The Scorpion - 46 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન - પ્રકરણ -46

સ્કોર્પીયન

પ્રકરણ : 46

 

       મીલીટ્રી મેજર અમન ગુપ્તાનાં આવ્યાં પછી સિદ્ધાર્થ દોડાદોડમાં પરોવાયાં. થોડીવાર પછી બીજી એક જીપ પોલીસ સ્ટેશન કમપાઉન્ડમાં પ્રવેશી અને એ અવાજ સાંભળી સિદ્ધાર્થ સાથે દેવ અને દુબેન્દુ પણ બહાર આવી ગયાં.

દેવની નજર જીપ પર પડી અને અને એ દોડીને જીપ તરફ ગયો. જીપમાંથી રાય બહાદુર રોય નીકળ્યાં. એ બહાર આવ્યાં દેવને જોયો અને ગળે વળગાવ્યો. પછી તરતજ દેવને અળગો કરીને કહ્યું “ બરાબર ?” દેવે કહ્યું “યસ સર... યસ પાપા...” અને રાય બહાદુરની નજર દુબેન્દુ અને સિદ્ધાર્થ પર પડી. દુબેન્દુ દોડતો આવીને નીચો નમીને પગે લાગ્યો. રાય બહાદુરે એની પીઠ થપાવીને કહ્યું “હાઉ આર યુ દુબે “? દુબેન્દુએ કહ્યું “આઈ એમ ફાઈન સર..”.કહીને બાજુમાં ઉભો રહી ગયો.

સિદ્ધાર્થે આવીને કહ્યું “વેલકમ સર...” અને રાય બહાદુરે સિદ્ધાર્થ સાથે હસ્તધુનન કર્યું અને કહ્યું “સિદ્ધાર્થ વેર ઇઝ મી. ગુપ્તા ? ઇઝ ધેર એની ઇન્ફોર્મેશન ?” સિદ્ધાર્થે કહ્યું “મી. ગુપ્તા ઇઝ ઈન કેબીન હી ઇઝ વેઈટીંગ ફોર યુ સર” અને બધાં અંદર ગયાં.

અંદર ગયાં પછી દેવ અને દુબેન્દુ બહારનાં રૂમમાં વેઇટ કરી રહ્યાં. સિદ્ધાર્થ રાય બહાદુરને લઈને અંદરનાં કોન્ફરેન્સ હોલમાં ગયો.

*****

અંદર કોન્ફરેન્સ હોલમાં હાય લેવલ મીટીંગ ચાલી રહી હતી દેવ અને દુબેન્દુ બીજી કોઈ ખબર આવે એની રાહ જોઈ રહ્યાં હતાં.

*****

   મૉરીન એડજેસ્ટ નહોતી થઇ રહી આટલી સુખ સુવિધા વચ્ચે એને કંઈ ગમી નહોતું રહ્યું ઉપરથી એને કોઈ અગમ્ય ડર લાગી રહેલો. એની આંખમાંથી આંસુ વહી રહેલાં ત્યાંજ એણે કોઈ દરવાજો ખુલ્યો હોય એવો અવાજ સાંભળ્યો અને એ ચમકી...ઝેબા અને સ્કોર્પીયન બંન્ને એકબીજામાં સંપૂર્ણ ઓતપ્રોત હતાં. સ્કોર્પીયન ઝેબાને લઈને એનાં શરીરને મર્દન કરી રહેલો એણે ઝેબાને એની તરફ ખેંચ્યા પછી એ જંગલીની જેમ સંભોગનું મંથન કરી રહેલો. ઝેબા આનંદની ચીચીયારીઓ પાડી રહેલી પછી અચાનક એણે મોટી ચીસ પાડી...

મૉરીને એની ચીસ સાંભળી અને ઝેબા તરફ જોવા લાગી...એણે જોયું ઝેબા અચાનક ચીસ પાડીને બેભાન થઇ ગઈ હતી અને સ્કોર્પીયન વિચિત્ર વિકૃત હાસ્ય કરી રહેલો એણે મૉરીન તરફ જોયું અને મૉરીનને પોતાની પાસે આવવા ઈશારો કર્યો. મૉરીને બે હાથ જોડીને ના પાડી એ બોલી મારી તબીયત ઠીક નથી એમ કહીને એવું સમજાવવાં કોશીશ કરીકે મને ખુબ બ્લીડીંગ થઇ રહ્યું છે પ્લીઝ મને જવાદો...

સ્કોર્પીયન પહેલાં ગુસ્સે થયો પછી હસ્યો અને ઝેબા તરફ જોયું ઝેબા બેભાન હતી...સ્કોર્પીયન ઉભો થયો એણે એનાં કપડાનો અંગુંછો મારીને કેડની નીચે પહેર્યો એનાં કપડાં લોહીવાળાં હતાં અને એનાં ઉપર કાળા સ્કોર્પીયન ચાલી રહેલાં...

