Shankhnad - 1 in Gujarati Classic Stories by Mrugesh desai books and stories PDF | શંખનાદ - 1

શંખનાદ - 1

૧૫ એપ્રિલ ,2015

ઉનાળા ના બપોર ના લગભગ ૧૨ વાગવા આવ્યા હતા ..દિલ્હી ના ચાંદમી ચોક માં દરરોજ ની જૅમ ચિક્કાર ગીર્દી હતી ...અહીં મૉટે ભાગે રેડીમેડ કપડાં અને સાડી નો ના ભવ્ય શૉ રૂમ આવેલા છે ..તેમાંય ચાંદી ચોક માં સાડી નો એક મોટો શોરૂમ આવ્યો છે ..' હિન્દ સાડી ભંડાર ' .. શોરૂમ ફક્ત દિલ્લીમાં નહિ પરંતુ પુરા ભારત માં સાડીઓ માટે પ્રખ્યાત હતો અહીં માધ્યમ વર્ગ થી માંડીને માલેતુજાર વ્યક્તિઓ કે જેમની સંપત્તિ ની દ્રષ્ટિએ દુનિયામાં એક થી દસ માં નંબર આવે તેવા લોકો પણ સાડી ખરીદવા આવતા !! હિન્દ સાડી ભંડાર દિલ્હી નો નહિ ભારત નો મોટા માં મોટો સાડી ભંડાર હતો ..એટલે ફક્ત ચાંદની ચોક માં નહિ પરંતુ હિન્દ સાડી ભંડાર માં પણ એટલી ભીડ રહેતી ..આજે પણ અહીં બહુ ભીડ હતી ..સાત માલ ના શોરૂમ માં દરેક માલ પર ગ્રાહકો ની ભીડ રહેતી .. શોરૂમ માં દરેક સમયે ઓછા માં ઓછા હજાર ગ્રાહકો તો રહેતા તેથી શોરૂમ ના મલિક રૃપરામ સિંધી પોતાના સ્ટાફ ની અજબ ગોઠવણ કરી હતી ..તેમને પોતાની ઓફિસે બેઝમેન્ટ માં રાખી હતી કે જ્યાં એક લાખથી વધુ ની કિંમત ની સાડીઓ રહેતી ..અને ત્યાં પ્રીમિયમ ગ્રાહકો ને આવવાની પરમિશન હતી ..તદુપરાંત હિન્દ સાડી ભંડાર માં દરેક માળ પર જુદા જુદા મેનેજર અને જુદા જુદા સ્ટાફ હતા ..અહીં એટલી ચીવટ થી કામ કરવા માં આવ્યું હતું કે દરેક માળ ના સ્ટાફ નો ડ્રેસ પણ અલગ અલગ હતો !! જે થી કરીને કર્મચારી ના ડ્રેસ પરથી ઓળખી શકાય કે કયો કર્મ ચારી કાયા માળ નો છે ..

રૃપરામ સિંધી બેઝમેન્ટ માં આવેલી પોતાની લક્ઝરીયસ કેબીન માં થોડા ચિંતાતુર ચહેરે બેઠા હતા ..આજે પણ શોરૂમ માં ખુબ રશ હતો ...મેનેજર થી માંડીને પ્યુન સુધી લગભગ બધા કર્મચારીઓ પોતાના નાના keNana કે મોટા દરેક કામ માં રોકાયેલા હતા ..પણ રૃપરામ થોડા ચિંતાતુર ચહેરે પોતાની કેબીન માં બેઠા હતા તેમની નજર વારે વારે પોતાની હીરાજડિત ઘડિયાળ માં જતી લગભગ બાર ને પત્રીએ થવા આવી હતી .મી અબીનાશ ચેટ્ટર્જી બરાબર એક વાગે કલકત્તા થી આવી પહોંચવાના હતા ...તેમના પ્રસનલ મેનેજર રૂપેશ ચાવલા ને તેમને એરપોર્ટ મી અબીનાશ ચેટ્ટર્જી ને રિસીવ કરવા મોકલ્યો હતો ..

