Ahir books and stories free download online pdf in Gujarati

આહીર

આહિર ભાઇ-બહેન ના સ્નેહ અને સ્વાર્પણ ની અદભુત ગાથા:
મરદાઇ નુ છોગુ એવો બાલા બુધેલા કળાસર ગામનો નીવાસી.તેનુ બાહુબળ પારખી કળાસર ના પટેલે તેને પોતાના ગામની રક્ષા માટે કળિયાક થી તેડાવી તેના ભાઇ બંધુ સહિત કળાસર માં વસાવેલો.
તેના દિકરો નામે સુમરો અને દિકરી શેણી. ભાઇ બહેન વચ્ચે ભારે હેત.શેણી નુ સગપણ કામળિયાવાડ ના ભોકરવા ગામે પાલા કામળિયા સાથે નક્કિ થયુ છે.દિકરા સુમરા નુ પણ સગપણ થઇ ચુક્યુ છે હવે માત્ર બંને ના લગ્ન ની તૈયારી માં આહિર દંપતી મશગુલ છે.વૈશાખ સુદ પાંચમ ને દિવસે દિકરા ના અને તે પછી ચોથે દિવસે દિકરી શેણી ના લગન છે.
આયરાણી ભેંશુ ના વલોણા વલોવે છે અને ઘી મહુવે વેચાવા મોકલે છે સુમરો ભેંશુ ને ચરાવી સાંજ પડ્યે પાછો વળે છે. બહેન શેણી ભાઇ ની વાટ જોતી કુમકુમ પેની ઉંચી કરી ઓસરી ની પડથાર ઉપરથી ભાઇ ના આવવાની મીટ માંડી રહે છે. ઘી પીધેલા રોટલા બાજોઠે મુકિ ગોરહ ની તાસંળી ધરી ભાઇ ને ખુબ વહાલ થી જમાડે છે.
એમ દિવસો જાતા જાતા વૈશાખ ની પાંચમ નો દિ ઉગ્યો. સુમરા ની જાન જોડાવાની છે. રોજ ની જેમ કળાસર ગામની ચારસો ગાયો નુ ધણ છુટ્યુ. દાઠા ગામના પાદરમાં ગોરી બેલમના માણસો નો પડાવ છે તેઓ ને શુ સુજ્યુ કે કળસાર ગામે આવી ચડ્યા અને ગાયો વાળી , ચાડીકાએ ધજાગરો હેઠો કર્યો ઢોલ ના સુર બદલાયા ધ્રીજબાંગ ધ્રીજબાંગ ના ઘોર મડ્યા ઉઠવા, બુધેલા ને આંગણે ગહેકતી શરણાયું ચુપ થઇ ગઇ.
જંતરડો હાથ કરી બાલા બુધેલાએ ઘોડે રાંગ વાળી , કળસાર ના કંધોતરો છુટ્યા .ભારોભાઇ ઠાકોર કરી ને એક જુવાન પોતાનુ ભુજબળ દેખાડી રહ્યો છે.
પીઠીઆળા સુમરાને પણ ખબર પડતા ગઇકાલે ફુલેકે ફેરવેલ ઘોડીને સાથે હાથ મા ભાલો લઇ પાદર તરફ દોટ દિધી.
ત્યાતો શેણી આડી આવી ને વદી.
'જો જે ભાઇ સંસાર ને ચીત મા ધરતો નહિ. પારઠના પગલા ભરતો નહિ આહિર કુળ નુ નામ ડુબાડતો નહિ.' વરરાજાને કપાળે બહેને તીલક કર્યુ.
સુમરો બોલ્યોઃ હુ આહિર છુ. હુ મારી જાત ભુલુ તો તો મારી બોતેર પેઢી નર્ક પામે. હવે જે થાય એ ઠાકર ની ઇચ્છા.
આખરે એ બંદુકધારીઓ ની ફૌજ સામે જાજુ કેમ ટકાય સુમરાએ સામી છાતીએ લડત આપી અને રણશૈયા પર પોઢ્યો. લુટારો જેટલી હાથ આવે એટલી ગાયુ લઇ ભાગી છુટ્યા.
આ બનાવ મા સુમરો તેના પીતા બાલા બુધેલા અને સુમરા ના મામા પણ ભારે પરાક્રમ બતાવી વિરગતી પામ્યા.
પોતાના ભાઇ ના વિવાહ નો હરખ એક બહેન ને દિકરા ની મા કરતા પણ વિશેષ હોઇ છે. શેણીએ આજ એના પીતા અને મામા સહિત પોતાના વહાલસોયા ભાઇ ને પણ ખોયો એ આઘાત તેને અસહ્ય થઇ પડ્યો.
પાદર મા ભાઇ ની ચીતા ખડકાણી અને શેણીમા દેવી રુપ પ્રગટ્યુ દશે દિશાએ જાણે આક્રંદ કર્યુ હોઇ એમ કળાસર ગામ કકળી ઉઠ્યુ.બહેન પણ પોતાના ભાઇ ની ચીતામા ભડ ભડ સળગી ગઇ.
નોમ નો દિવસ કળાસર ગામ મા જે બન્યુ એ સમાચાર દબાવી દેવાયા છે એટલે કામળિયાવાડ ના આહિરો ની બાર ગાડે જાન આવી પહોંચી છે.
બાલા બુધેલા ના ઘરે થી આહિરાણી પણ કઠણ કાળજા ની. બુધેલા ના ખોરડે થી જાન પાછી ના વળે એમ કહિ પોતાના દેર ની દિકરી પાલા કામળિયા ને પરણાવી જાન વળાવી અને એ પછી પોતે પણ માંડવા વચ્ચે પોતાનો દેહ પાડિ દિધો.
આજે પણ કળસાર ગામે સાણીયા કુવા પાસે શેણી ની દેરી અને બીજા પાળિયા ઉભા છે. આ બનાવ સવતં ૧૬૫૦ મા બન્યો હતો.
"મરશીયા"
"વેલા વળજો વિર, ભાંભરતુ ગોધન વાળી
અસુર અહરાણુ ધીર, કેહરકંધા કાપજે"
(હે મારા વિર સુમરા, તુ ભાંભરતુ ધણ પાછુ વાળી ને વેલો આવજે.હે સાવજ સરીખા ભાઇ તુ અસુરો ની ફૌજ કાપી નાખજે. )