મૉરીન તો જોઈનેજ ચીસ પાડી ગઈ ત્યાં બીજી વાર મોટો અવાજ આવ્યો. સ્કોર્પીયન સાવધ થયો એમ એણે બૂમ પાડી “કોણ છે ત્યાં ?” એનો ગુસ્સો વધી રહેલો...મૉરીને સમય સુચકતા વાપરી પોતાનાં કપડાં પહેરી લીધાં...એની નજર ઝેબા પર પડી તો એનું આખું નગ્ન શરીર બેભાન હતું એનાં કેડ નીચેનાં ભાગમાં ચકામાં પડી ગયેલાં એણે સંભોગ કરેલો સાથે સાથે એનાં જાંઘ અને સાથળનાં ભાગમાં બધે કાળા સ્કોર્પીયન લેંગરી રહેલાં એનાંથી જોવાયું નહીં અને ફરીથી ચીસ પાડી ઉઠી...

મોરીને જોયું સ્કોર્પીયન ત્યાં નથી અને બીજો માણસ ત્યાં આવી ગયો એણે જોયું તો ચિંગા હતો. ચિંગાએ ઝેબાને જોઈ એ વિકૃત હસ્યો અને એનાં પરના સ્કોર્પીયન પકડીને એક બોક્ષમાં નાંખ્યા અને એનાં ઉપર એક કપડું નાંખી દીધું...

મૉરીને કહ્યું “પ્લીઝ અમને અહીંથી બહાર કાઢો પ્લીઝ.” ચિંગાએ કહ્યું “હજી તો તમારું ઇનામ બાકી છે અને તમારી ત્રીજી...સોફીયા આવાની બાકી છે હું તો ઓર્ડરથી અંદર આવ્યો છું સરને અચાનક અગત્યનું કામ આવી પડ્યું છે તેઓ બહાર ગયાં..”.ચીંગાએ મૉરીનને પોતાની તરફ ખેંચીને એને કીસ કરી અને એનાં અંગો સાથે રમત કરવા લાગ્યો...

*****

રુદ્ર રસેલ હોટેલમાંથી બહાર નીકળી એમની મર્સીડીઝ કંપનીની લેટેસ્ટ મોડેલની જીપમાં એમનાં ખાસ મહેમાનને મળવાં જઈ રહ્યાં હતાં. એમણે બહાર નીકળીને એમનાં ખાસ ફોનથી ગણપતને ફોન કર્યો. એ એને સૂચના આપી રહેલાં પેલો એકદમ માનપૂર્વક જવાબ આપી રહેલો વાત પુરી થતાં એનાં ચહેરાં પર સ્માઈલ આવી ગયું એણે કહ્યું ઓકે સર...અને એ એની ટીમ સાથે હોટલની બહાર નીકળીને ઓર્ડર પ્રમાણેની જગ્યાએ જવા માટે નીકળી ગયો.

*****

સિદ્ધાર્થ , DGP રાયબહાદુર રોય અને અર્ધલશ્કરી ટુકડીનાં મેજર અમન ગુપ્તાની ખુબ અગત્યની મીટીંગ ચાલી રહી હતી...કોઈક અગત્યનાં નિર્ણય લેવાયાં અને સિદ્ધાર્થ ફોન કરી તપાસ કરી અને ફોન બંધ કર્યો એને થોડું આશ્ચર્ય થયું એણે DGP સામે જોયું.

રાય બહાદુર કંઈ પ્રશ્ન કરવાં ગયાં ત્યાં સિદ્ધાર્થનો ફોન રણક્યો એણે સ્ક્રીન પર જોઈને તુરંત ઉપાડ્યો અને બોલ્યો “સર તમને ક્યારથી ફોન કરીએ છીએ કોલકાતાથી DGP સર આવ્યાં છે તમારી સાથે મીટીંગ કરવા માંગે છે...આજે હમણાં ત્રણ કલાક પછી તમે પોલીસ સ્ટેશન આવી જજો.”..એમ કહી ફોન મુક્યો.

રાયબહાદુર સમજી ગયાં હોય એમ સિદ્ધાર્થની સામે જોઈને હસ્યાં...સિદ્ધાર્થ એમનો ઈશારો સમજી ગયો. ત્યાં DGPનાં મોબાઈલ પર ફોન આવ્યો એમણે તુરંતજ ઉઠાવ્યો અને કહ્યું “યસ... યસ... થેન્ક્સ હાં હું જરૂરથી મળીશ પહેલાં અમારું મિશન પૂરું થાય જરૂરી છે...એની વે...પૂજામાં હાજર રહેવાશે તો ચોક્કસ આવીશ. હાં બાકી રૂબરૂ વાત કરીશું.”

હજી એ ફોન પૂરો કરે ત્યાં બીજો ફોન આવ્યો...DGP એકદમ સીરીયસ થઇ ગયાં એમનાં ચહેરાનાં હાવભાવ બદલાઈ ગયાં એ એમની સીટ પર ટટ્ટાર થઇ ગયાં અને ટૂંકાક્ષરમાં જ જવાબ આપી રહેલાં...યસ...યસ...સર...બધુંજ ગોઠવાયું છે બધાં પુરાવા હાથમાં આવવાનીજ વાત છે...યસ સર હમણાંજ રીપોર્ટ મળ્યો છે એનો માણસ એરેસ્ટ થયો છે હાં હું પછી રીપોર્ટ કરું છું અને...”

 

વધુ આવતા અંકે પ્રકરણ -47