશે.ખુદને સમજશે,બહુ જ પ્રેમ આપશે પરંતુ વાસ્તવિકતા બહુ અલગ હતી.
પ્રથમ ખુબ જ અલગ નીકળો ને એના સપનાઓ રોળાય ગયા છતાં પણ એને ઊંડે ઊંડે એમજ થતું કે પ્રેમ થી એ પ્રથમ ને જીતી લેશે જ.
ઓ હેલ્લો રાણી સાહેબા !!
ક્યાં ખોવાય ગયા ??
પ્રથમે નિત્યા ને હાથ થી ઝઝોંળતા કહ્યું ને નિત્યા ફરી વતૅમાન માં આવી.
"બરોડા ની રોનક તો જો રાજકોટ પણ ઝાંખું લાગે "
પ્રથમે કહ્યું;
નિત્યા: "જરાય નહી હો મારા રંગીલા રાજકોટ ની તોલે કોઈ ન આવે હો."
નિતયા:"આવી ગયું એમને તમારૂં બરોડા ?"
"હા જો, બસ હમણા જ ઘર પણ આવી જશે. " પ્રથમ બોલ્યો ;
નિત્યા : હમમ
ટ્રાફિક ને વટાવતા કાર એક રોયલ ગણાતા પોશ એરિયા માં પહોચી .
કંપની એ આપેલ આલિશાન ફ્લેટ ના પાકિૅગ માં સામાન ની ગાડી ને પ્રથમ બન્ને આવી પહોચ્યાં. ભગવાન ની મુર્તી ને મંદિર નો સામાન લઈ ને નિત્યા લિફ્ટ માં પ્રવેશી લિફ્ટ ની વિશાળતા જ ફ્લેટ ની સુખસગવડ ની ચાડી ખાઈ રહી હતી.૨૧ માળના આલિશાન ફ્લેટ માં સામાન સાથે નિત્યા એ પ્રવેશ કયોૅ.ફલેટ સ્વચ્છ ને સુઘડ હતો.તમામ રાચરચીલું વ્યવસ્થિત ગોઠવાયેલું હતું .સૌપ્રથમ નિત્યા એ ભગવાન ની મુર્તિ ને મંદિર માં સ્થાપિત કરી ને મંદિર ની વસ્તુઓ ગોઠવી.એટલા માં સામાન ની ગાડી પણ આવી જતા એ સામાન પણ આવી ગયો એટલે પહેલા તેને રસોડાનો સામાન ગોઠવ્યો. પ્રથમ એનો પોતાનો સામાન ને ઓફિસ ફાઈલો ગોઠવવા માં લાગી ગયો. જમવાનુ બહાર થી ઓડૅર કરી દીધું એટલે શાંતિ થી બધુ કામ વ્યવસ્થિત પતી જાય.રાતે લગભગ ૧૧:૦૦ વાગ્યા આસપાસ બન્ને એ બેડ પર લંબાવ્યું.થાક પણ ખુબ લાગ્યો હતો.પ્રથમ ને સવારે વહેલું ઓફિસ જવાનું હતું .
"નિત્યા તને કાલનો દિવસ ઓફિસ ની ગાડી સ્કુલે મુકી જશે ને લઈ જશે એટલે તને જવામાં તકલીફ ન પડે .પછી થી જોઈએ આગળ કેવી રીતે ગોઠવવું એ??"
પ્રથમે સુતા સુતા કહ્યું;
નિત્યા : હમમ
"કાલ નું કાલે હવે બહુ ઉંઘ આવે છે ને સવારે વહેલું પણ જવાનું છે એટલે મી.પ્રથમ સુઈ જાવ છાનામાના "
ઘેરાતી ઉંઘ માં નિત્યા બોલી;
થાક ને લીધે બન્ને ઘસઘસાટ ઉંઘી ગયા.

