Jivant Raheva ek Mhor - 3 books and stories free download online pdf in Gujarati

જીવંત રહેવા એક મ્હોર - 3

પ્રકરણ ૩જુ / ત્રીજું

લોકલ ટ્રેનમાં ચિક્કાર મેદની. સપનાંઓ સાકાર કરવા ઉમટી પડયા હોય જાણે, મુંબઈ યંત્રવત્ માનવ જેવું ચાવી ભરેલું રમકડું લાગ્યું. કોકની આંખો તૂટતા તારા જેવી ચળકતી
તો કોકની આંખો દૂકાળ જેવી સાવ સુક્કી ભટ.
જાણે કે તેના સઘળા સપના કોઈ સુનામીમાં ઢસરડાઈ ગયાં હોય. ગગન ચુંબી ઈમારતોની હારમાળા, ચોતરફ જથ્થાબંધ, બસ જુદા જુદા માથા, કોઈ જુસ્સામાં,કોઈ ગુસ્સામાં, કોઈ ઝૂમે, કોઈ ઝઝૂમે, તો કોઈ ઝૂરે છે.

રઘવાયા જેવા યાત્રીઓની ભરચ્ચક ભીડ વચ્ચે લોકલમાં એક સ્ટેશનથી બીજા સ્ટેશન સુધી ખભા પર એક વજનદાર થેલો ભરાવી, એક ઉંમરલાયક મહિલા, મેક્સી પહેરીને રબ્બર બેન્ડ અને હેઈર બેન્ડ વહેંચતી જોઈ.
પેટની ભૂખ એ સંસારની શ્રેષ્ઠ તાલીમશાળા છે.

મુઠ્ઠીભર માલેતુંજારનો એક સમૂહ, સેંકડો મજબૂત પણ મજબૂર, મજદૂરના ભાવતોલ અને સૌદા બાજી કરે. અને ઘૂઘવતો સાગર ચુપચાપ નિહાળ્યા કરે આ સૌદાબજીના બાજીગરોને...
સાગર જોયાં કરે નિયમિત રોજ એક નવી ઘટના, અને પછી એ સત્યઘટના ડૂબી જાય તથ્યોના તળાવમાં.
ધૂળ,માટી, ભીડ, ભાગદોડ, વિશાળ સડકો, ઝૂલતા મિનારા જેવા ફ્લાયઓવર્સ, ચળકતી ગગનચુંબી ઈમારતો, ચકાચોંધ રોશની રેલાવતાં મહાકાય સાઈનબોર્ડસ,
અતુપ્ત ઈચ્છાપૂર્તિ માટે, એક વૈશ્વિક ફલકનું બાઝાર, મહાસગારની મુંજવણ.

