Mrugtrushna - 19 in Gujarati Love Stories by Hiral Zala books and stories PDF | મૃગતૃષ્ણા - ભાગ 19

મૃગતૃષ્ણા - ભાગ 19

[ RECAP ]
( બધાં ફ્રેન્ડસ્ રિસોર્ટ માં પોહચે છે.અને પોતાના રૂમ માં જાઈ છે. રાજ અને રાધિકા થોડી વાર એક બીજા સાથે વાત કરે છે. દિવ્યા પાયલ ને બધી જ વાત કરે છે અને પાયલ એમને સમજાવે છે. સવારે દેવાંગી ની વાત પર ધનરાજ ખૂબ ગુસ્સે થઈ જાય છે .આદિત્ય બંને ની વાતો સાંભળી લેઇ છે. )

________________________
NOW NEXT
________________________

( નરેન અને અક્ષિતા નાસ્તો કરતાં કરતાં વાત કરી રહ્યાં હોઈ છે. )

નરેન : દિવ્યા અને પાયલ ક્યાં છે.

અક્ષિતા : પાયલ ના ઓફિસ માંથી બધાં પિકનિક માટે ગયા છે રિસોર્ટ , સો ખાલી પાયલ જ જવાની હતી પણ પછી દિવ્યા પણ સાથે જતી રહી. સારું બંને સાથે ગયા.ચિંતા નઈ.

નરેન : સારું...સારું... અક્ષિતા....નયન ભાઈ નો ફોન હતો...પાયલ ની વાત કરતા હતા કે ક્યારે ભણવા નું પતે છે એમ...એટલે મે કહ્યુ કે હજી 2 વર્ષ લાગશે...પછી પાયલ એ અહીંયા રહેવું હોય તો પણ વાંધો નઈ.

અક્ષિતા : તમે તો જાણો છો એમના વિચાર....પાયલ ને અહીંયા લઈ આવવા માટે કેટલી વાર મનાવા પડ્યા હતા એમને.

નરેન : એટલે જ મે..કોઈ જવાબ નથી આપ્યો.પાયલ ની મરજી થી આપડે ચાલશું...એને અહીંયા રેવું હસે તો પછી આપડે ભાઈ ને સમજાવીશું. અને હા...જો માટે તને એક વાત કહેવા ની રહી ગઈ.રોહિત ભાઈ આજે વાત કરતાં હતાં કે એક છોકરો છે.એના ફાધર છોકરી શોધે છે એટલે રોહિત ભાઈ એ દિવ્યા ની વાત કરી હતી.છોકરો બોવ સારી કંપની માં જોબ કરે છે અને અહીંયા નો જ છે. તું દિવ્યા સાથે વાત કરજે. મળવું હોઈ તો આપડે બોલાવી લઈશું એમને.

અક્ષિતા : આટલી જલ્દી?

નરેન : તમારું ચાલે તો તમે એને ક્યાંય નઈ જવા દેવા ના...અને આપડે એના ભવિષ્ય નું પણ વિચારવું જોઈએ ને. આટલું સારું ભણી છે એ તો હવે આગળ નું જીવન સાથે સાથે ચાલવા લાગે તો સારું...નકર પછી તકલીફ પડશે.મે છોકરા નો ફોટો જોયો.દેખાવ માં સરસ છે અને પરિવાર પણ સારો હોઈ તો પછી તો કોઈ વાંધો નથી.

અક્ષિતા : હું વાત કરીશ...પણ તમે એને કેશો તો એ વધારે સિરિયસ લેશે. એટલે તમે કહેજો એને.

નરેન : સારું ,હું એને વાત કરીશ....છોકરો પસંદ પડે તો સારું...એમ પણ ઉંમર છે અત્યારે...સારું ચાલો હું નીકળું શોપ માટે...

( નરેન જતાં રહે છે. અક્ષિતા વિચારે છે કે દિવ્યા માનશે આ વાત માટે. )

____________________
( અનંત પોતાની કાર લઈ સંજય ના ઘરે આવે છે અને ડોર બેલ વગાડે છે. સંજય ના વાઇફ સ્વાતિ દરવાજો ખોલે છે અને જોવે છે તો અનંત ફાઈલ લઈ ને ડોર પાસે ઊભા હોય છે. )

સ્વાતિ : અનંત... આવો...આવો

અનંત : ગુડ મોર્નિંગ ભાભી...ક્યાં છે ઓઝા??

સ્વાતિ : રૂમ માં

અનંત : હજી સુવે છે?

સ્વાતિ :🤣,હા.... રવિવારે એ ઉઠે વહેલા ક્યારે પણ

અનંત : ગજબ માણસ છે.

સ્વાતિ : 🤣અરે બેસો ને...ચા પિસો?

