Big Bhakt - 3 in Gujarati Spiritual Stories by Dave Yogita books and stories PDF | સૌથી મોટો ભકત કોણ? - 3

સૌથી મોટો ભકત કોણ? - 3

સૌથી મોટો ભક્ત કોણ? (ભાગ-૩)

નમસ્કાર મિત્રો! આવી ગઈ છું હું સૌથી મોટો ભક્ત કોણ નો છેલ્લો ભાગ લઈને.પહેલા બન્ને ભાગોમાં આપણે જોયું નારદમુની ત્રણેય લોકમાં ભ્રમણ કરતા હોય છે.ભ્રમણ કરતા કરતા મહાદેવ પાસે પહોંચે છે.મહાદેવજી તેમને જણાવે છે કે આજ શ્રી નારાયણ કોઈ સ્પર્ધા આયોજીત કરવાના છે.નારદમુની પછી બ્રહ્મલોક પહોંચે છે.બ્રહ્મદેવ નારદમુની ને જણાવે છે કે ભગવાન નારાયણ એ સૌથી મોટો ભક્ત કોણ? નામની સ્પર્ધાનું આયોજન કર્યું છે. તમને આમંત્રણ નથી નારદજી? નારદજી મુંજાય છે અને સીધા પાતાળલોક પહોંચે છે.જ્યાં નારાયણ અને લક્ષ્મીજી બિરાજમાન હોય છે.શ્રી નારાયણ સાથે કરેલી નારદમુની ની દલીલથી નારાયણ સમજી જાય છે કે નારદમુની ને મારા પરમભક્ત હોવાનું અભિમાન આવી ગયું છે.અને હવે આ અભિમાન ઉતારવા પ્રભુ નારાયણ નારદમુની ને એક પરીક્ષા આપવાનું કહે છે.


શ્રીનારાયણ બોલ્યા. હું મારી પરીક્ષા લેતા પહેલા તમને કહી આપુ કે મારો મોટો ભક્ત તો મનુષ્ય પણ છે. એટલે તમે જ મારા મોટા ભક્ત છો એવું નથી.
નારદજી બોલ્યાં.ના હું જ તમારો સૌથી મોટો ભક્ત છું.બોલો પ્રભુ આજે તમે મારી કેવી પરીક્ષા લેવા માંગો છો? હું તમારો સૌથી મોટો ભકત છું એ સાબિત કરવા માટે કોઈ પણ પરીક્ષા દેવા માટે તૈયાર છું.

શ્રીનારાયણ નારદમુનીને એક મોટો બાઉલ(વાટકો) જળનો ભરીને આપે છે અને કહે છે કે આ આખો જળ ભરેલો વાટકો લઈ આખા બ્રહ્માંડને પૂરી એક પ્રદક્ષિણા કરવાની છે અને હા આખી પ્રદક્ષિણા દરમિયાન આ વાટકામાંથી જળનું એક ટીપુ નીચે પડવું ના જોઈએ.

નારદમુની તો ખુશ થઈ ને બોલ્યાં ભગવાન આટલી સરળ કસોટી(પરીક્ષા).નારાયણ પણ મનમાં ને મનમાં મુસ્કરાયા.નારદમુની નારાયણને પ્રણામ કરી ને હાથમાં પાણીનો વાટકો લઈ બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવા નીકળ્યા. નારદમુની નું પૂરી ધ્યાન વાટકા પર જ હતું.એક ટીપું પણ પાણી નીચે પડવુ ન જોઈએ.આવું વિચારતા વિચારતા થોડીવારમાં આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા ફરીને આવી ગયા.

શ્રીનારાયણને પ્રણામ કરીને બોલ્યાં પ્રભુ તમારી આપેલી પરીક્ષા હું પાર કરીને આવી ગયો છું.જુઓ આખો વાટકો પાણીનો એમને એમ જ છે.એકપણ ટીપુ પડ્યું નથી.

નારાયણ હસવા લાગ્યા. વાહ!નારદમુની તમે તો ખરેખર એક ટીપું પણ પાણી પડવા ના દીધું.પણ આ આખી વાતમાં મારો એક પ્રશ્ન છે એનો જવાબ આપશો?
હા. પ્રભુ પૂછો ને?
તમે આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી એટલા સમયમાં તમે મારૂ નામ કેટલી વાર લીધું?

નારદમુની મુંજાઈ ગયા.શું જવાબ આપું? શું પ્રશ્ન પૂછો છો ભગવાન તમે મારી હાંસી ઉડાડો છો કે શું? આ વાટકા પર ધ્યાન આપી રહ્યો હતો.એમાં તમારું નામ કેવી રીતે લઈ શકુ?કેમકે,તમારુ નામ લેવા જાવ,મારું ધ્યાન ફરી જાય આ વાટકા માંથી પાણી ઢોળાય જાય એટલે તમારું નામ લેવાનું જ ભુલાઈ ગયું.
શ્રીનારાયણ એ કહ્યું એટલે જ મારો સૌથી મોટો ભક્ત પહેલો મનુષ્ય છે.જે પોતાનું કાર્ય કરતા કરતા અને ફરજ નિભાવતા નિભાવતા મારું નામ સ્મરણ કરે છે.કોઈ આખો દિવસ ખેતી કરે છે, કોઈ નોકરી કરે છે,કોઈ ઘરકામ કરે છે.કોઈ બીઝનેસ કરે છે પણ મારું સ્મરણ કરે છે.જે આખા દિવસ રોજી-રોટી કમાવા પાછળ બીજા અનેક ટેન્શનમાં તમારા ભરેલા પાણી ના વાટકાની જેમ જ ધ્યાન આપે છે પણ તોય મને ભૂલતો નથી.મારું નિત્ય સ્મરણ કરે છે.
નારદજી આ વાતનો કંઈ જવાબ આપી શકતા નથી.પ્રભુના ચરણમાં પડી જાય છે.નારાયણ મને માફ કરી દો. મને અભિમાન આવી ગયું હતું.આજ સમજી ગયો કે તમારા માટે તમારા બધા ભક્ત મોટા જ છે.
જે પણ પોતાના કર્તવ્ય અને ફરજ નિભાવતા નિભાવતા પણ તમારું નામ સ્મરણ કરે છે એ પણ તમારા સૌથી મોટા ભક્ત છે.મને માફ કરી દો.

બોલો નારાયણ નારાયણ...

પેલી છોકરીને એના દાદી એ સમજાવ્યું કે વાર્તા પરથી તને સમજાઈ ગયું હસે કે ભગવાન માટે બધા ભક્ત સરખા છે.એના માટે સાધુ થવાની જરૂર નથી.આપણે સંસારમાં રહી ને પણ ભગવાનની ભક્તિ કરી શકી છીએ.નારાયણ ની કૃપા પ્રાપ્ત કરી શકીએ.

Thankyou મારા બા🙏🙏🙏🙏

યોગી




Rate & Review

Lakshmansinh Bhabhor
maheshbhai vyas

maheshbhai vyas 10 months ago

Kamlaben Parmar

Kamlaben Parmar 10 months ago

Prakash Soni

Prakash Soni 10 months ago

સરસ

Jay Patel

Jay Patel 11 months ago

Share