Colors - 34 books and stories free download online pdf in Gujarati

કલર્સ - 34

રાઘવને અરીસાની દુનિયામાં થોડા વિચિત્ર અનુભવ થયા બાદ તેને એક રૂમમાં બેભાન પડેલા રોન અને નીલ મળે છે,રાઘવ તે બંનેને ભાન માં લાવે છે અને તેઓ બીજાની શોધ માં આગળ વધે છે.હવે આગળ....

અહીંયા તો ફકત આ મોટું મેદાન છે,અહી કોઈ હોઈ તેવું લાગતું નથી!!નીલે ચારેકોર નજર ફેરવી ને કહ્યું.

હા બરાબર છે મને પણ એવું જ લાગે છે કે અહી કોઈ હોઈ શકે નહિ.રોને પણ નીલ ની વાત માં સૂર પુરાવ્યો.

રાઘવ જાણે એ બંને ને સાંભળતો જ ના હોય તેમ તે પોતાની રીતે બધું જોઈ લેવા માંગતો હતો,તે થોડો આગળ વધ્યો હશે કે,

રાઘવ...રાઘવ તું આવી ગયો? સામે થી વાહિદ અને લીઝા એકાએક આવી ગયા.

વાહિદ લીઝા તમે બંને આમ કેમ?

અમે અહી આવ્યા ત્યારે ખબર નહિ એક જંગલ બિલાડી એ અમારા પર હુમલો કરી દીધો,પછી અમે અહી જ છુપાઈ ગયા,લીઝા ને તો ઘણા ઉજરડા પણ પડી ગયા,માંડ બચ્યા અમે.વાહિદે હાફતા હાફતા પોતાની વાત પૂરી કરી.

રાઘવ તે બંનેને જોઈને ખુશ થયો,સારું થયું મિત્રો તમે તો મને મળી ગયા હવે આપડે બાકીના બધાને પણ શોધી કાઢીશું.રાઘવ ઉત્સાહથી બોલ્યો.


મેદાનમાંથી બધા ફરી હવેલીમાં ગયા.

રાઘવ મને લાગે છે,અહી કાઈ હાથ લાગવાનું નથી, આપડે તેમને બીજે શોધીએ.નીલે કહ્યું

હા મને પણ એવું જ લાગે છે,ચાલો બહાર બીજી તરફ જઈએ કેમ કે, અહીં તો અમે બધે ફરી વળ્યા,પણ કશું જ હાથ નથી લાગ્યું. વાહીદ નીલ ની વાત માં સાથ પુરાવતા બોલ્યો.

પણ બહાર ક્યાં જઈશું? રાઘવે વ્યથીત મને કહ્યું.આટલા મોટા બીચ પર એમને કેમ શોધવા અને એ પણ નિયત સમય માં!!!રાઘવ હવે વિહવળ થઈ ગયો હતો.

રાઘવ ઉદાસ નહિ થા ચાલ.નીલે એનો હાથ પકડ્યો અને બધા ફરી બહાર આવ્યા.

લીઝા તે જે ગુપ્તમાર્ગ બતાવ્યો હતો એ અત્યારે ત્યાં નહતો!બહારથી તે કાઈ તરફ આવેલો હતો? રાઘવે લીઝા ને પૂછ્યું.

બહારથી તો બિચથી આગળ જવું પડશે.ચાલો એ તરફ પણ જઈ આવી.આમ કહી લીઝાએ રાઘવનો હાથ પકડી અને એ તરફ ખેંચ્યો.

બધાએ થોડીવાર લીઝા જે જગ્યાએ લઈ ગઈ ત્યાં બધું ચકાસ્યું પણ આ તરફ એવી કોઈ ગુફા કે ગુપ્તમાર્ગ દેખાયો નહીં.
ના...ના ... મને નથી લાગતું અહી એ લોકો ને રાખ્યા હોઈ, નક્કી જંગલ માં ક્યાંક તેમને રાખ્યા હશે?? નીલે પોતાની શંકા વ્યક્ત કરી

નીલ એકવાર ફરી હવેલી માં જોઈ લઈએ તો?ખબર નહિ કેમ પણ મારું મન એમ કહે છે એ લોકો ત્યાં જ છે!!
રાઘવ કોઈ અવઢવ માં બોલતો હતો.

રાઘવ આમ તો આપડી પાસે સમય રહેશે જ નહિ. ના ત્યાં નહિ તું આમ જંગલ તરફ ચાલ.નીલે લગભગ રાઘવ ને ઢસડ્યો. વાહીદ,લીઝા,અને રોને પણ તેની વાત માં હામી ભરી,અને બધા જંગલ તરફ ચાલવા લાગ્યા.

