The Scorpion - 56 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન - પ્રકરણ -56

પાપાની સાથે વાત થયાં પછી દેવે ફોન બંધ કરી થોડીવાર વિચારમાં પડી ગયો. એનાં ચહેરાં પર અગમ્ય સ્મિત આવી ગયું. એ એક સાથે ઘણાં શમણાંઓમાં ખોવાયો. એણે એનું મન કાબું કર્યું અને પાછો અંદર ગયો...

સોફીયા દેવની સામેજ જોઈ રહી હતી એણે દેવનાં ચહેરાંને જોઈને કહ્યું “ડેવ બેસ્ટ ઓફ લક...મારે તને મારી સાથે જે થયેલું એ કહેવામાં રસ હતો. અને ત્યાં સુધી મને શાંન્તિ ના મળત. હું તો હવે અહીં બધી ફોર્માલીટી પુરી થાય એટલે યુ એસ જતી રહીશ.”

દેવે મનનાં બધાં વિચારો ખંખેરીને સોફીયાનાં બોલવા પર ધ્યાન આપ્યું એણે કહ્યું “હાં...હાં...મને જાણવામાં રસ છે જ તું તારી વાત પુરી કર પછીજ હું જઈશ...જોકે મારે ખુબ અગત્યનું કામ છે. પણ મારે તારું જાણવું પણ અગત્યનું છે.”

દેવે કહ્યું “તું જયારે ખુબ ધુમ્મ્સ છવાયું આપણે કોલીંપોંન્ગથી થોડાંકજ દૂર હતાં અને મને યાદ છે વેન પણ ખોટકાઈ હતી રસ્તા ખુબ ખરાબ હતાં હવામાન ધુમ્મ્સભર્યું જાણે વાદળ નીચે ઉતરી આવ્યાં હોય એવો માહોલ હતો અને તું ત્યારે ગૂમ થઇ ખબરજ ના પડી અને ઝેબા તો એની સીટ પરજ બેઠેલી હતી.”

સોફીયાએ કહ્યું "એ ધુમ્મ્સનો તો એણે ગેરલાભ લીધો બસમાં પણ કશું દેખાતું નહોતું તું અને તારો ફ્રેન્ડ દુબેન્દુ થાકેલાં ઝોકે ચઢેલાં...વારે વારે તમે બહાર ધ્યાન આપવા કોશિશ કરતાં પાછા રેસ્ટ લેતાં એજ સમયે હું અને ઝેબા...છોડ બધી ના ગમતી વાતો અને યાદો છે મારી ભૂલ હું ભોગવી રહી છું.”

“હું ઢોળાવ પરથી ગબડીને નીચે પહોંચી ત્યારે એ જંગલની પગદંડી હતી ત્યાં હું પડી હતી મારાં હાથ પગમાં ઝાંખરાં કાંટા વાગવાથી લહુરીયા પડેલ લોહીની ટશરો ફૂટી નીકળી હતી મને દર્દ થઇ રહેલું મારાં કપડાં પણ ફાટેલાં...મને અર્ધબેભાન અવસ્થામાં એટલીતો જાણ હતી કે હું ઉપરથી નીચે સુધી ગગડી આવી છું મને વાગ્યું છે.”

“હજી હું ત્યાં પડી હતી અને બાઈક ના અવાજ સંભળાયેલાં અને એક બાઈક પર બે જણાં આવ્યાં એમનાં ચહેરાં પર નકાબ અને હેલ્મેટ હતાં એ સ્કોર્પીયનનો નકાબ...હું અર્ધખુલી આંખે જોઈને ડરી ગઈ હતી એ લોકોએ મને પડતાં ગગડતાં જોઈ હશે એમણે બાઈક સ્ટેન્ડ પર ચઢાવી મારી નજીક આવ્યાં.”

“હું ઠુંઠીયું વાળીને પડી હતી ઠંડી પણ ખુબ હતી...એમાંથી એક જણ નકાબ ઉતારી મારી સામે ગંદી નજર કરી. એની નજર મારી છાતી પર હતી જ્યાં મારાં કપડાં ફાટેલાં હતાં. એણે એનાં સાથીદાર સામે જોયું અને હસ્યો”.

“એનાં સાથીદારે પણ એનાં હોઠ દબાવી મારી સામે જોયું પેલાએ કહ્યું આ તો સામે ચઢીને શિકાર આવ્યો છે ઉપરથી ટપકેલું ફળ...એમ કહી બંન્ને જણાં હસી રહ્યાં હતાં...એમાંનો એક જણ બોલ્યો "એય ચિંગા તું એ તરફ ધ્યાન રાખ મને ખબર મળી છે કે પેલા સિદ્ધાર્થની ટીમ જંગલમાં પેટ્રોલીંગ કરી રહી છે આ બલા...ત્યાં પેલો બોલ્યો તું ટાઈમના બગાડ ફટાફટ આને ...એમ કહી એક થેલી એનાં હાથમાં આપી.”

“પેલાએ રીતસર મારાં પર જાણે પડતું મૂક્યું મારાં ગાલ ખેંચ્યા મારાં કપડાં કાઢવા પ્રયત્ન કર્યો મેં મારી છાતી આગળ બંન્ને હાથ દબાવી રાખેલાં પણ એણે સીધુંજ મારુ પેન્ટ ઉતારવાનો પ્રયત્ન કર્યો પછી મારી છાતીમાં રસ ન હતો એણે પેન્ટ ઉતારી મારી નીકી...”

