Colors - 29 books and stories free download online pdf in Gujarati

કલર્સ - 29

બધા ની મહેનત ના અંતે હવેલી માં થોડો સામાન મળ્યો છે,જે જોતા અરીસામાં કેદ લોકો ને કાઢી શકવાનો કોઈ રસ્તો હોઈ તેવું દેખાય છે.પણ હવે કેવી રીતે?તે જોઈએ આગળ...

હજી બધા થોડા અસમંજસ માં હોઈ તેવું લાગતું હતું.
જોવો આ બુક અનુસાર આકાશ માં ત્રણ તારા મતલબ સૂર્ય,ચંદ્ર અને પૃથ્વી,આ જ્યારે એક લાઈન માં આવશે ત્યારે એ દરવાજો ખુલશે,અને સમય નું એક ચક્ર મતલબ
ચોવીસ કલાક.
આનો મતલબ એવો થાય છે કે કાલે બપોરે પાંચ ને પિસ્તાલીસ મિનિટે આ અરીસા નો દરવાજો ખુલશે,અને આપડે નાંયરા,જાનવી રોઝ અને પીટર ને બહાર કાઢી શકીશું!બરાબર ને નીલ?

ના.. એ અરીસા ની અંદર જઈ શકાશે એ ખરું પણ એ લોકો ને ત્યાંથી બહાર લાવવા એટલા સેહલા પણ નહિ હોઈ,કેમ કે આપડો કોઈ પણ સંદેશ ત્યાં સુધી પહોંચતો નથી,અને તેમનો આપડા સુધી,ત્યાં કેવી મુસીબતો હશે એ તો ત્યાં પહોંચ્યા પછી જ ખબર પડે!

એટલે ખરી પરીક્ષા તો હવે ચાલુ થશે!!રાઘવ એક નીશશો નાખતા બોલ્યો.

રાઘવ ઉદાસ નહિ થા,હવે અહી સુધી પહોંચ્યા તો પછી આગળ પણ લડી લઈશું.વાહીદે એનો ખભો થબથબાવી ને હિંમત આપી.તેના આ વર્તનથી રાઘવ તેને ભેટી પડ્યો.ત્યાં રહેલા બધા તે બંને મિત્રો ને જોઈ રહ્યા.

તો ચાલો હવે આપડે કાલ ની તૈયારી કરી!નીલે પણ એ બંને મિત્રો ને ભેટતા કહ્યું.

ત્યારબાદ એક નવી વ્યુહરચના તૈયાર કરવામાં આવી, થોડી ચર્ચા બાદ રાઘવે કહ્યું,કાલે આપડે સાથે મળી ને અહીંથી નીકળવાનો રસ્તો શોધવાનો છે,અને સાથે જ આપડા સાથીઓ ને પણ છોડાવવાના છે.આટલું બોલી રાઘવ થોડીવાર થોભ્યો,જાણે તેના મન પર ઘણો ભાર લાગતો હોય.

નીલ,લીઝા, વાહિદ અને રોન આ ચારેય અરીસા માં જસે..

સર શું હું કઈ કામ નો નથી?રાઘવ ને વચ્ચે જ અટકાવી ને જીમ દુઃખી સ્વરે બોલ્યો,

હા સર અમને પણ કઇક કરી બતાવવાનો મોકો આપો!વિલી તેનો સાથ પુરાવતા બોલ્યો.અને સાથે બીજા બધા પણ જવાની જીદ કરતા એક સૂર માં બોલવા લાગ્યા

અરે...અરે..સાંભળો મારી વાત,આ મિશન આપડા બધા નું છે,અને જેટલું મહત્વ નું કાર્ય આ લોકો કરશે એટલું તમે પણ!જોવો હું પણ ત્યાં નથી જવાનો કેમ કે,અહીંયા તેમના ગયા પછી શું મુસીબત આવશે એ કોઈ ને ખબર નથી,ત્યાં એ લોકો ના ગયા પછી, ટાઇમિંગ નું પણ અહી ધ્યાન રાખવાનું છે,અને તે ઉપરાંત કદાચ ટેન્ટ તરફ કોઈ મુસીબત હોઈ તો ત્યાં પણ જવું પડશે!મને તમારા બધા ના સાથ ની જરૂર છે!તો તમે મને સાથ નહિ આપો?રાધવે પોતાના બંને હાથ આગળ કરી ને કહ્યું,અને એક પછી એક બધા એ તેના હાથ માં સાથ આપ્યો.

