Shapit - 25 books and stories free download online pdf in Gujarati

શ્રાપિત - 25








રૂમનો દરવાજો તોડીને અંદર જોતાં અવની બેભાન હાલતમાં જમીન પર પડી હતી. આકાશ પોતાનાં ખોળામાં અવનીનું માથું રાખીને બેસે છે. બાજુમાં ઉભેલો પિયુષ ટેબલ પરથી પાણીનાં ગ્લાસ માંથી થોડું પાણી હાથમાં લઈને અવનીના ચહેરા પર છાંટ્યું.

આકાશ : " અવની...અવની...ઉઠ શું થયું તને "?

સવિતાબેનની નજર ટેબલ તરફ પડતાં ટેબલનુ ખાનું ખુલ્લું હતું અને તસવીર નીચે પડેલી હતી.‌ તસવીર જોતાં ચહેરા પર પરસેવો વળવા લાગ્યો.‌ બધાં મિત્રો અવની પાસે ઉભાં હતાં. સવિતાબેન ધીમેથી પાછળ ઝુકીને નીચે પડેલી તસવીર ઉઠાવી લીધી.

આકાશ અવનીને ઉઠાવીને પલંગ પર સુવડાવી. આકાશ અવનીની બાજુમાં બાજુમાં બેસીને તેનો હાથ પોતાનાં બન્ને હાથ વડે ધસીને અવનીને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરતો હતો.‌અવનીને આમ બેહોશ હાલતમાં જોતાં બધાં મિત્રો ચિંતામાં પડી ગયાં.

સમીર : " આકાશ નીચે રૂમમાં કાકાની સારવાર માટે નર્સ રાખી હતી તેની બોલાવી આવું .

આકાશ : " હા...હા... જલ્દી નીચે જઇને બોલાવી આવ ".
સમીર નીચેના રૂમમાં અધિરાજ કાકાની સારવાર માટે રાખેલી નર્સને ઉપર બોલાવી આવે છે.

નર્સ ઉપર આવીને અવનીની તપાસ કરવા લાગી. ફરી ચહેરા પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો. થોડીવાર રહીને અવની ધીમેથી આંખો ખોલી. અવનીની આંખો ખુલતાં આકાશનાં જીવમાં જીવ આવ્યો. મનમાં હાશકારો અનુભવ્યો.

નર્સ : " અવનીનું બ્લડપ્રેશર લો થઇ ગયું છે. બીજી કોઈ ચિંતાની બાબત નથી ".

ચાંદની રસોડામાં જઈને અવની માટે લીંબુ શરબત બનાવીને ઉપર રૂમમાં લાવી. આકાશ પોતાનાં હાથથી અવનીને લીંબુ શરબત પીવડાવ્યું.

આકાશ : " અવની હવે તને ઠીક લાગે છે ! ચક્કર કે નબળાઈ જેવું તો વધારે નથી લાગતું ને "?

અવની : " હવે થોડુંક ઠીક લાગી રહ્યું છે ".

દિવ્યા : " અવની આમ અચાનક તને શું થયું " ?

આકાશ : " દિવ્યા તું આમ સવાલ પર સવાલ ના કર પહેલાં એને આરામ કરવાની જરૂર છે. આમાર કરીને થોડુંક ઠીક લાગે ત્યારે વાત કરીશું ".

બધાં મિત્રો અવનીને રૂમમાં આરામ માટે એકલી મુકીને બહાર નીકળી જાય છે. એક ચાંદની અવની પાસે એની દેખરેખ રાખવા રહે છે. જેવો આકાશ અવનીને ચાદર ઓઢાડીને ઉભો થવા લાગ્યો.

સુતેલી અવની પોતાનાં હાથ વડે આકાશનો હાથ પકડી લીધો. અવની બોલી ના શકી કે આકાશ તું અહીંયાં મારી પાસે બેસ. આકાશની નજર અવનીના એકે એક શબ્દો તેના ચહેરા પર વાંચી શકતો હતો. બાજુમાં ઉભેલી અવની અને આકાશ તરફ જોતાં રૂમમાંથી બહાર નીકળી જાય છે.

અવનીના ચહેરાને વાંચતો આકાશ અવનીની બાજુમાં આવીને બેઠો. સુતેલી અવનીના આંખોમાંથી લાગણીનાં આંસુ વહેવા લાગ્યાં. અવનીને આમ રડતા જોઇ આકાશને પળ પળ તકલીફ પડતી હતી.

આકાશ : " આ તારી આદત બદલાણી નહીં પહેલાં પણ જ્યારે ચક્કર ખાઈને પડી જતી ત્યારે આમ જ નાનાં બાળકોની જેમ રડવા લાગતી ".

અવની : " હા... ત્યાર તું મારી સાથે હતો મારી પાસે હતો ".

અવની આકાશની આંખોમાં ખોવાયેલી યાદો અને પ્રેમ મહેસુસ કરતી હતી. આકાશ પોતાનાં હાથથી અવનીના આખું લુછીને અવનીને આરામ કરવાનું કહે છે.આકાશ રૂમમાંથી બહાર નીકળીને બહાર ઉભેલી ચાંદનીને અવનીનું ધ્યાન રાખવાનું કહે છે.

દિવસ લગભગ આથમવા આવ્યો હતો. તેજપુર ગામનાં પ્રખ્યાત શીવજીના મંદિરમાં આરતી થતાં ઝાલર અને સંખનો આવાજ હવેલી સુધી સંભાળાતો હતો. આરતીનો અવાજ અવનીના કાનમાં સંભળાતા અવનીની આંખો અચાનક લાલ રંગની થવા લાગી. પગમાં રહેલું નિશાન ફરીથી બળવા લાગ્યું.અવની અચાનક પલંગ પરથી સફાળી બેઠી થઈ ગઈ.

વહેલી સવારનાં આકાશનાં લગ્નનુ મંડપ મુહર્ત હતું. આથી બીજા દિવસે સવારે વહેલું ઉઠવાનું હોવાથીબધાં મિત્રો જમીને વહેલા સુઈ ગયાં.

ઘડિયાળ તરફ આકાશની નજર પડતાં રાત્રિના બાર વાગવા આવ્યા.આકાશ અને બધાં મિત્રો સુતાં હતાં. આકાશને ઉંધ નથી આવતી ફરી આકાશને છમ...છમ...છમ... ઝાંઝરનો અવાજ સંભળાયો.


ક્રમશ.