The Scorpion - 40 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન - પ્રકરણ -40

ધ સ્કોર્પીયન

પ્રકરણ -40

 

      સિદ્ધાર્થેને ખબર નહીં શું સુજ્યું એણે પેલાં ઓપરેટર સામે જોયું અને એક સખ્ત લાફો ઝીંકી દીધો.. પેલો સર સર કહેતો નીચે પડ્યો એવી એને જોરથી લાત મારી દીધી. પેલો ઓહ ઓહ કરતો કણસી રહેલો ત્યાં બીજો ત્યાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહેલો પવને પકડી લીધો... પવને બોર્ડમાં નીકળેલાં વાયરનાં છુટેલાં છેડાં પાછાં ફીટ કર્યા અને બધે લાઈટ આવી ગઈ... લાઈટ આવતાંજ પવન અને સિદ્ધાર્થે પેલાં બંન્ને જણાંને ધ્યાનથી જોયાં અંધારામાં સ્પષ્ટ દેખાતાં નહોતાં...બંન્ને જણાંએ પીળાં રંગનાં ટોપા પહેરેલાં હતાં...બંનેને જોઈને પવન અને સિદ્ધાર્થ એકબીજાની સામે જોવા લાગ્યાં... સિદ્ધાર્થે કહ્યું “પવન આ તો પેલાં દેવનાં ટુરીસ્ટ છે..”.પવને કહ્યું “આ લોકો ?” પવને જ્હોનને એક થપાટ મારતાં કહ્યું “યું ઇડીયટ...તું અહીં કેવી રીતે કેવી રીતે ?” એની સાથે માર્લો હતો...કંઈ સમજાય નહીં એવો કોયડો હતો...

સિદ્ધાર્થે કહ્યું “આ લોકો તો દેવને...” કંઈ નહીં પછી વાત એ બંન્નેને એરેસ્ટ કર્યા...પછી પવને કહ્યું "સર પેલાં જે અંધારામાં નીકળી ગયાં એમાં જણાં...અને બે..”. સિદ્ધાર્થે કહ્યું “હમણાં આ બે જણને તું લોકઅપમાં મોકલ બીજી ટુકડી બોલાવી લે હું દેવને પણ બોલાવી લઉં છું.”

સિદ્ધાર્થને કંઈ સમજાઈ નહોતું રહ્યું એણે દેવને ફોન કર્યો...દેવે તરતજ ફોન ઉપાડતાં પૂછ્યું “હાં સર બસ હવે અમારી પાર્ટી પતી હસ્ત રીલેક્ષ થયાં...” ત્યાં સિદ્ધાર્થે કહ્યું “દેવ તું હમણાંજ હોટલનાં એન્ટ્રન્સ તરફ આવીજા...પાર્કીંગ તરફ હું ઉભો છું તારું ખાસ કામ છે”.

દેવે તંદ્રામાંથી નીકળ્યો હોય એમ કહ્યું...”હાં...હાં સર આવું” અને ફોન કટ થયો. સિદ્ધાર્થ પેલા બે જણને લોકઅપમાં મોકલી બીજે ફોન કરી રહેલો એણે કહ્યું હું “જે કહું છું એ ધ્યાનથી સાંભળો...” એમ એણે સામેવાળાને સૂચના આપી.

ત્યાં દેવ અને દુબેન્દુ સિદ્ધાર્થ પાસે આવી ગયાં. દેવે જોયું સિદ્ધાર્થ ખુબ ગુસ્સામાં છે...સિદ્ધાર્થે દેવને કહ્યું “દેવ...આઈ થીંક તેં પૂરું એન્જોય કર્યું છે પણ હવે એકવાત સાંભળ તારી ટુરીસ્ટ ટીમ ગરબડવાળી છે અને જ્હોન અને માર્લોને લોકઅપમાં મોકલી આપ્યાં છે. વધુ પછી જાણવા મળશે. “

દેવે કહ્યું “વોટ ??” એનો ચહેરો આશ્ચર્યથી પહોળો થઇ ગયો એનો નશોજ ઉતરી ગયો. એણે દુબેન્દુ સામે જોયું અને બોલ્યો “સર લોકઅપ ? એવું શું કર્યું ?” સિદ્ધાર્થે કહ્યું “આપણે પહેલાં પોલીસ સ્ટેશન જઈએ મારી બીજી હોટલ મેનેજર -રિસેપ્સનીસ્ટ, તારાં બીજાં ટુરીસ્ટની શોધમાં મોકલી છે.”

દેવને તો કશું જાણે માન્યામાંજ નહોતું આવી રહ્યું એણે કહ્યું “સર અમે તમારી સાથેજ આવીએ છીએ.” સિદ્ધાર્થે કહ્યું “ચાલો” અને ત્રણે જણાં જીપમાં પોલીસસ્ટેશન જવા નીકળી ગયાં...

*****

અંધારામાં હોટલમાંથી નીકળેલાં સ્કોર્પીયન આર્મીનાં ચાર માણસો સોફીયા અને ડેનીશને લઈને નીકળી હતી તેઓ અંધારામાંજ એલોકોને મોઢે પટ્ટી મારીને રીતસર કિડનેપ કરીને નીકળ્યાં. એમણે જોયું પવન અને સિદ્ધાર્થ અંધારામાં મથી રહ્યાં છે અને બંન્ને ગાડી નીકળી ગઈ.