અનંત : અરે..ના..ના..મારે ખાલી કામ હતું એટલે ચા તો નઈ પીવ પણ તમારી બેસ્ટ કૉફી ચાલશે..

સ્વાતિ : અફકોર્સ...એક કામ કરો તમે રૂમ માં જઈ ને બેસો...કામ હોઈ તો ઉઠાડી દો.કારણ કે આજે એમ નમ તો નઈ ઉઠે🤣🤣

અનંત : અરે વાંધો નઈ...
( અનંત સીડી ચડી ઉપર રૂમ માં જાઈ છે.રૂમ નો ડોર ખોલી ને રૂમ માં આવે છે. સંજય સૂતા હોય છે તો તરત એમની પાસે થી બ્લેંકેટ ખેંચી લેઇ છે અને સંજય ડરી ને ઉઠી જાઈ છે. )

સંજય : પાગલ છે તું....સવાર સવાર માં ડરાવી દીધો...

અનંત : ઉઠો ચાલો કામ છે મારે...

સંજય : ખરેખર તારો ત્રાસ છે યાર...રવિવારે તો જીવવા દે...

અનંત : ટાઇમપાસ નઈ કરશો...ફટાફટ ફ્રેશ થઈ જા.... મિટિંગ છે હમણાં ઓનલાઇન...

સંજય : તું જીવ લઈ ને જ રહીશ મારો...

( અનંત ત્યાં બેડ પર બેસી જાય છે. )

અનંત : જાવ જલ્દી...વેલા ઉઠતાં હોઈ તો.

સંજય : બધાં તારા જેવા જાગ્યા ઘુવડ નથી કે સવાર માં 4 વાગે ઉઠી ને કામ ધંધો ચાલુ કરી દેઈ.રવિવારે તો શાંતિ લેઇ માણસ.

અનંત : જાવ છો કે ભાભી ને બોલવું...

સંજય : એની ધમકી નઈ આપ તું મને...હું ડરતો નથી.
( અચાનક સ્વાતિ રૂમ માં કૉફી લઈ ને આવી જાઈ છે. )

સ્વાતિ : કોણ થી નથી ડરતા તમે ??

સંજય : અરે....મે ક્યાં કઈ કીધું.. એ તો અચાનક અનંત આવી ગયો રૂમ માં એટલે એને કેતો તો કે મને ડર નઈ લાગતો..

( અનંત સ્વાતિ સામે જોઈ ને હસે છે. )

સ્વાતિ : લો..ભાઈ તમારી કૉફી..

અનંત : થેન્ક્યુ....પણ ભાભી સંજય એવું કહેતા હતા કે એ તમારા થી નથી ડરતા.
( સ્વાતિ સંજય સામે જોવે છે. )

સંજય : તને લાગે છે હું એવું કવ...

સ્વાતિ : અરે બિલકુલ નઈ....તમે આ કરતાં પણ બધું બોવ બોલો છો 🤣

સંજય : સારું..સારું...નીચે જાવ અને જોરદાર જમવાનું બનાઓ...અનંત જમશે આજે...

અનંત : અરે નઈ હા...હું નઈ જમુ..થોડુક કામ છે એ જ પતાવા નું છે.

સંજય : તને નઈ પૂછ્યું મે...આવ્યો છે તો જમી ને જા...એક ટાઈમ જમવા માટે નખરા કરે.

અનંત : હા..સારું...પણ હવે તમે રેડી થાવ નકર...

સંજય : હા...ઓકે.. હું તૈયાર થઈ જાવ..

______________________

( ધનરાજ પોતાની ઓફિસ માં પોતાનાં કોમ્પ્યુટર ટેબલ પાસે બેસી કંઈ વિચારી રહ્યા હોઈ છે.બહાર થી એક એમ્પલોઈ આવે છે. )

રજત : કમીંગ સર...
( ધનરાજ નું ધ્યાન નથી હોતું એટલે રજત ફરી એક વખત કમિંગ સર બોલે છે. અને ધનરાજ નું ધ્યાન એના તરફ પડે છે. )

ધનરાજ : યસ.....

રજત : સર....આ આદિત્ય સર ની ફાઈલ છે.અત્યારે આ પ્રોજેક્ટ પર આદિત્ય સર વર્ક કરી રહ્યા છે.આજે એમની સાથે મિટિંગ પણ છે બટ આદિત્ય સર ઓફિસ માં આવ્યાં જ નથી.

