Glory and Significance of Aso Sud Poonam books and stories free download online pdf in Gujarati

આસો સુદ પૂનમ નો મહિમા અને તેનું મહત્વ

🎋 *આસો સુદ પૂનમનો દિવસ એટલે મહા ગુણવંત,*
*૨૦ કરોડ મુનિ સાથે પાંડવોએ કાપ્યો મુક્તિ પંથ.*

👉 *....જરા કુમારે શ્રી કૃષ્ણ ના મૃત્યુ અને દ્વારકા નગરીના નાશ નો વૃતાંત પાંડવોને જણાવ્યો.*

*તે સાંભળીને પાંડવો શોક મગ્ન બની સંયમ ની ભાવના ભાવવા લાગ્યા. આ જાણીને સર્વજ્ઞ પ્રભુ નેમિનાથ ભગવાને ધર્મ ઘોષ મહા મુનિ ને ૫૦૦ મુનિઓ સાથે પાંડવો ને પ્રતિબોધ કરવા મોકલ્યા.*

*આથી પાંડવો એ એમનીજ પાસે દીક્ષા અંગિકાર કરી ને ભીષ્મ તપસ્યા કરવા લાગ્યા.*

*કેટલાય શત્રુને ભાલા ની અણી થી હણી નાખ્યા હોવાને લીધે ભીમ મુનિએ તો એવો અભિગ્રહ લીધો હતો કે જ્યાં સુધી ભાલા ની અણી ઉપર ગોચરી નહીં મળે ત્યાં સુધી ઉપવાસ કરીશ, જે પાછળ થી ૬ મહિને પૂરો થયો હતો.*

*પાંડવો એ પોતાના ગુરુ ને નેમિનાથ પ્રભુ વિશે પૂછતાં એમણે કહ્યું કે પ્રભુ તો પોતાનો નિર્વાણ સમય નજીક જાણી ગિરનારજી પર પધાર્યા છે.*

*આ બાજુ પાંડવોએ પણ અભિગ્રહ કર્યો કે પ્રભુ ના દર્શન કરીનેજ માસ ક્ષમણના પારણાં કરીશું...*

*મુનિરાજોનો સંઘ ધીરે ધીરે વિહાર કરતો રૈવતાચલ તરફ આગળ વધવા લાગ્યો, અને બરોબર ૧૨ યોજન ગિરનાર થી છેટે અષાઢ સુદ ૮મ ના દિવસે એમની ઉપર થી દેવ વિમાનો ઉડવા લાગ્યા. પાંડવો ને થયું કે વાહ ! હવે તો પ્રભુ નજીકમાંજ લાગે છે ને દેવો સમોવસરણ માંજ જતા લાગે છે ત્યાંજ.....*

*...સામેથી રસ્તા માં આવતા ચારણ મુનિ એ કહ્યું કે નેમિનાથ ભગવાન તો મોક્ષે સિધાવ્યા...*

*બસ !!! પાંડવો એ નિશ્ચય કર્યો કે હવે તો વિમલાચલ ગિરી ઉપર જઈ ને અનશન ગ્રહણ કરવું. આ વાતની જાણ થતાંજ ગામોગામ થી સાધુઓના ટોળે ટોળા એમની સાથે જોડાવા લાગ્યા.*

*કાફલો તો ૨૦ કરોડ મુનિ મહેરામણ ની સંખ્યા સુધી ફેલાતો ગયો અને બધા એ સાથેજ શત્રુંજય ગિરિરાજ પર અનશન સ્વીકાર્યું. બરોબર આસો સુદ પૂનમ ની તિથિ એજ પાંડવો કેવળજ્ઞાન પામ્યા અને આયુષ્ય કર્મનો ક્ષય થતા પાંડવો ૨૦ કરોડ મુનિરાજ સહિત મોક્ષે સિધાવ્યા...*

*આ છે કાલના પાવન શરદ પૂર્ણિમા ના દિવસ નો મહિમા.*
*ધન્ય ગિરિરાજ.*
*ધન્ય શ્રી નેમિનાથ ભગવાન*
*ધન્ય ૫ પાંડવો સહિત ૨૦ કરોડ મુનિરાજો.*

🙏🙏🙏🙏🙏🙏🙏


*આસો સુદ ૧૫, શરદ પૂનમ🌕*
09-10-2022, રવિવાર.