પવન સિદ્ધાર્થનાં કહેવાં પ્રમાણે જ્હોન અને માર્લોને લોકઅપમાં મોકલવાની વ્યવસ્થા કરી રહ્યો હતો. અને એણે બીજા સબઇન્સ્પેક્ટરને આ બંન્નેને લોકઅપમાં લઇ જવા સૂચના આપી... એણે હોટલમાં લાઈટ આવ્યાં પછી જોયું એ ખુબ બારીકાઈથી બધે નિરિક્ષણ કરી રહેલો ત્યાં હોલનાં પાછળનાં ભાગથી એમનો ખબરી પવન તરફ દોડતો આવી રહેલો...પવને પૂછ્યું “ મિતાંગ શું થયું ? કેમ આટલો બધો હાંફળો ફાંફળો થઈને આવે ? શું ખબર છે ?”

મિતાંગે કહ્યું “સર પાકી ખબર મળી છે દેવનાં ગ્રુપનાં બે જણાં એક છોકરી -છોકરો ચીંગાલીઝ સાથે...આઈ મીન ચિંગા બંન્નેને લઇ જતાં જોયો છે છોકરી ઝેબા નીગ્રો જેવી અને મૉરીન યુરોપીયન જેવી...એલોકો શોમીકબાસુની ઓફીસની કારમાંજ ગયાં છે.”

પવને કહ્યું “તારે પીછો કરવો જોઈએ ને ?” મિતાંગે કહ્યું “સર મારી બાઈક કોઈએ પંક્ચર કરી છે બંન્ને ટાયર પણ હું એ દ્રાઇવરને ઓળખું છું જે જીપ ચલાવતો હતો”.

પવને કહ્યું “ગુડ... તું તારી બાઈક કરાવીને ત્યાં પોલીસ સ્ટેશન આવ હું ત્યાંજ જઉં છું સરને ખબર આપવી પડશે.”

*****

સોફીયાનાં કપાળમાં પરસેવો થઇ રહેલો. મોસમ આટલી ઠંડી હતી છતાં એને ગભરામણ થઇ રહી હતી એનાં મોઢાં પર પટ્ટી મારી હતી મોં સીલ હતું એનાં હાથ પાછળથી બાંધી દીધાં હતાં એ છટપટાઇ રહી હતી મોઢેથી કંઈક બોલવા મથી રહી હતી... પણ સ્કોર્પીયન આર્મીનો માણસ એની સામે જોઈને હસી રહેલો...એનું વિકૃત હાસ્ય જોઈને સોફીયા ડરી રહી હતી...એની સાથે આવેલો ડેનીશ ગભરાયેલો હતો પણ શાંત બેઠો હતો...

એ જીપ જંગલ વિસ્તારમાં આવી ગઈ હતી પેલાએ જીપ ઉભી રાખવી પડી...વરસાદ ખુબ ચાલુ થઇ ગયો હતો અને જવાનાં રસ્તે મોટું ઝાડ તૂટીને આડું પડ્યું હતું જીપ ઉભી રાખીને પેલાં લીડરે બીજા સાથીઓને ઝાડ હટાવવાની સૂચના આપી. દ્રાઇવર સાથે ચારે જણાં પ્રયત્ન કરી રહેલાં પણ ઝાડ ચસક નહોતું આપતું...

એલોકોએ કોઈને ફોન કર્યો અને કહ્યું અહીં ઝાડ આડું પડ્યું છે ત્યાં ફોન કટ થઇ ગયો. માંડ માંડ મળેલું નેટવર્ક જતું રહ્યું ત્યાં સોફીયાએ ડેનીસ તરફ ઈશારો કર્યો. ડેનીસે બહાર જોયું પેલાં ચારે જણાં ઝાડ હટાવવાની કોશિષમાં હતાં...ડેનીસ સોફીયાનો ઈશારો સમજી ગયો હોય એમ એ સોફીયા તરફ એનાં બાંધેલાં હાથ લંબાવી છોડવા પ્રયત્ન કરવા લાગ્યો પણ ફાવ્યો નહીં...

સોફીયાએ આંખનાં ઈશારેથી ફરીથી એને સમજાવવા પ્રયત્ન કર્યો...ડેનીસ સમજ્યો એણે બહાર તરફ જોયું પેલાં હજી ઝાડ ખસેડવાં મથેલાં હતાં ઘોર અંધારું હતું વરસાદ વરસતો હતો આ બે જણાં તરફ કોઈનું ધ્યાન જ નહોતું...

ડેનીસ સોફીયાનાં બાંધેલા હાથ પાસે એનો ચહેરો લઇ ગયો અને એનાં દાંતની મદદથી દોરડું ખોલવાનો પ્રયત્ન કરી રહ્યો. સોફીયા સતત બહારની તરફ ધ્યાન આપી રહી હતી...

*****

લોકઅપમાં બંધ કરેલ જ્હોન અને માર્લો પાસે સિદ્ધાર્થ અને દેવ પહોંચ્યાં...દેવે પહેલોજ પ્રશ્ન માર્લોને કર્યો...”યું રાસ્કલ...સોફીયા ક્યાં છે ?” પેલાએ દેવ તરફ ગંદી રીતે જોયું અને હસ્યો...

 

વધુ આવતા અંકે પ્રકરણ -41