Colors - 32 books and stories free download online pdf in Gujarati

કલર્સ - 32

અગાઉ આપડે જોયું કે લીઝા, વાહીદ ,રોન અને નીલ અરીસા માં પ્રવેશ કરી ચૂક્યા છે,અને બીજા દિવસે રાઘવને પણ કોઈ અવાજ સંભળાતા તે પણ અરીસા માં પ્રવેશી ચૂક્યો છે,અહી હવેલી માં રહેલા દરેક તેને શોધે છે,પણ રાઘવ ક્યાંય ના મળતા હવે આગળ શું કરવું તેની ચિંતા કરે છે.હવે આગળ...

વિલીનું છેલ્લું વાક્ય સાંભળીને તો બધાના હોશ ઉડી ગયા,હવે કરવું શું?અહી રેહવું કે ત્યાં જવું?અને ત્યાં ગયા પછી એ બધા ને જવાબ શું આપીશું?

આ તરફ ટેન્ટ પર બધા ચિંતા માં હતા કે હવે અરીસા માં ગયેલા ને પાછા કેમ કાઢીશું?જો કે એ લોકો એ વાતથી તદન અજાણ હતા કે બીજા અમુક મેમ્બર પણ અરીસા માં પ્રવેશી ચૂક્યા છે.જ્યારે આ બધાથી તદન અજાણ બાળકોને હવે પોતાનું ઘર અને મમ્મી પપ્પા યાદ આવતા હોઈ છે.મિસિસ જોર્જ તેમને સંભાળી ને રાખવાની કોશિશ કરે છે.

જૉન એક કામ કરીએ આપડે પણ અરીસા માં જતાં રહીએ!મિસ્ટર જોર્જ કે જે ખૂબ મૂંઝાયેલા હતા,તેઓ જૉન ને કહી રહ્યા હતા.

પ્લીઝ મિસ્ટર જોર્જ તમે શાંત થાવ...

હું...હું..શું શાંત થાવ,મને તો લાગે છે હવે આપડે ક્યારેય અહીંથી નીકળી નહિ શકીએ,અને નક્કી અહી કોઈ એવી શક્તિ છે, જે એક એક કરી ને બધા ને ગાયબ કરે છે,અને આ અરીસો એ...તો બધી મુસીબત નું કારણ છે.આમ કહી મિસ્ટર જૉર્જે નજીક માં પડેલી એક નાની લાકડી અરીસા તરફ ફેંકી,નસીબજોગે તેઓ ઉશ્કેરાટ માં હોઈ એ લાકડી અરીસાથી થોડી દૂર પડી.

મિસ્ટર જોર્જ...લગભગ બધાના મોંમાંથી ચીસ નીકળી ગઈ.

અને બીજી જ ક્ષણે એક બીજી ઘટના બની મીની એ મિસ્ટર જોર્જ ના માથા પર માર્યું ને તે બેભાન થઈ ગયા.

મીની....મીની આર યુ મેડ?વિલી ની રાડ નીકળી ગઈ.

નો વિલી! બટ મિસ્ટર જોર્જ વધુ પ્રેશર માં હતા,તેમના મગજ ને શાંતિ ની જરૂર છે,નક્કી થોડીવાર પછી તેઓ ભાન માં આવશે ત્યારે શાંત થઈ ચૂક્યા હશે.મીની એ એકદમ શાંતિથી જવાબ આપ્યો.

બે ચાર મેમ્બરે ભેગા થઈ જોર્જને એક તરફ સુવડાવ્યા.

ઓહ માય ગોડ....જીમ ની નજર ઘડિયાળ તરફ ગઈ,હવે માત્ર ચાર જ કલાક બાકી છે,સમયચક્રને પૂરું થવા માં!!!

અને એ સાથે જ બધા નું ધ્યાન અરીસા તરફ ગયું. લગભગ બધા દોડી ને સીડી પર અરીસા નજીક બેસી ગયા.

આ તરફ રાઘવ જ્યારે અરીસા માં પ્રવેશ કરે છે,તો ત્યાં નો નજારો જોઈને તે અચંબિત થઈ જાય છે,કેમ કે અહી એકદમ અરીસા ની પેલી તરફ છે તેવી જ હવેલી છે!બસ ત્યાંની હવેલી જૂની પુરાણી લાગે છે,જ્યારે અહી એકદમ નવી નક્કોર,ત્યાં જેટલી ગંદકી હતી અહી એટલી જ સફાઈ છે!!અરે હા આ અરીસા ની અંદરની દુનિયા છે ને એટલે એ વિરોધાભાસ તો રેહવાનો જ.રાઘવ બબડ્યો.

રાઘવ હવે આસપાસ જોવા લાગ્યો,પોતે હવેલી માં આટલા સમયથી હતો એટલે ત્યાંના ખૂણે ખૂણાથી માહિતગાર હતો,રાઘવ ને થયું ,જો થોડું સમજી ને ચાલવામાં આવે તો મને વાંધો નહિ આવે,પરંતુ મારી પત્ની અને મિત્રો ક્યાં હશે?

