Colors - 27 books and stories free download online pdf in Gujarati

કલર્સ - 27

રોન, નીલ અને રાઘવ હવે પોતાની પત્ની ને શોધવા નવો વ્યૂહ ઘડે છે,લીઝા અને વાહીદ ગુપ્ત રસ્તા નું અને ત્યાંથી આવતા અવાજ નું રહસ્ય જાણવા જાય છે,રાઘવ નીલ અને રોન ઉપર ના ઝરૂખા માંથી આવતા અવાજ નું રહસ્ય શોધવા જાય છે.હવે આગળ ..

બંને એ ધડકતા હ્રદયે તે જૂની કાર્પેટ હટાવી,ઘણો સમય થી આમ જ પડી રહેલી તે કાર્પેટ ઠેર ઠેર થી ફાટી ગઈ હતી અને ક્યાંક થી જમીન સાથે ચોટી પણ ગઈ હતી.થોડી વાર તેને ઘસવાની મહેનત કરી ત્યારબાદ બાદ તે કાર્પેટ બધી તરફથી નીકળી,અને નીચે નું દ્રશ્ય જોઈ બંને અવાક્ રહી ગયા.ત્યાં એક દરવાજો હતો.

લીઝા અને વાહીદ તે સીડી પર. આગળ વધતા ગયા, લીઝા ને થોડો ડર લાગતો હતો કે ઉપર શું હશે?આ વખતે લીઝા એ ઉપર ચઢતી વખતે ધ્યાન રાખ્યું,અને જેવા તેઓ ઉપર પહોચ્યા,તેમને કોઈ અવાજ સંભળાયો! વાહિદ ત્યાં જે દરવાજો હતો તેને ખોલવાની કોશિશ કરવા લાગ્યો.

તે દરવાજો જૂનો હોઈ તેને ખુલતા વાર લાગી,પણ વાહિદ ની થોડી મહેનત બાદ તે ખુલી ગયો,તે દરવાજો ખુલતા જ વાહીદ અને લીઝા ને જાણે કોઈ શોક લાગ્યો.
તે દરવાજા ની ઉપર ચડતાં જ એક બીજો રૂમ હતો,અહી થોડા જૂના પુસ્તકો અને બીજો સામાન હતો,જેમ કે પાણી પીવાનો નાનો કુંજો,એક પતરા ની પેટી માં થોડા કપડા વગેરે,બંને હજી તે જોતાં જ હતા કે ઉપર એક સીડી જતી હતી ત્યાં અજીબ અવાજ આવવા લાગ્યો,જાણે કોઈ જમીન સાથે પત્થર ઘસતું હોઈ.

વાહિદ લીઝા ને લઇ ને તે સીડી નીચે છુપાઈ ગયો,અહી કોણ હોય શકે?બે દિવસ થી અહી કોઈ દેખાયું નથી તો!! એનો મતલબ કોઈ અમારી હિલચાલ પર નજર રાખી રહ્યું છે? વાહિદ અને લીઝા ના મન માં અસંખ્ય વિચાર આવવા લાગ્યા,અને સાથે અવાજ પણ વધવા લાગ્યો,વાહીદે નજીક માં પડેલી એક લાકડી પોતાની સુરક્ષા માટે ઉઠાવી,અને ધડામ સાથે એ દરવાજો ખૂલ્યો,અને સામે ...
રાઘવ અને નીલ ઉભા હતા.

વાહિદ તમે અહી?નીલ અને રાઘવ બંને સાથે બોલ્યા.

હા અને તમે અહી!! વાહિદ્ પોતાના બંને મિત્રો ને ભેટી પડ્યો,ત્રણેય ની આંખ માં સુખદ ભાવ હતા.

મતલબ જ્યારે હું અને પીટર અહી આવ્યા હતા,ત્યારે લીઝા નીચે હતી...

હા અને મારું માથું એ દરવાજા સાથે અથડાયું તેના અવાજ થી પીટર અને તું શંકા માં હતા કે અહી કોઈ છે..

અને પીટર ને ગુસ્સો આવતા તેને પગ પછાડ્યા એટલે તું સમજી અહી કોઈ છે...અને ચારેય હસવા લાગ્યા.

ચાલો તો જે સીડી આપડે શોધતા હતા તે અહી નીકળી,પણ આ રૂમ માં શું છે?નીલે ઉત્સુકતા થી પૂછ્યું.

અહી થોડો સામાન છે,થોડી બુક્સ,આ જગ અને થોડું બીજું.લીઝા એ જવાબ આપ્યો.

