The Scorpion - 43 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન - પ્રકરણ -43

વહેલી સવારે...દેવની આંખ ખુલી ગઈ એને યાદ આવ્યું કે રાત્રે હોટલથી ખુબ ડ્રીંક લીધું હતું કેટલાં બધાં બનાવ બની ગયાં એક રાતમાં ,ટુરીસ્ટ ક્રીમીનલ નીકળ્યાં, જ્હોન અને માર્લો હોટલનાં એલોકોનાં જનરેટર / કમ પાવર રૂમમાં ઝડપાયાં સોફીયા ડેનીસ કોઈ મિલીટ્રી જેવાં માણસો સાથે ગુમ થયાં પવન અને એનાં ખબરીની વાતો...ઝેબા મૉરીન ચીંગાલીઝ સાથે ક્યાંક ગયાં એ ખબર...સિદ્ધાર્થની વાત થઇ પહેલાં પાપા સાથે વાત થઇ હતી...પાપાએ...

દેવ બધાં વિચારોમાં એક સાથે ગૂંચવાયો...એણે વિચાર્યું છેલ્લે પાપાનો ફોન આવી રહેલો અને સિદ્ધાર્થે ફોન કાપેલો પછી હું એમનાં ફરીથી ફોન આવે એની રાહ જોઈ રહેલો...પછી ક્યારે નીંદર આવી ગઈ ખબરજ ના પડી...બધાંનું શું થયું? જાણવું પડશે...

દેવે ઉભા થઇ પહેલાં ફ્રેશ થયો ચહેરો ધોઈ બ્રશ કરીને બધું પરવાર્યો વિચાર કર્યો સિદ્ધાર્થ સર પણ આખી રાત દોડધામમાં હતાં થોડો મોડો ફોન કરું ત્યાં સુધી દુબેન્દુને બોલાવી લઉં એમ વિચારીને દુબેન્દુને ફોન કર્યો.

દુબેન્દુએ કહ્યું ‘હમણાંજ ઉઠી ફ્રેશ થયો પાંચ મીનીટમાં તારાં રૂમમાં આવું છું...દેવ તને રૂબરૂ આવીનેજ ખબર આપું..”.એમ કહી ફોન મુક્યો.

દેવ દુબેન્દુની રાહ જોઈ રહેલો અને દુબેન્દુ આવ્યો. દુબેન્દુએ કહ્યું “દેવ તારો ફોન રાત્રે સ્વીચઓફ હતો કેમ ? દેવે કહ્યું અરે યાર બેટરી ડાઉન હતી એ એની જાતે બંધ થયેલો...રાત્રે પાણી પીવા ઉઠ્યો ત્યારે ચેક કરી ચાર્જિંગમાં મુકેલો...પછી હમણાં ચાર્જ થયો પછી તને ફોન કર્યો.”

દુબેન્દુએ કહ્યું “ઓહ ઓકે...હવે સમજાયું મારાં પર રાત્રે પવનનાં માણસ બહાદુરનો ફોન હતો કહે દેવ સરનો ફોન બંધ આવે છે મેં કહ્યું એવું બને નહીં પણ શું હતું ? બહાદુર આપણાં બધાંજ ટુરીસ્ટનો બધોજ સામાન કાયદેસર કાર્યવાહી કરીને હોટલવાળાને લેખીત ઓર્ડર બતાવીને બધોજ લઈ ગયાં એમનાં રૂમ વેકેન્ટ કરાવી દીધાં અને પોલીસ સ્ટેશન સંપર્ક કરવા કહેલું...”

દેવે કહ્યું "ઓહ ઓકે તો સિદ્ધાર્થ સર રાત્રેજ એકશનમાં આવી ગયાં. પાપાએ એમની સાથે વાત કર્યા પછીજ નિર્ણય લેવાયો હશે. મારો ફોન સ્વીચઓફ થઇ ગયો હશે એટલે એ મારો સંપર્ક કરી નહીં શક્યાં હોય કાલે યાર પીવામાં અને મસ્તીમાં રહ્યાં ફોન ચાર્જ કરવાનો ખ્યાલજ ભૂલી ગયેલો...રાત્રીમાં ખુબ આળસમાં અને ઊંઘ ઘેનમાં હતો પાવર બેન્ક ઉપયોગ કરવાનો વિચાર ના આવ્યો ના ચાર્જિંગમાં...ઠીક છે પહેલાં સિદ્ધાર્થ સર સાથે વાત કરી લઉં...”

દેવે ફોન સીધો સિદ્ધાર્થ સરને લગાવ્યો અને સામેથી તરતજ રીસ્પોન્સ આવ્યો. સિદ્ધાર્થે કહ્યું “રાત્રે તને ફોન કરેલાં પણ...” દેવે કહ્યું “હાં.. સોરી સર મારો ફોન બેટરીને કારણે સ્વીચઓફ થઇ ગયેલો આઈ એમ સોરી અગેઇન પણ કાલે નશામાં બધી ચોકસાઈ અંધારામાં ગઈ...”

