Zankhna - 3 books and stories free download online pdf in Gujarati

ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-3



ગંતાક થી...

ટ્રેન માંથી ઉતરી ને એ શાળા એ જવા નીકળી ત્યારે રસ્તા માં એકલી પડતા જ એના થી રડી જવાયું. એક વષૅ માં તેને શાળા પરિવાર ને આ ગામ જોડે આત્મીયતા બંધાઈ ગઈ હતી. ગામ માં પણ એનુ ખુબ જ માન હતું .શાળા ના બાળકો ને એણે ઉચ્ચ અભ્યાસ માટે બહાર મોકલવામાં ખુબ જ મદદ કરેલી ગામ માં સહાય યોજના હેઠળ મળતી સગવડો લાવવા માટે તેમજ સ્રી ઓને પગભર થવા સિવણ ના નિઃશુલ્ક વગૅ પણ એ ગામ સુધી લાવી હતી.ગામ ના ના મુક કામ એની સલાહ લઈ ને કરતા.વાદી લોકો કે જેને ભણતર નું મહત્વ ન હતું ને બાળકો ને ભણાવવા સજાગ ન હતા એવા લોકો ને સમજાવી ને શાળા સુધી લાવવાનુ ઉમદા કામ નિત્યા એ કયુૅ હતું .નિત્યા માટે તો આ શાળા ઘર સમાન બની ગઈ હતી.
પરંતુ તે મજબુર હતી ને હવે તો તેની બદલી ના ઓડૅર પણ આવી ગયા હતા.મન થી એ ખુબ જ દુ:ખી હતી.યંત્રવત વાહન ચાલી રહ્યું હતું .શાળા એ પહોંચી ત્યારે એના વિચારો ની ગતિ અટકી.સ્વસ્થ થઈ ને એ શાળા માં પ્રવેશી.

આમ પણ આજે આ શાળા માં તેનો છેલ્લો દિવસ હતો. એટલે એ મન ભરી ને બધા જોડે રહેવા માંગતી હતી.