***************************

લવ બેભાન જેવી હાલત માં પડ્યો હતો .પ્રેમ ને પૈસા બન્ને જ છીનવી ને ક્રિના એને દુઃખ ના દરિયા મા ધકેલી ને જતી રહી હતી. જીવન નિરર્થક લાગતું હતું .મન માં આત્મ હત્યા ના વિચાર આવતા હતા.લવ ને જીવવાની કોઈ જ ઈચ્છા કે દિશા નહોતી દેખાતી.મમ્મી પપ્પા ને મોં બતાવતા પણ શરમ અનુભવતો હતો.આંસુ ઓ આપમેળે જ આંખ માંથી ટપકી રહ્યાં હતાં.આંખે અંધારૂ છવાયેલું હતું ને દિલ મા પણ અંધારપટ વર્તાતો હતો.લવ ને મનોમન લાગી આવ્યું ને એણે એક નજર પંખા પર નાખી ઊંડો નિસાસો નાખ્યો .
અચાનક જ એ સફાળો બેઠો થયો ને પોતાની બેગ માં લાવીને મુકેલી ઉંઘ ની ગોળીઓની બોટલ શોધવા લાગ્યો
બોટલ ક્યાંય હાથ ન લાગી.બેગના તમામ ખાના એણે ચેક કર્યા પરંતુ બોટલ હાથ ન લાગતાં એને બેગ માનો સામાન બેડ પર ઠાલવ્યો.
બોટલ ક્યાંય દેખાય નહીં પરંતુ ગુલાબી આકર્ષિત કવર ધરાવતી આ અનજાન ડાયરી તરફ એની નજર સ્થિર થઈ મન તો નહોતું કંઈજ જોવા કે વાંચવાનું પણ આ અજનબી સુંદર ડાયરી આ બેગ માં કોની આવી ગઈ?
આ કોણે રાખી હશે?
આવી કોઈ જ ડાયરી પોતાની પાસે તો હતી જ નહી તો આ આવી ક્યાંથી?
આ કુતુહલ સાથે લવ એ ડાયરી હાથ માં લીધી ને એક અજીબ રીતે જોવા મળેલ આ ડાયરી ના તથ્ય ને ઉકેલવા ના હેતુ થી એ ડાયરી ને લઈને બેડ પર બેસી ગયો.ક્ષણભર માટે એ તમામ પરિસ્થિતી ને ભુલી ને ડાયરી ને વાંચવા ઉત્સુક બન્યો
પ્રથમ પાનું ખોલ્યું
સુંદર સ્ત્રી નો પેન્સિલ સ્કેચ !!!!!!!
અદભુત!!!!
નાજુક નમણો ચહેરો,લાંબા સુંદર વાળ,પ્રેમ થી નીતરતો ચહેરો .
લાજવાબ!!!!
આ ચહેરો જાણે લવ ને પોતાના તરફ બોલાવતો હોય એવો અહેસાસ થઈ આવ્યો.લવ ઘડીભર તો જોતો જ રહ્યો.વાસતવિક પરિસ્થિતી ને ભુલી ને એ ડાયરી ને કુતુહલતા પુવૅક જોઈ રહ્યો .ડાયરી હતી જ એટલી આકર્ષિત કે કોઈપણ ને જોવાનું મન થઈ જાય. લવ એ
ડાયરી નું બીજું પાનું ફેરવ્યું તો એના પર સુંદર બોડૅર બાંધી ને એક કવિતા લખાયેલી હતી.કવિતા નું શિર્ષક હતું "જિંદગી"


" જિંદગી "

ન પલટે રાખ પાનાં જિંદગી ના જેમાં બચ્યું કંઈ જ નથી.
તું લખી દે નવા પાને નવો ઈતિહાસ જિંદગી હજુ કમ નથી.

હર પળ ને ખુશીઓ થી ભરી તારા ગમ ને તું સુન્ન કરી દે.
એજ છે જિંદગી ની સાચી ઉડાન તું ખરેખર એ દિલ માં હામ ભરી દે.
સુખ છે તારી જ અંદર તું એક વાર ખુદનું જ મિલન કરી લે.
હારી બાજી જીતી ને તું જીવનમાં સુંદર રંગો ભરી લે.

ભલે ને મળે ઠોકરો અનેક તું એને જ જોડી એક સીડી કરી લે.
ચણવા તારા જીવન મહેલ ને તું કંટક ને પણ ફુલની મહેક ગણી લે.
એકલ પંથી બની તું એકવાર મંઝિલ ની ઈમારત ચણી લે.
સલામ ભરે આ દુનિયા એવી જ એક ઓળખ રચી લે.

- લાગણી
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

લવ એ કવિતા વાંચી ને એની આંખો માં આંસુ છલકાય આવ્યા .

(આગળ શું થશે? આ કવિતા ની લવ ના દિલ ને દિમાગ પર કેવી અસર થશે એ જાણવા વાંચતા રહો ઝંખના - એક સાચા પ્રેમ ની.....)

ક્રમશ.......