Shapit - 28 books and stories free download online pdf in Gujarati

શ્રાપિત - 28






આકાશ ધીમે ધીમે ડગલાં માંડતો ઘરમાં અંદર આવ્યો. અડધી સળગેલી હાલતમાં ઘરમાં વેરવિખેર સામાન પડયો હતો. ઘર કરોળિયાનુ સામ્રાજ્ય બની ગયું હતું.સળગેલી હાલતમાં ઘરની વચ્ચે એક સ્તંભ હતો.આકાશની નજર ખુણામાં પડતાં અવની નીચે જમીન પર બેસીને પાછળ ફરીને કશુંક શોધથી હતી. નીચે જમીન પર મરેલી હાલતમાં પડેલાં રોકીને જોતાં આકાશને કપાળમાં પરસેવો વળવા લાગ્યો હતો. આગળ વધીને અવનીને સાદ પાડવો કે નહીં ? આકાશના મનમાં જાતજાતના વિચારો આવતાં હતાં. જો અવનીની અંદર રહેલી પેલી આત્મા મને જોતાં હુમલો કરશે તો ! આકાશને આગળ શું કરવું એ મુંજવણ ઉભી થઇ.

પાછળ ફરીને નીચે બેઠેલી અવનીને આકાશ બારણાં પાસેથી ઉભીને જોઈ રહ્યો હતો. અવની એક જુનવાણી લોખંડની પેટીમાં રાખેલાં કપડાં અને સામાનને બહાર કાઢીને બધો સામાન ફંફોળતી હતી. થોડીવાર આમતેમ શોધ્યાં પછી અવનીને એક નાની ઢીંગલી મળે છે. અવની એ ઢીંગલીને ઉઠાવી પોતાનાં હાથ વડે પંપાળવા લાગી. આકાશ દરવાજે ઉભીને આ દશ્ય જોઈ રહ્યો હતો. અવનીના ચહેરાનાં હાવભાવ જોતાં એ ઢીંગલી સાથે કોઈ ખાસ લગાવ અને લાગણી જોડાયેલી હતી. અવની પાછળ ફરીને ઉભી થવાની જ હતી. ત્યાં આકાશને ખબર પડતાં ઝડપથી ઘરની બહાર નીકળી જાય છે.


બહાર સંતાઈને ઉભેલાં આકાશનાં ધબકારા વધવા લાગ્યાં. અંદરથી ખડભડાટ અવાજ આવી રહ્યો હતો. આકાશ બહાર નીકળીને ઘરની સાઈડની દિવાલને અડકીને ઉભી ગયો. શ્ર્વાસ ફુલવા વાગ્યો. ગભરામણ થવાને કારણે મોઢેથી શ્ર્વાસ લેવો પડતો હતો. અવનીને ઘરની બહાર નીકળતાં જોઇને આકાશ પોતાનાં બન્ને હાથ વડે પોતાનાં મોંઢા પર જડકી રાખ્યાં. ફુલતા શ્ર્વાસનો અવાજ શાંત વાતાવરણમાં ગુંજતો હતો. અવની ઘરમાંથી નીકળીને આગળ ચાલવા લાગી. અવનીને આગળ જતાં જોઇ આકાશ પોતાનાં ફુલેલા શ્ર્વાસને એક ઉંડો શ્વાસ ભરીને રોકી રાખે છે.


આકાશ હિમ્મત કરીને અવનીની પાછળ ફરીથી જવા લાગ્યો. આગળ જતી અવની અચાનક ઉભી જાય છે. અવનીને ઉભેલી જોતાં આકાશ ઝડપથી નીચે બેસીને પોતાનો ચહેરો સંતાળે છે. અવની પાછળ ફરીને આમતેમ જોયું ફરી પાછી આગળ વધવા લાગી. આકાશને આભાસ થયો કે અવનીને પાછળ કોઇનાં આવવાની ભાળ લાગી છે. આકાશ થોડીવાર ત્યાં બેસીને પોતાનું ડોકું બહાર કાઢીને જોતાં અવની ઘણી દુર નીકળી ગઈ હતી. આકાશ ઉભો થઇને ફરીથી અવનીની પાછળ જવા લાગ્યો. અવની આગળ ચાલતાં ચાલતાં તેજપુર ગામનાં તળાવ પાસે પહોંચી જાઈ છે. તળાવ ઘણું ઉંડુ અને વિશાળ હતું. પરંતુ ગામનાં લોકો આ તળાવને દુષિત અને અપશુકનિયાળ માનતાં હતાં. આસપાસ ખીલેલા ફૂલ અને દિવસનાં અંજવાળામા મનોરમ્ય દ્રશ્ય જોવા મળતું હતું.