ધનરાજ : વૉટ...આદિત્ય ઓફિસ માં નથી?? હાઉ ઈઝ ધીસ પોસીબલ?? ઓકે ફાઈલ અહીંયા મૂકો અને તમારું કામ કરો આદિત્ય સર હમણાં આવશે.
( રજત રૂમ માંથી બહાર જાઈ છે. )

ધનરાજ : આદિત્ય આટલો બેધ્યાન કેમ બની શકે...આજે આટલી ઈમ્પોર્ટન્ટ મિટિંગ છે એની અને ભાઈ ઓફિસ માં જ નથી.
( ધનરાજ આદિત્ય ને કોલ કરે છે પણ આદિત્ય કોલ નથી ઉઠાવતા. ધનરાજ પોતાની ચેર પર બેસી જાય છે. )

ધનરાજ : ખરેખર આ બંને માં - દીકરા એક જેવા છે. એક ને કંઈ બોલવું નથી.કોઈ રેસ્પોન્સ નથી આપવો...અને બીજા એ એના માટે મારી સાથે જગડવું છે.
( ધનરાજ દેવાંગી નો નંબર ડાયલ કરી એમને કોલ કરવા જાઈ છે અને અચાનક કોલ બંધ કરી દેઈ છે. )
______________________

( આકાશ , રાધિકા ,રાજ , પાયલ , દિવ્યા ,દેવ ,અને સાક્ષી બધાં પૂલ સાઇડ પર હોઈ છે.પાયલ અને દિવ્યા બાજુ માં બેસી ને વાતો કરી રહ્યા હોઈ છે. )

પાયલ : દી.. કેટલું મસ્ત વાતાવરણ છે ને...એક વાર તમે અને આદિત્ય અહીંયા ફરવા આવજો.

( દિવ્યા પાયલ તરફ જોવે છે. )

દિવ્યા : ફરવા🤣🤣વ્યક્તિ કોલ નઈ ઉઠાવતું અને ફરવા આવશે એવું...

પાયલ :🤣ફરી કોલ કર્યો તમે એમને..પણ માં પાડી હતી ને એમણે તો...

દિવ્યા : હા...હું કેમ માનું...જ્યાં સુધી મને ખબર નઈ પડે કે શું વાત છે ત્યાં સુધી તો નઈ છોડું.

પાયલ :🤣🤣 અચ્છા તો એવું હોઈ એમાં એમ...મતલબ હવે છોકરા ને શાંતિ નઈ લેવા દો...

દિવ્યા : બિલકુલ નઈ...મારી શાંતિ ભંગ થઈ એનું શું... એ તો કંઈ ને જતાં રહ્યા કે ફોન નઈ કરીશ...પણ સામે વાળા નું પણ એક વાર વિચારવું જોઈએ ને. પાયલ આ જ વસ્તુ મે કરી હોત ને તો મને ખબર છે એમની શું હાલત થતી...પોતાના થી કંઈ સહન નથી થતું પણ એ જ વસ્તુ સામે વાળા સાથે કરી એને હેરાન કરવું છે.

પાયલ : દી🤣🤣સાચું કવ...આ લવ ની બબાલો માં એટલે જ પડવા જેવું નહિ....કોઈ બીજું વ્યક્તિ આપડી ફિલિંગ કંઈ રીતે સમજી શકે..મને તો એ જ વાત દિમાગ માં નઈ બેસતી...લોકો કહે છે કે તારા વગર હું નઈ જીવી શકું અને પછી જ્યારે બ્રેક અપ થાય એના 5 દિવસ માં જ બીજા સાથે સેટ થઈ જાય. આ બધો એટ્રેક્શન નો ખેલ છે. મને પર્સનલી આ લવ વાળી બબાલ પસંદ જ નથી. ભવિષ્ય માં પણ કોઈ વ્યક્તિ સાથે આ પ્રેમ વાળી બબાલ નઈ જોતી અને હું કરું પણ નઈ.કારણ કે મને એ વાત નો જ ભરોસો નથી બેસતો કે કોઈ વ્યક્તિ આપડા થી વધારે આપડ ને પ્રેમ કરે. અરે એવું થોડી હોઈ..આપડા થી વધારે આપડી કેર અને આપડને પ્રેમ કોઈ જ માં કરી શકે.

દિવ્યા : પાયલ એવું નથી...પ્રોબ્લેમ છે.4 સંબધ ફેલ છે એનો મતલબ એવો નથી કે પ્રેમ ખોટી વસ્તુ છે. જો આપને સાચા મન થી કોઈ ને પ્રેમ કરી એ ને...તો આપડી સાથે હંમેશા સારું જ થશે...પ્રોબ્લેમ એ છે કે સંબધ માં 2 લોકો હોઈ છે અને બંને ના વિચારો અલગ...કોઈ એ તો સામે બીજા ને સમજવું પડશે...બંને પોતાની જીદ પર ચાલશે તો પછી સંબંધ નઈ જ ટકી શકે. પાયલ હું આદિત્ય ને પ્રેમ કરું છું. એમને જેટલી એમની કેર નથી એટલી મને છે.અને ખરેખર કવ મે બધાં છોકરા જોયા જીવન માં પણ ફક્ત આદિત્ય ને જ દિલ માં જગ્યા આપી.કારણ કે હું જાણું છું કે અમે સાથે જોઈએ કે ના હોઈએ અમારા મન એક છે. એ મારા દિલ માં એટલે છે કારણ કે એ વ્યક્તિ સાચો છે.અને એટલે જ હું આખું જીવન એમનો સાથ આપવા માંગુ છું.

