Jivant Raheva ek Mhor - 7 books and stories free download online pdf in Gujarati

જીવંત રહેવા એક મ્હોર - 7

પ્રકરણ સાતમું/ ૭મું

વાતને ફેરવતા રિયાને શરૂઆત કરી, મમ્મીની તબિયત કેમ છે? હવે,
મારી બધી બહેનો ઠીક તો છે ને? રૂપાલી કેમ છે? ભારે હૈયે હિંમત કરી પુછી લીધું.
વિશ્વાસ તો મને પણ તમારા પર ભરોભાર છે. એટલે જ તમને બધું સોંપી દિધું.
આંખોમાં આંખ ન પરોવી શક્યા આલોક પારેખ.
હવે આગળ
આલોક અંકલે મૌન તોડતા પુછ્યું. હું અહીં મારા દીકરા પારસ માટે સારિકાનો હાથ માંગવા આવ્યો છું. જે લંડન રહે છે. શું તું સારિકાનો હાથ મારા દીકરા માટે આપીશ? તો હું ધન્ય બની જઈશ. જો તું હાં પાડે તો તારી બહેનને મારા ઘરની લક્ષ્મી બનાવીને રાખીશું.
એકપળ વિચાર્યા વગર જ રિયાને હાં પાડી દીધી. પછી તરત જ વિચાર આવ્યો કે હું ભલે નાનો રહ્યો પરંતુ એક વખત મારે સારિકાને પુછવું જોઈએ, તેની મરજી શું છે. તેનું કોઈ ગમતું પાત્ર છે કે નહીં. એ મારે જાણવું જોઈએ. જેમ મને રૂપાલી અને રૂપાલીને હું વિચાર ખંખેરી નાખ્યો. રિયાન અતિતનાં અંધકારમાં ખોવાઈ તે પહેલાં જ વિચારરૂપી વાવટાને રોકી લીધો.
આલોક અંકલ આપ શું લેશો? ઠંડું કે ગરમ. કહેતા વાત ને વળાંક આપ્યો. આલોક અંકલે હાથની કાંડા ઘડિયાળમાં જોતા કહ્યું, મારે લેટ થાય છે, ટ્રેન મિસ થઈ જશે. અરે અંકલ તમે શું આવ્યા ને શું જશો. હું તમને નહીં જવા દઉં. આજ તો તમારે મારાં ઘરે રોકાવું જ પડશે. દિકરા ફરી ક્યારેક આવીશ ત્યારે જરૂર રોકાણ કરીશ. બસ, કહેતા આલોક અંકલ ઉભા થયા.
મનમાં તો ઘણા વિચારો ઘૂમતા હતાં. પુછી લઉં શું કારણ હતું કે આમ રૂપાલીને.... વળી વિચારના વમળને કાંકરી ચાળો કરીશ તો ઘણા વમળોની વ્યથા ઘુમરીયું લેશે. અને વાત ટાળી દીધી.
એટલામાં મોના ઓફિસમાં એન્ટર થઈ. આલોક અંકલને જોઈ તુરંત જ બોલી અંકલ તમે ક્યારે આવ્યા. સવારે વહેલો નીકળ્યો હતો. બસ હવે જવાની તૈયારી કરું છું. અચ્છા જોવા દો, તમારી ટીકીટ.
આલોકની હાલત તો કાપો પાડોને તો લોહી ન નીકળે એવી થઈ ગઈ. મારા મિત્રની દિકરી આવી!, એક પણ સંસ્કાર નહીં પણ પછી તુરંત જ કંઈક યાદ આવ્યું કયાંથી હોય નાનપણમાં જ મા રૂપી પડછાયો મળ્યો નથી અને એક દિકરીને મા જ સંસ્કાર આપી શકે. પિતા લંડનમાં બેઠાબેઠા પૈસા કમાવવાની ઘેલછામાં દિકરીને પણ વિસરી ગયા હશે.
આલોકે ખિસ્સું ફંફોડતા ટીકીટ કાઢી મોનાને આપી. મોનાએ ટીકીટ રિયાનને આપતા કહ્યું આ લે રિયાન આ ટીકીટ કેન્સલ કરાવ તો.
આલોકની મનોદશા ધારણા કરતાં કંઈક વિરુદ્ધ નિકળતા તેને આનંદની લાગણીનો અભાવ અનુભૂતીમાં ફેરવાઈ ગયો.