રૃપરામ સિંધી બહુ આતુરતાથી અબીનાશ ચેટર્જી ની રાહ જોઈ રહ્યો હતો ..કારણકે અબીનાશ ચેટ્ટર્જી કલકત્તા થી એક સાડી લઈને આવવા ના હતા જેની કિંમત કરોડ રૂપિયા હતી ..રૃપરામ સિંધી ને અબીનાશ ચેટ્ટર્જી કરતા પેલું કરોડ ની સાડી માં બહુ રસ હતો ..બનાવનાર કારીગરે કરોડ ની સાડી કેવી બનાવી હશે..! અલબત્ત સાડી હિન્દ સાડી ભંડાર માં એક કલાક પણ રહેવાની હતી... કારણ કે રૂપરમે સાડી મુંબઈ ના એક બિઝનેસમેન કમલેશ પાટીલ ને કરોડ માં વેચી દીધી હતી .. કમાવું અને અબીનાશ ચેટ્ટર્જી આવે એના બરાબર અડધા કલાક માં કમલેશ પાટીલ અને એમની દીકરો અનિલ અને પુત્ર વધુ શ્વેતા આવી પહોંચવા ના હતા ..આમ બંને પાર્ટી ને સેમ સામે બેસાડી ને રૃપરામ જેવો જેવો બાહોશ વેપારી ૨ કરોડ રૂપિયા કમાઈ લેવાનો હતો ...!!

રૂપરામે આખી જિંદગી સાડીઓ નો વેપાર કર્યો હતો ..તેણે આજથી પચાસ વર્ષ પહેલા એક દુકાન માંથી ઉધાર દસ સાડી લાવીને ધંધો શરુ કર્યો હતો ને આજે કરોડો રૂપિયા ની કંપની બનાવી હતી ...છતાં આજે એ પેલી ૩ કરોડ રૂપિયાની સાડી જોવા તલપાપડ થયો હતો ..તે પોતાની મહારાજા ચેર માં બેઠો બેઠો મુખ્ય દરવાજાની બહાર ના સીસીટીવી કેમેરા ના ફૂટેજ પર એકી ટસે જોઈ રહ્યો હતો ..અને એટલા માંજ તેને જોયું કે તેની બ્લ્યુ કલર ની મર્સીડીસ બહાર આવીને ઉભો રહી હતી ..કે જે ગાડી લઈને રૂપેશ ચાવલા ને અબીનાશ ચેટર્જી ને લેવા એરપોર્ટ મોકલ્યો હતો ..રૃપરામ ધ્યાન થી કેમેરા માં જોતો હતો .ટ્રાફિક બહુ હતો એટલે રૂપેશ ચાવલા આગળ નો દરવાજો ખોલી ને ઝડપથી નીચે ઉતર્યો ..અને પાછળ નો દરવાજો ખોલયો ..તેમાંથી અબીનાશ ચેટર્જી ઉતર્યો તે એક ખુબ જાડો કહી શકાય એવો માણસ હતો તેને માથે તાલ હતી ..અને ચાંદી નો રંગ કાળો હતો ..ચહેરા પર દાઢી ને મૂછો હતી ..કપાળ પર ડાબી બાજુ મોટો મસો હતો ..રૃપરામ પણ હાજી સુધી એને રૂબરૂ મળ્યો ન હતો તેને તો માત્ર વિડિઓ કોલ અને ફાંસી બુક માં જ તેને જોયો હતો ..રૃપરામ ને અબીનાશ ચેટર્જી માં કોઈ રસ પણ નહતો એને રસ હતો માત્ર અબિનાધે હાથ માં પકડેલી ગ્રે કલર ની મોટી બેગ માં ..જેમાં ૩ કરોડ ની સાડી હતી ...!!

રૂપરામે જોયું તો રૂપેશ ચાવલા અબીનાશ ચેટર્જી ને કોઈ મહાનું ભાવ ની જેમ દોરીને ઉપર લાવતો હતો. અને રૃપરામ ની નજર અબીનાશ ચેટર્જી ના હાથ માં રહેલી ગ્રે કલર ની બેગ પર હતી ..પણ રૂહોર્રમ ને ક્યાં ખબર હતી કે અબીનાશ ચેટર્જી જે ૩ કરોડ ની સાડી લઈને આવે છે એ સાડી નહિ જીવતો અણુબોમ્બ છે !!! જેનાથી નજીક ના જ સમય માં આખું હિન્દુસ્તાન હચમચી જવાનું છે ..અને આજે એ અણુબોમ્બ નો સોદો પોતા ના શોરૂમ માં જ થવાનો છે ..!!!

Rate & Review

yogesh dubal

yogesh dubal 4 months ago

Bhavna Patel

Bhavna Patel 6 months ago

Nishita

Nishita 8 months ago

Jalpa Navnit Vaishnav
Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 8 months ago

Share