નિત્યા એટલે કે લાગણી નો આ શાળા માં છેલ્લો દિવસ છે. એ વાત ની જાણ થતાં ગામ લોકો શાળા એ ઉમટી પડ્યા હતા. નિત્યા ની વિદાય માટે નો ક્રાયૅક્રમ રાખવામાં આવ્યો હતો.નિત્યા તો આ બધું જોઈને જ અવાક્ થઈ ગઈ .એમને તો મન માં પણ વિચાયુૅ ન હતું કે ગામ લોકો ને એના માટે આટલું માન છે.એક બાજુ વિદાય નુ દુઃખ ને બધાનુ આટલું હેત,સ્નેહ જોઈ એ સુખ દુઃખ ની મિશ્ર લાગણી થી એ રીતસર રડી પડી.
ગામલોકો એ શાલ ઓઢાડી તેનું સન્માન કયુૅ.ગામના આગેવાનો એ આગ્રહ કરતા કહ્યું કે બેન તમને જવા આવવા માં અગવડ પડતી હોય તો ગામ વતી કંઈક વ્યવસ્થા કરી આપીએ.તમારે ગામ માં રહેવું હોય તો પંચાયત પાકો રૂમ કરી આપશે પણ તમે નિશાળ મુકી ને ન જાવ.બધા ના ભાવ ને માયા મુકી ને તો નિત્યા પણ ક્યાં જવા માંગતી હતી??!!.પરંતુ તે મજબુર હતી ને બદલી ના ઓડૅર પણ આવી ચુક્યા હતા.આખો દિવસ શાળા માં વિદાય કાયૅક્રમ ચાલ્યો આવેલ બધા એ પોતાની યથાશકિત કંઈ ને કંઈ ભેટ આપી. નિત્યા એ અગાઉ જ શાળા ના બાળકો ને પોતાના તરફ થી જમાડવા માટે નું કહી દીધું હતું એટલે નિશાળ માં જ જમણવાર યોજાયો.છુટા થવાના પેપર ને બીજું વકૅ પતાવી નિત્યા એ ભારે હ્રદયે વિદાય લીધી ત્યારે નિશાળ ના બાળકો જ નહીં પરંતુ આખા ગામ ની આંખ માં આંસુ હતાં.જાણે એક દિકરી પિયર છોડી ને વિદાય લે એવા ભાવુક દ્રશ્યો રચાયા.
ગામ છોડી ને જતા એ પણ પુરે રસ્તે રડતી રહી ને ભારે હ્ર્દયે વાંકાનેર સ્ટેશન પહોંચી. પિયર છોડ્યું ત્યારે જે પિડા અનુભવેલી એ જ પિડા ફરી આજે તે અનુભવી રહી હતી. સ્ટેશન પર એ આજે વહેલી પહોંચી ગયેલી.નાનુ સ્ટેશન હોવાથી બહુ લોકો જોવા ન મળતાં. તે શુન્યમનસ્ક બની બેઠી રહી.હેલી એ આવી ને ટપલી મારી ત્યારે એ તંદ્રા માંથી જાગી.
રડીને સુજેલુ મોં જોઈ હેલી એ કહ્યું: શું થયું મારી સ્વીટ લાગણી ને તબિયત સારી નહીં બકા કે ઘરે કંઈ થયું ?કે નિશાળે કોઈ એ કંઈ કહ્યું આટલું બોલી ત્યા તો માંડ માંડ પાંપણે રોકાયેલ આંસુ ની ધારા વહેવા લાગી ને એ હેલી ને એકદમ ચોંટી ને રડવા લાગી.
અચાનક તેમના આ અજુગતા વતૅન થી હેલી તો ડઘાઈ ગઈ ઈ કે આખરે એવું તો શું થયું ?કેમ આટલી રડે કંઈક તો બોલ એ પણ રડમસ થતાં બોલી પણ લાગણી તો બસ એમ જ એને હગ કરીને રડતી રહી.થોડીવાર માં ગૃપ ના બધા આવ્યા ત્યારે માંડ એ શાંત પડી ને ભારે હૈયે તેમની બદલી ની વાત ટ્રેન માં બેઠા ને બધા ને કરી.બધા જ એકદમ ભાવુક થઈ ગયા હેલી તો રડી જ પડી.રોજ નું ગુંજતું ને કિલ્લોલ કરતું ગૃપ આજે એકદમ મૌન બની ગયું. લાગણીનો સ્વભાવ જ એવો હતો કે એ બધાને એની લાગણી ના સ્નેહ સેતુ એ બાંધી દેતી .પરંતુ આજે એ બધું જ છોડી જઈ રહી છે હેલી તો આ વાત માનવા જ તૈયાર ન હતી. ખેતરો કોતરો ને વીંધતી ટ્રેન આગળ વધી રહી હતી.