મોનાએ ક્યારેય આવા સંબંધો આવકાર્યા નહતાં છતાં સંબંધ જાળવવા પ્રયત્ન કરી રહી હતી. આજ સુધી આ ભીડભાડ વાળી જીંદગી માંથી પોતાની ભાળ પણ ક્યારેય નથી લીધી. એ ભીતરથી પોતાની ભાળ લેવાનું સાવ ભૂલી જ ગઈ હતી.
પ્રભુતામાં પગલાં પાડયાં પછી આ પહેલો અનુભવ એને પચે નહીં એવો હતો. અંકલની ટીકીટ કેન્સલ તો કરાવી પણ પહેલીવાર આવી રીતે કોઈ ઘરે આવશે, એવો અનોખો અનુભવ પહેલીવાર થવાનો હતો.
નાનપણથી એકલી રહેલી મોના શું જાણે આવકારનો અર્થ. હોસ્ટેલમાં મોટી થયેલી મોનાને શું ખબર હોય કે મહેમાન શું કહેવાય, મહેમાનની આગતાસ્વાગતા શું કહેવાય.
તેમાં વળી અધુરામાં પુરું લગ્ન પણ એક અજીબોગરીબ ઘટનામાં થયાં. પોતાનું મકાનને જ સાસરું બનાવ્યું. પોતાનું પિયર જ એ આલિશાન મકાન. જે'દિ પડછાયા રૂપી મા ગુજરી તે'દિ લાગણીઓને ઘડી કરીને કબાટમાં મુકેલી. એ આઝાદી શું કામની જેમાં લાગણી પ્રેમવર્ષા ભાવના કંઈ હોય જ નહીં.
રૂપાલીનો કોલ આવ્યો પપ્પા ક્યારે નિકળો છો? હું રાહ જોવ છું. પહોંચીને મને કોલ કરો હું સ્ટેશને લેવા આવી જાઉં. રૂપાલી એક સાથે સવાલોની છડી વરસાવી. 'સાંભળ તો ખરી હું હજુ નિકળ્યો નથી. રિયાન અને મોનાએ બંનેએ એટલા પ્રેમથી રોક્યો કે હું ના ન પાડી શકયો. એટલે રોકાઈ ગયો.
લે મોના સાથે વાત કર હું ફોન તેને આપું છું. હજુ રૂપાલી કંઈ પ્રત્યુતર આપે તે પહેલાં જ મોબાઈલ મોનાને આપી દિધો હતો.
હેલ્લો
હેલ્લો
કેમ છો? મોનાનાં મગજમાં એક સુખની લાગણી ફરી વળી. અત્યાર સુધી કોન્ટેક્ટ તો ઘણા સાથે થયા પરંતુ કોઈ કેમ છે એવું પુછવા વાળું ન મળ્યું
મજામાં. તમે?
રૂપાલીને તો શું બોલવું કંઈ સમજાતું નહોતું. પહેલીવાર તેને શબ્દો શોધવા પડ્યા સમજાયું નથી કે પપ્પાના ફ્રેન્ડની દિકરી સાથે વાત કરી રહી હતી કે રિયાનની વાઈફ સાથે.
હું પણ મજામાં
રાજકોટ જોવા આવો. મજા આવશે.
અને કોલ કટ્ટ થઈ ગયો.
મોના, હેલ્લો, હેલ્લો હેલ્લો બોલતી રહી. સામે થી કોઈ પ્રતિક્રિયા ન આવતા મોબાઈલ આલોક અંકલને આપ્યો. આલોક અંકલે ઘણી ટ્રાય કરી પણ કોલ લાગ્યો જ નહીં

જાણી જોઈને રૂપાલીએ કોલ કટ્ટ કરી નાખ્યો હશે કે?

ક્રમશઃ.....

જાણવા માટે વાંચતા રહો જીવંત રહેવા એક મ્હોર
આપનો કિંમતી સમય આપી મારી રચના વાંચો છો તો પ્રતિભાવ આપી જણાવજો કે વાર્તા કેવી લાગી. અને કંઈ ભૂલ હોય તો પણ ચોક્કસ જણાવજો.
અને હાં એક વાત કહેવાની તો રહી ગઈ જો વાર્તાનાં લેખક નહીં પરંતુ વાર્તા ગમે અને ગામ પહેલા વાંચવી હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નથી હોં.....આતો આપણા હોય એને કહેવાય તો કહી દિધું.... પાસું ખોટું ન લગાડતાં હોં.....