Zankhna - 5 books and stories free download online pdf in Gujarati

ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-5


"નિત્યા કાલે જ પેકિંગ શરૂ કરી દે .શનિવારે આપણે ત્યાં શિફ્ટ થવાનું છે.રવિવારે શાંતિ થી સામાન ગોઠવાય જશે .તારે સોમવારે તો જોબ પર હાજર થવાનુ છે.મારે પણ સોમવારે ત્યાં પહોચી જવુ અનિવાયૅ છે.ત્યાં ફ્લેટ રેડી જ છે.બધો સામાન પણ ગોઠવાય ગયો છે.ને આજે સફાઈ પણ કરાવી દીધી છે એટલે જઈને તરત અગવડ ન પડે. આપણે માત્ર આપણા કપડા ને જરૂરી ચીજવસ્તુ જ લઈ જવાની છે." જમતા જમતા પ્રથમ બોલ્યો;

નિત્યા એ વાત સાંભળી ન સાંભળી ને હકાર માં માથુ હલાવ્યું.તેનુ મન અને મગજ ડાયરી ના વિચારો માં જ હતુ.
થોડીવાર બધા જોડે ટી.વી.જોઈ ને તે પથારી માં પડી.થાકીને લોથ થયેલી નિત્યા તરત જ ઘસઘસાટ ઉંઘી ગઈ.

પ્રથમ એક મલ્ટી નેશનલ કંપની માં ઉચ્ચ હોદા પર હતો.હમણા જ એમને પ્રમોશન મળ્યું હતું સાથે જ કંપની એ બરોડા માં શરૂ કરેલ નવી બ્રાન્ચ ની તમામ જવાબદારી તેમના પર સોંપતા તેને પ્રમોશન અપાયું હતું.કંપની નો આલીશાન ફ્લેટ ને ગાડી પણ તેને આપવામાં આવ્યા હતા.પ્રથમ ખુબ જ હોશિયાર હતો.પૈસા ને કામ સિવાય અન્ય કોઈ બાબત માં ઓછો રસ ધરાવતો હતો. સ્વભાવ નો સારો છતાં અહમ થી ભરપુર હતો.નિત્યા સાથે તેને સારૂ બનતું હતું પરંતુ નિત્યા એટલી નજીક નહોતી બધી જ વાતો તે પ્રથમ સાથે શેર કરી શકતી ન હતી.બધી વખતે પ્રથમ પોતાની જીદ એના પર થોપી બેસતો.તે કહે એ જ થવું જોઈએ ને તે કહે એ જ સાચું એવી અહમવાદી વિચારધારા હતી.અમુક નિર્ણયો માં એ નિત્યા ને પુછતો પણ નહીં ને એની પર એ થોપી દેતો. બદલી માટે પણ એણે નિત્યા ને એક પણ વાર પુછ્યું નહોતું કે તેને બદલી કરાવવી છે કે નહીં.
લાગવગ ચલાવી ને એણે ડાયરેક્ટ ગાંધીનગર ની મેઈન ઓફિસ માંથી બરોડા નજીક ના ગામમાં બદલી કરાવી નાખી હતી.તેને હતું કે નિત્યા બહુ ખુશ થશે ને પોતાના પર ગવૅ અનુભવશે કે બહુ વષૅ નીકળી જાય તેમ છતાં બદલી થવી મુશ્કેલ હોય ત્યારે પોતે એક ઝાટકે કામ પાર પાડ્યું .

