Jivant Raheva ek Mhor - 2 books and stories free download online pdf in Gujarati

જીવંત રહેવા એક મ્હોર - 2

પ્રકરણ બીજું/૨જું

આલોક પારેખ અચાનક ઓફિસમાં એન્ટર થયા. બધાં એમ્પ્લોઇઝ વાતોમાં મશગુલ હતા. કોઈને ખ્યાલ જ ન રહ્યો કે ક્યારે આલોક સાહેબ અંદર આવ્યા. આ જોઈ આલોક સાહેબે તો બધા જ એમ્પ્લોઇઝ પર ગુસ્સે થયા. એમનાં વિશ્વાસને ધક્કો લાગ્યો હતો.
રૂપાલી આર્વી સાથે કોલ પર વાત કરી રહી હતી.
આર્વી તને ખબર છે કાલ રિયાન મને કૉફી પીવા બહાર લઈ જવાનો હતો બટ મેં જ તેને રોક્યો અને કહ્યું કે નહીં આપડે તો સાઈકલ રેસ કરીશું અને અમે સાઈકલ રેસ કરી અને દરવખતની જેમ આજે પણ હું જ જીતી ગઈ.
'તું સાવ પાગલ છે કૉફી માટે કહ્યું અને તે ના પાડી. સાવ એટલે સાવ બુધ્ધુ છે તું ' તને કંઈ ખબર જ નથી પડતી, શું ખબર એ તને પ્રપોઝ કરવા માટે જ કદાચ કૉફી પીવા લઈ જવાનો હોય. તારી સાઈકલ રેસ તો ફરી ક્યારેક પણ થાત.
હાં પણ વાતો વાતોમાં મેં મારા દિલની વાત કરી. એ સમજ્યો કે નહીં એ ખબર ન પડી.
અચ્છા તે શું કહ્યું
" આજ પણ તું મને નહીં જ હરાવી શકે.
પણ અંહીયા જીતવું કોને છે
હું તો તારી સાથે હારીને પણ જીતી જાવ છું'
અચ્છા એવું તું શું જીત્યો.
તારાં ચહેરા પરની આ સ્માઈલ તારી આ જીતીની ખુશી અને તને......
ઓહહહ મિસ્ટર હું રેસમાં નથી જોડાઈ, મારી અને તારી સાઈકલ રેસમાં જોડાયા છે યાદ રાખ.
તે તો મને અને મારા મનને ક્યારે જીતી લીધાં એ યાદ જ નથી.
આ બધું મને એકલીને સંભળાતું હતું કે એ સાચે બોલતો હતો એ મને નથી ખબર યાર....

