Shankhnad - 8 books and stories free download online pdf in Gujarati

શંખનાદ - 8

વાચક મિત્રો છેલ્લા એપિસોડ માં આપડે જોયું કે દેશ માટે મરી મિટવા માટે તૈયાર લોકો ની એક અનોખી ટિમ તૈયાર છે . તો આવો હવે આપડે વાંચીયે આ ટિમ નો એક ખતરનાક કેસ કે જેમાં આપડા બુદ્ધિ ધને આપડા દુશ્મન પાડોશી દેશ પાકિસ્તાન ને કેવી રીતે મ્હાત કર્યું હતું .. તમને આ કેસ વિષે વાંચવા ની બહુ માજા પડશે .. તમે એક પણ એપિસોડ ચુકતા નહીં કારણ કે આ કેસ ની ઘણી બધી કડી મિશન વંદે માતરમ સાથે જોડાયેલા છે.
અભિપ્રાય આપવા નું ભૂલતા નહિ.
મૃગેશ દેસાઈ ( ૯૯૦૪૨ ૮૯૮૧૯ ).

*********.
હનીફ અન્સારી શાનદાર માર્શિડીસ કર ચલાવી રહ્યો હતો .. તેની બાજુમાં બેઠી હતી ફાતિમા શેખ .. ગાડી કેન્ટોન્મેન્ટ એરિયા ના સુમસામ અને સપાટ રોડ પર દોડી રહી હતી
એ ગાડી ની આગળ અને પાછળ બીજી એક એક ગાડી હતી જેમાં તાલીમ પામેલા બ્લેક કેટ કમાન્ડોઝ કોઈ પણ અચાનક થયેલા હમલા નો જવાબ આપવા મારે તૈયાર હતા સાધનો થી સજ્જ હતા. એ ખતરનાક પ્રકાર ના બ્લેક કેટ કમાન્ડોઝ હતા જેમનું એક જ કામ હતું ગંઇફ અન્સારી અને ફાતિમા શેખ નું રક્ષણ કરવા નું ..!
આ બંને ની સુરક્ષા પહેલા ' વાય ' કેટેગરી ની હતી પણ જ્યારથી મેકડોનાલ્ડે આ બંને ને મારી નાખવાની ધમકી આપી હતી ત્યારથી આ બંને ની સુરક્ષા ' ઝેડ ' કેટેગરી ની થઇ ગઈ હતી.
ગાડી ના બ્લેક કાચ ચડેલા હતા . ગાડી પર કોઈ પણ બુલેટ કે બૉમ્બ ની અસર ના થાય એવી બુલેટ પ્રુફ હતી .. અંદર એર કન્ડિશન ચાલુ હતું.
હમિદ અન્સારી નું ધ્યાન ગાડી ચાલવા માં હતું .. બંને વચ્ચે કોઈ વાતચીત થતી ન હતી ..

બ્લેક કેટ કમાન્ડોઝ ની સજ્જડ સુરક્ષા વચ્ચે હમિદ અન્સારી અને ફાતિમા શેખ બંને મુસ્તાક હતા આવી સુરક્ષા વચ્ચે મેકડોનાલ્ડે તો શું કોઈ દેશનું આર્મી આવે તો એઓન બંને જાણ નો વાળ પણ વાંકો કરી ના શકે .. એવો બંને ને કોન્ફિડન્સ હતો

ગાડી ચલાવતા હમિદ ની નજર બેકવ્યુ મિરર પર પડી .. આ બાબત સામાન્ય હતી કારણ કે દરેક કાર ચાલાક ગાડી ચલાવતો હોય ત્યારે વારંવાર બેકવ્યુ મિરર માં જોતો જ હોય છે ઓન હમિદ અન્સારી એ કાચ માં જે જોયું એનાથી એની આંખો ત્યાં જ ચોંટી ગઈ .. એના શરીર માંથી ભય ની એક લહેરખી નીકળી ગઈ આવો ચમત્કાર કેવી રીતે થયો એ જ વિચારવા ની વાત હતી કારણ કે પાછળ ની સર ઉપર એક વિચિત્ર માણસ બેઠો હતો ......!!!!
જે સુરક્ષા વ્યવસ્થા ભેદી ને એક મચ્છર પણ આ ગાડી માં ના આવે ત્યાં આ માણસ કેવી રીતે આવ્યો હશે ? તે મનાંશ ના આખા ચહેરા પર ખાડા ખાડા હતા ને ઉપરથી દાઢી મૂછ હતી તેનો એન્ગ કાળો હતો પહેલી નજર માં જ એ માણસ ડરામણો લાગતો હતો.
છતાં તે માણસ મંદ મંદ હસી રહ્યો હતો.
હમિદ તેને જોઈ ને ગભરાઈ ગયો એક હાથ થી ગાડી નું સ્ટેયરીંગ પકડ્યું અને બીજા હાથ થી કપાળ પરનો પરસેવો લૂછ્યો આ સમગ્ર બાબત થી ફાતિમા અંજાન હતી તેતો યંત્ર વટ થઇ ને મેઈન ગ્લાસ ની બહાર રસ્તો જોઈ રહી હતી અને વિચારતી હતી કે ક્યારે જલ્દી માં જલ્દી એરપોર્ટ પહોંચીયે ને પછી જલ્દી માં જલ્દી કેન્યા ..... પણ એને ક્યાં ખબર હતી કે હવે એ જીવન માં પછી ક્યારેય કેન્યા પહોંચી શકવાની ન હતી ...

" કોણ છે તું ? " હમીદે ગભરાઈ ને પૂછ્યું.
" એની ચિંતા ના કરીશ ગાડી ચાલવા માં ધ્યાન રાખ હમિદ ઇલખાન તો પછી થઇ જશે " પાછળ બેઠેલો માણસ મંદ મંદ હસતા બોલ્યો
હમિદ ને વાત કરતો સાંભળી ને ફાતિમા એ પાછળ જોયું તો એની આખો પહોળી થઇ ગઈ અને મોઢા નથી ચીસ નીકળવા જતી તી ને પાછળ બેઠેલા માણસે એક દમ ફરી માં નું મોઢું દબાવી દીધું . બરાબર આ જ વખતે હમિદ નો પગ ગાડી. ની બ્રેક મારવાજ જતો હતો ..બરાબર ત્યારે જ પાછળ બેઠેલા માણસે હાથ માં ઓટોમેટિક રિવોલ્વર કાઢી " તે અવાજ કર્યો છે તો અહીં જ પતાવી દૈસ અને હમિદ બ્રેક મારવાની ભૂલ કરતો નહિ નીકળ બંને જણા સમય થી પહેલા માર્યા જશો " આટલું બોલી ને પેલો માણસ થોડું હસ્યો .. હમિદ પહેલા ની જેમ જ કર ચલાવવા મંડ્યો અને ફાતિમા ડરામણા ચહેરે ફ્રોન્ટ ગ્લાસ ની બહાર જોઈ રહી