સંધ્યા, નિશા, શશી, સિતારા, શહેર, સરિતા, નહેર, દરિયા, કિનારા... સમસ્ત .... રિયાનને આ બધું અબોધભાવે નિહાળ્યા કર્યું.
એમનું માથું ભારે થઈ ગયું હતું. તે શાંતિ ઈચ્છતો હતો પણ અહીં એ શક્ય ન હતું. પ્રભાતના પ્રથમ પ્રહરથી લઈને છેક રાત્રીના અંતિમ પ્રહર સુધી બસ દોડવું દોડવું અને દોડવું.
જેટલું વિખરાયેલું છે, એટલું વીંટળાયેલું પણ છે. કયારેક નિરાંતનો દમ ભરતું, ભુલભુલામણી જેવું શહેર.. એટલે મુંબઈ. એકતરફ સુર્યપ્રકાશ પણ માંડ પ્રવેશી શકે એવી સાંકડીથી પણ સાંકડી ગલીઓના દરવાજા પર તોરણ જેવી દેખાતી સસ્મિત સિકલની કતારો.
ટ્રાફિક જામ અને ટેક્સી રોડ પર કોઈ ઋષિમૂની માફક ધ્યાનમાં બેઠા હોય તેમ આંખો બંધ કરી, નમણાં પર હાથ મૂકી રિયાન વિચાર કરતો હતો. ક્યાં જવું ? કોને કોલ કરું? એટલામાં મોબાઈલમાં રીંગ ખિસ્સું ફંફોડયુ. મોબાઈલ બહાર કાઢતા પડી ગયો. મોબાઈલ હાથમાં લીધો ત્યાં રીંગ પૂરી થઈ ગઈ હતી. સ્ક્રીન પર જોયું અનનોન નંબર હતો. બધાં જ વિચાર સ્ટોપ કરીને એ ફ્રેશ થવા માંગતો હતો.પરતુ અજાણ્યા શહેરમાં કયાં જવું સમજાતું નથી. ત્યાં ફરીથી રીંગ વાગી. પહેલા હતો તે જ નંબર પર થી કોલ આવ્યો હતો. ટ્રુકોલરમાં મોના રાવળ લખેલું હતું.
કોલ ઉઠાવ્યો સામે છેડેથી સુમધુર અવાજે ' હેલ્લો ક્યાં છે તું? તારી ટેક્સી ક્યાં ઉભી છે, લોકેશન સેન્ડ કર ડ્રાઈવર તને લેવા આવે છે ' રિયાન હજુ એ અવાજથી એટલો પ્રભાવિત થયો હતો કે શું બોલવું? કઈ વાતનો જવાબ આપવો? 'તું ' સાંભળી શું રિએક્ટ કરવું? કંઈ સમજે તે પહેલાં કોલ કટ થઇ ગયો.
મિસ.મોના રાવળ લખેલું ઓફિસના બારણાં સુધી એક માણસ દસમાં માળ પર મૂકી ગયો. રિયાન જેવો ઓફિસમાં એન્ટર થયો. સ્તબ્ધ રહી જોતો રહી ગયો. બ્લેક કલરનું ટ્રાઉઝર્સ નીચે લાઈટ પિંક કલરનું શર્ટ, નીચે બ્લેક કલરનું મીની સ્કર્ટ સાથે મેચીંગ હિલ એકદમ ગોરો વાન, મોટી અણીયાળી આંખો એકદમ આકર્ષિત સ્ટેચ્યુ જેવી પાતળી પરમાર
એમને જોતાં જ સાન અને ભાન બધું ભૂલાઈ ગયું. એની નજર પણ રિયાનના ચહેરા પર ચોંટી ગઈ.
ઈમારતોની હારમાળા વચ્ચે પણ ઘુઘવતો દરિયો ચોંટી ગયો. હવાઓ સ્થિર થઈ ગઈ. પક્ષીઓના કલરવ નથી છતાં અવાજો શાંત નિરવ થઈ ગયું. રોડ પરના વાહનો થંભી ગયા. આખે આખી દુનિયાને જાણે કોઈએ સ્ટેચ્યુ કહ્યું હોય ને બધું સ્તબ્ધ થઈ જાય એમ બે સેકન્ડ માટે નિરાળી શાંતિ વ્યાપી ગઈ.
એમણે હાથની ચપટી વગાડી મને જગાડતી હોય એમ વગાડી કહ્યું. ગુડ ઇવનિંગ,
હું પણ હોંશમાં આવી બોલ્યો ગુડ ઇવનિંગ.
રસ્તામાં કોઈ તકલીફ તો નથી પડી ને?
મિસ્સ્ટટરરર.......?
સોરી મને આલોક અંકલે કહ્યું હતું પણ કામની વ્યસ્તતાને કારણે હું તારું નામ ભૂલી ગઈ. પોતાનો એક કાન પકડતા બોલી.
અ...રે, એમાં સોરી કહેવાની જરૂર નથી
હું રિયાન,
રિયાન ગોવર્ધન મહેતા.
બંનેએ શેક હેન્ડ કર્યું.
ઓ મિસ્ટર, હવે હાથ છોડી કામે વળગો.
આલોક અંકલે કામ કરવા મોકલ્યો છે નહીં કે મને જોવા સમજ્યા મિસ્ટર રિયાન મહેતા.
તમે મને ખાલી રિયાન કહી શકો છો.
મોના એક અતિ આધુનિક છોકરી હતી. મનમાં આવે એવું વિચાર્યા વગર બોલી નાખવું. ઠાઠમાઠમાં મોટી થયેલી, કોઈને સમજવું કે અનુભવવું એવી સમજણ જ ન હતી.
હાં...હાં...હાં...હાં...મોના જોર જોર જોરથી હસી પડી એ હસી રોકી ન શકી.

તમે.. તમે.... હું તો તને તું જ કહીશ. પણ તું પણ મને તું જ કહીશ. ઓકે.
આજની સાંજ, આ વ્યસ્ત લાઈફ માંથી સમય કાઢી મારી સાથે કૉફી પીવા આવીશ?


ક્રમશઃ