સિદ્ધાર્થે હસતાં હસતાં કહ્યું “થાય થાય દેવ કંઈ નહીં આપણે પણ માણસ છીએ...રાત્રીનાં ઘણાં સમાચાર છે પછી તું શાંતિથી પૉલીસ સ્ટેશન આવજે વાત કરીશું તારાં પાપા સાથે ચર્ચા કર્યા પછી બધી ટ્રેક અને એક્શન નક્કી કર્યા અને રાતથીજ એ પ્રમાણે તાત્કાલીક પગલાં ભરવાં માંડ્યાં છે સારી વાત એ છે કે સરે...ત્યાંથી સ્પેશીયલ કુમક એન્ટી ટેરરીસ્ટ અને એન્ટી ડ્રગની કુમક એક આખી ટીમ અહીં રવાનાં કરી દીધી છે આજે ચીફ મીનીસ્ટર અને હોમ મીનીસ્ટર સાથે મીટીંગ કરી સરકારી ઓફીસર કે રાજકારણી અથવા કોઈ ઉગ્રવાદી કોઈ પણ હોય એને એરેસ્ટ કરવાનાં હુકુમ પણ લઇ લેશે...”

“દેવ જરૂર પડશે તો સર પોતે અહીં આવશે. આજે બધાં નિર્ણય લેવાઈ જશે હવે કોઈની ખેર નથી ઘણાં સમયથી બધું છૂપું છૂપું ચાલી રહેલું. આ ટુરીસ્ટ નિમિત્ત બન્યાં અને બધું હાથ પર લેવા માંડ્યું હવે આકરા નિર્ણય અમલમાં મુકવામાં આવશે ગમે તેવો ચમરબંધી હશે એને પકડીને સળીયા પાછળ ધકેલી દેવાશે...તું પછી રૂબરૂ આવ તારી અને દુબેન્દુની જુબાની અને જવાબ લેવાનાં છે...”

દેવે કહ્યું “ભલે...” અને ફોન મુકાયો. દેવે દુબેન્દુને કહ્યું “કંઈક ગરબડ તો છેજ સિદ્ધાર્થ સરે ટૂંકમાં વાત પતાવી એમણે પોલીસ સ્ટેશન બોલાવ્યાં છે ત્યાં રૂબરૂ જઈએ એટલે ખબર પડે...જરૂર પડે કદાચ પાપા પણ અહીં આવશે..”.દુબેન્દુએ કહ્યું “સારુંજ છે...જે થાય સારાં માટે...” અને બંન્ને જણાં રૂમ લોક કરીને હોટલ મેનેજરની ઓફીસમાં ગયાં. મેનેજર રાહ જ જોતો હતો એણે કહ્યું દેવ સર...

*****

ઝેબા રૂમમાં આવી...એકદમ ફર્નીશ અને ચીલ્ડ રૂમમાં આવી ખુશ થઇ ગઈ...એને થયું બાથરૂમમાં જઈને ફ્રેશ થઉં આવો સરસ મહેલ મારે ભોગવવા મળશે એમ વિચારી બાથરૂમમાં પ્રવેશી...એણે જોયું આટલો વિશાળ બાથરૂમ ? ઝાકુઝી -શાવર આટલું સરસ બાથ ટબ...સુગંઘી પ્રસાધનો...ઈમ્પોર્ટેડ અત્તર, પરફયુમ, સાબુ...એણે બધાજ વસ્ત્ર દૂર કર્યા અને બાથટબનાં જળમાં પ્રવેશી એણે જળમાં હાથ પ્રસારી...વાહ કેવું સરસ હુંફાળું પાણી...એણે ત્યાં પડેલાં પ્રસાધનોનો ઉપયોગ કરવાં મંડ્યો...સ્પેશીયલ ઈમ્પોર્ટેડ સુગંધી લીકવીડ શોપથી ફીણ ફીણ કરી નાખ્યું અને આનંદથી કંઈક ગણગણતી ન્હાવા લાગી.

ઝેબા સ્નાન કરી રહી હતી અને એકદમ ધીમા હળવા અવાજે માદક સંગીત શરૂ થયું એને મજા આવી ગઈ...એ ન્હાઈને સંતોષાઈ બાથટબની બહાર નીકળી ત્યાં પડેલાં સુઘડ સ્વચ્છ ટુવાલથી એણે એનું શરીર લુછ્યું ટુવાલમાંથી પણ ખુબ સુવાસ આવી રહેલી...ત્યાં એને અવાજ સંભળાયો માઈકમાં બોલાયું હોય એમ એણે સાંભળ્યું.

ઝેબા તારું સુંદર તાજુંમાજું થયેલું શરીર લચકતી ચાલે આ તરફ લઇ આવ...એણે અવાજની દિશામાં ચાલવા માંડ્યું ત્યાં પેસેજ જેવું આવ્યું ત્યાં એનાં પર સુંગંધી પર્ફ્યૂમનો સ્પ્રે થઇ ગયો એ એકદમ આલ્હાદ્ક અનુભવ કરવા લાગી ત્યાં આગળ વધવાનો આદેશ થયો એણે જોયું કોઈ ગોળ પ્રવેશદ્વાર છે ફ્લોરમાં એણે એનાં પગ મૂક્યાં અને...


વધુ આવતા અંકે પ્રકરણ - 44