નિત્યા સાથે હંમેશા એ એના બિઝનેસ ને પોતાની વાહવાહી ની વાતો કરતો .નિત્યા એને સારી રીતે સાંભળતી પરંતુ નિત્યા જ્યારે એની કોઈ વાત કરે તો એ વાત ઉડાવી
દેતો .તેને નિત્યા સાથે લાગણી નહોતી એવું તો ન હતું પરંતુ હું વાદી સ્વભાવ માં એ હંમેશા પોતે જ કેન્દ્રમાં રહી ને વતૅતો.નિત્યા ની પસંદ- નાપસંદ ની પણ એને કંઈ જ ખબર ન હતી. ઔપચારિક રીતે જોડાયેલા સંબંધો ની માફક એમનું લગ્ન જીવન ચાલી રહ્યું હતું.
નિત્યા પ્રથમ નું ખુબ જ ધ્યાન રાખતી ‌દરેક નાની નાની બાબત માં એની કેર કરતી. એની ધીરજ અને પ્રેમ થી તે તેનું દિલ જીતી લેવા મથતી. લગ્ન પહેલા સપના જોયેલા કે બહુ જ પ્રેમ આપીશ એને જેની જોડે મારા લગ્ન થશે.એટલે જ એ મથતી રહેતી .પ્રથમ ની કોઈ જ વાત ટાળતી નહી.નિત્યા એ ખુદને સમેટી ને સાસરી ના ઘર ના ઢાંચા માં એને એની લાઈફ ને બંધ બેસાડી દીધી હતી.ખુદની પસંદ ના પસંદ ,શોખ ઈચ્છા વગેરે નું પોટલું વાળી ને જાણે લગ્ન વખતે પિયર જ છોડી ને આવતી રહી હતી. તે હંમેશા ઘર મા બધા ને ખુશ રાખવા પ્રયત્ન કરતી.
તે ધીરજ ધરી બધા ના દિલ જીતવા માંગતી હતી એટલે જ મૌન રહી બધાની ઈચ્છા મુજબ જીવી રહી હતી.ઘણીવાર એ એકલી રડી પડતી .
નિત્યા ખુબ જ સ્વમાની ને આત્મનિભૅર છોકરી હતી.પરતુ સાસરા માં એના સ્વમાન ની કોઈને પડી ન હતી.કોઈ નેય એની ચિંતા ન હોય એવું એને થયા કરતું.ઘર ના કોઈપણ નિણૅય માં એને ન પુછવામાં આવતુ કે ન તેના વિચારો લેવામાં આવતા .ઘર નું સમગ્ર ઘરકામ એની પર હતું એના લગ્ન થતાં જ ઘરમાંથી કામવાળી ને રજા અપાય ગઈ હતી.નોકરી સાથે ઘરનું તમામ કામ એના માથે હતું .નિત્યા હોંશે હોંશે બધું કામ કરતી .બધાનુ ખુબ જ કાળજી પુવૅક ધ્યાન રાખતી પણ છતાં કોઈના દિલ જીતી ન શકતી.પિયર કરતા સાવ અલગ જ પ્રકરાર નું ઘર હતું ઘર માં ચાર વ્યકિત સિવાય ભાગ્યે જ કોઈ વ્યકિત આવતું બધા જ પોતપોતાના માં જ ગુલતાન રહેતા.
આલીશાન મહેલ જેવા ઘર માં નીરવ શાંતિ છવાયેલી રહેતી.કયારેક તો આ બધું એને ભેંકાર લાગતું .નોકરી ન હોત તો કદાચ એ આ ઘર માં કેદ થઈ ગઈ હોત એવું સતત થયા કરતુ.ઘર માં ભાગ્યે જ કામ સિવાય ની કોઈ જ વાતો થતી.બધા જમવા પુરતા મળતા ને ફરી પોતપોતાના રૂમ માં ખોવાય જતા ને ઘર સૂનકાર બની રહેતુ‌.

ક્યારેક તો નિત્યા ને પણ ખુબ જ એકલું લાગતું પરંતુ હિંમત થી સહન કરી જતી. નોકરી પર જતા જ એ પાંજરે થી ઉડી મુક્ત ગગને વિહરતા પક્ષી જેવી બની જતી.પરતુ હવે તો એ સુખ પણ છીનવાય ગયું હતું.
પિયર માં તે બધા ની ખુબ જ લાડકી હતી.એની આવડત ને હોશિયારી ને લીધે બંને જ તેના વખાણ થતા .બધાની કેર કરવાનો એનો સ્વભાવ થી બધા ને એ ખુબ જ ગમતી.બીજા ને પ્રેમ આપવો ને પ્રેમ મેળવવો એને ખુબ જ ગમતું .લખવા નો નાનપણ થી શોખ હતો.ડ્રોઈંગ ,કુકીંગ ડેકોરેશન કરવું ,ફરવું,વાંચન કરવું ,નાની નાની વાતો માં એન્જોય કરવું ખુબ ગમતું તે નાની હતી ત્યાર થી જ ઘરને વિવિધ અવનવી વસ્તુઓ બનાવી શણગારતી રહેતી.નવી નવી વાનગી ઓ બનાવી બધા ને જમાડતી.ભણવામાં પણ ખુબ જ હોશિયાર હતી રમતગમત માં પણ એ સ્ટેટ લેવલ સુધી રમી આવી હતી.
નિત્યા ને બધા ઓલરાઉન્ડર કહી ને બિરદાવતા ‌.દરેક ક્ષેત્ર માં એ શ્રેષ્ઠ પદશૅન કરતી એટલું જ નહીં તે તેના મળતાવળા ને પ્રેમાળ સ્વભાવ થી બધા નું જ દિલ જીતી લેતી.પિયર મા પણ એ બધા ના દિલ જીતવા મહેનત કરતી રહેતી પરંતુ તે બહુ સફળ નહોતી થતી. ક્યારેક નિરાશ થઈ રડી લેતી પણ ધીરજ ધરી જીવન જીવી રહી હતી.