રાજકોટ આવવા માં જ હતું .બધા નોમૅલ વાતો કરી ને મન મનાવી રહ્યા હતા.હેલી તો લાગણી થી રિસાય ગઈ હોય એમ કંઈ જ બોલતી ન હતી.સ્ટેશન આવતા બધા એકબીજા ને ગળે મળી ને ભારે હૈયે લાગણી ને વિદાય આપી ને ફોન થી જોડાયેલા રહીશું નું વચન આપી છુટા પડ્યા.હેલી ને લાગણી એક્ટિવા માં આજે છેલ્લીવાર સાથે હતા છતાં બંને મૌન હતા. કોઈ કંઈ બોલતુ ન હતુ.
" થોડીવાર માં જ ચાર રસ્તા આવશે કંઈક તો બોલ હેલી "
નિત્યા એ મૌન તોડ્યું;
રિસાયેલી હેલી એ કહ્યું ; પાણી પુરી ખાઈએ?
આમ પણ આજ પછી હું ક્યારેય તને પાણીપુરી પરાણે ખવડાવવાની નથી. લાસ્ટ ટાઈમ .
કંઈ જ બોલ્યા વિના લાગણી એ એક્ટિવા બંને ના જાણીતા પાણીપુરી સેન્ટર તરફ વાળ્યું
પાણીપુરી હેલી ની ફેવરિટ હતી.જયાર થી બંને ફ્રેન્ડ બન્યા બંને જોડે જ પાણીપુરી ખાતા.લાગણી એટલે કે નિત્યા ડો ક્યારેય આમ રોડ પર ઉભા રહી પાણીપુરી ખાધેલી નહીં.શરૂ શરૂ માં તો એને બહુ જ શરમ આવતી પણ હેલી પરાણે એને લઈ જતી.પછી તો એને પણ પાણીપુરી ફેવરિટ બની ગ ઈ હતી.ઘણીવાર જોબ પર થી આવતા તે અહીં પાણીપુરી ખાતા. બંને ચાર રસ્તે થી છુટા પડ્યા ત્યારે બંને ની આંખ માં આંસુ હતાં.
નિત્યા :" કાલ થી સમયસર ઉઠી જજે..ટ્રેન ચુકી જઈશ નહીંતર "
હેલી : "હા હવે થોડી તારી સવારી મળવાની છે ? હવા માં ઊડી ને જે પહોંચાડી દે."
"જો તો કેટલી વાયડી" ગાલ પર ટપલી મારતા નિત્યા બોલી ;
"તું તારૂં કર હો હવે તારે મોડુ થશે ઘરે જા ને અમારી લાગણી કયાય ખોવાય ન જાય એ જોજે.નિત્યા ને નથી ઓળખતા અમે અમારે તો અમારી લાગણી એવી ને એવી જ જોઈએ.ને હા લખવાનુ ન છોડતી.ને ભુલી ન જતી મને હો." હૈયા ના રૂદન ને છુપાવતા નિત્યા ને ભેટી ને હેલી બોલી ;
બંને ભારે હ્દયે છુટા પડ્યા.
બંને ને જેવા અલગ થયા કે રડી પડ્યા .નિત્યા ઘર સુધી રડતી રહી.બધા એ આપેલ ભેટ ને બીજું બધો સામાન લઈ એ ઘર માં આવી મોં પર પાણી છાંટી એ ફ્રેશ થવા બેડરૂમ માં ગઈ ને બેડ પર ફસડાઈ પડી ને ચોધાર આંસુ એ રડતી રહી થાકી ને ક્યારે ઊંઘી ગઈ ખબર જ ન પડી‌.
સાંજ ની રસોઈ શો સમય થયો છતાં નિત્યા નીચે ની આવી એટલે સાસુ એ બેલ વગાડી ને નિત્યા ને ત્યારે ભાન થયું કે તેને નિંદર આવી ગઈ હતી.
"આવું મમ્મી"કહી ફ્રેશ થઈ એ નીચે ગઈ ને રસોઈ ને કામ માં પરોવાય ગઈ. સાંજે નવરા થઈને એણે બેગ ખાલી કયુૅ .
પરંતુ ડાયરી હજુ પણ એને યાદ ન આવી......

(નિત્યા ની કેમ બદલી થઇ ? , નિત્યા ને ડાયરી યાદ આવશે?,એની ટ્રેન માં ભૂલાયેલ ડાયરી એને મળશે?આગળ ઘણું છે તો વાંચતા રહો ....
ઝંખના -એક સાચા પ્રેમ ની.....)

આ મારી પ્રથમ ધારાવાહિક છે વાંચી ને પ્રોત્સાહન અવશ્ય આપતા રહેજો ક્યાંય કંઈ ભુલ હોય તો માગૅદશૅન આપતા રહેજો...
ક્રમશ.........