Self surrender books and stories free download online pdf in Gujarati

આત્મ સમર્પણ

હે ભગવંત કેટલા આંખ આડા કાન કરૂં 🙏
દમ ધુટે મારો હવે આ ધરા પર
અધર્મ અનીતી ઈર્ષ્યા બીજાનું અહીત કરતા આ ધરા ના લોકો,
ત્રાહીમામ ત્રાહીમામ ત્રાહીમામ
કેવી રીતે રોકું આ સંસાર ને મહા વીનાસ તરફ જતાં,
હે પરમેશ્વર રહમ કર 🙏 લોકોને સદ બુધ્ધિ આપ,
હરીઓમ તત્સત્

જયારે કોઈ ના કોઈ વહેણમાં હતો આ જીવ હાથ ન હતો ત્યા સુધી કશું ગતાગમ ન હતી,
પણ હવે સ્વાસ રૂંધાય આ અધર્મી પાપી ધરા પર,
ચારો કોર રાક્ષસોનો ત્રાસ , નીર્દોષ જીવોના ખુનથી લથપથ આ ધરા, સેતાન નું ઘર બની ગઈ છે,
માનવીની ખાલમાં રાક્ષસી માયા
હે ઈશ્વર ત્રાહીમામ.

મારે રામાયણ ના મર્યાદા પુરુષોત્તમ રામ, કે મહાભારત ના કૃષ્ણ કે અર્જુન નથી બનવું, કે નથી બનવું પરશુરામ,
દયા કરૂણા મય પરમહંસ પરમાત્માનો અંશ જીવ હંસ આત્મા હું, સમભાવ રાખી
મારે સર્વ ગુણો થી પરે રહી, નીરગુણ નીરાકારી નીર્વાણ પામવું છે,
હે ઈશ્વર કૃપા કર🙏💐
ઓમ શાંતિ

એકજ કૃપા હે ગુરુદેવ કરજો મુજ પર
ધેર્ય શાંતી બનાવી રાખું,
આંતરીક કે બાંહ્ય પરીસ્થીતી ગમેતેવી વીકટ આવે , હું ધેર્ય શાંતી ન ખોઉ🙏
આત્મ સંતુલન ન ખોઉ
બીજા જેઓ હું ન થાઉં
જેવો મને બનાવનાર બસ તેવોજ નીરગુણી નીરાકારી શાંતી પ્રીય બની રહું
🕉️💐

ઘડાવા માટે ધસાવું જરૂરી છે,
હા ઘસાયો જરૂર પણ‌ ઉજળું થવા માટે,
આભાર એ દરેકનો જેમણે મને અજમાવ્યો,
પથ્થરમાંથી પારસ થવામાં મદદ કરી,
એ સત્ય સમજાવવા મદદ કરી,
કે સ્વપ્ન સમી આ આભાસી દુનીયા માં સર્વ નાસવંત તો છે પણ સ્વાર્થી અને આભાસી છે,
પછી શુખ હોય કે‌ દુઃખ, પ્રેમ હોય કે નફરત, પોતાનું કે પારકું, જીવન હોય કે મૃત્યુ,
બધુંજ ક્ષણીક ક્ષણભંગુર

જીવન એક ભવ સાગર અને જીવ આત્માએ ડુબ્યા વીના પાર કરવાનો છે,
માર્ગમાં વચ્ચે તુફાન ઘણેરા આવેજ, કા વીકાર ધેરે કા ભાવનાઓ ,
શુધ્ધ સત્વને ધારણ કરુ
સંતુલન બનાવી રાખી પાર ઉતરવું,
એટલે એક જીવન ચક્ર શાંતી મય બની સમભાવી બની પુરૂ કરવું,

નથી દાનવ બની પાપ નો ભાગી બનવું, નથી માનવ રહી બીચારો બની પીડાવું, કે નથી દેવ બની પુજાવું, આ ત્રીગુણી માયા માંથી નીકળી જવું છે બસ,
હરીઓમ તત્સત્
બસ રાહ દેખું એ વીજળીના ચમકારાની બસ મનરુપી મોતીડાને પરોવી આત્માને ઉજાગર કરી નીર્વાણ પામવું છે

કર્તવ્ય ની આ કેડી પર ચાલતા, નથી હાર જીત કરવી, નથી કોઈ જીદ કે સામી બાંધવી કે નથી કોઈ ડીબેટમા ઉતરવું,
નથી કોઈ સવાલ કરવા કે નથી કોઈને જવાબ આપવા , હવે કોઈ બાબતે નીમીત બનવામાં પણ રસ નથી , ન સારામાં ન ખરાબમાં,
માટે હવે મૌનજ એક વીકલ્પ છે.
જય ગુરુદેવ

અબોલા નીર્દોષ જીવોની હત્યા કરી ખાનાર પાસે તો આસ ન રખાય સ્વભાવીક છે નૈતીકતા પ્રેમ કરૂણા સદભાવની પણ, સાધું સંત જેવો આહાર લેનાર પણ વીકારી
તો વચ્ચે ના લોકો પાસે શું આશ રખાય?
માટે ત્રાહીમામ શરણાગતમ ,
આદેશ હે સતગુરૂ સાહેબ,

ઉંચ નીચ ના ભાવ , મારા તારા ના અહેસાસ, ક્રોધ લાલચ મોહ, દ્રેષ ધુણા અહંકાર, ડર ભય સંકા જયારે દેખું લોકોમાં, નવાઈ સહેજેય નથી લાગતી,
કારણ ? કારણ બસ સ્વાર્થ વૃતી છે, હું અને મારૂં અને દેખાવાનું બસ પોતાનું હીત
બસ બધા દુઃખોનું કારણ આજ છે
પણ કોને સમજાવું? બધા સમજશે? ના કદાપી નહીં,
માટે ખુદ સમજ્યો છું
જય ગુરુદેવ

એક સમય હતો જયારે અવેજનો વહેવાર હતો, ન નાણું હતું ના નાણાપતી,
ત્યારે પણ વહેવાર ચાલતો અને આજે પણ અટકતો નથી,
પરંતું ત્યારે આ ધરા સ્વર્ગ સમી હતી, પણ આજે અઢળક ધન સંપત્તિ વાળા કે અતી ગરીબ બધાજ દુઃખી, કોઈને કોઈ વાતે અસંતોષ,