હવે રાઘવ જરા બેચેન બની ગયો,તેને એ સૂઝ નહતી પડતી કે જવું કંઈ તરફ?એટલે તેને પેહલા ત્યાં જ આજુબાજુ માં જોવાનું નક્કી કર્યું.તેને સૌથી પેહલા રસોડા તરફ જવાનું વિચાર્યું,જેવો તે રસોડા માં ગયો તો અહી સ્ટોર રૂમ હતો.

ઓહો હું તો વિચારમાં ભૂલી જ ગયો!મારે બધી વસ્તુ ઉલ્ટી સમજવાની છે!એટલે રાઘવે પોતાના પગલાં સ્ટોર રૂમ તરફ વળ્યા,અને તે રસોડા માં પહોચી ગયો,અહી પણ બધુજ નવું રાચરચિલું હતું.
રાઘવ ધીમે ધીમે આ અરીસા ની દુનિયાને સમજવાની કોશિશ કરતો હતો,ત્યાંથી ફરી તે હોલ માં આવ્યો અને ફરી એકવાર બંને તરફ જોયું,સામે સીડી દેખાઈ તેને ત્યાં જવાનું નક્કી કર્યું,પણ આ શું?તે સીડી ચડવા ને બદલે ઉતરતો જતો હતો, ઓહ...હું માનું છું એટલું સેહલું નથી આ!!અરે હા...હું અરીસા માંથી બહાર આવ્યો તો સીધો નીચે જ કેમ પહોચ્યો.રાઘવ સ્વગત બબડ્યો..

તે પાછો ફર્યો,હવે કરવું શું?જવું કંઈ તરફ?રાઘવ ચિંતામાં સરી પડ્યો. રાઘવે ફરી એકવાર ચોતરફ નજર ફેરવી અને પછી સૌથી પેહલા બહાર જવાનો નિર્ણય કર્યો.

રાઘવે ત્યાંથી પાછળ ફરી ને બહાર જવા પગ ઉપાડ્યા કે તેની નજર બહાર ના વૃક્ષો પર પડી,અહીંના વૃક્ષો લીલાછમ હતા,ફળોથી લચેલા અને ખૂબ જ સુંદર લાગતા હતા,રાઘવ ને થયું કે જો આ અરીસાની દુનિયા સંપૂર્ણપણે
ઊંઘી હોઈ તો નક્કી પેલી બંને જગ્યા પણ વાસ્તવિકતા થી ઊંઘી હોવી જોઈ!પણ એ માટે મારે બહુ વિચારી ને આગળ વધવું પડે પરંતુ એ પેહલા હું મારા મિત્રોને અને નાયરાને શોધી લઉં.

રાઘવ હજી બધું કુતુહલતા પૂર્વક જોતો હતો,સામે દરિયાનો અવાજ જાણે કોઈ સિંહ ગર્જના કરતો હોઈ તેવો આવતો હતો,એક એવી દુનિયા કે જ્યાં તમારા સિવાય કોઈ પણ ના હોઈ એ કલ્પના જ અઘરી છે,અને તેવી જગ્યા માં જીવવું લગભગ અશક્ય.

રાઘવ દરિયાની સામે આવી ને ઉભો,દરિયાના મોજા ના અવાજ તેના કાન સાથે અથડાઈ ને તેને ડરાવતા હતા, ઉપરથી આટલા એકાંત માં હવાઓ પણ પોતાનું સંપૂર્ણ જોર બતાવી રહી હતી,દૂર દૂર સુધી કોઈ જીવ નું નામોનિશાન નહતું,ના કોઈ અવાજ ના કોઈનો સળવળાટ.
બસ માત્ર પાણી અને હવાઓ નો ડરાવતો અવાજ,અને તમારા શ્વાસ ની લય,અને શરીર સાથે અથડાતી ભેજવાળી હવા.

ક્યારેક ક્યારેક ભીડ માં શાંતિ મળે છે,અને આવા એકાંત માં માણસ ગભરામણ અનુભવે છે.રાઘવ પણ અત્યારે એવો જ કઇક અનુભવ કરી રહ્યો હતો.તેને એવું લાગતું હતું કે જાણે કોઈ તેનું ગળું દબાવી રહ્યું છે,અને હમણાં જ તે મરી જસે,પણ અચાનક તેને આંખ સામે તેના બાળકો ,નાયરા , વાહીદ,લીઝા અને અન્ય મિત્રો અને ક્રુઝ મેમ્બર દેખાય,રાઘવ જાણે જાગતી આંખે કોઈ સપનું જોતો હોઈ તેવું તેને લાગતું હતું.

શું થશે હવે રાઘવ સાથે આગળ?શું તે તેના મિત્રો અને પત્ની ને અરીસાની આ દુનિયામાંથી બહાર કાઢી શકશે?કેવો રહેશે તેમનો આગળનો સફર?જાણવા માટે વાંચતા રહો....

✍️ આરતી ગેરિયા....