Mrugtrushna - 23 in Gujarati Love Stories by Hiral Zala books and stories PDF | મૃગતૃષ્ણા - ભાગ 23

મૃગતૃષ્ણા - ભાગ 23

[ RECAP ]

( ઓફિસ માં બધાં સાથે મિટિંગ એટેન્ડ કરે છે.અનંત પાયલ ને PPT બનાવવા આપે છે. પાયલ ને ખબર પડે છે કે આદિત્ય એ દિવ્યા ને છોડી દીધા...અનંત અને દેવાંગી વચ્ચે વાત થાય છે. )

__________________________
NOW NEXT
__________________________

( સવારે દિવ્યા ના ઓફિસ ગયા પછી પાયલ આદિત્ય ને ફોન કરે છે. આદિત્ય નો ફોન ઘરે જ ભુલાઈ ગયો હોઈ છે એટલે રૂહાંન ફોન ઉઠાવે છે. )

રૂહાંન : હેલ્લો....કોણ બોલો?

પાયલ : આદિત્ય????

રૂહાંન : હા...આ આદિત્ય નો નંબર છે આપ કોણ?

પાયલ : મારી આદિત્ય સાથે વાત થઈ રહી છે.

રૂહાંન : ના...હું એમનો સાક્ષાત નાનો ભાઈ વાત કરી રહ્યો છું. એકચ્યુલી મારા ભાઈ ઓફિસ ગયા છે અને ફોન અહીંયા ઘરે છે. સો કોઈ મેસેજ...

પાયલ: કોઈ બીજો નંબર છે જેના થી હું એમની સાથે વાત કરી શકું...

રૂહાંન : પેહલા એ તો કહો કે તમે છે કોણ...અને આટલી સવારે આદિત્ય ને કોલ કેમ કર્યો તમે...

પાયલ : જોવો મારે એમનું બોવ જરૂરી કામ છે.તમે પ્લીઝ બીજો કોઈ નંબર હોઈ તો મને આપો...

રૂહાંન : શું કામ છે આટલું જરૂરી તમારે મારા ભાઈ થી...મને કહો ને હું મેસેજ આપી દઈશ એમને.

પાયલ : જોવો સાંભળો...હું કોઈ મજાક નથી કરતી...મારે એમનું બોવ જરૂરી કામ છે.સો પ્લીઝ કોઈ બીજો નંબર હોઈ એમનો તો આ નંબર પર મેસેજ કરી દેજો તમે
( પાયલ ફોન મૂકવા જાઈ છે. )

રૂહાંન : અરે એક મિનિટ...એક મિનિટ....તમે તો ગુસ્સે થઈ ગયા.તમે દિવ્યા???

પાયલ : તમે ઓળખો છો દિવ્યા ને ??

રૂહાંન : ઓળખતો નથી...પણ તારીફ બોવ સાંભળી છે એમની.... એકચ્યુલી અમારા ઘર માં એ થોડો ફેમસ છે આજ કાલ.પણ જો તમે દિવ્યા નથી તો પછી કોણ બોલો છો?

પાયલ : હું દિવ્યા ની સિસ્ટર્ વાત કરું છું પાયલ...પ્લીઝ આદિત્ય નો કોઈ નંબર હોઈ તો મને આપો.

રૂહાંન : એક વાત પૂછી શકું...બીકોઝ તમે આટલી જલ્દી માં છો એટલે... કે તમને એવું તો શું અર્જન્ટ કામ છે ભાઈ નું...

પાયલ : તમે જે દિવ્યા ને જાણો છો એ દિવ્યા અત્યારે 2 દિવસ થી રડે છે બોકોઝ તમારા ભાઈ એ એની સાથે બ્રેક અપ કરી લીધું....
( રૂહાંન વાત સાંભળી અચાનક ચોંકી જાય છે. )

રૂહાંન : વૉટ??? બટ વાય?

પાયલ : તમારા ફાધર એ એમને રિજેક્ટ કર્યા એટલે...

રૂહાંન : હોલ્ડ ઓન...હોલ્ડ ઓન...મને લાગે છે તમને કોઈ મિસ અન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. અહીંયા કોઈ ને પણ આ વાત ની જાણ નથી અને મારા ભાઈ છે એ થોડાં આ બ્રેક અપ વાળી પ્રોબ્લેમસ થી અલગ ટાઈપ ના છે. એ તમારી સીસ્ટર ને લવ કરે છે અને અમારા ઘર માં એમની વાત પણ ચાલી રહી છે.