"બેટા બાલા બાપના, શેણીના મહિયર થંભ
દુધમલ રાખજે નામના, મીંઢોળે મલકશે મન"
(મારા પિયર ના થંભ, બાપ બાલા ના પુત્ર તુ એવી શુરવિરતા બતાવજે કે મીંઢોળ પણ મલકી ઉઠે કે હુ એક શુરવિર ના કાંડે બંધાયો છુ.)

સૌ જોશે સંસાર, શુરાપર ની ચાલ ને,
અંતરનો આધાર તુરક ટોળામાં ત્રાડતો"
(આ શુરવિરતા સંસાર નિહાળશે, મારો ભાઇ તુર્કો ના ટોળામાં સિંહ બની ને ગર્જના કરશે.)

"સુતો સહુ સંસાર, સમંદર સળગી ઉઠ્યો
બંધવા બીજી વાર, બેનના બોલે બોલને"
(ભાઇ, સંસાર સુનો થઇ ગયો. સમુદ્ર સળગી ઉઠ્યો. ભાઇ તુ મારા બોલાવ્યો બોલ ને.!)

"કઠણ કળઝગ ધાડા ધરતી ઉપરે"
કળસારે કોતક ભાઇ-બેન ભેગા બળે"
(આ કઠણ કળજુગ નો સમય છે ધર્મ ઉપર આફત પડે છે. કળસાર ગામ નુ કૌતુક જુઓ ભાઇ બહેન ભેગા બળે છે.

"અભાગીયુ આ ગામ, ગોજારો વગડો થયો
ઉગમણુ તમામ ઉકળી ઉભુ થાય નહિ"
(આ ગામ અભાગીયુ અને આળસુ રહશે. ગામની ઉગમણી દિશા ગાય ના લોહિ થી ગોજારી થઇ છે તેથી તે દિશામાં કોઇ ની ચડતી થશે નહિ.)

"ગોરને દેજો ગરાસ, મા મોસાળે વરતવું
વડવીર વિફરી આશ, શેની મન સળગી રહે"
(હે જનેતા, આ જમીન ગોર ને આપી દેજો અને તમે મોસાળે રેજો, મારી આશાએ અધુરી રહેવાથી મન સળગી ગયુ છે)

"ક્યા કળસાર ને કોટડા, ક્યા ગોરીની ફૌજ
ક્યા મામો ને બાંધવા બાપ, શેણી પાડે પોક"
(કળસાર ને કોટડુ દરીયાના કાંઠે સોરઠ ના સીમાડાની પણ આજ બાપ-ભાઇ-મામા ને ભરખી ગઇ.)

"સવંત સોળપચાસ, સાણીએ શેણી સતી થઇ
ભાઇ બહેન પાસ, ઉનો અગ્નિ ઉડતો"
(સવતં ૧૬૫૦ ની સાલ મા સાણીયા કુવા પાસે ભાઇ ની પાછળ શેણી સતી થઇ હતી)