Shapit - 30 books and stories free download online pdf in Gujarati

શ્રાપિત - 30

આકાશ અને અવની હવેલીએ પહોંચવા આવ્યાં હતાં. લગભગ સવારનાં ચાર વાગવા જેવો સમય થવા આવ્યો છે. તેજપુર મહાદેવનાં મંદિરે આરતીનો શંખનાદ ગુંજ્યો. આરતીનો શંખનાદ છેટ હવેલી સુધી સંભાળાતો હતો. શંખનાદ અવનીના કાનમાં પડતાં અવનીને અચાનક માથામાં જોરથી દર્દ થવા લાગ્યું. અવનીએ જોરથી ચીસ પાડી. બાજુમાં ઉભેલો આકાશ અચાનક ગભરાઈ ગયો.


" અવની...અવની...તને શું થાઇ છે "? આકાશ અવનીને પોતાના હાથ વડે હચમચાવીને પુછ્યું. અવની દર્દના કારણે પોતાનાં બન્ને હાથ વડે માથું જકડીને નીચે બેસી જાઇ છે. લગભગ આરતી પુરી થવા આવી હતી. જેવો શંખનાદ બંધ થતાં અવનીના માથામાં થતું દર્દ અચાનક ઠીક થઈ જાઇ છે. " અવની તને શું થયું ? તબિયત ઠીક નથી લાગતી "? આકાશ અવનીની ચિંતા કરતો બોલ્યો.

અવની આકાશ તરફ જોવાં લાગે છે. અવની ઉભી થઇને આગળ હવેલી તરફ જવા લાગી. સાથે આકાશ પણ અવનીની પાછળ ચાલવા લાગ્યો. આકાશ અને અવની બન્ને હવેલીમાં અંદર આવી પહોંચ્યા. આકાશ કોઈ વાત કરે તૈ પહેલાં અવની સુનમુન આગળ ચાલીને હવેલીની અંદરનાં રૂમમાં ચાલી જાઇ છે. આકાશ હવેલીમાં અંદર આવીને સોફા પર બેઠો. થાકના કારણે કયારે ઉંધ આવી ગઇ એ ખબર ના પડી.

સુધા : " અરે ! તું અહીંયાં હોલમાં સોફા પર કેમ સુતો છે ? આકાશ... આકાશ....ઉઠી જા બેટા. જલ્દી કર ઉઠીને ઝડપથી તૈયાર થઈને બહાર આવ બધાં તારી રાહ જોઇને બહાર બેઠાં છે ".

આકાશ આંખ ચોળતો સોફા પરથી આળસ મરડીને બેઠો થયો. આકાશ આમતેમ નજર કરીને જોવાં લાગ્યો. બધાં મિત્રોને બહારથી અવાજ આવતો હતો. આકાશ ઉભો થઇને બહાર આવ્યો. બધાં મિત્રો સમીર, પિયુષ, અક્ષય એકદમ ટીપટોપ નવા કુર્તા પહેરીને તૈયાર થઈને બહાર આંગણામાં ફોટા પાડતાં હતાં.

પિયુષ : " હે ભગવાન ! કોઈ વરરાજાને મોઢું ધોવાં માટે પાણી તો આપો ".

સમીર આકાશને જોતાં બાજુમાં આવીને પુછ્યું, " આકાશ હજી સુધી તૈયાર કેમ નથી થયો ? તબિયત તો સારી છે ને ".

આકાશ : " હા... હમણાં તૈયાર થઇને આવું ".

આકાશ એકદમ સ્ટાઇલિશ લાગતો હતો. વાળમાં જેલ લગાવ્યું હતું. લાલ રંગનો કુર્તો અને સફેદ ધોતી પહેરીને બહાર આવ્યો. એકદમ સપનાનાં રાજકુમારથી ઓછો નહોતો લાગતો. હવેલીના હોલની બહાર પગ મુકતાં બધાં મિત્રો અને પરિવારના બધાં સભ્યો જોવાં લાગ્યાં.આકાશને તૈયાર થઈને બહાર આવતાં જોઈ સુધા બાજુમાં આવીને આકાશની નજર સાત વખત ઉતારી.

પિયુષ : " આન્ટી આજે સાત વખત નહીં ચૌદ વખત નજર ઉતારવી પડશે ".