🌕🌝શરદ પૂનમનું જૈન ધર્મ અનુસાર મહત્વ અને તેના ફાયદા 🌕🌝

શતં જીવ શરદં
અર્થ: સો શરદ ઋતુ જીવો.
સમગ્ર વર્ષની 6 ઋતુ હોય છે તેમાં માત્ર શરદ ઋતુ નું નામ જ કેમ રાખ્યું.
💎કેમકે આ ઋતુ એટલે રોગ નું ઘર.
❇️ચોમાસું હજુ માંડ પૂરું થયું હોય, ભાદરવા મહિનાની ગરમીનો આકરો તાપ ચાલુ હોય, શિયાળો શરૂ થવાની તૈયારી હોય,
એટલેકે 3 ઋતુઓ ભેગી થાય.
ખાવા પીવામાં સહેજ આડું અવળું થાય અને માણસો માંદા થઈ જાય.
માટે જ કીધું કે 100 શરદ ઋતુ સારા સ્વાસ્થ્ય સાથે જીવે તે સુખી માણસ કહેવાય.
🟦આપણાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ને સારું રાખવા માટે આપણાં શાસ્ત્રકારોએ આ સંધિકાળમાં આયંબિલની ઓળી ને ધર્મના માધ્યમથી ગોઠવી છે.
તપથી શરીર સારું રહે અને જાપથી મન તંદુરસ્ત રહે.!!
કેવી અદ્ભુત વ્યવસ્થા ગોઠવી છે!!
પરંતુ આપણે આ વારસાને વીસરી રહ્યા છીએ, પરિણામે શરીર અને મન બંને રીતે દુ:ખી થઈએ છીએ.

💠શરદ પૂનમના રાત્રે કરવાની સાધના💠

શરદ પૂનમની રાત્રે ચંદ્ર અતિશય બળવાન હોય છે.
તે પૃથ્વીની સહુથી નજીક આવે છે.
તેનું તેજ ખૂબ હોય છે.
જ્યોતિષ શાસ્ત્રની રીતે વિચારીએ તો ચંદ્ર એટલે મન.
જેનો ચંદ્ર એટલે કે મન સારું તેનું બધું સારું.
ટેકનોલોજીના યુગમાં બધાની બુદ્ધિ બગડે છે. કેમકે બુદ્ધિનો દુરુપયોગ વધી ગયો છે. તેથી જ માનસિક રોગો વધ્યા છે.
🟥મનની શાંતિ, સમાધિ, નિર્મળતા માટે આ રાત્રિ અતિ મહત્વની છે.
💧જેમની કુંડળી માં ચંદ્ર નબળો છે, ખૂબ વિચારો આવતા હોય, ખૂબ ગુસ્સો આવતો હોય તેમણે

⚡️ૐ હ્રીં નમો અરિહંતાણં ⚡️

આ મંત્ર નો જાપ 1008 કે તેથી વધારે જાપ કરવાથી ચંદ્ર અને મન બળવાન બને છે.

⚡️ૐ હ્રીં અર્હં શ્રી ચંદ્રપ્રભસ્વામી ને નમઃ⚡️
આ મંત્રના 1008 જાપ કરવાથી ચંદ્ર ગ્રહ ની અશુભ અસર ઓછી થાય છે અથવા નાબુદ થાય છે.

ચાલો જાણીએ કે આ રાત્રિ દરમિયાન અન્ય શું આરાધના કરવાથી કેવા ફાયદા થાય છે.

🌟વિદ્યાની દેવી,જ્ઞાનની અધિષ્ઠાત્રી, સદ્બુદ્ધિ આપનારી ભગવતી શ્રી સરસ્વતી દેવીની આરાધના કરવાનો શ્રેષ્ઠ દિવસ.

▶️શરદ પૂનમ ની રાત્રે જે કોઇપણ ખૂબ શ્રધ્ધાથી સરસ્વતી દેવીની આરાધના કરે છે તેમની ઉપર માં ભગવતીની કૃપા અવશ્ય વરસે છે.