આજ ની રાત બધા માટે આકરી હતી,જાણે કે એક એક ક્ષણ એક એક દિવસ જેવી લાગતી હતી,સુખ નો સમય જેટલો જલ્દી વીતી જાય છે,દુઃખ નો સમય વીતતાં એટલી જ વાર લાગે છે.કોઈ પણ વ્યક્તિ ના આગમન ની રાહ પર્વત જેવડી લાગે છે,જ્યારે તેને જવાનો સમય તરત જ આવી જાય તેવું લાગે છે.

આખી રાત લગભગ જાગીને જ બધાએ પસાર કરી,સવારની પેલી કિરણ આજે બધા ના મન માં ઉમંગ ઉત્સાહ અને જોશ સાથે થોડો ભય પણ લાવી હતી, ભવિષ્ય ના પેટાળ માં શું છુપાયેલું છે, એ બાબત થી અજાણ એ બધા આજ બપોરના થનારા ચંદ્ર ગ્રહણ ની રાહ માં હતા.

પોતાની સુરક્ષા ના થોડા સાધનો અને હવેલી માં મળેલો નકશો અને બુક સાથે લઈ ને નીલ,લીઝા વાહિદ અને રોન પોતાના સફર માટે તૈયાર થઈ ગયા હતા,બધા એ પોતાના ભગવાન ને યાદ કરી તેમની સફળતા માટે પ્રાથના કરી.

રાઘવે ત્યાં રહેલા દરેક સભ્ય ને નજીક બોલાવ્યા.
પ્લીઝ બધા અહી આવો અને સાંભળો,અત્યારે બપોર નાં બાર વાગ્યા છે,દરેક પોતાની ઘડિયાળ એક જ સમયાનુસાર સેટ કરી લ્યો,જેથી આગળ કોઈ મુશ્કેલી ના થાય.બધાએ તે મુજબ કર્યું.

રાઘવ સર,વિલી અને જીમ કે જેઓ હજી પોતાનામાં કોઈ ખામી હોય એટલે તેમને અરીસા માં નથી મોકલતા એવું સમજતા હતા તેઓ રાઘવ પાસે આવ્યા.

યસ શું થયું ફરી?રાઘવે તેમના ઉતરેલા ચેહરા જોઈને પૂછ્યું.

સર જો રોન જઈ શકે તો અમે કેમ નહિ?બસ આ પ્રશ્ન જ અમારા મન ને ઝંપવા નથી દેતો.

રાઘવ તેમની મૂંઝવણ સમજી ગયો,તેને કહ્યું,જો એક તો રોન ની પત્ની ત્યાં છે,અને બીજું તે ખડતલ અને દેશ વિદેશ ફરેલો છે,જેથી કોઈ મુસીબત માં તેની તાકાત અને બુદ્ધિ ની જરૂર પડે.

લીઝા એ ગ્રીક ભાષા ની બુક વાંચીને ,આપડે આ રસ્તા સુધી પહોંચ્યા,નીલ એક ખગોળશા્ત્રી હોઈ તેને ત્યાં નો સમય આકાશ ના તારા અને ગ્રહો પર થી ખબર પડી જસે કે ક્યો સમય ત્યાંથી પાછા ફરવા માટે યોગ્ય રેહશે,અને રહી વાત વાહિદની, તો એ તો એક ડોકટર છે,કદાચ તેની જરૂર પડે તો....આટલું કહી રાઘવે તે બંને ની સામે જોયું, બ.. સ આજ કારણોસર એ બધા ત્યાં જાય છે.

પણ એનો મતલબ એવો નથી કે તમારા કે મારા માં કોઈ કવોલિટી નથી,પરંતુ આપડે આ તરફ પણ ધ્યાન દેવાનું છે,અંદર ગયા બાદ ત્યાં ના કોઈ રીએકશન અહી આવે તો?એવા સમયે મારે તમારા જેવા બહાદુર અને ચપળ લોકો ની જરૂર પડશે.

રાઘવ ની વાતથી બંને ના ચેહરા પર એક ચમક આવી ગઈ,અને પોતે પણ કંઈ કામ માં આવશે એ વાત થી ખુશ થઈ બંને ત્યાંની વ્યવસ્થા સંભાળવામાં લાગી ગયા.
સાંજ ના પાંચ ને ચાલીસ થઈ,બધા ની ઘડિયાળ એક જ સમયે રાખી હોવાથી બધા હવે આવનાર પાંચ મિનિટ પછી શું થશે એના વિચાર માં હતા...

શું હશે એ અરીસા પાછળ નું રહસ્ય?શું અરીસા ની કેદ માંથી બધા બહાર નીકળી શકશે?મળશે હવે આ ટાપુ ના રહસ્યો ની ચાવી?જાણવા માટે વાંચતા રહો...


✍️ આરતી ગેરીયા....