પિયુષની વાત સાંભળીને બધાં મિત્રો હસવા લાગ્યા. અક્ષય સમીરની બાજુમાં આવીને ધીમેથી બોલ્યો, " સમીર તને અહીંયા એક વાત નોટિસ કરી ?

સમીર : " જ્યારથી આવ્યા ત્યારથી અહીંયા બહું બધું નોટિસ કરવા જેવું છે ".

અક્ષય : " આજે લગ્નનાં આગલાં દિવસે થતાં મંડપનુ મુહર્ત છે. છતાં આવડી મોટી હવેલીમાં ઘરનાં સભ્યો અને મિત્રો સિવાય કોઈ મહેમાન આવ્યું નથી ".

સમીર : " તારી વાત એકદમ સાચી છે. મેં પણ આ વાત વિચારી હતી ".

સમીર આકાશની બાજુમાં આવીને પોતાનાં બન્ને હાથ આકાશના ખંભા પર રાખીને બોલ્યા, " વાહ્... એકદમ હેન્ડસમ લાગે છે. આકાશ તારાં લગ્નમાં કોઈ બહારનાં મહેમાન કે ગામનાં સંબંધીઓ કેમ દેખાતાં નથી ? ".

આકાશ : " લગ્નમાં ફક્ત ઘરનાં સભ્યો અને મિત્રોને બોલાવ્યાં છે. ઘરનાં અંગત વ્યક્તિઓની હાજરીમાં લગ્ન કરવામાં આવે છે.‌ લગ્ન થઇ જાઈ પછી કુળદેવી માતાજી ના મંદિરે નવવધુ દર્શન કરી આવે ત્યાર બાદ ગામના લોકો અને સંબંધીઓને બોલાવવામાં આવે અને સામુહિક ભોજનનું આયોજન કરવામાં આવે છે ".

આકાશનાં લગ્નની તૈયારીઓ થઈ ચુકી હતી.‌ લગ્નની વિધિઓ પ્રારંભ થાઈ છે. " અરે... આ શું કરો છો ? અમારી હાજરી વગર જ લગ્ન કરવાનું નક્કી કર્યું છે ". પાછળ આવેલી દિવ્યા બોલી.

આછાં પીળા રંગનુ ઘરેવાળું સલવાર સુટ, કાનમાં નાના નાના ઝુમખા અને હાથમાં એજ ચામડાના પટ્ટાવાળી ઘડિયાળ પગમાં હરહંમેશની જેમ પહેરેલી મોજડી સાથે અવની પગથિયાં ઉતરતી હતી. અવનીને જોતાં આકાશને કોલેજના દિવસો યાદ આવી જાઈ છે.

" આકાશ મારે આ ઘડિયાળ લેવી છે ". નાનાં બાળકોની જેમ જીદ કરતી અવની બોલી. " આટલી મોટી દુકાનમાંથી તને આ સાવ સિમ્પલ પટ્ટાવાળી ઘડિયાળ ગમી ? " આકાશ બોલ્યો. હા " તો હું બધાં જેવી નથી તને ખબર છે ને તને. મને આ બધી ચમક ધમક પસંદ નથી ". હા મારી મહારાણી.... આકાશ અવનીને એ ઘડિયાળ પોતાનાં હાથ વડે પહેરાવે છે.

" આકાશ ક્યાં ખોવાઈ ગયો છે". બાજુમાં ઉભેલો સમીર બોલ્યો સમીરની વાત સાંભળીને આકાશ કોલેજની યાદોમાંથી બહાર આવી જાઈ છે.

સુધા આકાશને બાજોઠ પર બેસાડીને કપાળમાં તિલક કરે છે. આગળની બધી વિધિઓ ચાલુ કરવામાં આવે છે. બધાં મિત્રો વારાફરથી આકાશને કપાળમાં તિલક કરીને મોઢું મીઠું કરાવે છે. અવની આકાશની બાજુમાં આવતાં આકાશને પોતાનાં હાથવડે પેંડો ખવડાવતાં આકાશની સામે જોવા લાગી. આકાશ અવનીની તરફ જોતાં અવનીની લાલ ચમકતી આંખો આકાશ તરફ જોઈને હસી રહી હતી.


ક્રમશ...