પાયલ : હા...આ વાત સાચી છે.પણ કાલે જ આદિત્ય એ મારા દી ને કહ્યું છે કે તમે હવે મને ભૂલી જાવ...

રૂહાંન : જોવો...હું તમને સ્યોર કહી શકું કે કોઈ મિસ્ટેક થઈ રહી છે. હું ખરેખર કવ છું કે મારા ભાઈ એમને લવ કરે છે અને એટલે તો એમને ઘર માં વાત કરી છે. તમે એક કામ કરો...હું તમને સાંજે બધું જાણી ને કહીશ...તમે હમણાં ભાઈ સાથે આ ટોપિક પર વાત નઈ કરશો કોઈ...

પાયલ : સારું...

( પાયલ ફોન કટ કરી દેઇ છે. )

( રૂહાંન ભાગતા ભાગતા નીચે જાઈ છે પણ નીચે ડાઇનિંગ ટેબલ પર ધનરાજ પણ હોઈ છે. )

ધનરાજ : જરા ધીરે થી અવાઈ...આટલું જલ્દી શું છે.

વૈશાલી : રૂહાંન ને હંમેશા જલ્દી જ હોઈ છે.

રૂહાંન : નઈ ડેડ... એકચ્યુલી કાલે એક જરૂરી ટેસ્ટ છે એટલે વાચવા બેસવા નો હતો એટલે વિચાર્યું જલ્દી નાસ્તો કરી લવ.

ધનરાજ : સારું...બેસો ચાલો...

અજીત : ભાઈ...

ધનરાજ : હા...બોલો...

અજીત :હું વિચારું છું કે આજે આપડે નયન વર્ધમાન ને ત્યાં થતાં જ જઈએ...ખબર તો પડે કે પ્રોડક્શન કેવું ચાલે છે.

ધનરાજ : હા...વાંધો નઈ એવું હોઈ તોહ નાસ્તો કરી ને નીકળીએ .. અને હા... દેવાંગી આજે મને આવવા માં થોડું લેટ થશે મારે મિટિંગ છે એટલે...

દેવાંગી : હા...વાંધો નઈ.

નિશા : ડેડ તમે પણ લેટ આવશો.

ધનરાજ : ના...તમારા ડેડ લેટ નઈ આવે😄 એ ટાઈમ પર આવી જશે ...ઓકે...

નિશા : ઓકે 😄

ધનરાજ : દેવાંગી ચાલો હું નીકળું...

( ધનરાજ અને અજીત ઘરે થી નીકળે છે. દેવાંગી રૂહાંન તરફ જોવે છે એટલે એમને સમજાઈ જાય છે કે રૂહાંન કંઇક કહેવા માંગે છે. નાસ્તો કર્યા પછી દેવાંગી એમના રૂમ માં જાઈ છે અને ત્યાં રૂહાંન આવે છે. )

દેવાંગી : બોલ...શું છે હવે...

રૂહાન : મોમ...આજે ભાઈ ફોન ઘરે ભૂલી ગયા.

દેવાંગી : હા...તો રોંહુ પપ્પા ને આપી દેવાઈ ને ફોન.... એ ભાઈ ને આપી દેત...

રૂહાંન : મોમ એવું નઈ...હમણાં કોઈ પાયલ નામ ની છોકરી નો કોલ આવ્યો ભાઈ ના ફોન પર.... એમણે એવું કહ્યું કે એ દિવ્યા ના સિસ્ટર બોલે છે અને

દેવાંગી : અને શું???

રૂહાંન : એમને કહ્યું કે દિવ્યા બોવ જ રડે છે બીકોઝ ભાઈ એ એમના સાથે બ્રેક અપ કરી લીધું અને એવું કહ્યું કે તમે હવે લાઈફ માં મને ભૂલી ને આગળ વધો....

( દેવાંગી ને બોવ મોટો જટકો લાગે છે. એમની આંખો સુધી આંસુ આવી ગયાં હોઈ છે. )

રૂહાંન : મોમ...ભાઈ એ આપણ ને એવું કંઈ કીધું જ નથી. અને અહીંયા તો એમના લગ્ન ની વાત ચાલે છે ને...

