Colors - 22 books and stories free download online pdf in Gujarati

કલર્સ - 22

એક તરફ લીઝા એક ખાડા માં પડી જાય છે, જયાંથી તેને કોઈ છૂપો રસ્તો મળે છે અને તે તેને આધારે કોઈ અજાણી જગ્યાએ પહોંચી જાય છે, જયારે બીજી તરફ
પીટર અજાણી જોવા મલેલી ઇમારત ના રહસ્યો ઉકેલવા મથે છે.હવે આગળ...
પીટર અને વાહીદ ની ટિમ અગાશી ના બીજી તરફ ના ખુલ્લા ભાગ માં જવાની કોશિશ કરે છે,પરંતુ વચ્ચે લગભગ પાંચ ફૂટ જેટલું અંતર હોઈ થોડી મુશ્કેલી થાય છે.
આસપાસ તપાસ કરતા એક જૂની લાકડાની સીડી મળે છે,જેને તે લોકો બીજી તરફ ટેકવી ને જવાની કોશિશ કરે છે,પીટર એકલો જ ત્યાં જાય છે,અને તે તરફ ના ઝરૂખા નું બારણું ખોલી ને જોવે છે પરંતુ અહીં તો કોઈ સીડી નું નામોનિશાન નથી તે ગુસ્સા માં પગ પછાડતો ત્યાંથી બહાર આવે છે.

પીટર જ્યારે ત્યાંથી બહાર નીકળે છે ત્યારે તેને કોઈ અવાજ સંભળાય છે,જાણે કોઈ લોખંડ ની વસ્તુ અથડાઈ હોઈ. પીટરે ફરી એકવાર બધું ચેક કર્યું પણ કંઈ સમજાયું નહિ એટલે તે ત્યાંથી નીકળી ગયો.

લિઝા એ જોયું કે એ રૂમ માં મોટા મોટા પતરા ના બોક્ષ હતા,જેમાં તીક્ષણ હથિયારો રાખવામાં આવ્યા હતા,અમુક માં હાથ બનાવટ ના બૉમ્બ હતા.બધું જોતા એવું લાગતું હતું કે પેહલા ના સમય માં આ કોઇ શસ્ત્રો રાખવાનો રૂમ હોવો જોઈ.

લિઝા એ જોયું કે એ સીડી હજી ઉપરની તરફ જતી હતી,એટલે તે ફરી ચઢવા લાગી,અહીં કોઈ જાત નું અજવાળું પહોંચતું નહતું ચોતરફ બસ અંધકાર જ હતો,લીઝા ટોર્ચ ના પ્રકાશ ના આધારે ઉપર ચડતી હતી અને અચાનક ચઢતા ચઢતા લિઝાનું માથું કોઈ લોખંડ ની વસ્તુ સાથે અથડાયું અને તે થોડા પગથિયાં નીચે ઉતરી ગઈ,તેને માંડ પોતાની જાત ને સંભાળી.લિઝા એ ટોર્ચ સરખી કરી ને જોયું તો અહીં કોઈ દરવાજો હતો,તેને મોમાં ટોર્ચ પકડી તે દરવાજો કઇ તરફ ખુલે છે તેની ચકાસણી કરી,પરંતુ ઘણી મહેનત બાદ તે દરવાજો ખુલ્યો નહિ,પરંતુ કોઈ ખટ ખટ જેવો અવાજ આવ્યો,લિઝા થોડી ડરી ગઈ,અને ત્યાંથી થોડા નીચે પગથિયે ઉભી રહી,પણ બીજીવાર તેવો કોઈ અવાજ આવ્યો નહિ.

હવે લીઝા ને આગળ જવાનો રસ્તો ના દેખાતા તે ફરી પેલા રૂમ માં આવી. હવે અહીં તેને દરવાજો ખોલવાની કોશિશ કરી,પણ ઘણા સમય થી બંધ હોવાને લીધે દરવાજો જરાપણ હલ્યો નહિ.અંતે આટલા સમય થી ચાલીને થાકેલી લીઝા થોડીવાર ત્યાં આરામ કરવા બેસી ગઇ.

આ તરફ પીટર અને તેની ટીમ પણ ઉપર કંઈ ખાસ હાથ ના લાગતા તેઓ પણ નીચે આવ્યા.હવે તેઓ ઇમારત ના પાછલા ભાગ માં ચકાસણી કરવા ગયા.અહી ફક્ત મોટું ખાલી મેદાન હતું, પરંતુ અહી આવતા જ બધા ના મન માં કોઈ અજીબ લાગણી થતી હતી,એ મેદાન સિવાય બીજું કંઈ ખાસ લાગ્યું નહિ,તો પણ આખી ટીમ એકવાર તે મેદાન માં ફરી વળી,અને મેદાન માં થી જ આગળ દરિયો પડતો હતો.જો કે તે દરિયા નું પાણી અહી પહોંચે નહિ એટલી આ જગ્યા ઉચી હતી.

