Big Bhakt - 2 books and stories free download online pdf in Gujarati

સૌથી મોટો ભક્ત કોણ? - 2

સૌથી મોટો ભક્ત કોણ(ભાગ -૨)

આપણે આગળના ભાગમાં જોયું કે નારદમુની ભ્રમણ માટે નીકળ્યા છે. ભ્રમણ કરતા કરતા કૈલાસ પહોંચે છે. માતા પાર્વતી અને દેવાધિદેવ મહાદેવજી બેઠા છે.બન્ને ને પ્રણામ કરે છે.મહાદેવજી નારદમુનીને જણાવે છે કે નારાયણ એ કોઈ સ્પર્ધાનું આયોજન કર્યું છે.

નારદમુની વિચારે ચડ્યા છે.આ મારી ગેરહજરીમાં પ્રભુએ કઈ સ્પર્ધાનું આયોજન કર્યું હશે.મને કેમ ખબર નથી.હું તો નારાયણ નો સૌથી મોટો ભક્ત છું.પછી વિચારે છે કે મહાદેવ આજ કંઇક મજાક કરવાના મુડમાં લાગતા હતા.હું એકવાર બ્રહ્મલોક થતો આવું.ત્યાં સાચી ખબર પડી જશે.હવે નારદમુની નારાયણ નારાયણ કરતા કરતા બ્રહ્મલોક પહોંચે છે.

સારદામાતા અને પરમપિતા બ્રહ્મદેવ બિરાજમાન હતાં. બ્રહ્મદેવને પ્રણામ કરતા બોલે છે.હે બ્રહ્મદેવ! મને જણાવો કે પ્રભુ નારાયણે કોઈ સ્પર્ધાનું આયોજન કર્યું છે?હું કૈલાસ ગયો હતો ત્યાં મને જાણવા મળ્યું.આ વાત સાચી છે.હવે પરમપિતા સમજી ગયા કે નક્કી મહાદેવજી એ આ નારદમુની સાથે કોઈ મજાક કરી છે.ચલ ને હું પણ જોડાઈ જાવ.આ તો મહાદેવ છે.એમની દરેક વાતમાં લીલા તો હોય જ છે.

બહ્મદેવ પણ આ વાતમાં હા પાડી દે છે.હા. નારાયણે સ્પર્ધાનું આયોજન કર્યું છે.અમે પણ બસ હવે પાતાળ લોક જવા જ નીકળીએ છીએ.નારદમુની કંઈ બોલવા જાય એ પહેલા જ બ્રહ્મદેવ બોલી દે છે કે સ્પર્ધાનું નામ પણ ઘોષિત થઈ ગયું છે.સ્પર્ધાનું નામ છે સૌથી મોટો ભક્ત કોણ?

હવે,નારદમુની મૂંઝવણમાં આવી ગયા.શું સૌથી મોટો ભક્ત તો હું જ છું.આવી કોઈ સ્પર્ધા નારાયણએ રાખી અને મને જ આમંત્રણ ના આપ્યું.હવે નારદમુની દુઃખી થઈ ગયા.હું જ સૌથી મોટો ભક્ત છું એમાં સ્પર્ધાની જરૂર જ શું છે? આવા પ્રશ્નો વિચારતા વિચરતા હવે સીધાં પાતાળ લોક પહોંચ્યા.

પાતાળલોકમાં સાક્ષાત પ્રભુ નારાયણ અને શ્રીલક્ષ્મી માતા બિરાજમાન હતા.જ્યાં લક્ષ્મી નારાયણ બિરાજમાન હોય તે જગ્યાનું સૌંદર્ય તો અદભૂત જ હોય.નારદમુની પ્રભુ નારાયણ અને શ્રી લક્ષ્મીમાતા ના ચરણોમાં પ્રણામ કરી બોલ્યાં.નારાયણ નારાયણ! પ્રભુ હજી અહીં કોઈ આવ્યું નથી.હજી સ્પર્ધા આરંભ તો નથી થઈને? હું સમય પર જ પહોંચી ગયો.

નારાયણ આશ્ચર્યમાં પડી ગયા કે આ નારદમુની કઈ સ્પર્ધાની વાત કરે છે.મે કોઈ સ્પર્ધાનું આયોજન કર્યું નથી.પણ પહેલા નારદમુની ની પૂરી વાત સાંભળી લવ. પછી મારો જવાબ આપુ એ માર્ગ જ ઉતમ રહેશે. નારાયણ એ પૂછ્યું.તમને કોણે કીધું કે મે કોઈ સ્પર્ધાનું આયોજન કર્યું છે?

નારદમુનીએ શ્રીનારાયણ ને પૂરી વાત કહી.નારાયણ પણ દેવાધિદેવમહાદેવની લીલાને સમજી ગયા .હા મે સ્પર્ધાનું આયોજન કર્યું છે. મહાદેવ અને પરમપિતા બ્રહ્મદેવ ની સાચી વાત છે.
હવે નારદમુની ના ચહેરા પર નારાજગી અને ઉદાસીનો ભાવ દેખાણો.પ્રભુ નારાયણ ને નારદજીએ કહ્યું. હે નારાયણ! સાચું કહું તો મારાથી મોટો ભક્ત આખા સંસારમાં તમારો કોઈ નથી.તમારે આ સ્પર્ધાનું આયોજન કરવાની જરૂર જ નથી.હું જ તમારો સૌથી મોટો ભક્ત છું.હું જ છું જે આખો દિવસ નારાયણ નારાયણ બોલ્યાં રાખું છું.તમારા નામનું સ્મરણ મારાથી વધારે એકેય લોકમાં કોઈ નહિ કરતું હોય.તમારા બધા ભક્તમાં સૌથી મહાન ભક્ત હું જ છું.

હવે નારાયણ સમજી ગયા કે નારદમુની ને અભિમાન આવી ગયું છે.મારા સૌથી મોટા અને મહાન ભક્ત પોતે જ છે એવું એ મનમાં માનવા લાગ્યા છે. મારા કોઈપણ ભક્તને જો અભિમાન આવી જાય તો એ અભિમાન ઉતારવાનું કામ મારું જ છે.મારે એમને સાચી સમજણ આપવી જ પડશે.આવું વિચારી શ્રીનારાયણ બોલ્યાં હે નારદમુની તમે કહો છો કે તમે જ મારા સૌથી મોટા ભક્ત છો તો તમારે એક કસોટી(પરીક્ષા) આપવી પડશે. જો તમે આ પરીક્ષામાં પાસ થઈ ગયા તો તમે જ મારા સૌથી મોટા ભક્ત.

નારદમુની કહે છે.હા પ્રભુ મને મંજુર છે.મારે પરીક્ષા આપવી પડે તો એ પરીક્ષા માટે હું તૈયાર છું.પણ તમારો સૌથી મોટો ભક્ત તો હું છું, હું હતો અને હું જ રહીશ.

કાલે છેલ્લા ભાગમાં જોઈએ નારદમુનિ ની પરીક્ષા.નારદમુની પાસ થાય છે કે નહિ? બોલો નારાયણ નારાયણ

યોગી