ઠીક છે એ બધું આપડી સાથે લઈ જઈએ,અને હવે આ રસ્તે થી જ બહાર જઈએ.ત્યારબાદ નીલ,રાઘવ,લીઝા અને વાહિદ તે ગુપ્ત રસ્તે થી બહાર આવ્યા,શસ્ત્રોવાળા રૂમ માં બીજા બે લોકો, વિલી અને મીની, તેમની રાહ જોતા હતા,તેઓ પણ નીલ અને રાઘવ ને જોઈ ને આશ્ચર્ય પામ્યા.લીઝા એ તેમને બધી વાત કહી.

વાહીદ અને રાઘવે તે રૂમ નો દરવાજો ખોલવાની ઘણી કોશિશ કરી,પણ તે ખૂલ્યો નહિ,તે દરવાજો કદાચ બહાર થી બંધ હોઈ!!અંતે બધા ત્યાંથી બહાર નીકળી હવેલી માં આવ્યા.જે બીજા બે લોકો ગુફા શરૂ થતી હતી ત્યાં ઊભા હતા તેમણે પણ સાથે લીધા.રોન અને બીજા જે રાઘવ અને નીલ સાથે ઉપર ના ભાગ માં હતા તેઓ પણ ત્યાં આવી ગયા હતા.

અહી રહેલા બીજા બે લોકોએ ત્યાં સુધી માં આખી હવેલી જોઈ લીધી હતી.

તમને કંઈ જોવા મળ્યું? રાઘવે તે બંને ને પૂછ્યું.

અહી રેહનારા જીમ અને કેરી હતા,અમેરિકન હોવાને લીધે સાહસ તેમના સ્વભાવ માં હતું,તેમને રાઘવ ને એક આજ્ઞાકારી ટીમ ની જેમ આખો રિપોર્ટ આપ્યો.

રાઘવ તમારા ગયા પછી અમે આ હોલ ની ચારેતરફ નિરીક્ષણ કર્યું,અહી નીચે આ હોલ ઉપરાંત અહીંથી ડાબી તરફ એક વિશાળ રસોડું છે,અને જમણી તરફ એક નાનો સ્ટોરરૂમ છે,બીજો ખાસ કોઈ સામાન નથી અહી,બસ સ્ટોરરૂમ માં એક જૂની બેગ પડી છે.જીમે કહ્યું.

ઉપર ની તરફ સાત બંધ રૂમ છે,જો કે તે બધા જ બંધ છે,પરંતુ એક પણ રૂમ ના દરવાજા પર તાળું નથી,મતલબ તે રૂમ અંદર થી બંધ હોઈ શકે? કેરી એ શંકા વ્યક્ત કરતા કહ્યું.

રાઘવ અને નીલ સ્ટોર રૂમ જોવા જીમ સાથે ગયા,અને વાહીદ તથા લીઝા કેરી સાથે રસોડું.બંને ને જે કંઈ પણ શંકાસ્પદ લાગે તે બધું હોલ માં લઇ ને આવ્યા.

રસોડા માં ફકત થોડા ખાલી વાસણો હતા,અને સ્ટોરરૂમ
માં એક જૂની બેગ હતી.

બધો જ સામાન હવે હોલ માં લઇ લેવાયો,અને તેની ચકાસણી થવા લાગી.સ્ટોરરૂમ માંથી મળેલી બેગ,રસોડા ના વાસણો,ગુપ્ત રસ્તા વાળી રૂમ માં મળેલ બુક્સ અને બીજી વસ્તુઓ.

રસોડા માં ના વાસણો માં ખાસ કંઈ ન મળતા તેમને ફરી તેની જગ્યા એ મૂકવામાં આવ્યા,પરંતુ સ્ટોર રૂમ માંથી મળેલી જૂની બેગ થોડી રસપ્રદ હતી,ઉપરથી જૂની અને ભંગાર લાગતી એ બેગ માં કોઈ કાગળ હતો,જેમાં કોઈ નકશો દોરેલો હતો!!જો કે તે નકશો ઘણો જૂનો હતો,પરંતુ સાવ અસ્પષ્ટ નહતો.

આ...આ શું છે? જિમે જિજ્ઞાસાવશ પૂછ્યું.

આ કોઈ જગ્યા નો નકશો લાગે છે,લાગે છે અહી ની જ કોઈ જગ્યા નો હોઈ!નીલે તેને ફરી એકવાર બધું જોયા બાદ કહ્યું.દરેક પોતાની રીતે અલગ અલગ વસ્તુ જોતા હતા.

સ્ટોર રૂમ માંથી મળેલો નકશો ક્યાંનો હશે? શું ખરેખર એ કોઈ રસ્તો બતાવશે?જાણવા માટે વાંચતા રહો...

✍️ આરતી ગેરીયા....