આલોક અંકલે રૂપાલી અને રિયાન પૂર્ણ રીતે વિશ્વાસ મૂક્યો હતો કે પોતાની કંપની બંને સારી રીતે સંભાળી લેશે, પરંતુ હાલમાં ઓફિસની હાલાત જોતા એમનાં મનને મોટો ધક્કો લાગ્યો.
ઓફિસનો બધો કારભાર આલોક સાહેબે રિયાન અને રૂપાલીને સોંપી દિધો હતો. ઓફિસની આવી હાલત જોઈને આલોક સાહેબે રિયાનને અંદર આવવાનો આદેશ આપ્યો. હાલમાં રૂપાલી ઓફિસમાં ન હતી. તો ત્યાં તેનાં કેબિનમાં આલોક સાહેબ બેઠા હતા ત્યાં જ રિયાને ઓફિસના દરવાજાને ટોકર મારતા, પરવાનગી લેતા બોલ્યો મેં આઈ કમ ઈન સર ?
યેસ કમ ઈન, બેટા
જો રિયાન, મેં તારા ભરોસો મૂકી આખી કંપની તને સોંપી છે. અને તું જ આ કંપનીનો માલિક હોય એવાં બધાં નિર્ણય ફક્ત તને આપ્યા છે. જો તું બરાબર ન સંભળી શકતો હોય તો મને કહી દે, કંઈ ખુટતુ હોય તે લાવી આપવાની જવાબદારી મારા શિરે જ રહેશે.
પણ આમ ઓફિસ ટાઈમે આપણી ઓફિસ વર્કરો આમ આવી રીતે વાતોમાં મશગૂલ હતા તે જોઈ મને થોડું વિચિત્ર લાગ્યું અને દુઃખ પણ થયું તો તને કહ્યું. તો હવે આગળથી આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. ઓકે?
ઓકે સર
શું ઓકે સર? 'તું મને સર કહીને બોલાવીશ?' થોડા ગુસ્સાના સ્વરે પૂછ્યું.
હાં જ. તો?
અરે તું મને પહેલેથી જે બોલાવે છે એ જ બોલાવ, કાકા જ બરાબર રહેશે. ઓકે.
ઓકે.
બીજા દિવસે પણ આલોક અંકલ ઓફિસ પર રેગ્યુલર ટાઈમે આવી ગયા.
આ જોઈ રિયાનને નવાઈ લાગી. એમણે વિચાર્યું કે આલોક અંકલને જ પૂછી લઉં કે કામમાં મારી કંઈ ભૂલ થઈ?
આલોક અંકલની ઓફિસમાં રિયાને પ્રવેશ કર્યો અને પરવાનગી લેતા કહ્યું, મેં આઈ કમ ઈન સર?
હાં બેટા સારું કર્યું તું જાતે જ આવી ગયો, હું તને જ બોલાવીને સમજાવવા માંગતો હતો કે અહીંનું કામ હું સંભાળી લઈશ.
અંકલ આગળ કંઈ બોલે તે પહેલાં જ રિયાન વચ્ચે બોલ્યો, કાકા મારી કોઈ ભૂલ થઈ? માણસ પોતાની ભૂલો અને અનુભવ માંથી જ તો શીખે છે.
હાં,બેટા પણ મારી પૂરી વાત તો સાંભળ,
હાં બોલો અંકલ
અરે.... મુંબઈ મારા એક મિત્ર છે. એમની કંપની બહુ જ મોટી છે. ત્યાં તેમની દીકરી મીનાને તારે સપોર્ટ કરવાનું છે હાલ જ એમણે એમ.સી.એ સ્નાતક કર્યું છે.તો બોલ કાલની ટીકીટ બુકિંગ કરુંને? અરે કાકા પૂછવાનું થોડું હોય, તમારે તો ઓર્ડર આપવાનો હોય. કાકાને હાં પડી પરંતુ મનની અંદર અનેક સવાલો ઘુમવા લાગ્યા. હું અને રૂપાલી દૂર થઈ જશું? આલોક અંકલે ચપટી વગાડી પુછ્યું હેં રિયાન ક્યાં ખોવાઈ ગયો? મુંબઈ પહોંચ્યા પહેલા જ તું માયાનગરીમાં ગૂમ થઈ ગયો કે શું? વિચારના વમળને રોકીને બોલ્યો. મારા પપ્પાના ગયા પછી તમે જ મારા પપ્પા સમાન એક વડીલ સમાન છો.
ઓકે, હું ટીકીટ બુક કરાવું છું, તારી પાસે જે કંપનીની કાર છે,તે હવે થી રૂપાલી પાસે રહેશે. કાલે રૂપાલી જ તને ડ્રોપ કરી જશે. તારી પાસેથી કાર પણ લઈ જશે.
ઓકે અંકલ. મને ટ્રેનનો સમય વોટ્સએપ પર મેસેજ કરી દેજો.
જી. જરૂર
એક્ઝેક્ટ નવ વાગ્યાના ટકોરે હોર્ન વગડ્યો.
રૂપાલી ગાડીમાં બેસીને હોર્ન વગાડી રહી હતી. ટ્રેનનો સમય દસ વાગ્યાનો હતો.
આ..આ..વુવુવુ છું. શુ એક ધારી મંડાઈ પડી છો, વરસાદમાં બારે મેહખાંગા થયા હોય એમ.
મારે તારી સાથે જેટલો સમય રહેવાય એટલું રહેવું છે. મનમાં બોલી. રૂપાલી મનમાં જ બોલી.
બ્લ્યુ કલરનુ ટ્રોલી બેગ લઈને બહાર નીકળી રહેલ રિયાન રાજાનાં કુંવર જેવો દેખાઈ રહ્યો હતો. તેની મમ્મીના ચરણ સ્પર્શ કરી બેગ ડિકીમાં ગોઠવી કારનો ડોર ઓપન કરી રૂપાલી તરફ હાથ લંબાવતા બોલ્યો. રિયાનનો હાથ પકડી એક ક્ષણ માટે તો રૂપાલી અલગ જ અનુભૂતિ થઈ હોય એમ કવનમાં ખોવાઈ ગઈ જાણે સાંભળવાનું બંધ થઈ ગયું હોય એમ ભાન જ ન રહ્યું. મેડમ, ડ્રાઈવીંગ હું કરીશ. 'ક્યાં ખોવાઈ ગઈ રૂપાલી?' રિયાને પુછ્યું ક્યાંય નહીં. આર યુ ઓહ કે? યેસ....
રિયાનને પણ અંતરની વાત કહેવી હતી પણ વિચાર્યું મુંબઈ સેટલ થઈ જાવ, પછી ત્યાંની તાજમાં પ્રપોઝ કરીશ. પણ કહેવાય છે ને કે અંતરની વાત અંતરમાં રાખતા, અંતરમાં રહેલાનું અંતર ઘણીવાર વધી જાય છે.


ક્રમશઃ....