નીલ અને રાઘવ ના મન માં જાનવી અને નાયરા ને લીધે ચિંતા વધતી જતી હતી,ઊંડે ઊંડે તેમને લાગતું હતું કે એ બંને અહી જ ક્યાંક છે,નક્કી કોઈ વાત કે વસ્તુ આપડી જ નજર બહાર થઈ ગઈ છે.ફરી તેઓ તે ઇમારત ની અંદર ગયા,અને આ વખતે બધું ધ્યાન થી ચકાસવા લાગ્યા.

હવે તેમનું મન પેલા સાત દરવાજા ની પાછળ પહોંચી ગયું કે ત્યાં શું હશે?ક્યાંક ત્યાં જ કોઈએ તેમને કેદ નહિ રાખ્યા હોઈ ને?

વાહિદ એક કામ કરીએ આ દરવાજો તોડી નાખીએ!રાઘવ એક અલગ પ્રકાર ની મૂંઝવણ માં હતો,તે મન માં નાયરા ની સલામતી નો,પોતાના બાળકો નો અને પોતાના એકાકીપણા નો વિચાર કરતા જ ધ્રુજી ઉઠતો હતો તેને એક દરવાજા સામે ઈશારો કરી ને વહિદ ને કહ્યું.

બધા તેની મનોસ્થિતિ સમજી ગયા અને બધા સાથે કોશિશ કરવા લાગ્યા,પરંતુ ઘણા સમય થી બંધ પડેલા દરવાજા જામ થઈ ગયા હોઈ,જરાપણ હાલતાં નહતા. દરેક દરવાજા ને તોડવાની એક નકામી કોશિશ તેમને કરી લીધી.

ધીમે ધીમે સાંજ થવા આવી હતી,તો તેઓ બધા થાકી ને ત્યાંથી નીકળવા માટે નીચે ના હોલ માં આવતા જ હતા કે અચાનક જ રોને બૂમ પાડી, સ...ર

હવેલી ની શાંતિ માં એ ચિસે બધાને ડરાવી દીધા,બધા એ જોયું તો રોન કોઈ વસ્તુ તરફ ઈશારો કરી રહ્યો હતો,તેમને જોયું કે પેલા આકર્ષક અરીસા ની એકદમ સામે ની દીવાલ પર બીજો તેવો જ અરીસો હતો,પરંતુ આ અરીસો જેટલો સ્વચ્છ હતો તે દીવાલ પર લગાવેલો અરીસો તેટલો જ મેલો અને ગંદો લાગતો હતો.આમ તો તે ઘણો દૂર હતો,પણ બારી માંથી આવતા પ્રકાશ ને લીધે આ તરફ ઊભા રહી ને પોતાનું થોડું પ્રતિબિંબ જોઈ શકાય એવું હતું.

બીજા બધા નીચે ઉતરી ગયા હતા,રોન, પીટર અને નીલ જ ત્યાં હોઈ તે બંને અરીસા વચ્ચે નો તફાવત જોતા હતા,કે અચાનક નીલ ને એવું લાગ્યું કે જાનવી તેને બોલાવે છે,તેની પાસે મદદ માગી રહી છે.

રાઘવ પીટર તમે અવાજ સાંભળ્યો!!!નીલ એકદમ ઉત્સાહ થી બોલતો હતો.

કેવો અવાજ?? રાઘવે આશ્ચર્ય થી પૂછ્યું.

રાઘવ જાનવી...નો...જાનવી...નો...અવાજ આટલું બોલતા નીલ નો અવાજ ભારે થઈ ગયો.

તેની વાત સાંભળી બધા એક ક્ષણ માટે તો ચોંકી ગયા,પણ પછી બીજી જ ક્ષણે બધા ને તેના પર દયા આવવા લાગી,બધા ને લાગ્યું કે તે જાનવી ને એટલો બધો યાદ કરી રહ્યો છે કે તેને જાનવી નો અવાજ સંભળાય છે.

શું ખરેખર લીઝા સાચા રસ્તે છે?કે પછી આવનારો સમય લાવશે તેના માટે નવી ચુનોતી?નીલ ને સંભળાતો જાનવી નો અવાજ એ માત્ર એનો વહેમ છે કે પછી કોઈ નવા રસ્તા ની શરૂઆત?જાણવા માટે વાંચતા રહો....


✍️ આરતી ગેરિયાં....