અવની જેવી તળાવની પાસે જવા લાગી બધાં ફુલો અને છોડ, ઘાસ પોતાનો રંગ બદલી નાખે છે. રાતનાં ઘુઘળા અંજવાળે આકા ઝાડી પાછળ સંતાઈને બેઠો હતો. અવની જેમ જેમ તળાવ નજીક પહોંચી ત્યાં તળાવનું પાણી લાલ રંગનું થવા લાગ્યું. આકાશને આ બધું જોતાં આશ્ર્ચર્ય થવા લાગ્યો. તળાવનાં કિનારે પહોંચેલી અમી જોરથી ચીસ પાડીને બોલી " મુક્તિ... મુક્તિ... મુક્તિ ". જાડી પાછળ સંતાઈને જોતાં આકાશને વિચાર આવ્યો અવની કોની મુક્તિની વાત કરી રહીં છે. અવની તળાવમાં ધીમે-ધીમે આગળ વધવા લાગી, પાણી ઘુંટી સુધી પહોંચવા આવ્યું હતું. અવનીના પગમાં રહેલું નિશાન ચમકવા લાગે છે. અવની ફરીથી બોલી " હું તારાં અંતિમ વંશનો અંત કરીને મારાં ગુરુને દક્ષિણા આપી ".


અવનીની વાત સાંભળીને આકાશને આધાત લાગ્યો. અવની કોને મારવાની વાત કરી હતી. આકાશ ઝાડી પાછળ સંતાઈને બેઠો હતો હ્દયના ધબકારા વધવા લાગ્યાં અને હાથ પગ ધ્રુજવા લાગે છે. ઝાડીમાંથી બધું જોઈ રહ્યો હતો. અવની તળાવમાંથી નીકળીને તળાવ તરફ પોતાની લાલ આંખોવડે ખુબ ગુસ્સેથી જોતી હતી.તળાવ તરફ જોતાં અવની પાછળ ફરીને ઉભી હતી. અવની ફરી ત્યાંથી આગળ ચાલવા લાગી. આકાશ ઝાડી પાછળથી ઉભો થઇને ફરી અવનીની પાછળ ચાલવા લાગ્યો.

અવનીના ગુસ્સાથી ભરેલો ચહેરો અને લાલ આંખોમાંથી એક તેજસ્વી પ્રકાશ નીકળીતો હતો. અવની હાથમાં ઢીંગલી લઇને આગળ વધતી હતી.‌ આકાશ અવનીની પાછળ ચાલતો હતો. અવની તેજપુર ગામમાં વચ્ચે આવેલાં કુવા તરફ જતી હતી. અવનીને જોતાં આકાશનાં પગ ધ્રુજવા લાગે છે. અવની કુવા પાસે ઉભી પોતાનાં બન્ને હાથ કુવાનાં કાંઠે રાખ્યાં અને નીચું વળીને કુવામાં જોવાં લાગી. અવની પોતાનાં બન્ને હાથ આગળ કરીને પોતાનાં હાથમાં રહેલી ઢીંગલીને એ કુવામાં ફેંકી દીધી. આકાશ પાછળ ઉભીને આ બધું જોતો હતો.

અવની અચાનક પાછળ ફરતાં આકાશને જોયો. સામે ઉભેલો આકાશ ગભરાઈ ગઈ. અવનીનો ગુસ્સાવાળો ચહેરો અને લાલ રંગની આંખો વધું ચમકવા લાગી અને અવની ધીમે-ધીમે આકાશ તરફ ગુસ્સેથી આગળ વધવા લાગી.


ક્રમશ....