દેવાંગી : રૂહાંન.....પપ્પા એ ના પાડી લગ્ન ની...એટલે ભાઈ એ આવું કર્યું...

રૂહાંન : હા...પણ ના કેમ પાડી મોમ...એક વાર મળી તો લેવું જોઇએ ને...અને તમે જાણો છો ભાઈ એમને કેટલું લાઈક કરે છે..સો પપ્પા એ થોડું તો સમજવું જોઈએ ને.આ પાયલ જે છે એ તો ભાઈ ને કોલ કરવા ના હતા...સારું થયું ફોન ઘરે હતો એટલે મને ખબર પડી.

દેવાંગી : રૂહાંન તું જા તારા પેપર ની તૈયારી કર...હું કરીશ બરાબર...

રૂહાંન : હા...મોમ

( રૂહાંન રૂમ માંથી બહાર જતો રહે છે. દેવાંગી સોફા પર બેસી જાય છે અને પોતાના આંસુ પૂછી ને આખો બંધ કરી લેઇ છે. )

___________________________
( ધનરાજ અને અજીત કાર માં જઈ રહ્યા હોઈ છે અને રસ્તા પર બોવ ટ્રાફિક હોઈ છે.ધનરાજ ડ્રાઇવર ને પૂછે છે. )

ધનરાજ : વિજય....શું થયું?

વિજય : સર આગળ કંઈ મેટર થયું લાગે છે....ટ્રાફિક બોવ જમાં થઈ ગયું છે.

અજીત : એક મિનિટ ભાઈ હું જઈ ને જોવ...

ધનરાજ : ઊભો રે હું જઈ ને જોવ છું તું ગાડી માં બેસ...

( ધનરાજ ગાડી માંથી ઉતરી ને થોડા આગળ જાઈ ને....ત્યાં એ જોવે છે કે એક બોવ મોટું એક્સિડન્ટ થયું હોઈ છે અને એક નાના છોકરા નું એમાં માથું ફાટી ગયું હોઈ છે અને આટલા ટ્રાફિક ની વચ્ચે એક છોકરી એને ઇન્જેક્શન આપી રહી હોય છે. 108 પણ ત્યાં જ ઊભી હોઈ છે. એ નાના છોકરા ના મોમ ખૂબ જ રડી રહ્યા હોઈ છે અને એ છોકરી એમને કહે છે કે" રડશો નઈ તમારા દીકરા ને કંઈ નઈ થાય આ એક ડોક્ટર નું પ્રોમિસ છે. નાના છોકરા ને એનેસ્થેશિયા આપ્યા પછી એ છોકરી 108 માં એની સાથે બેસી જાય છે અને એ છોકરા નું વહેતું લોહી અટકાવવા નો ટ્રાય કરે છે. 108 ત્યાં થી જતી રહે છે. ધનરાજ ફરી પોતાની કાર માં આવી બેસી જાય છે. )

અજીત : શું થયું તું ભાઈ?

ધનરાજ : કંઈ નઈ....એક મુશ્કેલી સામે આ જમાના ના એક યોદ્ધા ને લડતો જોયો...અને મને ખાત્રી છે કે આ લડાઇ માં એ યોદ્ધા જીતશે પણ...

( પણ ધનરાજ નથી જાણતા કે આ કોણ છે. આ ડોક્ટર બીજું કોઈ નઈ પણ હતી એમના આદિત્ય ની દિવ્યા....)

_________________________

[ NEXT EPISODE ]

( આદિત્ય ઓફિસ માં દિવ્યા ને બોવ યાદ કરતા હોય છે.ધનરાજ આદિત્ય સાથે બેસી ને વાત કરે છે. રાતે ધનરાજ લેટ ઘરે આવે છે અને દેવાંગી એમને જમવા નું આપવા હાજર નથી હોતા એટલે ધનરાજ થોડા ટેન્શન માં આવી જાય છે. )

BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા ✍️

Rate & Review

Vaishali

Vaishali 6 months ago

Hemal nisar

Hemal nisar 6 months ago

Nirali

Nirali 7 months ago

Hiral Zala

Hiral Zala Matrubharti Verified 7 months ago

Nalini Patel

Nalini Patel 7 months ago