રાઘવ નું ધ્યાન સતત ઘડિયાળ તરફ જ હતું.નીલ સમય તો જો! રાઘવે ઘડિયાળ તરફ જોતા કહ્યું.

અરે ઘણો સમય છે તું ચાલ,બસ ચાલતો રહે.નીલ રાઘવ નો હાથ પકડી ને ચાલતો હતો,સૂરજ નો તાપ ધીમે ધીમે વધતો જતો હતો,લગભગ બે રાત ના ઉજાગરા પછી આજે રાઘવ ને સૂરજ ની સામે ચાલવું આકરું લાગતું હતું.

નીલ તને થાક નથી લાગ્યો?

કેવો થાક..ના..ના.. મને નથી લાગ્યો મારે એ લોકો ને જલ્દી શોધવા છે.નીલ કઇક અચકાતા અચકાતા બોલ્યો.

રાઘવ ને નીલનું વર્તન જરા અજુગતું લાગ્યું,પણ કદાચ જાનવીને શોધવામાં એ થોડો ગભરાયેલો હશે,એવું વિચારી રાઘવ ચાલવા માંડ્યો.

નીલ તને એવું નથી લાગતું કે હવેલીના પેલા સાત રૂમ છે તેમાં કોઈ રાઝ ચોક્કસ છે? રાઘવે અચાનક નીલને પ્રશ્ન કર્યો.

ના બિલકુલ નહિ,ત્યાં કશુજ નથી.

વાહીદ તારું શું કેહવુ છે,એકવાર આપડે ત્યાં ફરી જવું જોઈએ કે નહીં?રાઘવ હવે ઊભો રહી ગયો,અને બધાને પ્રશ્ન પૂછવા લાગ્યો.

ના બિલકુલ નહિ ત્યાં જવાનો કોઈ અર્થ જ નથી. વાહીદ એકદમ મક્કમ અવાજે બોલ્યો.

વાહીદ દોસ્ત પ્લીઝ એકવાર મારું મન કહે છે નક્કી ત્યાજ કોઈ રસ્તો મળશે,ચાલ ને પાછા!!રાઘવ એકદમ ગળગળો થઈ ગયો.

ના કીધું ને તને!સમજાતું નથી ત્યાં જવાનું નથી.અચાનક વાહિદ ગુસ્સામાં બોલ્યો.તેની આ રીત જોઈને રાઘવ અંદરથી થથરી ગયો.

રાઘવ જ્યારે અમે તને કહીએ છીએ કે અમે ત્યાં બધું જ જોયું ત્યાં કોઈ છે જ નહિ તો તું કેમ માનતો નથી?નીલે રાઘવની સામે અપલક જોઈને કહ્યું.

જ્યાં એક તરફ અરીસાની અંદરની આભાસી દુનિયામાં
રાઘવ,નીલ અને વાહીદ કંઈ તરફ જવું તે નક્કી નહતા કરી શકતા,ત્યાં બીજી તરફ અરીસાની બહારની એટલે કે વાસ્તવિક દુનિયામાં જીમ,વિલી, જેક અને અન્ય સભ્યો ટેન્ટ પર જાવું કે નહિ એની અવઢવમાં હતા.

મીની એ મિસ્ટર જોર્જ ને થોડા સમય પૂરતા બેભાન કરી દીધા હતા,જે હવે ભાન માં આવી ગયા હતા,અને ધારણા મુજબ થોડા શાંત પણ થાય હતા.

મિસ્ટર જોર્જ મારા મતે આપડે અહી જ રાહ જોવી જોઈએ.જીમે પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું.

પણ રાઘવ સર...એમને ક્યાં શોધીશું!!આપડે તો એ પણ નથી જાણતા કે એ છે ક્યાં??

વિલી માન્યું કે આપડે રાઘવ સર વિશે નથી જાણતા પણ..બાકી ના બધા!! એ તો આ અરીસામાં ગયા છે ને?
અને હોઈ શકે કે રાઘવ સર પણ અરીસા માં....

પણ જો રાઘવ અરીસા માં ગયો હોઈતો નક્કી આપડા માંથી કોઈને તો જાણ કરીને જાયને?મિસ્ટર જોર્જ જીમની વાત વચ્ચેથી કાપીને બોલ્યા.

શું જીમ,વિલી,જોર્જ અને બીજા બધા હારી ને ડરી ટેન્ટ વાળી જગ્યાએ ચાલ્યા જશે?શું થશે જ્યારે અરીસામાં ગયેલા લોકોની વાત બીજા સાંભળશે ત્યારે?કેવીરીતે અરીસા ની અજાયબી દુનિયામાંથી બધા બહાર આવશે?જાણવા માટે વાંચતા રહો....

✍️ આરતી ગેરિયા....