********************************
ટ્રેન રાત ના અંધકાર ને ચીરતી પટરી પર સડસડાટ આગળ વધી રહી હતી.બરોડા આવવામાં હજુ થોડીવાર હતી.બરોડા મેલ ના એસી કોચ મા ડાયરી સાથે એ બેઠો હતો.એણે એક નજર કાંડા પર ની સ્માટૅ મોંઘી વોચ પર કરી ને મનોમન બબડયો ટ્રેન ક્યારેય ટાઈમે ન પહોંચાડે.એને બેગ માંથી બોટલ કાઢી પાણી ના બે ઘુંટ પીધા .ત્યા જ એનો મોબાઈલ રણક્યો .
"હેલ્લો લવ, શુ થયુ ,ક્યાં પહોંચ્યો ? સામે છેડે થી ચિંતા સાથે પપ્પા (લવ ના)બોલ્યા :
લવ : "હા હમણાં પહોંચી જઈશ અડધી કલાક માં ,ટ્રેન સમય કરતાં લેટ ચાલે છે."
પપ્પા :"ઓકે" ગાડી મોકલું છું .
લવ: "એની જરૂર નથી, હુ અત્યારે ઘરે નથી આવી રહ્યો આપણા ફામૅ હાઉસ પર જવાનો છું એકાદ દીવસ એકલુ રહેવુ છે."
પપ્પા: "પણ?? ઘરે તારી મમ્મી ને હું રાહ જોઈએ છીએ .જે થવાનું હતું એ થઈ ગયું હવે તું પહેલા ઘરે આવ પછી નિરાંતે બધી વાત કરી પછી જજે ફામૅ હાઉસ કાલે સવારે."

લવ: પપ્પા પ્લીઝ ,મારે કોઈ જ વાત નથી કરવી અત્યારે મને એકલું રહેવું છે મમ્મી ને સમજાવી દેજો ને ચિંતા ન કરતા. ‌આઈ એમ ઓલમોસ્ટ ફાઈન.
પપ્પા: પણ લવ તને ઘરે આવવામાં વાંધો શું છે?
લવ: "પપ્પા મને કોઈ જ પ્રોબ્લેમ નથી ,પણ અત્યારે તો ઘરે નહીં જ આવું હવે ફોન મુકો ને ચિંતા ન કરતા આઇ એમ ઓલરાઈટ"
ફોન કટ કરતા ની સાથે જ એના ચહેરા ની રેખા ઓ તંગ થઇ ગઈ. બોટલ માંથી બે ઘુંટ પાણી ના પીધા ને એ મોબાઈલ માં જોવા લાગયો .
તેને વિચાયુૅ પણ નહોતુ કે એક ઝાટકે તેનુ બધું આમ છીનવાય જશે.
માણસ ઓળખવા મા જ એ થાપ ખાય ગયો.બહાર થી આટલા સારા દેખાતા લોકો નો અંદરખાને આવો પણ ચહેરો હોય એ આજે જોયુ .બધું જ ખતમ કરી નાખ્યું એક ખોટા વિશ્વાસ પર એને બધું જ પળવાર મા ગુમાવી દીધું મનોમન વિચારતા એના આંખ આડે અંધારુ છવાય ગયું.

(એવું તે શું થયું હશે લવ સાથે?
નિત્યા બરોડા માં સેટ થશે?
નવું નોકરી નું સ્થળ કેવું હશે?
લવ ને ડાયરી ક્યારે મળશે?
લાગણી ની ડાયરી એને પાછી મળશે?)
બધાજ જવાબો સાથે ફરી મળીશુ આગલા ભાગ માં તો વાંચતા રહો ઝંખના- એક સાચા પ્રેમની.....

ક્રમશ..........