▶️જો ભણવામાં તકલીફ રહેતી હોય,જ્ઞાન ચડતું ના હોય,યાદશક્તિ ઓછી હોય,બોલવામાં તકલીફ પડતી હોય વગેરે

▶️જેમને ખૂબ અભ્યાસ કરવો છે, જ્ઞાનની આરાધના કરીને કંઈક સુંદર પરિણામ મેળવવા હોય તો આ શરદ પૂનમ ની રાત્રે ચંદ્ર નો પ્રકાશ આપણી ઉપર આવે તે રીતે બેસીને અવશ્ય સરસ્વતી દેવીની આરાધના કરવી.
⚡️ૐ હ્રીં સરસ્વત્યૈ નમઃ⚡️
અથવા
⚡️ૐ હ્રીં નમો નાણસ્સ⚡️
અથવા
⚡️ૐ હ્રીં સરસ્વતી દેવ્યૈ નમઃ⚡️
અથવા
⚡️ૐ ऐं નમઃ⚡️
ઉપરના કોઇપણ મંત્રની ઓછામાં ઓછી 1 માળા અવશ્ય ગણવી .
1008 વાર એકાગ્રતાથી ગણવાથી સરસ્વતી દેવીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે.


▶️ નમુત્થુણં સ્તોત્ર અથવા શક્ર્સ્તવ સ્તોત્ર
9 - 18 -27 - 36 - 108 વાર ( શક્તિ અનુસાર) ચંદ્ર ની ચાંદની મા બેસીને ભાવથી ગણવાથી મનશુદ્ધિ થાય છે.
મનના ભાવોની નિર્મળતા વધે છે.
શાંતિ,શાતા,સમાધિ મળે છે.
અશુભ કર્મોનો નાશ થાય છે.

▶️ શરદપૂનમની ચાંદની ઘણાંબધા રોગોમાંથી મુક્તિ મેળવવા માટે પણ ખૂબ ઉપયોગી છે.
જો તમારા શરીરમાં ખૂબ ગરમી રહેતી હોય, સ્કીન ને લગતા રોગો હોય, આંખો નબળી હોય, તો ચંદ્રનો પ્રકાશ શરીર પર આવતો હોય તેમ બેસવાથી કે સુઇ રહેવાથી ખૂબ ફાયદો થાય છે.

▶️પિત્તની તકલીફ રહેતી હોય તો
ખડી સાકર ને, રાત્રે ચંદ્ર ઉદયથી બીજા દિવસે સવારે સૂર્યોદય સુધી,
ચંદ્રની ચાંદની આવતી હોય તેવા ખુલ્લા ભાગમાં પાતળું સફેદ કાપડ ઢાંકીને મુકી રાખવી અને જ્યારે જરુર પડે ત્યારે તેનો ઉપયોગ કરવો.
આ સાકર ગરમીના સમયમાં વાપરવાથી અમૃત જેવું ફળ આપે છે.

▶️જો તમારી આંખો નબળી હોય તો શક્ય હોય તેટલા વધારે સમય સુધી એકીટશે ચન્દ્ર ની સામે જોવાથી આંખોની નબળાઈ થી રાહત થાય છે.

🍌આ રાત્રીએ કેળા ચંદ્ર પ્રકાશ માં રાખીને બીજા દિવસે સવારે વાપરવા થી શરીર ને ખૂબ પુષ્ટિ મળે છે.
ટૂંકમાં જેમને પણ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું જોઈતું હોય તેમણે આ રાત્રિનો ખૂબ લાભ લેવો.

🍁🍁શરદ પૂર્ણિમા ના દિવસે 5 પાંડવો 20 કરોડ મુનિઓ સાથે અનશન કરીને મોક્ષ સુખ પામ્યા હતા.
તે સહુ સિદ્ધો ને યાદ કરીને ॐ હ્રીં નમો સિદ્ધાણં મંત્ર નો જાપ કરી શકાય.
🌹મંગલ શુભ કામના 🙏🏻
Share

NEW REALESED