પાયલ : ફેમીલી માંથી કોઈ પ્રોબ્લેમ આવ્યો તો??

દિવ્યા : પાયલ પ્રેમ કરવા માટે લગ્ન જરૂરી નથી. બંને વ્યક્તિ સાથે હોઈ એ જરૂરી નથી. બસ એહસાસ જરૂરી છે.અને જે દિવસે આ એહસાસ આપણે મેહસૂસ કરીએ ને પછી દુનિયા ની બધી પ્રોબ્લેમ સરળ લાગવા લાગે છે. આજે આદિત્ય મારી સાથે નથી પણ મને ખબર છે અત્યારે પણ એમના મન માં હું જ હોઈશ. પછી બીજું શું જોઈએ 😊

( પાયલ દિવ્યા ને જોયા જ કરે છે અને પાછળ થી રાજ , રાધિકા અને આકાશ દિવ્યા ની વાત ને સાંભળી જાઈ છે. આકાશ દિવ્યા ની વાત પર ક્લેપિંગ કરે છે. )

આકાશ : વાઉ....દિવ્યા મેડમ તમે તો લવ ગુરુ બની ગયા.

રાધિકા : ખરેખર ....સાચી વાત છે આ. અને એટલે જ આજે એમના વગર અહીંયા તમે થોડા અધૂરા લાગો છો.

પાયલ : અરે...એક બે દિવસ માં પાછા પૂરા થઈ જશે. કેટલાં દિવસ રેહશે તમારા વગર🤣🤣🤣

રાજ : બાય ધ વે વાત તો સાચી છે... કન્ડીશન વગર જે પ્રેમ હોઈ ને એની મજા જ કંઈક અલગ છે. પ્રેમ કોઈ વ્યાપાર થોડી છે કે સામે વાળો આપે તો જ આપડે એને સામે આપીએ.આ એક ફિલિંગ છે જે કોઈ ના પણ મન માં આવી શકે. એ પછી જાણતા કે અજાણતા...

પાયલ : એક મિનિટ એક મિનિટ....આ વાત ખોટી છે. હું નઈ માનતી કે મને ક્યારે ની પ્રેમ થાય. કારણ કે હું નંબર 1 મતલબી છું અને મને નઈ ગમતું કે હું બીજા કોઈ પાછળ ટાઈમ વેસ્ટ કરું.એટલું ધ્યાન હું મારા પર ના આપુ🤣🤣.અને મને લાગે છે કે પ્રેમ જાણતા જ થાય... કારણ કે બધાં ને ખબર હોઈ કે મારા મન માં સામે વાળા માટે ફિલિંગ છે. પછી અજાણતાં થોડી કેવાઇ એ.આ તો બધાં ટીવી સીરિયલ વાળા ના ડાયલોગ છે. એ ખરેખર જીવન માં બેસે નઈ.

રાધિકા : નઈ પાયલ....આ ખરેખર સાચી વાત છે.એવા બોવ ઉદાહરણ છે કે લોકો ને પ્રેમ થયા પછી ખબર પડી કે થઈ ગયો.અને પ્રેમ મતલબી વ્યક્તિ કે સેલ્ફિસ વ્યક્તિ એવું નઈ જોવે.થવા નો હસે ને તો કોઈ વ્હોટસએપ મેસેજ નઈ આવે... એ પોતાના સમયે થઈ જ જવાનો છે.


[ NEXT DAY ]

( આદિત્ય ઑફિસ માં આવે છે. સંજય અનંત થી પાયલ ની વાત ને લઇ ને નારાજ થઈ જાય છે. બધાં ફ્રેન્ડસ્ રિસોર્ટ માં રમતા હોય છે અને દિવ્યા ને કોલ આવે છે. દિવ્યા વાત કરવા બીજી જગ્યા ઉપર જાઈ છે અને એ અચાનક કોઈ ને જોઈ જાઈ છે. )

BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા ✍️

Rate & Review

Bhakti Sayta

Bhakti Sayta 5 months ago

Vaishali

Vaishali 6 months ago

Hemal nisar

Hemal nisar 6 months ago

Parash Dhulia

Parash Dhulia 7 months ago

Jalpa Navnit Vaishnav