“મેં એને લાત મારવા પ્રયત્ન કર્યો પણ પેન્ટમાંજ પગ ભરાયેલાં હતાં કંઈ કરી ના શકી પેલાએ એની થેલીમાંથી કાળા કાળા વીંછી કાઢ્યા અને મારી જાંગ મારી સાથળ પર ફરતાં મૂકી દીધાં પેલો બીજો પણ મારી બાજુમાં બેસી ગયો મારાં ગુપ્તાંગ પર હાથ ફેરવી જીભથી લાળ પડતો હતો...”

“હું ખુબ ગભરાઈ ગયેલી વિવશ હતી પેલાં વીંછીઓએ એમનો સ્વભાવ બતાડવા માંડેલો તેઓ મને અસંખ્ય ડંશ દઈ રહેલાં મને સખ્ત પીડા થતી હતી હું ચીસો નાખું એ પહેલાં પેલાએ એનાં હોઠ મારાં હોઠ પર મૂકી મને ચૂસવા લાગેલો.”

“ડેવ એકબાજુ સખત પીડા એનો સાથીદાર મારાં અંગને વિકૃત રીતે જોઈ...હું બોલી શકું એમ નહોતી મને પીડા સાથે એ ઉત્તેજીત કરવા પ્રયત્ન કરી રહેલો અને મારાં હાથથી પેલાને મેં એવો તમાચો માર્યો કે પેલાના હોઠ છૂટી ગયાં ઓહ કરીને બાજુમાં પડ્યો અને મેં જોરથી ચીસ પાડી...આવી ચીસ કદી નહોતી પાડી...”

“મારી ચીસથી જંગલમાં એનાં જાણે પડઘાં પડી રહેલાં. પેલો બૂચો ચીંગો ગભરાયો એ બોલ્યો એય તૌશિક સ્કોર્પીયન લઈલે બધાં આને બધાએ ખુબ ડંશ દીધાં છે અત્યારે આપણાથી કંઈ નહીં થાય...આમેય હું તો કશું કરી શકું એમ નથી...તું પણ અર્ધો...અને પછી એ ચૂપ થઇ ગયો મને દૂરથી માણસો આવતાં હોય એવો આભાસ થયો. મને સ્કોર્પીયનનું ઝેર ચઢી રહેલું પછી મેં ક્યારે ભાન ગુમાવ્યું મને નથી ખબર એલોકો મને ક્યાં છોડી ગયાં મને નથી ખબર મને મરવા નહીં દેવી હોય...”

“પણ એ બંન્ને માણસોનાં ચહેરાં અને નામ યાદ છે મને એક ચિંગા અને બીજો તૌશિક...પછી આગળતો તને ખબરજ છે...હજી મને એ ડંશ મને ક્યારેક પીડા આપે છે પણ એક વાત કબૂલું આ ઝેરનો નશો કંઈક અનોખો છે મને ખુબ પીડા આપે એમ કહીને હસી.”

દેવે કહ્યું “ઓકે બધું સમજી ગયો. તારી સાથે શું થયું એ માણસો કોણ હતાં...તું એમને રોડ પર મળી...તું બચી ગયેલી કારણકે CRPF ટીમ અને સિદ્ધાર્થ સરની ટીમ પેટ્રોલીંગમાં હતી.”

થોડીવાર દેવ એમજ ચૂપ બેઠો પછી કહ્યું "સારું છે તું હવે માનસિક બધું સમજી ચુકી છું. જીવનમાં ઘણીવાર આવું બની જતું હોય છે. જોકે તમે લોકો તો એક ચોક્કસ ગોલ લઈનેજ આવેલાં ગુનાખોરીની દુનિયામાં પ્રવેશવા તૈયારજ હતાં. તારી માનસીકતા સુધરી અને તું એ દલદલમાં ફસાતાં બચી ગઈ. મારી એક એડવાઇઝ માનીશ ?” સોફીયા એ નમ આંખે ડોકું હા માં હલાવ્યું ... દેવે કહ્યું “લાઈફ તમારી ચોઈસ પર ડીપેન્ડ થાય છે એક ઇઝી હોય છે એક .. ઇઝી વે જલ્દી તમને લકઝુરી આપે અને એની આવરદા પણ ઓછી હોય છે અને અંતે ગીલ્ટ અને ફેલીયર મળે જયારે હાર્ડ વે તમને સમય લાગે તમારો ગોલ એચીવ કરતાં પણ તમને એનું પ્રાઉડ ફીલ કરાવે... આ રીતે નશો પૈસો અને મોજ મજા એ લાબું ટકતું નથી એ અંતે ક્યાં ગુનાખોરીમાં ધકેલે અથવાં બરબાદ કરે. એવું જીવન જીવો જેનો તમને પ્રાઉડ થાય. આશા રાખું છું તું તારો વે હવે નવે સરથી સરસ ચુઝ કરીશ. બેસ્ટ લક ફોર યોર લાઈફ.”

સોફીયાએ કહ્યું “થેંક્સ... પણ ક્યાંક ને ક્યાંક તુંજ એ ક્રેડીટ ને પાત્ર છું કારણકે મને તારાં સ્વભાવ,વિચારો, પ્રેમ સ્પર્શી ગયો જે તેં કેર લીધી એને હું પ્રેમ સમજી બેઠી...તમે ભારતીય કોઈની પણ કાળજી લો...અમે કેર ને પ્રેમ સમજી બેસીએ છીએ. પ્રેમ હોય એજ કેર લે બાકી કોઈને કોઈ મતલબ ના હોય.”

દેવે કહ્યું “ના અમારાં ભારતીય સંસ્કાર છે અમે રસ્તે જનારની મદદ કરીએ કેર લઈએ લાગણી બતાવીએ પણ એ પ્રેમ નથી સંસ્કાર છે. પ્રેમ તો...”



વધુ આવતા અંકે પ્રકરણ -57